ફિલ્મ રીવ્યુ – “માં બાપના આશીર્વાદ”

એઝ આઈ એક્સ્પેકટેડ…. બમ્પર ઓપનીંગ , પહેલા જ દિવસે નાઈટ શોમાં બ્લેકમાં ટીકીટ લઈને ફિલ્મ જોઈ લીધી. દિગ્દર્શક આત્મારામ ઠાકોર ની વિક્રમ ઠાકોર સાથે ની1012056_164447717074653_118410453_n આ પાંચમી ફિલ્મ , વેલ આઈ એમ સપોઝ ટૂ રાઈટ ધી રીવ્યુ ઓફ ધીસ ફિલ્મ પણ ફિલ્મ જોયા પછી મને અહેસાસ થયો કે આ ફિલ્મ નો રીવ્યુ ન લખવાનો હોય, માત્ર અનુભવ લખવાનો હોય. અનુભવ …. ગુજરાતી ફિલ્મના થીયેટર ની બહાર હાઉસ ફૂલ નું પાટિયું જોવાનો …. (એ પણ બાજુના જ થીયેટરમાં “વન્સ અપોન અ ટાઈમ ઇન મુંબઈ દોબારા” અને “ચેન્નઈ એક્સપ્રેસ” ચાલતું હોય ત્યારે ) અનુભવ …. ફિલ્મ માટે પ્રેક્ષકોના ચેહરા પર આતુરતા , રોમાંચ અને ઉત્સવ જેવો આનંદ જોવાનો . અનુભવ….. ફિલ્મમાં વિક્રમ ઠાકોર ના ડાઈલોગ્સ અને ફાઈટસ પર સીટીઓ અને તાળીઓની ગુંજ સાંભળવાનો.

                                                     તોય અનુભવની સાથે રીવ્યુ પણ લખીશ…..ફિલ્મની કથાવસ્તુ આ મુજબ છે …. એક પરિવાર છે જેમાં માતા-પિતા અને બે પુત્ર છે , નાનો પુત્ર વિક્રમ ભણવામાં નબળો છે , મોટો હોંશિયાર છે , કેટલાક ચોક્કસ કારણો ના લીધે વિક્રમના પિતા એને ઘરની બહાર કાઢી મુકવાનો નિર્ણય લે છે , પતિ ના નિર્ણય આગળ માતા મજબૂર છે એથી એ વિક્રમને સોગંધ આપે છે કે તું ત્યાં સુધી ઘરમાં પગ નહિ મુકે જ્યાં સુધી તું તારા બાપ ના નામ ને ઊજળું કરવાને કાબેલ ન બની જાય. વિક્રમ પોતાના મામાને ત્યાં ઉછેર પામે છે , બીજી બાજુ મોટો પુત્ર એન્જીનીયર બની જાય છે , એના ભણતર માટે પિતા લાખો રૂપિયા ખર્ચે છે , એ માટે પ્રીન્સીપલની નોકરી પણ છોડવી પડે છે , અને બીજી ઘણી રીતે ઘસાયા કરવું પડે છે , 1016972_163423040510454_1638023420_nપણ પુત્ર માટે તેઓ એ બધું હસતા હસતા કરે છે , પાછલી ઉમ્મર માં આરામ થી બેસવા માટે લીધેલો હીંચકો ખાલી જ રહે છે , અને એ બાપ ને આરામ મળી શકતો નથી , અને એ માં – બાપ નો ખરો આરામ તો ત્યારે હરામ થાય છે જયારે એમને જાણ થાય છે કે એમનો મોટો પૂત્ર સપૂત નહિ પણ કપૂત છે. વાર્તાના કેન્દ્ર માં એ પિતાની એક જમીન છે , જેના પર એ ગરીબ બાળકો માટે સ્કૂલ બનાવવા માંગે છે પોતાની સ્વર્ગીય માતાની ઈચ્છા મુજબ. કરોડોમાં પણ એ જમીન ને તેઓ વેચવા તૈયાર નથી થતા , પણ પોતાના મોટાપુત્ર પર મુકેલો વિશ્વાસ જ તેમને ભારે પડી જાય છે અને જમીનની માલિકી તેમના હાથમાંથી સરકી જાય છે. માં-બાપના પગના જોડા મંદિરમાં રાખીને પુજતો નાનો દીકરો કઈ રીતે માં – બાપ ને તેમની બધી ખુશીઓ પાછી અપાવે છે , એ જાણવા ફિલ્મ જોવી રહી .

