ફિલ્મ – બાંવરે નૈન
વર્ષ – ૧૯૫૦
ગીત – સુન બેરી બલમ સચ બોલ
ગાયક – રાજકુમારી દુબે
ગીતકાર – કેદાર નાથ શર્મા
સંગીત – રોશન
આ ગીત મેં મારા જીવનમાં સાંભળેલા સૌથી મીઠડા ગીતો માનું એક. ગીતનું ફિલ્માંકન ગીતા બાલી અને રાજ કપૂર પર થયું છે , અને મારા માટે એથી રૂડું બીજું શું હોય. મારો સૌથી વધારે પ્રિય અભિનેતા અને મારી સૌથી વધારે પ્રિય અભિનેત્રી એક સાથે ! રાજ કપૂર અને ગીતા બાલી એમ બંને એ અભિનય કર્યો હોય એવી આ એકમાત્ર ફિલ્મ છે. અને પહેલી વાર મેં રાજ કપૂર ને ઝાંખો પડતો જોયો , જસ્ટ બીકોઝ ઓફ ગીતા બાલી ! (જોકે કેદાર શર્માએ ગીતા બાલી ને સ્કોપ પણ વધુ આપ્યો છે એન્ડ અફકોર્સ રાજ કપૂર નો અભિનય પણ લાજવાબ જ હતો ) અને ફિલ્મના દિગ્દર્શક કેદાર શર્મા પણ મનોમન ગીતા બાલીને ચાહતા એટલે એની વિશેષ ફિલ્મોમાં ગીતા બાલી એ અભિનય કર્યો છે , અને અસલ ગીતા બાલી એ કેદાર શર્મા ની ફિલ્મો માં જ જોવા મળે છે – કેદાર શર્મા ની ફિલ્મો માં ગીતા બાલી ને એની પ્રતિભા મુજબ નું ફલક અને સંવાદો મળ્યા છે . અને મારા મતે આ ફિલ્મ ” બાવરે નૈન ” એ ગીતા બાલી અને કેદાર શર્મા ની સૌથી શ્રેષ્ઠ ફિલ્મ છે . અફકોર્સ , ગીતા બાલી ની બીજી પણ ઘણી સારી ફિલ્મો છે પણ ગીતા બાલી નો શ્રેષ્ટતમ અભિનય આ ફિલ્મ માં . રાજ કપૂરે એમની કારકિર્દી ની શરૂઆત , કેદાર શર્માની ફિલ્મોમાં સહાયક દિગ્દર્શક તરીકે કરેલી . કેદાર શર્મા એમની ફિલ્મોના ગીતો પણ લખતા , અને આ ફિલ્મમાં પણ એમણે પોતે જ ગીતો લખ્યા છે . આ ફિલ્મ નું દરેક ગીત અતિશય મધુરું છે …! ફિલ્મ પણ એટલી જ સુંદર – એઝ બ્યુટીફૂલ એઝ ગીતા બાલી !
આ ગીતમાં નાયિકા નાયક ને કહે છે કે આપડે બંને પ્રેમ માં પડ્યા એથી શું શું થશે આપડી સાથે ! એની તને કલ્પના છે ? અને રાજ કપૂર ગીત માં દરેક વાતનો જવાબ પીપુડી વગાડી ને આપે છે ! એ પીપુડી માં પણ ઘણા અર્થ છૂપાયેલા છે , જેમ કે પ્રેમિકા ના રાગ સાથે રાગ મિલાવવો ! અર્થાત હું મૂક છું કારણ કે તારી દરેક વાત સાથે સંમત છું – હું એ બધું જાણું જ છું જે તું કહી રહી છે , પછી હું શું કામ બોલું ! અને જે થવાનું છે અને જે થઇ રહ્યું છે – એ વાત નો મને અફસોસ નહિ પણ ખુશી છે , પછી હું શું કામ એ વાત ની ચિંતા કરું કે ઇબ ક્યા હોગા ?
“સુન બેરી બલમ સચ બોલ રે ઇબ ક્યા હોગા
મેં ખોયી તું ખોને લગા હાં…..
મેરે દિલ મેં યું યું હોને લગા હાં …..
મેં રોને લગી તું રોને લગા રે ઇબ ક્યા હોગા ….”
કોઈના પર મરવું ! ડાઈંગ ફોર સમબડી ! ઈઝ એ કાઈન્ડ ઓફ ફીલિંગ વ્હિચ કેન નોટ બી એક્સપ્રેસ ઇન વર્ડ્સ. અને શબ્દોમાં લાગણી કયાંક તો જેટલી હોય તેટલી વ્યક્ત ન થાય , અને ક્યાંક ક્યારેક એવું પણ થાય કે વ્યક્ત વધુ થઇ જાય અને અસલીયતમાં એટલું વિશેષ ન પણ હોય. મારો કહેવાનો ભાવાર્થ ફક્ત એટલો જ કે લાગણીઓ શબ્દો ની મહોતાજ નથી , કે નથી અભિવ્યક્તિ ની મહોતાજ. કેટલાક લાગણીશીલ લોકો લાગણીઓને શબ્દો માં તો શું , આંખો થી પણ વ્યક્ત ન કરી શકતા હોય , પણ પ્રેમ તો પૂરે પૂરો – અતિશય કરતા હોય ! અને એવું કોઈ વ્યક્તિ કોઈ ગળાડૂબ પ્રેમ માં પડે , કોઈના પર મરવા લાગે ત્યારે ? શું એ પ્રેમમાં નિષ્ફળ જાય ? બિલકુલ નહિ , લાગણીઓ વગર કહ્યે સમજી જવા વાળા લોકોની પણ કમી નથી આ દુનિયામાં , આ જગતમાં એવા કેટલાય કપલ્સ છે જેમના પાર્ટનર પોતાનો પ્રેમ વ્યક્ત નથી કરી શકતા , તેમ છતાં તે અવ્યક્ત પ્રેમ ને સમજી જનારા પ્રેમીઓ હોય છે અને તેમને પોતાના પાર્ટનર થી કોઈ ફરિયાદ નથી હોતી , શબ્દો વગર , વારંવાર પ્રેમ દર્શાવવા કરવામાં આવતા સ્પર્શ વગર નો આ પ્રેમ કેટલો બધો રોમેન્ટિક કહેવાય ! જગત ના મોસ્ટ રોમેન્ટિક લોકો ને પણ ઈર્ષા કરાવી દે તેવો રોમેન્ટિક ! પણ મોટે ભાગે આ જગતમાં જો દિખતા હૈ વો બિકતા હૈ વાળો નિયમ લાગુ પડતો હોય છે એટલે મોસ્ટલી સારી રીતે પ્રેમ પ્રદર્શિત કરી શકતા રોમેન્ટિક લોકો મુખ્યત્વે આકર્ષણનું કેન્દ્ર બને છે , અને એ પણ ખોટું તો નથી જ ! તમને પ્રેમ વ્યક્ત કરતા નથી આવડતું , તો વેલ ધેટ્સ ઓલ રાઈટ , પણ પ્રેમ વ્યક્ત કરવામાં એક અનેરી મજા , એક અનેરો સંતોષ અને એક અનેરો લહાવો છે …. પાર્ટનર સાથે કરવામાં આવતા નખરા , મન હળવું રાખે છે અને શરીર તંદુરસ્ત …
“બૈઠે બૈઠે આહ ભરને લગે … હે …
હમ ઇક દૂજે પે મરને લગે … હે ….
