પ્રીત જન્મો જનમની……

હા તો ભાઈ હું વાત કરવા જઈ રહ્યો છું એક નવા ગુજરાતી ફિલ્મ ની. ના ભાઈ ના, કેવી રીતે જઈશ વિશે મારે કઈ નથી કેહવું, હું તો વાત કરીશ એવી એકાદી ફિલ્મ ની કે જે મે ૩૦ રૂપિયાની ટીકીટ લઇ ને ખખડી ગયેલા થીએટર મા જોઈ છે. યેસ, હું ઘણી નવી ગુજરાતી ફિલ્મો થીયેટર મા જઈ ને જોઉં છું. (પ્રશ્ન- હાય હાય, બાપુ, આટલુ નીચું લેવલ? જવાબ- તમે લોકો જે સબ ટીવી ના ઐ યાઈ યો ઐયર જેવા પાત્રો જુવો છો તેના કરતાં તો સારા લેવલ ની હોય છે.) અરે યાર મુકો બધું બાજુ મા આ ગુજરાતી ફિલ્મો કે સબ ટીવી ના લીધે આપડા સંબંધો ના બગાડવા જોઈએ. પણ મારો અંગત મંતવ્ય સબ ટીવી માટે એ છે કે સાવ બકવાસ ચેનલ છે,એણે લોકો ના મનોરંજન નું સ્તર નીચું લઇ જવાનું ઘોર પાપ કર્યું છે. આજ થી વર્ષો પહેલા વપરાતા તેવા લાઉડ બેકગ્રાઉન્ડ મ્યુઝીક, સાવ ચવાયેલી કોમેડી(કોમેડી?). (એના કરતા તો ગુજરાતી ફિલ્મો નો રમેશ મેહતા લાખ દરજ્જે સારો )કમ ઓન યાર, ખીચડી અને સારાભાઇ જેવી સીરીયલો યાદ કરો, એવી ક્લાસ સીરીયલો ના પ્રેક્ષકો થઇ ને તમે સાવ આવું જોશો? માનું છું કે હાલ મા બીજી કોઈ ચેનલ પર કોઈ કોમેડી સીરીયલ નથી આવતી, પણ એનો અર્થ એવો તો નથી કે ઘોડી ના મળે તો ગધેડી!!! કેમ તમે ગુજરાતી ફિલ્મો ના નામે જે આવે છે તે નથી જોઈ લેતા? “કેવી રીતે જઈશ” આવ્યું ત્યારે જ તમે ગુજરાતી ફિલ્મ જોયું ને? તો પછી કોમેડી સીરીયલ ના નામે જે આવે છે તે કેમ જોઈ લો છો?