                                                  મુખ્યત્વે ફિલ્મ લવ સ્ટોરી ન હોઈ આ ફિલ્મમાં મમતા સોનીનો રોલ થોડો549552_166895163496575_408589012_n નાનો છે , પણ જેઠાણી સાથે બાથ ભીડે છે એ દ્રશ્ય બાખૂબી નિભાવી ને પ્રેક્ષકો ની સીટીઓ મેળવી લે છે. પૂજા સોની નો અભિનય કાબિલે તારીફ છે. સુભાષ આનંદ અને પ્રશાંત બારોટ પોતાના પાત્રો સ્ક્રીન પર જીવંત કરે છે – સરસ અભિનય દ્વારા.  ફિલ્મમાં એક્શન દ્રશ્યો કથાવસ્તુ મુજબ રીઝનેબલ માત્રા માં છે અને સારા છે સાથે સંપૂર્ણરીતે લાર્જર ધેન લાઈફ છે. બે – ત્રણ ગીત ધારી અસર ઊભી કરી શકતા નથી , પણ બાકી ના ગીતો સારા – અર્થસભર છે. મસ્તીભર્યું ગીત “તું મજનું ને હું લૈલા , હેંડને કરીએ પ્રેમલીલા…” ગુડ છે – 1044450_155972287922196_138253319_nએના ક્રેઝી લીરીક્સ ના લીધે . જાણીતું આધ્યાત્મિક ગીત “એકલાંજ આવ્યા માનવા એકલાંજ જવાના…” પણ ફિલ્મની શરૂઆતમાં આવે છે , જે સિચ્યુએશન મુજબ અસરકારક છે – સારું ગવાયું છે. જયારે કોમ્પોઝીશન અને લીરીક્સ એમ બંને રીતે મને સૌથી વધારે ગમેલું ગીત “ડગલે ને પગલે મને… મા ઘણી યાદ આવે તુ” છે. હિલેરીયસ સોંગ ” મોંઘવારી ને મારો બંધુકની ગોળી” પ્રેક્ષકોને મેક્સીમમ મોજ કરાવે છે – સાથે એ ગીતનું ફિલ્માંકન પણ સરસ છે.

                                                વિક્રમ ઠાકોર બોક્સ ઓફીસ પર રોકડી કરાવે છે અને સાથે આત્મારામ ઠાકોર નું વિઝન સામેલ થાય ત્યારે સોનામાં સુગંધ ભળે. 998010_157567281096030_381370855_nફિલ્મની વાર્તા ની સાથે સાથે દિગ્દર્શન પણ થોડું હટકે છે ! એક દ્રશ્યમાં મમતા સોની અને તેના પિતા પર ગુંડાઓ હુમલો કરે છે , જમીન ખાલી કરાવવા આવેલો ગુંડો મમતા ની બાય ફાડે છે , ત્યાં જ વિક્રમ આવે છે …. વિક્રમના આવ્યા પહેલા શું બન્યું એ દર્શકો એ જોયું છે , પણ પૂરું નહિ , પૂરી ઘટના મમતા વિક્રમ ને કહે છે ત્યાં જ કટ ટૂ મમતા સાથે શું બન્યું એ પૂરી ઘટના , અને ઘટના ના અંતે વિક્રમનું આવવું , બેક ફ્રોમ ફ્લેશબેક ! આ આખું દ્રશ્ય એકદમ સ્મૂથ અને બ્યુટીફૂલ ટ્રીટમેન્ટ પામ્યું છે. આ પ્રકારના દ્રશ્યો ગુજરાતી ફિલ્મો માં જોવા નથી મળતા , જેથી ફિલ્મના આ ટેકનીકલી સુપર્બ દ્રશ્યને હું વધાવી લઉં છું .

                                            નાનપણ માં વિક્રમને ઘરની બહાર કાઢી મુકવામાં આવે છે ત્યારબાદ એકવખત રાત્રી દરમ્યાન વિક્રમ પોતાના ