sanjay dutt

જબ જબ પ્યાર પે પહેરા હુઆ હૈ..

ફિલ્મ – સડક

વર્ષ – ૧૯૯૧

ગીત- જબ જબ પ્યાર પે પહેરા હુઆ હૈ

ગીતકાર- સમીર

ગાયક – અનુરાધા પોંડવાલ , કુમાર સાનુ

સંગીત – નદીમ – શ્રવણ

મહેશ ભટ્ટના ઘણા ગીતોમાં રસ્તા પર ના વણઝારા ગીતો ગાતા હોય.. અને એમના શબ્દો પ્રેમી યુગલની ભાવનાઓની વાચા બનતા હોય.

sadak-1991-200x275યાદ કરો આશિકી ફિલ્મનું “તું મેરી ઝીંદગી હૈ..” માં પણ વણઝારા અને એમાંય મુખ્યત્વે એક નાની ક્યુટ છોકરી આ ગીત ગાય છે, પછી ભટ્ટ કેમ્પનું જ બીજું મુવી ‘નાજાયઝ’ નું મારું અતિપ્રિય ગીત “અભી ઝીંદા હું તો જી લેને દો’ માં નસીરુદ્દીન રસ્તે ગઈ રહેલા લોકો સાથે જોડાય છે. હજુ યાદ કરીશ તો આવા બીજા મીનીમમ ૫ ગીતો તો મળી જ આવશે. આ ગીત, ” જબ જબ પ્યાર પે પહેરા હુઆ હૈ..” મુઝરામાં ગવાઈ રહ્યું છે, તવાયફો નાચી રહી છે અને પ્રેમી યુગલની લાગણીને વાચા મળી રહી છે. ભટ્ટની ફિલ્મો માં આવતી કોમન બાબતો વિષે તો હું આખી લેખોની હારમાળા લખી શકું. પણ અત્યારે તો ફક્ત બીજી એક જ વાત કરીને વિરમીશ… એ બીજી વાત એ કે ઘણી ભટ્ટ કેમ્પ ફિલ્મમાં વિષય તરીકે એવું બતાવાયું છે કે વેશ્યાવૃત્તિ માં ધકેલાયેલી યુવતી સાથે હીરો પ્રેમમાં પડે , સમાજનો સામનો કરે અને એ યુવતીને એ દલદલમાંથી બહાર કાઢે. આ વિષય સાથેની સૌથી પોપ્યુલર ફિલ્મ એટલે ‘સડક’. ઉપરાંત ભટ્ટ કેમ્પની જ સલમાન સ્ટારર ‘બાગી’ અને આ પ્રકારની એમની સૌથી લેટેસ્ટ હિમેશ સ્ટારર ‘કજરારે’ જે પૂજા ભટ્ટે જ ડીરેક્ટ કરેલી. આ વિષય સાથેની બીજી પણ કેટલીક ફિલ્મો ભટ્ટ કેમ્પમાં બની છે જેમકે ઇમરાન હાશ્મી સ્ટારર ‘આવારાપન’. પણ આ દરેક ફિલ્મમાં મને સૌથી વધુ ખૂંચતી બાબત એક જ છે, કે દરેક ફિલ્મમાં હિરોઈન વેશ્યાવૃત્તિ માં ધકેલાઈ તો હોય પણ છતાં પ્યોર રહી હોય. એનું શિયળ લુંટાયું ના હોય. આવું દર્શાવવા પાછળનું કારણ હું એમ સમજુ છું કે ભારતના લોકો કે પુરુષો એક ડહોળાઈ ગયેલા શરીરવાળી છોકરીને હિરોઈન તરીકે ન સ્વીકારે એવું આ ફિલ્મ મેકર માનતા હશે. વેલ, કદાચ તેમણે રિસ્ક ઉપાડીને એવું દર્શાવ્યું હોત કે હીરોઈનનું શિયળ લુંટાઈ ચુક્યું છે છતાં હીરો એને સ્વીકારી રહ્યો છે તો કદાચ સમાજમાં એની સારી છાપ પણ પડી શકી હોત. વિવિધ સંસ્થાઓ સહીત સરકાર યુવાનોને પ્રોત્સાહિત કરવા સ્કીમો કાઢે છે કે એક વેશ્યાને પરણો તો તમને બિરદાવવા આટલા રૂપિયા આપવામાં આવશે. છતાં ભાગ્યે જ કોઈ યુવાન આ સ્કીમનો લાભ લે છે. અથવા જે લે છે એને કદાચ રૂપિયામાં જ રસ હોય છે. સરકારને બદલે ફિલ્મોએ આ કામ કર્યું હોત તો રૂપિયા આપ્યા વગર પણ સમાજમાં આ સુધારો થઇ શક્યો હોત, અને એ લગ્નો પણ કરોડો રૂપિયામાં ન ખરીદી શકાય તેવી લાગણીવાળા સંબંધોમાં પરિણમ્યા હોત. પણ એક કેલ્ક્યુલેટેડ ફિલ્મ મેકર એવું રિસ્ક શું કામ લે?

અને આ ધંધામાં ધકેવાયેલી છતાં પ્યોર રહેલી સ્ત્રીને પ્રત્યે તો કોઈ પણ સામાન્ય પુરુષને લાગણી ઉપજે, એમાં વળી શું મોટી વાત. આ ધંધાનો સંપૂર્ણપણે ભોગ બનેલી કોઈ છોકરીને જો અપનાવામાં આવે તો જ વિષય સાર્થક થયો ગણાય. અને ત્યારે જ હીરો ની અનન્ય લાગણીનો પરિચય થાય.

હવે ગીત તરફ આગળ વધીએ… આ ગીતમાં નદીમ શ્રવણની ખુબ જ કર્ણપ્રિય કમ્પોઝીશન છે, અને ગીતકાર સમીરે પણ સરળ શબ્દોમાં અદભુત વાત કરીને બાજી મારી છે. ઇન્ડીયન કલ્ચર પ્રમાણે કોઈ છોકરા છોકરી પ્રેમમાં પડે એ ટોક ઓફ ધ ટાઉન ગણાય છે. અને પાછા નાત જાતના સીમાડાઓ પણ અનેક. અરે એની ચરમસીમા તો જુઓ, ક્યારેક છોકરો છોકરી એક જ નાત ના હોય છતાં માં-બાપને પરિવાર અનુકુળ ન આવતું હોય એટલે લગ્ન ન થવા દેતા હોય. આવા સીમાડાઓને કારણે જ ભારતમાં મહાન પ્રેમકથાઓ જન્મ લે છે. એની ખાતરી કરવા તમે તમારા જ મિત્ર વર્તુળમાં કે રીલેટીવ્સમાં જોઈ જોજો, તમને ૧૦ માં થી ૩ યુગલો તો ઓછામાં ઓછા એવા જોવા મળશે જેમણે પ્રેમ લગ્ન કર્યા હશે અને એ માટે તેઓ સમાજ સામે લડ્યા હશે કે માં-બાપના વિરોધનો સામનો કર્યો હશે. મુખડામાં એક ખુબ જ સુંદર વાત કરાઈ છે કે આવી રોક ટોક થાય છે ત્યારે પ્રેમીઓનો સંબંધ વધુ ગાઢ થાય છે. એનું સીધું અને સ્પષ્ટ કારણ એક જ છે કે બે માંથી એક જણ આ લડાઈમાં એક ડગલું પણ ભરે તો બીજાને એના માટે ભારોભાર માન અને ગર્વ ઉપજે. છોકરીને જાણ થાય કે છોકરાએ એના માટે પોતાના ઘરમાં ઝગડો કર્યો હતો તો છોકરી છોકરા પર વધુ આફરીન થઇ જાય.. એ તો પછી એના પ્રેમીને વ્હાલથી ભરી મુકે. અને એનાથી પ્રેરિત થઈને પોતે પણ આ લડાઈમાં બે ડગલા આગળ વધે, અને આવી રીતે જ ડગલા ભરતા ભરતા પ્રેમીઓ એમની મંઝીલ સુધી પહોંચી જતા હોય છે. અને આ સફરમાં તેઓ એકબીજાનું મહત્વ પણ સમજતા થાય છે. એકબીજાને ગુમાવવાનો વારો આવશે તો એમના પર શું વીતશે એ પણ આ સફરમાં તેમને સમજાઈ ગયું હોય છે…

“જબ જબ પ્યાર પે પહેરા હુઆ હૈ,

પ્યાર ઔર ભી ગહેરા…ગહેરા… હુઆ હૈ,

દો પ્યાર કરને વાલો કો જબ જબ દુનિયા તડપાયેગી..

મુહબ્બત…. બઢતી જાયેગી….

કુછ ભી કર લે દુનિયા… યે ના મીટ પાયેગી…

મુહબ્બત …. બઢતી જાયેગી….

હો…. જબ જબ પ્યાર પે પહેરા હુઆ હૈ…. “

14060565849a7a1-original-1પ્રેમ એ સાહજિક છે અને એથી વિશેષ એ પ્રાકૃતિક છે. જેમ વાદળોનું વરસવું, વીજળીનું ચમકવું , ફૂલોનું મહેકવું અને બુલબુલનું ચાહેકવું એ પ્રકૃતિનો નિયમ છે ,એમ પ્રેમ થવો એ પણ એટલું જ પ્રાકૃતિક છે. ઘણા લોકો આ પ્રેમીઓને આગળ વધતા અટકાવવા માટે આગળ વધે છે, તેમના પર શામ ડામ દંડ ભેદ અપનાવે છે, છતાં એ પ્રેમીઓનો નિર્ણય અફર હોય છે. અને પછી લોકો એવું કહે છે કે સાલાઓ કેવા છે? આટલું બધું થયું છતાં સુધારતા નથી, મરવા તૈયાર છે, પણ એક બીજાને છોડવા માટે નહીં. મૂરખા છે ને સાલાઓ? અરે ભાઈ, એ મૂરખા નથી, તું મુરખો છે. એમનો પ્રેમ એ તો ઈશ્વરે આ ધરતી પર પાથરેલું સૌન્દર્ય છે. અને ઈશ્વર પોતાની સૌથી સુંદર રચના એટલી નબળી થોડી બનાવે કે જેને કોઈ પણ આવીને નષ્ટ કરી જાય !  ઈશ્વરે મોકલેલા આ વાદળો તો વરસવાના જ… ભરપૂર વરસવાના… અને પછી વીજળીના કડાકા પણ થવાના… ઈશ્વરે મોકલેલા આ પ્રેમીઓ પણ એકબીજાના થઈને જ રહેવાના… એકબીજામાં સમાઈને મહેક્વાના … અને પ્રેમની વાતો કરીને ચહેકવાના…

 “બાદલ કો બરસને સે, બીજલી કો ચમકને સે

કોઈ ભી રોક ના પાયેગા… કોઈ ભી રોક ના પાયેગા..