હવે મુખ્ય વાત પર આવું. તમે મારા કહેવા થી ગુજરાતી ફિલ્મો નથી જોવાના તેની મને સારી રીતે ખબર છે. અને મારું પણ એવું જ તમને સજેશન છે કે ના જોશો. કારણ કે આપડે તે ફિલ્મ જોવી હોય તો માનસિક તૈયારી સાથે બેસવું પડે કે તે એક નીચ્લા વર્ગ ના માનસિક સ્તર ને ધ્યાન મા રાખી ને બનાવવામા આવી છે. (પ્રશ્ન- બાપુ – એવા સ્તર ની ફિલ્મો તે કઈ જોવાય? પ્રશ્ન ના જવાબ મા પ્રશ્ન- કેમ તમે “વોન્ટેડ” અને “રાવડી રાઠોર” નથી જોઈ? ) ઘાઘરા ચોળી જોઈ ને નાક ના ટેરવા ચડાવવાની જરૂર નથી, મારા મતે દુનિયા ની કોઈ પણ સ્ત્રી ઘાઘરા ચોળી મા સજ્જ થયેલી ગુજરાતણ કરતા વધારે રૂપાળી ના લાગી શકે. તો મને થયું કે નવી ગુજરાતી ફિલ્મો ના નામ પર જે કઈ આવે છે તે તમારા સુધી નથી પહોચતું, તો હું એટલીસ્ટ તેને તમારા સુધી પહોચાડવા નું કામ કરવા માંગું છું. તે ફિલ્મોના રીવ્યુ દ્વારા. પણ જો નવી આવેલી બધી ફિલ્મો ની હું વાત કરીશ તો તમને કદાચ રસ નૈ પડે. આજે પહેલીવાર પ્રમાણિકતાથી કોઈ સામાન્ય ગુજરાતી ફિલ્મ નો રીવ્યુ લખાઈ રહ્યો છે ત્યારે હું વાત કરીશ ફિલ્મ “પ્રીત જન્મો જનમ ની ભુલાશે નહિ” વિશે. આ ફિલ્મ ના ગીતો એટલે માય ગોડ, એક વાર જીભે ચઢે પછી જિંદગી ભર તેનો નશો ના ઊતરે. મૌલિક મહેતા એ અફલાતૂન સંગીત આપ્યું છે. આના ગીતો તમે તેની ઓંડીયો સીડી ખરીદી ને કે લારી પર થી વિક્રમ ઠાકોર ના ગીતો ની સીડી મા થી સાંભળશો તો એક વાર તો મને યાદ કરી ને આભાર તો જરૂર માનશો આવા આઊટસ્ટેનડીંગ ગીતો સજેસ્ટ કરવા બદલ. અને ફિલ્મ ની સિચ્યુએશન્સ મા તો ઔર મધુરા લાગે છે. એક સુંદર વાર્તા અને બેસ્ટ સંગીત નો સમન્વય છે આ ફિલ્મ. વિક્રમ ઠાકોર અને પ્રાંજલ ભટ્ટ બંને એક બીજા ના પ્રેમ મા પડે છે અને લગ્ન કરે છે, પણ લગ્ન પછી અચાનક પ્રાંજલ ભટ્ટ બીમાર થઇ જાય છે, અને વાત એમ બહાર આવે છે કે વિક્રમ ઠાકોર ના ગયા જનમ ની પ્રેમિકા(મમતા સોની) એ પ્રાંજલ ભટ્ટ ના શરીર મા છે. ( વિક્રમ ઠાકોર નું ગયા જનમ ના પાત્ર નું નામ યુવરાજ! 🙂 .) અને પછી શરૂ થાય છે જન્મો જનમ ના વેર અને વ્હાલના રસમો ની વાત. મમતા સોની રૂપકડી. અને પ્રાંજલ ભટ્ટ તો મારી મોસ્ટ ફેવરીટ, રૂપાળી તો ખરીજ સાથે એક્ટીગ મા પણ એક્કો.

પ્રીત જન્મો જનમ ની ભુલાશે નહિ આલ્બમ મા એક ગરબો છે, એક દર્દભર્યું વિરહ ગીત છે( જે મીરાજી ના એક ભજન પર થી ઈન્સ્પાયર છે), એક મસ્તીભર્યું ગીત છે જે હિરો અને હીરોઈન ભાંગ પી ને ગાય છે અને એક રાજસ્થાની પ્રેમ ગીત છે, આ બધા ગીતો કર્ણપ્રિય. તોય આ આલ્બમ અને ફિલ્મ ની આત્મા સમા ખાસ માણવા જેવા નીચેના બે રોમાન્ટીક ગીતો
૧ – પ્રીત જન્મો જનમ ની ભુલાશે નહિ….જોવું છે? આ રહ્યુ!

૨- સાથી છૂટે ના તારો સંગાથ…..

ગુજરાતી ફિલ્મો ની ઓડીયન્સ ને સારા ગીતો આપો એટલે મોર ધેન ઈનફ.ફિલ્મ સુપરહિટ થઇ જાય! જયારે અહી તો સારા સંગીત ની સાથે સારી વાર્તા પણ છે. મે કીધું તેમ, નીચલા વર્ગ ના લોકો ના માનસિક સ્તર ને ધ્યાન મા રાખી ને જુવો તો બેશક ગમે તેવી ફિલ્મ. હવે તો તેની ઓરીજનલ સીડી પણ બહાર પડી ગઈ છે. આગળ પણ નવી આવેલી ગુજરાતી ફિલ્મો વિશે, તેના સંગીત વિશે, તેના કલાકારો વિશે અને તેના થીયેટરો વિશે પણ ઊંડાણ થી વાત કરવાની ઈચ્છા છે પણ તમને તે વાંચવું ગમશે કે કેમ? આઈ ડોન્ટ નો! જરા જણાવશો તો ખબર પડશે….