હમ યે ક્યા નખરે કરને લગે રે ઇબ ક્યા હોગા … “
દિવાસ્વપ્ન એ પ્રેમીઓની ફેવરીટ પાસ્ટ ટાઈમ પ્રવૃત્તિ છે. વેલ જોકે એ સપનાઓ .. સપના ઓછા અને ફેન્ટસીસ વધુ હોય છે. જાત જાતની અને ભાત ભાતની કલ્પનાઓ ! એકથી એક ચડિયાતા રોમેન્ટિક વિઝુઅલસ ! આ બાબતમાં પણ જે વધુ રોમેન્ટિક હોય તે ફાઈ જાય કારણ કે ઓબવિયસલી રોમેન્ટિક માણસના વિઝ્યુઅલ્સ પણ વધુ રોમેન્ટિક હોય ! વાત પ્રેમની હોય કે બીજા કશાની … મારા વિઝ્યુઅલ્સ પણ મોટે ભાગે ખુબ રોમેન્ટિક રહ્યા છે. અહિયાં રોમેન્ટિક શબ્દ બ્રોડ સેન્સમાં પ્રયોજ્યો છે. રોમેન્ટીસીઝ્મ કોઈ પણ વસ્તુ ને લઈને હોઈ શકે ! કોઈ પણ બાબત પાછળ ઘેલા થઇ ને ફેન્ટસીસ ડેવલપ કરવી …. જે તે બાબત જેટલી ભવ્ય હોય એથી હજાર ગણી ભવ્ય કલ્પીને એના વિઝ્યુઅલ્સ માં રાચવું એ રોમેન્ટીસીઝ્મ છે. અને હું તો ઘણી બાબતો પ્રત્યે રોમેન્ટિક વલણ ધરાવું છું અફકોર્સ એમાં પ્રેમ પણ સમાવિષ્ઠ છે.
હું ચાંદ તારા સાથે પણ રોમેન્સ કરી ચુક્યો છું , કોલેજના એ દિવસો હતા ને હું ગેલેરીમાં બેસી ને વાંચતો . ઈંગ્લીશ લીટરેચર મારો પ્રિય વિષય અને મેં એ સબ્જેક્ટ સાથે બી.એ. કરેલું એટલે વાંચવામાં ધ્યાન તો પૂરે પૂરું રહેતું , પણ વાંચન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ એકાદ કલ્લાક સર્જન પ્રક્રિયા પાછળ વિતાવવામાં આવતો. ત્યારે હું કવિતાઓ ખુબ લખતો – એમાં ચાંદ તારના ઉલ્લેખ પણ આવતા ! અને સર્જન પ્રક્રીયા સમાપ્ત થાય પછી પણ પથારીમાં પડતા ભેગું સુઈ નહિ જવાનું , વોક્મેનમાં કેસેટ ભરાવી ને સાંભળવાની ! થોડી ઈમ્મેચ્યોર એવી એ એજમાં ગીતના શબ્દો સાલા સ્પર્શી જતા , પછી તો ગીતની સાથે સંકળાયેલી ફેન્ટસીસ નો સિલસિલો શરુ થતો , અને આંખ બંધ થતા જ સ્વપ્નમાં પરિણમતો . અને સવાર પડતા જ રાતે જોયેલા સપનામાં દિવાસ્વપ્ન મસાલો ભરતા – નવી ફેન્ટસીસ ઉમેરતા – નવા વિઝ્યુઅલ્સ … રોજ એક નવી જ મનભાવન દુનિયા …. સાલો શું જમાનો હતો ! જગતભર ની ખુશી પોતાનામાં જ સમાયેલી હતી , જગતને મુબારક તેના કડવા સત્યો અમને તો વ્હાલી હતી અમારી મીઠી ફેન્ટસીસ !
“અબ દિન કો સપને આને લગે … હે …
તારો સે આંખ ચૂરાને લગે … હે …
હમ અપને સે શરમાને લગે રે ઇબ ક્યા હોગા …”
આ ગીતનો લહાવો ઓડિયો અને વિયુઅલ્લિ એમ બંને રીતે લેવા જેવો છે , ગીત પણ નાનકડું જ છે , જોવામાં વધારે સમય નહિ લાગે, કરી દ્યો નીચે આપેલ વિડીયો પર ક્લિક …. અને હા , ત્રણ મીનીટનું આ ગીત પૂરું થતાની સાથે જ શરુ થશે આ ગીતની ગાયિકા રાજકુમારી દુબે નો લાઈવ વિડીયો , આ જ ગીત નો ! ખુબ રેર આ વિડીયો અમુલ્ય ભેટ સમાન છે.