ફૂલોં કો મહેકને સે… બુલબુલ કો ચહેકને સે

કોઈ ભી રોક ના પાયેગા… કોઈ ભી રોક ના પાયેગા..

જબ જબ ઉલ્ફત કી રાહોં મેં દુનિયા દીવાર ઉઠાયેગી ,

મુહબ્બત… બઢતી જાયેગી…

હો…. જબ જબ પ્યાર પે પહેરા હુઆ હૈ…. “

 પ્રેમીઓની મિલકત એમનો પ્રેમ જ છે, અને આ મિલકત કોઈ ન લૂંટી શકે. લૂંટી લૂંટી ને કોઈ શું લૂંટશે. જમાનો તેમને એકબીજાથી અલગ કરી દેશે, ઝંઝીરોમાં બાંધી દેશે, પણ એથી કાંઈ તેમણે એકબીજાને આપેલા વાયદાઓ થોડા બંધાઈ જશે. અરે પરાકાષ્ઠાએ જઈને તમે તેમને અલગ કરી લો તોય એ વાયદાઓની પરાકાષ્ઠા.. એ પ્રેમની.. યાદોની.. પરાકાષ્ઠા બે ડગલા આગળ જ રહેવાની. એનું કારણ પણ બહુ સરળ છે કે નફરત ની પરાકાષ્ઠા કરતા પ્રેમની પરાકાષ્ઠા વધુ શક્તિશાળી હોય છે. પ્રેમીઓને જુદા કરવા અશક્ય છે. દુનિયાની મોટામાં મોટી તાકાત પણ આ કામ ન કરી શકે અને ન જ કરી શકે. એમને જુદા કરવા તમે એમને દીવાલમાં ચણી દેશો તોય એ હૃદય છેલ્લા ધબકારા સુધી એકબીજા માટે જ ધબકતા રહેશે, અને એકબીજા માટે ફના થવાના ગૌરવ સાથે આ હ્રદય ધબકતા બંધ થશે. અને એ દીવાલ, કે જ્યાં એ ચણાયા હશે, કે એ જમીન જ્યાં એ દફનાવાયા હશે… એ જગ્યા સદીઓ સુધી પ્રેમનું પ્રતિક બની ને રોશન થયા કરશે. આવનારી અનેક જનરેશન્સ તેમને આદર્શ પ્રેમી તરીકે યાદ કરશે… ગામડાના ડાયરાઓમાં એમને યાદ કરવામાં આવશે, બોલીવૂડની ફિલ્મોમાં એમને કંડારવામાં આવશે… અને પ્રેમીઓના ટેક્સ્ટ મેસેજીસમાં એમના ઉલ્લેખ આવશે, કોઈ પોતાની પ્રિયતમાના મુખે રોમિયો સંબોધન સાંભળીને હરખાશે તો કોઈ છોકરી ને કોઈ દીવાનો પોતાની જુલિયટ કહેશે ત્યારે એ છોકરી તો શું સાચે સાચી જુલિયટ પણ પોતાનો જન્મ સાર્થક થયેલો ગણશે.

 “ઇસ દિલ કી યાદોં કો.. મહેબૂબ કે વાદો કો…

કોઈ કયા બાંધે ઝંજીરો સે… કોઈ કયા બાંધે ઝંજીરો સે…

ચાહત કે ખઝાનો કો.. નઝરો કે ફસાનો કો..

કોઈ પા ન સકે જાગીરો સે.. કોઈ પા ન સકે જાગીરો સે…

જબ જબ દુનિયા દીલવાલો કો દીવારો મેં ચુનવાયેગી ..

મુહબ્બત… બઢતી જાયેગી…

હો…. જબ જબ પ્યાર પે પહેરા હુઆ હૈ….”

નવા જૂની – રીકવરી !

-માંદગી દરમ્યાન ડોકટરે બાઈક પર બેસવાની પણ મનાઈ ફરમાવેલી, ૭ ઓગસ્ટ એટલે કે પત્ની ના જન્મદિવસે બાઈક ચલાવવાનો શુભારંભ કર્યો ! હવે ૯૯ % સાજો છું , ૧ % હજી યુરીનલની ઉપરની સાઈડ આવેલી બંને બાજુઓ ની નળીઓ માં વત્તો ઓછો દુખાવો રહ્યા કરે છે , અધધધ કહી શકાય એટલા બેન્ડ લાગ્યા છે – ખોરાક બાબતે , અને એનું પાલન થઇ રહ્યું છે !

– મારું ફેવરીટ પીણું થમ્પ્સ અપ વિષે તો વિચારવાની પણ મનાઈ છે – કાયમ માટે ! એજ રીતે ઈંડા વિષે પણ વિચારવાની મનાઈ ! પાલન થઇ રહ્યું છે અને માંદગી પછી મારું ફેવરીટ પીણું નારીયેલ પાણી બની ગયું છે , જેનું નિયમિત સેવન કરવામાં આવે છે.

– મારા જન્મદિવસની પોસ્ટમાં મેં ઘોષણા કરેલી કે મેં આજનો ફિલ્મ જોવા જવાનો કાર્યક્રમ માંડી વાળ્યો છે , પણ ન રહી શક્યો અને જન્મદિવસે દુખાવાને અને કાયમી દુખાવાને (પત્ની ) સાથે લઇ ને ફિલ્મ જોઈ આવેલો – પોલીસગીરી ! અફકોર્સ , ત્યારે બીજી ઘણી સારી ફિલ્મ્સ પણ ચાલતી હતી સિનેમાઘરોમાં, પણ હું ગમેતેમ તોય સંજુ બાબા નો ફેન …. ખબર હતી કે ફિલ્મ પિટ ક્લાસ જ હશે તોય સંજુબાબા લીડ માં હોય એટલે એ જલસો મારા થી શી રીતે મિસ થાય !!

– પત્નીના જન્મ દિવસે પહેલી વાર બાઈક ચલાવ્યું એ દિવસે “ધી કોન્જ્યુરીંગ ” જોયું – જલસો કરાવી દે તેવું !! એ પહેલા સહ કુટુંબ અમે – હું , મમ્મી અને કોમલ “ભાગ મિલ્ખા ભાગ ” જોઈ આવેલા . અને રીસંટલી એક ગુજરાતી મુવી થીયેટરમાં જોવામાં આવેલ છે , જેનો રીવ્યુ મેં લખ્યો છે મારી પ્રીવીયસ પોસ્ટમાં, ફિલ્મ જોવા જવાના પ્રસંગોમાં ધરખમ ઘટાડો થયેલ છે …. અને એ ઘટાડો દિન પ્રતિદિન વધી રહ્યો હોય એવું લાગી રહ્યું છે.

– વધુમાં તો એક આવનાર ગુજરાતી ફિલ્મ માં હું એક નાનકડા રોલમાં મોટા પડદે ચમકવાનો છું, ફિલ્મ – “રઘુવંશી” થેન્ક્સ ટૂ ડીરેક્ટર અતુલ પટેલ.

– મિત્ર કૃણાલ ને તેના એક કમ્પોઝીશન માટે લીરીક્સ ની જરૂર હતી , જે મેં લખી આપ્યા અને એને ગાવા માટે મેં ફ્રેન્ડ નિગમ અને ફેસબુક ફ્રેન્ડ સુહાની નો એપ્રોચ કર્યો – અને તેઓ એગ્રી થયા. ટૂંક સમયમાં જ અમે એ ગીત ના રેકોર્ડીંગ માટે સ્ટુડીઓ જઈ રહ્યા છીએ , ગણતરીના દિવસો માં ગીત તૈયાર થઇ ને બહાર આવી જશે.

– ટીવી સીરીયલના પ્રોડક્શન માં કામ કરવાનો એક નવો અનુભવ મેળવ્યો. જેમના નાટકમાં મેં કામ કર્યું છે – એ જાણીતા દિગ્દર્શક નિમેશ દેસાઈ ના દિગ્દર્શન માં બની રહેલી સીરીયલો માં પ્રોડક્શન ડીપાર્ટમેન્ટ માં કામ કર્યું , હજી કરતો રહીશ એન્ડ આઈ મસ્ટ સે કે આ અનુભવ થકી હું ફિલ્ડ થી ઘણો માહિતગાર થયો .

– બસ આ જ …. કેટલીક અસ્ત વ્યસ્ત વાતો અસ્ત વ્યસ્ત રીતે લખી ને અહી જ વિરમું છું .

કિસ્મત કી હવા કભી નરમ …

ફિલ્મ – અલબેલા
વર્ષ – ૧૯૫૧
ગીત – કિસ્મત કી હવા કભી નરમ ….
ગાયક – સી . રામચંદ્ર
ગીતકાર – રાજીન્દ્ર ક્ર્રીશન
સંગીત – સી . રામચંદ્ર