18 comments

    1. ગુજરાતી ફિલ્મો મા ભાગ્યે જ કોઈ ફિલ્મ ના ટ્રેઇલર યુ ટ્યુબ પર અપલોડ થતા હોય છે, અને યુ ટ્યુબ પર હાલ આ ફિલ્મ ના જેટલા વીડિઓ છે ફિલ્મ નું પ્રતિનિધિત્વ કરી શકે તેવા નથી.

  1. સાચું કહું……..ઘણા વખત પછી આપણી માતૃભાષા ને આમ કોક બચાવનામા માં શામેલ થતું જોઈ ખુબ જ ખુશી થઇ. આભાર યુવરાજ જી. દેશ થી ઘણી દુર રહું છું ઘણા વર્ષોથી પણ વતન ની સુગંધ એવી લોહી માં વણાઈ ગઈ છે ના પૂછો. મને હજુ પણ યાદ છે કે મેં અમારા એકમાત્ર વિડીઓ સ્ટોર માં જઈ ગુજ્જુ ફિલ્મ્સ અને નાટકો ની ડીવીડી માટે સજેશન કર્યું તો મારી પાછળ ઉભેલા એક મહાનુભાવે મોઢું મચકોડ્યું ને ઉપહાસ થી હોઠને ખૂણે સ્મિત ને મને થયું કે જો માતૃભાષા માટે આવો સંકોચ કે આવી જ મનોવૃત્તિ ના કીડા ફેલાતા જ રે’શે તો ભાષા અકાળે 😦 અને મેં હાર ના માનતા વિડીઓ વાળા ને રીક્વેસ્ટ કરી……તમે નહિ માનો ગયા મહીને એ જ મહાનુભાવ ના હાથ માં ગુજ્જુ નાટક ની ડીવીડી જોઈ મને જોઈ એ ભાઈ જરા હક્કાબક્કા થઇ ગયા ચોરી પકડાઈ ના ભાવ ને મેં આછેરું સ્માઈલ આપ્યું ……….જતા જતા એ ભાઈ મને કહે બહેન તમારું આ સજેશન હું જીંદગીભર નહિ ભૂલું. બસ હવે મને આતુરતા એ છે કે આટ આટલી સરસ નવલકથાઓ નો ભંડાર છે આપણી પાસે કોક વીરલો તો બીડું ઝડપશે ………….હું તો હજુએ જય સંતોષી માં , જેસલ તોરલ, દેશ રે જોયા દાદા પરદેશ રે જોયા જેવી ફિલ્મો જોઉં છું આભાર આ ફિલ્મ સજેશન માટે……………..બહુ લખી દીધું નહિ ? સોરી

    1. તાબડતોબ સોરી પાછુ લઇ લો નીકેતlજી, મને તો આપનો આ અનુભવ વાંચવાની બહુ મજા આવી, આગળ પણ આપ આ રીતે ખુલ્લા મનથી પ્રતિસાદ આપશો તો ખૂબ ગમશે. ગયા મહીને જ એક ફિલ્મ રીલીઝ થયેલી “પરદેશ એક સપનું” તે ફિલ્મ ઓસ્ટ્રેલિ યા માં શૂટ થઇ છે. તે ફિલ્મ ના એક સીન માં એક સુપર માર્કેટ માં સિદ્ધાર્થ રાન્દેલિયનું નાટક નું પોસ્ટર હતું. તે જોઈ ને મને ખરેખર આનંદ થયેલો કે વિદેશ માં આપ સૌ ગુજરાતી નાટકો સાથે સારી રીતે
      જોડાયેલા છો . આપનો ગુજરાતી ભાષા અને ગુજરાતી ફિલ્મો પ્રત્યે નો પ્રેમ જોઈ ને ખુબ આનંદ થયો.

Leave a comment