ભગવાન દાદા એમના શરૂઆતના સમયમાં થોડા બી ગ્રેડ ટાઈપ્સ અર્થાત ટીપીકલ એક્શન ફિલ્મો બનાવતા , રાજ કપૂરે સલાહ આપી કે સામાજિક ફિલ્મ બનાવો અને71954088933279710549 ભગવાન દાદા એ “અલબેલા” બનાવી . અને ૧૯૫૧ ની બોક્સ ઓફીસ પર સૌથી વધુ ચાલનારી ફિલ્મો માની એક સાબિત થઇ . રાજ કપૂર નું “આવારા ” પણ એ વર્ષે જ આવેલું . “અલબેલા” એ માત્ર સુપરહિટ ફિલ્મ જ નહિ પણ નખશીખ શ્રેષ્ઠ ફિલ્મ છે . ટાઈમલેસ ક્લાસિક છે. જે મેં ૧૯ – ૨૦ વર્ષની ઉમ્મરે જોયેલું , અને મને એ જબ્બર ગમી ગયેલું. ત્યારે ડીવીડી નહિ પણ વીસીડી નો જમાનો , અને એ વીસીડી પણ મોંઘી આવે એટલે ભાડે લાવીને જોવાની . ત્યારે મેં ખાસ જૂની ફિલ્મો જોયેલી નહિ , માત્ર એટલી ખબર કે પપ્પાને જુના પિકચરો ગમે એટલે સીડીવાળા ની લારી પર આ ફિલ્મ ની વીસીડી મેં પડેલી જોઈ , અને ભાડે જોવા માટે લઇ લીધી . મને તો ખ્યાલ જ નહિ કે જે ફિલ્મ મેં માત્ર જૂની છે એટલું જોઈ ને લીધેલી , એ અસલ માં બેનમુન ફિલ્મ છે , પપ્પા તો જોઈ ને ચોંકી જ ગયા , કે તે એ જમાના ની ફિલ્મો જોયેલી નહિ ને આવું રેર ક્લાસિક તું કેવી રીતે ઉપાડી લાવ્યો ! ત્યારે હું ફૂલાયો ને કહ્યું – જોયું ? લઇ આવ્યો ને ? અસલ ક્લાસિક છે ને ? આ સીડી ક્યાય બજારમાં જોવાય નો મળે ! એ તો આપડે શોધી કાઢી !
પછી જોકે એવો સમય પણ આવ્યો કે જૂની રેર ફિલ્મો આખું અમદાવાદ ઘૂમી ને પાતાળમાંથી પણ શોધી કાઢવાનો મારો શોખ શિખર પર હતો ! પપ્પા ની સાથે સાથે મને પણ રાજ કપૂર વિશેષ પ્રિય . અને મારી પ્રિય અભિનેત્રી ગીતાબાલી . રાજ કપૂર ની નોન આર.કે. અર્થાત રાજ કપૂરે પોતાના બેનર સિવાયની ફિલ્મોમાં અભિનય કર્યો હોય એવી ફિલ્મો શોધવા હું નીકળી પડતો . કારણ કે આર.કે. બેનરની તો બધી ફિલ્મો જોયેલી , અને ઇઝીલી અવેલેબલ. પણ નોન આર.કે. ફિલ્મો શોધવી પડે , મારા એ શોખની શરૂઆતના પપ્પા સાક્ષી હતા , ત્યારે હું નોન આર.કે. બેનરની “અંબર” અને “ફિર સુબહ હોગી ” શોધી લાવેલો , જે અમે સાથે જોયેલી , ૨૦૦૬માં પપ્પા નું અવસાન થયું ત્યાર બાદ અનેક જૂની રેર ફિલ્મો લાવી લાવી ને જોઈ . ૪૦ ના દાયકાની ફિલ્મો પણ જોઈ , ગીતાબાલી ની કેટલીક દુર્લભ ફિલ્મો શોધી કાઢી . અને નોન આર.કે. ની તો જેટલી ફિલ્મો હતી એ બધી ફિલ્મો નું કલેક્શન મારી પાસે જમા થઇ ગયું . પણ એ બધી ફિલ્મો એકલા જ જોવી પડી . પપ્પાની કવિતાઓ પરથી કહી શકાય કે એમને રાત ની સરખામણી માં દિવસ વધુ ગમતો હશે. કારણ કે દિવસે પુરુષાર્થ થાય અને રાત્રે આરામ , અને પપ્પા નો તો સ્વભાવ જ પુરુષાર્થ પ્રિય ! પણ હું પાછો રાત નો રાજા , અહી ભગવાન દાદા સુખ અને દુખ ને દિવસ અને રાત ની સુંદર ઉપમા આપી ને કિસ્મત ની વાત કરે છે …

“કભી કાલી રતિયાં , કભી દિન સુહાને ,
કિસ્મત કી બાતે તો , કિસ્મત હી જાને ”

બેટાજી અને બાબુજી એટલે કે મેં અને પપ્પા એ આ ફિલ્મ સાથે બેસી ને જોયેલી , પછી ભાડે લાવેલી સીડી તો પાછી આપી આવ્યો પણ ફિલ્મને મેં કોમ્પ્યુટરમાં સેવ કરી લીધેલી , અને રોજ બે થી ત્રણ વાર હું આ ગીત જોઈ ન લઉં ત્યાં સુધી મને ચેન ન પડતું . મારો ભાણીયો કરણ ત્યારે બહુ નાનો હતો , અને રડવાનું શરુ કરે પછી શાંત જ ન થાય . પપ્પા જ એને શાંત રાખતા , એકદિવસ પપ્પા એ કરણને “અલબેલા ” બતાવી ને શાંત રાખેલો . પપ્પાના ખોળામાં આરામથી સેટ થઈને કરણભાઈ જોઈ રહ્યા , ભગવાન દાદા નો ડાન્સ …

“ઓ બેટા જી , અરે ઓ બાબુજી ,
કિસ્મત કી હવા કભી નરમ , કભી ગરમ
કભી નરમ નરમ , કભી ગરમ ગરમ
કભી નરમ ગરમ નરમ ગરમ ….. ઓ બેટા જી …. “

ફિલ્મમાં ભગવાન દાદા નો એક ડાયલોગ હતો – “તો ક્યા મેં કલાકાર નહિ બન સકતા ? , બન સકતા હૈ બેટા , બન સકતા હૈ ” પપ્પા આ ડાયલોગ મારી સાથે રમુજ કરવા ઘણી વખત બોલતા . એમાં થતું એવું કે હું ફિલ્મો પાછળ નાનપણ થી ખુબ પાગલ . એટલે ઘણીવાર પપ્પા આગળ બેસી ને હું શેખ ચલ્લી ની વાતો કરતો કે પપ્પા , આજે હું બેગ પેક કરી દઉં છું , કાલે મુંબઈ જવા માટે રવાના , પછી હું એકટર બની ને જ પાછો આવીશ ! હું આવી બધી લવારીઓ કરતો હોઊ ત્યારે પપ્પા ભગવાન દાદા નો ફિલ્મમાં આવતો આ ડાયલોગ બોલે “તો ક્યા મેં કલાકાર નહિ બન સકતા ? , બન સકતા હૈ બેટા , બન સકતા હૈ ” ફિલ્મમાં પણ ભગવાન દાદાને એકટર બનવાની ઘેલછા હોય છે , એટલે પપ્પા આ ડાયલોગ બોલી ને મને “અલબેલા” ના ભગવાન દાદાના પાત્ર સાથે સરખાવતા . અત્યારે પ્રોફેશનલ નાટકોમાં અભિનય કરતો થયો એ દરમ્યાન એક એકટર તરીકે જયારે વેઠવાનું આવે , કે નાનકડા રોલની સામે ડીરેક્ટર ના અંગત નાના મોટા કામો ય કરવાના આવે ત્યારે મને આ અંતરો ખાસ યાદ આવે , ઘણીવાર તો જે તે પરિસ્થિતિ માં આ અંતરો ગાઈ પણ નાખ્યો છે .

“બડી અકડ સે બેટા નીકલે ઘર સે એકટર હોને ,
વાહ રે કિસ્મત …. વાહ રે કિસ્મત , કિસ્મત મેં થે લીખ્ખે બરતન ધોને ,
અરે ભાઈ લીખ્ખે બરતન ધોને ,
ઓ બેટા જી , જીને કા મઝા કભી નરમ , કભી ગરમ ,
કભી નરમ નરમ , કભી ગરમ ગરમ
કભી નરમ ગરમ નરમ ગરમ ….. ઓ બેટા જી ….”

દાળ ભાતમાં પાપડ નાખી ને ખાવાની મારી આદત પણ પપ્પા ને આભારી . તમે પણ ટ્રાય કરી જોજો , જલસો ન પડી જાય તો મારું નામ બદલી નાખજો . એમાં કરવાનું એવું કે એક પાપડ લેવાનો અને પછી એ આખો પાપડ હાથે થી ભાંગી નાખવાનો , એ ભાંગેલા પાપડના નાના નાના ટુકડા દાળ ભાતમાં નાખી , બરાબર મિક્સ કરી ને પછી ખાવાનું . મને તો જોકે પપ્પાની અમુક આદતોની ખુબ ઊંડી અસર પડતી જયારે અમુકની બિલકુલ નહિ . મને અને મમ્મી ને વઘારેલી ખીચડી એકલી ચાલે પણ પપ્પાને ખીચડી સાથે કઢી ખાસ જોઈએ. જે દિવસે ડાઈનીંગ ટેબલ પર કઢી ન દેખાય ત્યારે પપ્પા અચૂક પૂછતા – આજે કઢી નથી બનાવી ? અને પછી મમ્મી ચિડાઈ ને જવાબ આપે – આ શું તમને દર વખતે કઢી કઢી કઢી !!! મમ્મી ચિડાયા હોય ત્યારે હું ખડખડાટ હસી ને કહેતો – કઢો જોઈએ છે પપ્પા ને કઢો !! પપ્પા સાથે મજાક મસ્તી આખો દિવસ ખૂબ ચાલતી . જયારે જયારે ખીચડી બનતી ત્યારે ત્યારે હું પપ્પા જોડે મસ્તી કરવા રસોડામાં કામ કરી રહેલા મમ્મી ને ઉદેશી ને બૂમ લગાવતો – એ આજે કઢો નથી બનાવ્યો કઢો!!!?

“દુનિયા કે ઇસ ચીડિયા ઘર મેં તરાહ તરાહ કા જલવા ,
મિલે કિસી કો સુખી રોટી, કિસી કો પૂરી હલવા ,
અરે ભાઈ , કિસી કો પૂરી હલવા ,
ઓ બેટા જી , ખીચડી કા મઝા કભી નરમ , કભી ગરમ ,
કભી નરમ નરમ , કભી ગરમ ગરમ
કભી નરમ ગરમ નરમ ગરમ ….. ઓ બેટા જી ….”

ભગવાન દાદા એમના છેલ્લા દિવસોમાં ખુબ દયનીય હાલતમાં હતા , એક સામાન્ય ઝુપડપટ્ટી માં અતિશય ગરીબી માં રહેતા હતા , ફિલ્મો માં સાવ નાના નાના રોલ પણ સ્વીકારી લેતા . અને મોટે ભાગે તો ફિલ્મો માં તેમનું સિગ્નેચર સ્ટેપ કરવા માટે જ બોલાવવામાં આવતા . જે તેમણે “ભોલી સુરત દિલ કે ખોટે… ” ગીતમાં કર્યું છે . મુન્નાભાઈ એમ.બી.બી.એસ. ફિલ્મના ટાઈટલ સોંગમાં સંજય દત્તને “ભોલી સુરત દિલ કે ખોટે… ” ગીતની ટયુન પર એ સ્ટેપ કરતો બતાવવામાં આવ્યો છે. અમિતાભ પણ ડાન્સમાં ભગવાન દાદા ની નકલ કરતો . અમિતાભની ટીપીકલ ડાન્સિંગ સ્ટાઈલ ટોટલી ભગવાન દાદા થી જ ઇન્સ્પાયર્ડ છે. ગોવિંદાની પહેલી ફિલ્મ “હત્યા ” ના એક ગીતમાં ભગવાન દાદા થોડીક સેકંડ માટે ડાંસ કરવા માટે આવે છે , એ દ્રશ્ય જોઈ ને કમકમી જવાય કે માત્ર બે પાંચ સેકંડ માટે આ મહાન કલાકાર સ્ક્રીન પર આવે છે અને ત્યારે એમનો કોઈ ક્લોઝ અપ નહિ કે કોઈ ખાસ એન્ટ્રી નહિ, કશું જ નહિ ! દવા ખરીદવાના પણ પૈસા નહોતા , એવી દરિદ્રતામાં એમનું અવસાન થયું .

“દર્દ દિયા તો થોડા થોડા , ખુશી ભી થોડી થોડી ,
વાહ રે માલિક ….. , વાહ રે માલિક દુખ ઔર સુખ કી ખૂબ બનાઈ જોડી ,
અરે વાહ ખૂબ બનાઈ જોડી ,
ઓ બેટા જી , જીવન કા નશા કભી નરમ , કભી ગરમ …
કભી નરમ નરમ , કભી ગરમ ગરમ
કભી નરમ ગરમ નરમ ગરમ ….. ઓ બેટા જી ….”

ગીતાબાલી સ્ક્રીન પર આવે એટલે બસ એ જ છવાઈ જાય , અને એટલા માટે જ ટોચના હીરો એની સાથે ફિલ્મ કરવા તૈયાર જ ન થતા , પરિણામે ગીતાબાલી એ પ્રદીપ કુમાર અને ભારત ભૂષણ જેવા એક્ટર્સ સાથે ફિલ્મ કરવી પડતી . ગીતાબાલી એટલે ગીતાબાલી , લાખો આવી છે ને લાખો ગઈ છે , લાખો આવશે ને લાખો જશે તોય ગીતાબાલી જ એ બધામાં શ્રેષ્ઠ છે ને રહેશે. ગીતાબાલી ની આખી ફિલ્મ ન જુઓ અને તેનો માત્ર બે મિનીટ નો કોઈ સીન જોઈ લ્યો તો પણ તમે તેનાથી મોહિત થયા વિના ન રહી શકો , આ ગીત માં પણ છેલ્લે ભગવાન દાદા અને ગીતાબાલી જે નાનકડું હાથ નું સ્ટેપ કરે છે એ જોવાનો એક અલગ લહાવો છે .

નઝર નઝર મેં ….

ફિલ્મ – હથિયાર : ફેસ ટૂ ફેસ વિથ રીયાલીટી

વર્ષ – ૨૦૦૨

ગીત – નઝર નઝર મેં ..

ગાયક – આશા ભોંસલે, મુહંમદ સલામત , ( ફિલ્મના આલ્બમમાં આ જ ગીત અલીશા ચિનયે પણ ગાયું છે )

ગીતકાર – પ્રવીણ ભારદ્વાજ

સંગીતકાર – આનંદ રાજ આનંદ

                        એ તો બહુ ઓબ્વીયસ છે કે જેને આપણે પ્રેમ કરતા હોઈએ તેને આપણે હંમેશા પ્રેમ ભરી નજરે જ જોઈએ . અને પોતાના એકતરફી પ્રેમ ને તો માણસ વિશેષhaathyar6p પ્રેમભરી નજરે જોતો હોય , પણ જયારે એ એકતરફી પ્રેમ આપણને આવીને એવું કહે કે હું જાણું છું કે તારા હૃદયમાં મારા માટે પ્રેમ છે , કારણ કે એવું મેં તારી આંખમાં વાંચ્યું છે ! આવું કશુક થાય … તો આય હાય હાય હાય !!! દિલ ડોલવા લાગે અને દિમાગ ના બધા સ્ક્રુ જમીન પર પડી જાય તોય જમીન પર પડીને સ્ક્રુ વિણવાને બદલે આકાશમાં ઊડવાનું મન થાય ! આગળની પણ કેટલીક પોસ્ટ્સ માં મેં મારા એકતરફી પ્રેમોનો ઉલ્લેખ કર્યો છે , પણ ક્યારેય કોઈનું નામ જાહેર નથી કર્યું , આજે અહી કાલ્પનિક નામો આપીને તેમનો ઉલ્લેખ કરવાની ઈચ્છા છે , જેથી મને સમજાવવામાં અને તમને સમજવામાં સરળતા રહે . મુખ્યત્વે મારા એકતરફી પ્રેમોમાં ત્રણ બાલિકાઓ (બેઈબ્સ યુ સી ) નો સમાવેશ થાય છે. ત્રણેવ બાલિકાઓને અનુક્રમે ઇના , મીના અને ટીના ( ત્રીજું નામ “ડીકા” ના સારું લાગે એટલે “ડ” ને ઊંધો કરીને “ટ” કર્યો , પછી “ટી”ની પાછળ “કા” ને એમનું એમ રાખત તો “ટીકા” નામ બને , એન્ડ અગેઇન એ ન સારું લાગે માટે “કા” ને બદલે “ના” ) એમ ત્રણ કાલ્પનિક નામ આપીને હું તેમની વાત કરીશ. પહેલી બાળા જેના તરફ ધોરણ ૮ થી આકર્ષાયો. – કાલ્પનિક નામ ઇના , (જેના ઘરની બહાર બેસી રહેવાનો પ્રસંગ મેં લખ્યો છે “ફિર મુહબ્બત કરને ચલા હૈ તું “ ગીત સંદર્ભે ) બીજી બાળા પ્રત્યે આકર્ષાયો ધોરણ ૧૨ માં – કાલ્પનિક નામ મીના , અને ત્રીજી બાળા પ્રત્યે નું આકર્ષણ કોલેજના પ્રથમ દિવસથી જ થયું – કાલ્પનિક નામ ટીના. બીજા નાના મોટા આકર્ષણો પણ થયા છે જીવનમાં , પણ એ સવારથી લઈને સાંજ સુધી કે સોમવારથી લઈને શુક્રવાર સુધી થયું હોય એ પ્રકાર ના ! લાંબા સમય સુધી દિલો – દિમાગ પર હાવી રહ્યા હોય તેવા આકર્ષણો માત્ર આ ત્રણ ! અહી વાત કરવાની છે એક ખાસ પ્રકારના અનુભવની! આપણે જેને એકતરફી પ્રેમ કરતા હોઈએ એ વ્યક્તિ તરફથી મળતા પ્રતિસાદ ની ! પ્રતિસાદ કૈક આ પ્રકારનો કે – મને ખબર છે કે તારા હૃદયમાં મારા માટે પ્રેમ છે , કારણ કે એવું મેં તારી આંખમાં વાંચ્યું છે ! અર્થાત આ ગીત નો મુખડો –

“નઝર નઝર મેં હાલે દિલ કા પતા ચલતા હૈ

આપ હમ પે હૈ ફિદા સાફ પતા ચલતા હૈ

યે બાત સચ હૈ દિલ પે ઝોર કહાં ચલતા હૈ

આપ હમ પે હૈ ફિદા સાફ પતા ચલતા હૈ “

                        ઇના તરફથી તો ક્યારેય એવું કશું સાંભળવા મળ્યું નહોતું . હા , સ્કુલ પૂરી થઇ , હું બસમાં કોલેજ જતો થયો ત્યારે રસ્તામાં ક્યારેક આવતા જતા સ્મિત આપતી જતી , એ વાત નો વિસ્તારથી ઉલ્લેખ મેં “ચલો સનમ અજનબી બન જાયેં “ ગીત સંદર્ભે કર્યો છે. પણ એમાં “નઝર નઝર મેં હાલ એ દિલ કા પતા ચલતા હૈ , આપ હમ પે હૈ ફિદા સાફ પતા ચલતા હૈ “ વાળી ફીલિંગ ક્યાય નહોતી , કારણ કે એને ક્યારેય મારી લાગણીઓનો કે મારા આકર્ષણ નો અણસાર આવ્યો હોય એવું મને ક્યારેય લાગ્યું ન હતું , માટે એના સ્મિતને મારી લાગણીઓના પ્રતિસાદ રૂપે કન્સીડર ના કરી શકાય ! અને એ સ્મિત આપતી ત્યારે પણ એની નઝર મેં નોટીસ કરેલી , જેમાં માત્ર એક જુના સહપાઠી પ્રત્યે હોય એવા રીસ્પેકટ સિવાય બીજું કઈ નહોતું , માટે એની તરફથી કૈક લોચો હતો એવું પણ ન કહી શકાય. હવે વાત આવે છે મીના ની ! એની નજરે બહુ મોટી ગેરસમજ  ઊભી કરેલી. મેં સ્કુલમાં પરફોર્મન્સ આપ્યું એકપાત્રીય અભિનય નું . એમાં પ્રથમ નંબરે વિજયી થયો એ દિવસે એ બાળા એ મને સ્મિત આપ્યું . ખરેખર એ સ્મિત હું જીત્યો ને મેં ક્લાસ નું નામ રોશન કર્યું એના માનમાં હતું પણ મેં એને બીજા અર્થમાં લીધું કારણ કે હું એને રોજ જોયા કરતો. એટલે મને થયું કે આ મારી નજર માં વસેલા પ્રેમ નો જવાબ છે. પણ એવું ન હતું એ મને સમજાયું જયારે એ પછીના દિવસોમાં મેં પણ એને સ્મિત આપવાનો પ્રયત્ન કર્યો ત્યારે તે બાળા એ કોઈ રસ ન દાખવ્યો. પણ મીના તરફથી મળેલા એક સ્મિત વખતે એની નજર નું તીર મને એવું વાગ્યું કે આ પરવાનો જલીને ખાખ થઇ ગયો . તોય એ સમજી ન શકી ….! વેલ , એ ન સમજે તો સમજાવવું રહ્યું , પણ એવા ડેરિંગ હોત તો સ્કુલ અને કોલેજમાં સિન્સિયર બોય ની જે ઈમેજ હતી એને બદલે પ્લેબોય ની હોત ! હું તો નજરથી જ કામ લેતો , બોલીને કહેવો પડે તો એ પ્રેમ થોડો કહેવાય ! એ.એમ.ટી.એસ. બસ ના પાસ માટે એક વખત અરજી પત્ર લખેલો બાકી પ્રેમની અરજીઓ કરવી ક્યારેય આપણને ફાઈ જ નથી.

“દિલ સૈકડો હૈ જિનમેં , દિલ એક હૈ નિશાના ,

તેરા ભી દિલ દિવાના , મેરા ભી દિલ દીવાના ,

યે તીર હૈ નઝર કા , જાને કહાં લગેગા ,

રબ જાને આજ કિસકા નસીબા જગેગા ,

શમા સે બચકે યે પરવાના કહાં જલતા હૈ

આપ હમ પે હૈ ફિદા સાફ પતા ચલતા હૈ “

                 હવે વાત આવે છે ત્રીજી બાળા અર્થાત ટીના ની ! હવે મને ટીના ગમે છે એ વાત ની જાણ આખા ક્લાસને હતી , મેં તો આ વાત માત્ર એક નજીકના મિત્રને જ કરેલી , પણ એ નજીકના મિત્ર એ આ વાત બધે ફેલાવી દીધેલી , પરિણામ સ્વરૂપે ટીના સહીત સૌ કોઈ જાણતું હતું મારી ફીલિંગ્સ ! એટલે ગ્રેજ્યુએશન ના ત્રણ વર્ષમાં અમને બંને ને બધા ખૂબ ટીઝ કરતા , અને અમે બંને એ ટીઝીંગ ખુબ એન્જોય કરતા. મને આ કેઈસમાં પ્રપોઝ કરવાની ઈચ્છા હતી , પણ પછી થતું કે એને જે વાત ખબર જ છે એ કહી ને શો ફાયદો ! વેલ , આ બધું ચાલ્યા કર્યું , ગ્રેજ્યુએશન ના ત્રણ વર્ષ પૂરા પણ થઇ ગયા , અને સાત આઠ મહિના પછી ટીના એ મારો નંબર અમારા કોઈ કોમન મિત્ર જોડે થી મેળવ્યો , અને મને ફોન જોડ્યો . એ ત્યારે કમિટેડ હતી , પણ એને મારી સાથે જીવનમાં એકવાર મનભરીને વાતો કરવાની ઈચ્છા હતી , જે ટીના એ કોલેજ દરમ્યાન ક્યારેય વ્યક્ત નહોતી કરી , અને કોલેજ દરમ્યાન અમે ક્યારેય મન ભરી ને ખૂબ વાતો કરી હોય એવું ક્યારેય નહોતું બન્યું . એટલે ગ્રેજ્યુએશનના સાત આઠ મહિના પછી એનો ફોન આવ્યો ત્યારે અમે રોજ વાતો કરવાનો સિલસિલો ચાલુ કર્યો જે લગભગ અઠવાડિયા – દસ દીવસ સુધી ચાલ્યો . એ દરમ્યાન ટીના એ મને કહ્યું કે હું જયારે પણ કોઈના મોઢે એવું સાંભળતી કે યુ લાઈક્સ મી ત્યારે મને ખુબ આનંદ થતો . મારી જેમ એને પણ થોડો સમય માટે મારા પ્રત્યે આકર્ષણ હતું કે કેમ એ બાબતે ટીના એ ચોખવટ કરવાનું ટાળ્યું . અને વાતો નો તો અંત લાવવાનો જ હતો , એમાં મોડું કરીએ તો અંત લંબાતો જાય , એટલે વહેલો જ અંત લાવી દીધો , બંને સાઈડ થી કોઈ પણ પ્રકાર નું કશુય રીગ્રેશન નહિ, ઓન્લી રીસ્પેક્ટ ફોર ઈચ અધર્સ ફીલિંગ્સ !

“તુમકો ભી યે પતા હૈ , હમકો ભી યે પતા હૈ ,

યે પ્યાર કી ઉમર હૈ , યે પ્યાર કા નશા હૈ ,

ક્યોં દિલ કો હમ સતાયે , ક્યોં દિલ કો હમ જલાયે ,

વો પ્યાર કે ઝમાને હમ કૈસે ભૂલ પાયે ,

ઐસા મૌકા હસીન રોઝ કહા મિલતા હૈ

આપ હમ પે હૈ ફિદા સાફ પતા ચલતા હૈ “

હથિયાર ની ઓડિયો કેસેટ મેં ખરીદેલી , અને આ ગીત મારા વોક્મેનમાં હું રીવાઈન્ડ કરી કરીને સાંભળતો . ITS REALLY A VERY NICE SONG, WELL WRITTEN , WELL COMPOSED & OFCOURSE WELL SUNG BY LEGENDARY VOICE ASHA BHOSLE.

આ ગીતને યુ ટ્યુબ પર માણવા અહિયા ક્લિક કરો 

કૈસે કૈસે …

ફિલ્મ – પ્લાન
વર્ષ – ૨૦૦૪
ગીત – કૈસે કૈસે સપને
ગાયક – અદનાન સામી , સુનિધિ ચૌહાણ
ગીતકાર – દેવ કોહલી
સંગીતકાર – આનંદ રાજ આનંદ

આનંદ રાજ આનંદ નું સંગીત મોટે ભાગે એક્શન ફિલ્મોમાં – એવરેજ બજેટ ફિલ્મોમાં સાંભળવા મળે , અને એમાય મોટેભાગે કોઈ ભલી વાત ન હોય. પણ આ ફિલ્મના સંગીતમાં તેમણે જાદુ સર્જ્યો છે . આ ફિલ્મના સંગીતની એકે -એક સમ્પોઝીશન સાંભળવી એક લહાવો છે. “પ્યાર આયા”ગીતને બાદ કરતા ફિલ્મનું સંગીત લોકપ્રિય નહોતું થયું. પણ મેં તો આ ફિલ્મની ઓડિયો કેસેટ મારા વોક્મેનમાં ખૂબ સાંભળેલી. આ ગીત ગમવા પાછળના મારા કારણો માં પહેલું કારણ – આ ગીતની કમ્પોઝીશન , બીજું – ક્લાસિક લીરીક્સ. વડીલોને કદાચ આ ગીત સાંભળીને શકીલ બદાયુનીનો જમાનો યાદ આવી જાય તો નવાઈ નહિ. દિલના દર્દની વાત એકદમ ઠંડા કલેજે કહેવાય છતાં આરપાર નીકળી જાય. જે રીતે વોડકા નો પેગ સ્મૂથલી કિક મારી જાય ! આવો જાદુ સર્જવા માટે હેટ્સ ઓફ દેવ કોહલી ! ગીતનો ત્રીજો પ્લસ પોઈન્ટ એની ગાયિકી. અદનાન સામીનો અવાજ તો નશીલો છે જ , અને સુનિધિ પણ તેની અવાજમાં હરકતો-વેરીએશન્સ માટે પ્રખ્યાત છે. અહી બંનેએ ભેગા મળી ને કમાલ કરી છે.

પ્રેમ થાય , પછી મનમાં પ્રિયજન સાથેના અનેક સપનાઓ જન્મ લે ! અને જીવનભર બસ એક જ ઝંખના રહે – એ સપનાઓ પૂરા કરવાની , પ્રેમિકા સાથે ઝંખેલું જીવન જીવવાની. અને એવું જીવન જીવવા માટે સદીઓ સુધી રાહ જોવી પડે તોય કબૂલ હોય, અને જન્મો સુધી રાહ જોવી પડે તોય કબૂલ હોય !

“કૈસે કૈસે સપને દેખે થે મૈને તેરે પ્યાર કે લિયે ,
ઝીંદગી યે મેરી હૈ , તેરે ઇન્તેઝાર કે લિયે “

snapshot20090114224036xw3
બાર – સાકી – શરાબ નો કન્સેપ્ટ મારો પણ પ્રિય રહ્યો છે, મારી એક નવલકથા “સોદો”ને મેં આ ફિલ્મ આવી એ અરસામાં જ લખવાની શરુ કરેલી. એની વાર્તામાં પણ એક આશિક છે અને એક બાર – ડાન્સર છે. આ નવલકથાની વાર્તાનો પ્લોટ લખાઈ ચુકેલો અને પછી આ ફિલ્મ આવી ,આ ફિલ્મનું સંગીત જે સિચ્યુએશનમાં ફિલ્માવાયેલું એ જોઈ મને મારી નવલકથાના પાત્રો આ સોન્ગ્સ ગાઈ રહ્યા હોય એવું ફિલ થાય. ત્યારે મારી એજ પણ ૧૮ – ૧૯ વર્ષની અને એ વખતે હું મારા જ લખેલા પાત્રો સાથે જીવવા લાગતો. ફિલ્મો અને ગીતોનો શોખ પણ ચરમસીમા પર એ ઉમ્મર માં જ હતો.

એક બાર – ડાન્સર માટે દિલનું દર્દ એ એને કમાણી કરાવી આપતું એક માધ્યમ છે. એણે ઠોકર ખાધી છે એટલે એ બીજા પુરુષોની ઠોકરોના દર્દને સમજી શકે છે. ગંગાને ધાર્મિક સંદર્ભે જોવામાં આવે તો એ ખૂબ પવિત્ર છે અને માત્ર બાહ્ય રીતે જુઓ તો એમાં ફક્ત ગંદકી દેખાય. એ જ રીતે આ બાર – ડાન્સર ને બાહ્ય રીતે જુઓ તો ફક્ત રોજેરોજ ગંદી નજરો માટે સજાવાતું તેનું શરીર દેખાય પણ કોઈ પણ સ્ત્રીની પવિત્રતા જોવી હોય તો તેના હૃદયમાં ડોકિયું કરવું પડે. એનું હૃદય કેટલાયના દિલના દાગ ધોઈ ને મેલું થાય છે . આવા હૃદયવાળી સ્ત્રીના પ્રેમમાં પડેલો આશિક તેનો બંધાણી થઇ જાય છે – એવો બંધાણી કે એ એને જોયા વિના અને એને જોઇને એના રૂપના નશામાં , એના પ્રેમના નશામાં ચકચૂર થયા વિના એક દિવસ પણ ન રહી શકે !

(female )-“દર્દ હોતા હૈ , સાઝ હોતા હૈ , યે તમાશા તો હરરોઝ હોતા હૈ ,
રોઝ કોઈ હંસ કે બાત કરતા હૈ , રોઝ કોઈ દિલ કે દાગ ધોતા હૈ ,
(male ) – પ્યાસ મેરી આંખો કી , જાને ક્યોં બુઝતી નહિ ..
રોઝ રોઝ આતા હૂં મેં , તેરે હી દીદાર કે લિયે”

snapshot20090114223702zh9

ગીતકાર દેવ કોહલીને આ બીજા અંતરા માટે ફીમેલ માટેના શબ્દો નહિં સુઝ્યા હોય એટલે માત્ર અડધો અંતરો પેશ કરી દીધો છે, એની સાથે બંધ બેસતી આગળ ની લાઈન લખાઈ નથી , તેમ છતાં આ બે લાઈન જે તેમણે લખી છે તે તેમને કે સંગીતકારને ખૂબ પસંદ પડી હશે એટલે એને હટાવી નથી. બાકી આદર્શ રીતે આ ગીતના બાકીના બે અંતરા મુજબ જ આ અંતરો હોવો જોઈએ. અને લખાયેલી લાઈનને બંધ બેસતી લાઈન ન મળે તો નવેસરથી બધી લાઈન્સ લખવી જોઈએ. પહેલી બે લાઈનમાં ફીમેલ વોઈઝ અને બીજી બે લાઈનમાં મેલ વોઈઝ્માં એનો જવાબ ! એમ સંવાદાત્મક ડ્યુએટ આ અંતરામાં પણ રચાવું જોઈએ , જે નથી થયું.
પ્રેમમાં જોયેલા સપનાઓ ને તૂટવાનો ડર બહુ ભયંકર હોય છે, અને એ ડરથી બચવા એક સહારો જોઈએ , પ્રિયજન તરફથી મળેલી એક પોઝીટીવ ખાતરી , એક વાયદો સંબંધને , આશાઓને ટકાવી રાખે છે. અહી કડવું સત્ય કામ આવતું નથી , હા ,મીઠું જુઠાણું જરૂર ચાલી જાય. પ્રેમીને ખબર હોય કે આ જૂઠ છે તોય એ જૂઠ માંથી સત્યની શક્યતાને શોધવામાં સમય વ્યતીત કરવો તેને મંજુર હશે , પણ કડવું સત્ય તો શી રીતે સહન થાય !

(male) -“રુસવા ન કર ઇતના મેરી મુહબ્બત કો ,
જુઠા હી વાદા કર લે મેરે ઐતબાર કે લિયે “

plan_3

                                    સ્ત્રીને હંમેશા કમીટમેન્ટ જોઈતું હોય , પોતાના સંબંધમાં રહેલી ઇન્સીક્યોરીટી એનાથી ક્યારેય સહન ન થાય. પણ સ્ત્રી એ નથી સમજી શકતી કે પ્રેમ હોવો એ બાબત પોતે જ એક કમીટમેન્ટ છે. આંખોમાં દેખાતા પ્રેમથી મોટું કમીટમેન્ટ સમાજને દેખાડવા માટે કરવામાં આવતા મેરેજને સમજવું એ એક મુર્ખામી છે. અહીં આ ફિલ્મ માં પણ પ્રિયંકા આખી ફિલ્મ દરમ્યાન કમીટમેન્ટ માટે સંજય દત્ત જોડે લડ્યા કરે છે , અને છેલ્લે સંજય દત્ત એમ કહે છે કે ચાલ , મેરેજ કરી લઈએ , ત્યારે જ એને ઝપ વળે છે. અને ત્યાં જ – ધી એન્ડ ! આ ફિલ્મોવાળા લગ્નનું નક્કી થાય કે તરત “ધી એન્ડ” બતાવી ને શું સાબિત કરવા માંગતા હશે ? 😉 🙂

plan_1

(female)- “રોઝ આતે હો , રોઝ જાતે હો , જાનેજાના કિસ લિયે ઇતના સતાતે હો ,
ઊમ્રભર કા કોઈ વાદા કરલો , પ્યાર કિશ્તો મેં ક્યોં નિભાતે હો ,
(male)- મુજે તેરી મહેફિલ મેં દિલ ખીંચ લાતા હૈ ,
જીતા હૂં મર મર કે , દિલ – એ – બેકરાર કે લિયે
ઝીંદગી યે મેરી હૈ , તેરે ઇન્તેઝાર કે લિયે ….”

ફિલ્મ રિવ્યુઝ ફેબ્રુઆરી ૨૦૧૩

                                                                                                           ઝીલા ગાઝીયાબાદ

Sanjay-Dutt-movie-Zilla-Ghaziabad-Stills

રાજકારણીનો ગુંડો અરશદ વારસી અને ગાઝીયાબદનો માસ્તર વિવેક ઓબેરોય વચ્ચે ની ગેંગવોર એ આ ફિલ્મનો વિષય. લોકોને આડે ધડ મારી ને પાવરનો પૂરે પૂરો ઉપયોગ કરતો અને બુદ્ધિનો બિલકુલ ઉપયોગ ન કરતો ફૌજી (અરશદ ) એ રાજકારણ નો ભોગ બને છે અને એના ઘર પર થયેલા હૂમલા પાછળ વિવેક ઓબેરોય નો હાથ છે એવું માની લે છે , વિવેક તો વિચારે છે કે એની પાસે વાત કરવા જાય અને એની બધી ગેરસમજ દૂર કરે પણ અરશદ વિવેકના મોટાભાઈ (ચંદ્રચુડ સિંગ ) ને વિવેકની સામે જ મારી નાખે છે – ગામના બાળકોને અહિંસાના પાઠ ભણાવતો વિવેક બન્દૂક ઊપાડે છે અને બદલામાં અરશદના ભાઈને ખતમ કરે છે , પછી ક્યાય સુધી બંને વચ્ચે ચાલતી ગેંગવોરમાં ગાઝીયાબાદ ભોગ બન્યા કરે છે , એના નિવારણ રૂપે પોલીસ ઓફીસર સંજય દત્તની પોસ્ટીંગ ગાઝીયાબાદ માં કરવામાં આવે છે , પછી ઘણું બધું પોલીટીક્સ , ગેંગવોર , અને એક્શન ! ફિલ્મમાં ગ્રીપ છે , સંજય દત્ત ને ઘણા સમય પછી આવા મસ્ત રોલમાં જોવો એ એક લહાવો છે , વિવેક પણ કમાલ કરી જાય છે , દમદાર પરફોર્મન્સ આપી ને !ઝીલા ગાઝીયાબાદ- અ ફિલ્મ વિથ ગૂડ એક્શન એન્ડ ગ્રીપ ! અને સંજય દત્ત, વિવેક ઓબેરોય ના ફેન્સ માટે મસ્ટ વોચ !

                                                                                                                   મર્ડર થ્રી

remote_image_7878908501

એક સારી થ્રીલર ફિલ્મ , જો ફિલ્મનો અંત પણ સચોટ હોત તો ખુબ સારી થ્રીલર ફિલ્મ કહેત . બટ સ્ટીલ , સારા સંવાદો , કલાત્મક સિનેમેટોગ્રાફી , સારું દિગ્દર્શન અને એવરેજ પરફોર્મન્સીસ – જરૂર જોવા જેવી ફિલ્મ , ગીતો હૃદયે વસી જાય એવા તો નહિ પણ કર્ણપ્રિય તો ખરા – તેરી ઝુકી નઝર

                                                                                                                                       સ્પેશીયલ ૨૬

                                                                            special-26-poster

નકલી સી.બી.આઈ. ની બ્રીલીયન્ટ લૂંટ એ આ ફિલ્મની વાર્તા નો વિષય , નકલી સી.બી.આઈ. બનતા આ ચોરો એવી ગંભીરતા થી આ કામ કરે કે સામે વાળો તો ઠીક પણ પોતાને પણ સી.બી.આઈ.ના પાત્રમાંથી બહાર આવતા વાર લાગે. અક્ષય કુમાર અને અનુપમ ખેર છવાઈ ગયા છે , જીમી શેરગીલ નો અભિનય હંમેશા સારો હોય છે , આ ફિલ્મમાં પણ સારો અભિનય. મનોજ બાજપેયી પાત્રને પોતાનો રંગ આપે છે. ફિલ્મમાં પ્રોસેસને ઘણી ફૂટેજ મળી છે , જેમ કે ચોર એક જગ્યા એ થી બીજી જગ્યા એ કેવી રીતે છટકી રહ્યા છે , પોલીસ કયા પગલા લઇ રહી છે , વગેરે જેવી બાબતો લંબાવી ને બતાવી છે, માત્ર બેકગ્રાઉંન્ડ મ્યુઝીક સાથે ! આવા બેકગ્રાઉંન્ડ મ્યુઝીક વાળા લાંબા દ્રશ્યો ફિલ્મમાં શરૂઆત થી લઈને અંત સુધી છે , જે બોરિંગ છે – નબળી રજૂઆતના પ્રતિક સમાન છે. આ બાબતો થોડી ટૂંકાણમાં અથવા તો એમાં થોડા રસપ્રદ સંવાદો ઉમેરીને બતાવી હોત તો ફિલ્મ ખુબ સુંદર રીતે નિખરીને બહાર આવી હોત , પણ તોય , જોઈ લેવા જેવી ફિલ્મ . ફિલ્મમાં હ્યુમર સારું છે – સેન્સીબલ છે , અને એક ખુબ સારું રોમેન્ટિક ગીત – ‘મુજ મેં તું , તું હી તું બસા … ! ‘

                                                                                                            દીવાના મેં દીવાના

5502_380081755420437_421574473_n

ગોવિંદા અને પ્રિયંકા ચોપરા નું , ખબર નહિ કઈ સદી નું ,વેલ આ જ સદી નું પણ ખાસ્સા ટાઈમથી ડબ્બામાં પડેલું આ પિક્ચર હવે બહાર આવ્યું છે , (શું કામ આવ્યું , નહોતું આવ્યું એ જ સારું હતું એમ ના કહેવાય , કારણ કે ફિલ્મ જેવી બની હોય એવી , એને રીલીઝ થવાનો પૂરો અધિકાર છે , જો એ રીલીઝ થાય તો જ એની પાછળ રોકાયેલા રૂપિયાનું વળતર મળે. અને આવી મોડે થી રીલીઝ થયેલી ફિલ્મો તો તોય થોડી ઘણી ભાગ્યશાળી કહેવાય કારણ કે ઘણી ફિલ્મો તો ક્યારેય રીલીઝ થઇ જ શકતી નથી ! ) ફિલ્મમાં વપરાતા મોબાઈલને જોઈ ને કહી શકાય કે કમસે કામ ૮ થી ૧૦ વર્ષ પહેલા બનેલી આ ફિલ્મ હશે. ફિલ્મમાં જ્હોની લીવરની થોડી વલ્ગર અને ચીપ કહી શકાય તેવી કોમેડી છે અને ઢંગધડા વગરની વાર્તા છે , તોય મારું તો એવું કે ગોવિંદા હોય એટલે એ ફિલ્મ હું એક વખત તો આખી જોઈ જ નાખું . આ પણ જોઈ નાખી ! બપ્પી લહેરી આવી બી ગ્રેડ ની ફિલ્મોમાં બી ગ્રેડનું સંગીત આપતા આવ્યા છે – આમાં પણ આપ્યું છે. ફિલ્મમાં વારે ઘડીએ ફિલ્મના એક ગીત “એક હસીના … એક દીવાના ….” નો મુખડો વગાડવામાં આવે છે , એના પરથી મારું એવું અનુમાન છે કે ફિલ્મ નું નામ પહેલા ‘એક હસીના એક દીવાના ‘ રાખ્યું હશે , પણ એ ટાઈટલ કદાચ કોઈ એ પહેલે થી રજીસ્ટર કરાવી રાખ્યું હોઈ તે મેળવવામાં નિષ્ફળતા મળી હશે , અને પછી ના છૂટકે ‘દીવાના મેં દીવાના’ નામ રાખ્યું હશે. કદાચ ‘એક હસીના એક દીવાના ‘ નામ રાખવા પાછળ કરેલી સ્ટ્રગલ ને કારણે પણ આટલું મોડું રીલીઝ થયું હોય તેવું બની શકે. ફિલ્મમાં ગોવિંદા ફોટોશોપમાં પ્રિયંકાનો ફોટો કાદર ખાનને બતાવી ને કહે છે કે જુઓ , મેં દોર્યો – એમાં બોલાઈ જવાય કે સાલાઓ એક ચિત્રકારને બોલાવી ને પ્રિયંકા નું ચિત્ર દોરાવવા જેટલું ય બજેટ નહોતું તે આવી વેઠ ઊતારી ? અને કાદર ખાન ફિલ્મની ડબિંગ માટે નહિ આવ્યા હોય તે ફિલ્મમાં કાદર ખાનનો અવાજ કોઈ બીજા એ ડબ કર્યો છે – અને કાદર ખાન એના અવાજ વગર અધૂરો છે માટે એના રોલની પૂરી મજા બગડી જાય છે.

સમજો હો હી ગયા

ફિલ્મ – લગે રહો મુન્નાભાઈ
વર્ષ – ૨૦૦૬
ગીત – સમજો હો હી ગયા
ગાયક – સંજય દત્ત , વિનોદ રાઠોડ , અરશદ વારસી
ગીતકાર – સ્વાનંદ કિરકિરે
સંગીતકાર – શાન્તાનુ મોઇત્રા

એક દિવસ મિત્રો એ મને આવું જ કંઈક પૂછ્યું –

” ભાઈ બહુત ખુશ લગ રહે હો …બાત ક્યા હૈ ? એ ભાઈ …હુઆ ક્યા? ”

અને મેં આવો જ કંઈક જવાબ આપ્યો –

“કાર્ડ છપવાલે ! સુટ સીલવાલે ! સમજો હો હી ગયા …. ! “
તમે કહેશો –

“એ ભાઈ રીવાર્સમેં કાહેકો સ્ટોરી સુના રહા હૈ, સ્ટારટીંગ સે સુનાના… “

ઓ.કે. લાવો માંડીને વાત કરું , સ્ટારટીંગ થી ! મારી સ્કુલમાં કેટલાક ફેંકુઓ હતા , કાયમ બીજા છોકરાઓની સામે વેમો મારે કે ભાઈ આપણે તો આવા …ને આપણે તો તેવા … ને આપણો તો ભાઈ અલગ જ વટ પડે ! એટલે એને ઠંડો પાડવા કહેવું પડે કે ભાઈ , એવા જ તારા વટ પડે છે તો સ્કુલમાં કોઈ છોકરી તારી સામું ય કેમ નથી જોતી ? એટલે બિચારાને કંઈક તો કહેવું પડે , નહિ તો બધી પોલ ખુલી જાય, એટલે એ ગાડી આગળ ચલાવે કે સ્કુલમાં ભલે ના હોય પણ મારી બાજુમાં રહેતી એક છોકરી મારા પર ફિદા છે, આવું એક વાર કહી દીધું એટલે પછી બધા રોજ એને પૂછે , પેલી છોકરી સાથે કેટલે પહોંચ્યું ? પછી શું ! રોજ નવા નવા તુક્કા … આજે તો એ મારા ઘરે આવી … મારા ઘરે કોઈ નહિ …ને પછી શું કહેવું યાર ! આજે તો અમે ટેરેસ પર મળ્યા . આજે તો આમ …ને કાલે તો તેમ ! પણ પછી ઉંડા ઉતર્યા તો ખબર પડી કે ભાઈ ને તો સોસાયટીના કુતરાઓ ય ભાવ નથી પૂછતા ! ધતત્ત તેરી ! તો શું આટલા વખત સુધી સાલો આપણ ને મામુ બનાવતો રહ્યો !
૧૦મા ધોરણ પછી મેં સ્કુલ બદલી ત્યારે એક છોકરા સાથે મારે રોજ ઝગડો થતો. એક દિવસ એ છોકરો એક છોકરીનો ફોટો લઈને આવ્યો , એ ફોટો અમને બધા ને બતાવીને કહે કે યાર , આ છોકરી પર તો દિલ આવી ગયું છે , એ મને સ્માઈલ પણ આપે છે … ટૂંકમાં ટૂંક સમયમાં આની જોડે આપણું સેટિંગ પાક્કું ! એ પણ એ છોકરીનો ફોટો કશીક રીતે ચોરીને લાવેલો. હવે , એ છોકરા સાથે મારે દુશ્મની , એટલે મેં બદલો વાળવા એ ફોટો ચોરી લીધો . મજ્જા પડી ગઈ ! પણ પછી સવાલ થયો કે એ ફોટા નો સદ્ઉપયોગ શું કરવો ? જવાબ મળી ગયો – હું એ ફોટો લઈને ઓલા ફેન્કુલોજી છોકરાઓ પાસે ગયો , એમણે મને બહુ મામુ બનાવી લીધેલો , હવે એમની વારી હતી …. મામુ બનવાની ! ઇટ્સ ટાઈમ ફોર બદલા ! ફોટો બતાવીને કહ્યું – યે દેખો , શી ઈઝ માય ગર્લફ્રેન્ડ ! નામ એનું રાખ્યું વૈદેહી ! સાયન્સ ની છોકરી છે યાર , મારા પર એકદમ ફિદા ! એટલે પછી એમના પ્રશ્નો ચાલુ થયા – વાઉ યાર , ક્યારે , કેવી રીતે ?

સરકીટ -“ભાભી કો ઘુમાને કે લિયે કિધર લે કે ગયા …..? “

મેં કહ્યું , હજી સુધી ફરવા તો ક્યાંય નથી લઇ ગયો , પણ જે કરવાનું હતું એ …. !

મુન્નાભાઈ – “અરે કિધર મત પૂછ … યે પૂછ કિસમેં લે ગયા… કીસ્સ મેં ! “

મિત્રો બિચારા હેબતાઈ ને બોલી ઊઠ્યા – કીસ્સ ???

સરકીટ -” કિસ મેં ભાઈ ? “
મુન્નાભાઈ – “અરે કિસિંગ કાર મેં યાર …”

પછી એમને વિગતવાર આખો પ્રસંગ જાણવો હતો

સરકીટ -” એ ભાઈ સાઈડકાર સુના , કલાકાર સુના ,
બેકાર સુના , ડકાર ભી સુના , યે કિસિંગ કાર ક્યા હોતા હૈ…”
મુન્નાભાઈ -” અરે જિસ મેં કિસ કરતે હૈ યાર ….”

એમને જાણવું હતું પછી હું શું કરી શકું ? મેં પણ ચલાવ્યું – સ્કૂલ ના દાદરે જ !

મુન્નાભાઈ – “અપુન કો મિલ ગયી , અરે એક કિસિંગ કાર ,
બેક સીટ પે , જી ભર કે કિયા પ્યાર “

મિત્રો કહે , દાદરે ? દાદરે કેવી રીતે ? સાહેબ કે કોઈ જોઈ ના જાય ?

સરકીટ- “ભાઈ , ડ્રાઈવર ને મિરર મેં દેખા હોયેંગા , કૈસે મેનેજ કિયા ?”

મેં કહ્યું કે રીસેસમાં , ધાબા પર જવાનો એક દાદરો છે , જ્યાં કોઈ નથી આવતું ! અમે બંને રીસેસમાં રોજ નાસ્તો કરવા ત્યાં જ જઈએ છીએ , કોઈ પૂછે તો અમે એવું કહીએ કે નીચે બધા બહુ તોફાન કરે છે એટલે અમે નાસ્તો કરવા ત્યાં જઈએ છીએ , એટલે અમારી સાથે પહેલા મારી ક્લાસના બીજા છોકરાઓ પણ અમારી પાછળ પાછળ આવેલા , પછી તો મેં એ લોકો ને સમજાવી દીધા , એટલે હવે કોઈ નથી આવતું

મુન્નાભાઈ – “અરે ડ્રાઈવર કો મૈને , ઈક સો કા નોટ દિખાયા, ઉસકો સુસુ કરને કા આઈડિયા તબ આયા…”

મિત્રો બોલે , જોરદાર યાર જબરું ડેરિંગ કહેવાય તારું તો , પછી બોલ જલ્દી , આગળ શું થયું ?

સરકીટ- “અરે ભાઈ તુ તો જીનીયસ હૈ , ફિર ક્યા હુઆ”

અરે પછી તો મારે કઈ કરવાનું જ નથી આવતું , મને તો બહુ શરમ આવે , પણ એ એટલી બધી ફિદા છે મારા પર કે ન પૂછો વાત ! અમુક વાર તો મારે તેને સમજાવવી પડે કે કંટ્રોલ કર યાર !

મુન્નાભાઈ – “કભી ચુમતી ઇધર , કભી ચુમતી ઉધર, અરે બોલી મેરે મુન્ના ઇતને સાલ થા કિધર !”
સરકીટ- “ઐસા હો ગયા ભાઈ ?”
મુન્નાભાઈ – “સમજો હો હી ગયા ….. ! “

મિત્રો બિચારા એટલા શોક થઇ ગયા કે એમને શું રીએક્શન આપવું એ જ એમને ખબરના પડે !ક્યારેક એક્સાઈટ થઇને મુટ્ઠીઓ વાળે અને દીવાલ પર પછાડે , કિસની વાત આવે એટલે એટલા રોમાંચિત થઇ જાય કે એકબીજાને જ વળગી પડે ! અને મોઢા તો સાલાઓના ખુલ્લા ના ખુલ્લા જ રહી ગયા, એમને પણ ખુબ મજા આવી રહી હતી , રોમાંચ માણવો હતો , એટલે પ્રશ્નો તો ચાલુ જ હતા , એક પછી એક ! – “પછી બીજું કે કૈક , બીજું …. શું શું કર્યું ? ”

સરકીટ-” ઉસકે બાદ કિસિંગ કાર કિધર મુડા ભાઈ … પિક્ચર” ? મુન્નાભાઈ – “ના રે ! ”
સરકીટ- “ચાઇનીઝ હક્કા નુડલ”?

મેં કહ્યું કે બીજું તો કઈ નહિ બસ , હું ક્યારેક એના ક્લાસમાં એને મળવા જઉં , ને ક્યારેક એ મારા ક્લાસમાં આવે , અને પાર્કિંગ ના બેઝમેન્ટમાં પણ અમે સાથે જઈએ , અને …. પાર્કિંગ માં તો યાર ….!

મુન્નાભાઈ – “નઈ રે… સર્કસ .. સર્કસ !”

મિત્રો કહે “યાર , શું પાર્કિંગ પાર્કિંગ કરે છે , પાર્કિંગ તે કઈ મળવાની જગ્યા છે ? ”

સરકીટ- “સર્કસ કાહેકો ?”

મેં કહ્યું કે ક્લાસ તો ઠીક પણ પાર્કિંગ માં જે મજ્જા છે , એવી બીજે ક્યાય નથી , પાર્કિંગ બેઝમેન્ટ માં છે , અને બેઝમેન્ટમાં અંધારું હોય છે ! મિત્રો પૂછે કે તો એથી શું ?

મુન્નાભાઈ – “અરે સર્કસમેં શેર હૈ ના યાર” … સરકીટ- “તો ?”

મેં કહ્યું એને અંધારાથી બહું બીક લાગે છે , એટલે એ મારો હાથ પકડી રાખે… અને મારી અડોઅડ ચાલે …

મુન્નાભાઈ – “રીંગ માસ્તર કો , ઈક સો કા નોટ દિખાયા, ઉસને ઝોર સે ફિર હન્ટર ઘુમાયા ! ”
સરકીટ-” હન્ટર ! હન્ટર કા ક્યા હુઆ !”

એક દિવસ એ ચાલતા ચાલતા સાઈકલ સાથે અથડાઈ , અને અથડાતાની સાથે જ તે વધુ ગભરાઈ ગઈ અને પડવા જેવી પણ થઇ ગઇ, તેથી તે મને વળગી પડી

મુન્નાભાઈ – શેર ને કિયા રોર .. વો લપકી મેરી ઓર , ફિર શેર કો મેં બોલા , એ મામુ વન્સ મોર !
સરકીટ- “હા …હા …હા … ભાઈ , શેર કો મામુ બોલ ડાલા , ફિર ક્યા હુઆ ?”

એ એટલી ગભરાઈ ગઈ હતી કે મને વળગેલી જ રહી , પછી થોડી વાર થઇ , ને તે દૂર જવા ગઈ , ત્યાં જ હું તેને વળગી પડ્યો , કુછ કુછ હોતા હૈ માં ઓલા વરસાદ વાળા સીનમાં શાહરૂખ કાજોલને વળગે છે ને , બસ એ જ રીતે ! એ પણ વળગી પડી , હું પણ …. એ પણ …. અમે બંને , એકબીજાને વળગી રહ્યા … બસ વળગી રહ્યા … ક્યાંય સુધી !

મુન્નાભાઈ – “ડર સે ઉસને ઐસે મુજકો ગલે લગાયા .. ક્યા બતાઉં સરકીટ અરે કિતના મઝા આયા”
સરકીટ- “ઐસા હો ગયા ભાઈ ?”
મુન્નાભાઈ – “હાં … સમજો હો હી ગયા ! “

દસ બહાને

ફિલ્મ – દસ
વર્ષ – ૨૦૦૫
ગીત – દસ બહાને
ગાયકો – કે.કે. , શાન
ગીતકાર – પાંછી જલોનવી
સંગીત – વિશાલ-શેખર

હું કૉલેજના બીજા વર્ષમાં હતો જયારે “દસ” ફિલ્મ રીલીઝ થઇ. એક તો સંજય દત્ત મારો નાનપણથી ફેવરીટ. નાનો હતો ત્યારે કોઈ પૂછે કે તારો ગમતો હીરો કયો તો હું કહેતો કે “બહુત પ્યાર કરતે હે તુમકો સનમ” ગીત વાળો હીરો, (એમ ખબરના હોય કે એ ફિલ્મનું નામ “સાજન” છે) કે પછી એમ કહું કે ઓલો લાંબા વાળ વાળો હીરો (કૉલેજ ટાઈમ માં મેં પણ એક વખત એવા લાંબા વાળ વધારેલા, જોકે હું કૉલેજ માં હતો ત્યારે સંજય દત્ત ટૂંકા વાળ રાખતો, પણ એની જૂની ફિલ્મોની અસર હેઠળથી હું હજી બહાર નહોતો આવ્યો) એટલે એનું નામ પણ નહોતો જાણતો ત્યાર થી એ મારો ગમતો હીરો હતો. એ “દસ” ફિલ્મ નુ ગીત “દસ બહાને કર કે લે ગયે દિલ..” એ કદાચ મારા જીવનનું પહેલું એવું ગીત જે સાંભળતા જ મને જબરી તાનક ચઢે. નાચવા જ લાગુ, અને નાચતો એટલે એવા ઠેકડા મારી મારીને નાચતો કે પાડોશીઓ બીજા દિવસે પપ્પાને પૂછતા કે ઘરમાં કોઈ કામ ચાલે છે? દીવાલને તોડાવવાનું કે કબાટમાં ખીલ્લીઓ મરાવવાનું!?

ડાબી બાજુ સંજય દત્ત, લાંબા વાળ સાથે, અને એની અસર હેઠળ લાંબા વાળ સાથે હું , જમણી બાજુ. મારા કાન પાછળ જરા નજર નાંખજો, ખાસ્સા લાંબા વાળ હતા, એતો સંજય દત્ત ની જેમ આવો સાઈડ પોઝ વાળો ફોટો પડાવ્યો હોત તો વધુ ખ્યાલ આવત.


& this is a first & last song of my life કે જે હું સ્પીકર પૂરે પૂરું ફૂલ કરીને વગાડતો.
” i looked at you, you looked to me ઔર હો ગયી મુશ્કિલ ,
& you became my destiny તુ હી મેરી મંઝીલ…. દસ બહાને કર કે લે ગયે દિલ..” એવું આખો દિવસ ગાયા કરું, અને એય પાછુ મોટે મોટે થી. ત્યારે મારું દ્રઢપણે એવું માનવું હતું કે આ ગીત ધીમા અવાજમાં સાંભળવું કે ગાવું તેમાં આ ગીતનુ અપમાન છે. અને “દસ” ફિલ્મને થીયેટરમાં જોવાનું પણ જબરું એક્સાઈટમેન્ટ હતું.અને તે એક્સાઈટમેન્ટનુ મુખ્ય કારણ એ જ હતું કે “દસ બહાને કર કે લે ગયે દિલ..”ગીતને થીયેટરના મોટા અવાજમાં સાંભળવાની મજા આવશે. જોકે એ ગીતને હું ફૂલ અવાજમાં રોજ મારો રૂમ બંધ કરીને સાંભળતો, એટલું મોટે થી કે કાનમાં તમ તમ થવા લાગતું. અને મારી અપેક્ષા એવી હતી કે થીયેટરમાં એ ગીત મને એનાથી પણ મોટેથી સંભાળવા મળે. એ ફિલ્મ હું બે વાર થીયેટરમાં જોવા ગયેલો, પહેલીવાર હું મારા બર્થ ડે પર જોવા ગયેલો ત્યારે તે ગીત આવ્યુ ત્યારે જબરી disappointment થઇ. કારણ કે એ જેટલું જોર થી વાગતું હતું એ મારા માટે પુરતું નહોતું. ઓલું કાનમાં તમ તમ થઇ જાય એ હદે મોટે થી સ્પીકરની બાજુમાં કાન રાખીને સાંભળવાની આદત પડી ગયેલી તે થીયેટરનો અવાજ મને સાવ ઓછો લાગતો હતો. (અને તમે તો જાણો જ છો, કે ધીમા અવાજમાં આ ગીત સાંભળવું તે આ ગીતનું અપમાન કહેવાય). તોય જેમ તેમ મન મનાવીને થીયેટરમાં એ ગીત માણવા લાગ્યો. સીટ પર બેઠો બેઠો નાચ્યો.
તે દિવસો માં “વેસ્ટર્ન ટાઈમ્સ” માં મારી નવલકથા “અંધકારના રસ્તે પથરાયેલા અજવાળા” પ્રકાશિત થવાની હતી. આ મેં લખેલી પહેલી નવલકથા. હું “વેસ્ટર્ન ટાઈમ્સ”ની ઓફિસમાં અવારનવાર ફોન કરીને પૂછું કે ક્યાર થી છપાશે તો એ લોકો જવાબ આપે કે નક્કી નહી પણ છપાશે ત્યારે અમે તમને જણાવીશું. અને એક દિવસ હું “દસ” ફિલ્મ જોવા ગયો, બીજી વખત! અને તે દિવસે સાંજે ઘરે આવીને મેં “વેસ્ટર્ન ટાઈમ્સ”ની ઓફિસમાં ફોન કર્યો તો જવાબ મળ્યો કે આજ થી જ તે શરુ થઇ ગઈ છે અને આજે પહેલો અંક છપાયો છે. હું એ સાંજે શટલ રીક્ષામાં પાલડી ગયો – છાપુ લેવા. ખુબ ખુશ હતો – મનમાં ગીત ગાતો હતો – “દસ બહાને કર કે લે ગયે દિલ..”
બીજા દિવસે સહજાનંદ કોલેજના નોટીસ બોર્ડ પર આખું નોટીસ બોર્ડ ભરીને પ્રિન્સિપાલ સાહેબે મારી નવલકથા છપાઈ છે તેની વિગતો લખાવી. બધા અધ્યાપકોને મારી નવલકથા ગમી. તે દિવસે બધા અધ્યાપકોએ પોતાના લેકચરની શરૂઆતમાં મને અભિનંદન આપ્યા અને પછી લેકચર શરુ કર્યો. આઈ વોઝ સો હેપ્પી, સો આઈ વોન્ટેડ ટુ સેલીબ્રેટ! અને મારું સેલિબ્રેશન તો તમે જાણો જ છો – ફૂલ અવાજમાં કે “દસ બહાને કર કે લે ગયે દિલ..” મુકવાનું અને ડાન્સ કરવાનો! મજ્જાની લાઈફ!
આ ગીતની લીંક મુકું છું, માત્ર એક શરતે સાંભળવા દઈશ, ફૂલ વોલ્યુમ માં સંભાળવાના હો તો જ સાંભળજો

એએએય………શિવાની

તમે ઓલું સંજય દત્ત અને ઉર્મિલા વાળું ગીત એએએય………શિવાની તો સાંભળ્યું જ હશે. એમાં બિચારી શિવાની નો બહુ મજાક ઉડાવવામાં આવે છે. કારણ કે એ ચસમીસ હોય છે અને સાવ સિમ્પલ હોય છે (જેને બોલીવૂડ ની ભાષા માં બહેનજી ટાઈપ છોકરી કહેવાય છે). એ ગીત ના શબ્દો સાંભળી ને શિવાની ચિડાય છે, ગુસ્સે થાય છે, પણ એ ગીત માં આવા કોઈ શબ્દો હોત તો શિવાની ગુસ્સે ના થાત, ઊલટું શરમાઈ ને, નજરો ઢાળી ને કહેત….”હાઉ રોમેન્ટીક”!!! તો પેશ હૈ my own version of એએએય………શિવાની!!!

તને સ્પર્શી ને હવા પણ બની દીવાની, એએએય………શિવાની!!!
તારા પ્રેમ માં પડી ને હું તડપું છું,તું હસે છે શાની? એએએય………શિવાની!!!

આમ તો તું કોઈ દિવસ મારી સામું ના જોએ,
ને ભૂલ થી નજરો મળી જાય તોય નજર ફેરવી લેવાની? એએએય………શિવાની!!!

તારા કપાળ પર પ્રસ્વેદ ની ભીનાશ,
સરસ લાગે છે યાર,એને જરૂર નથી લૂછવાની,એએએય………શિવાની!!!

વાળ ખૂલ્લા કરીને એનું રબ્બડ કાંડે બાંધવાની,
ને પાછી હવામાં ઊડતી લટોને આંગળીથી કાન પાછળ સરકાવવાની,એએએય………શિવાની!!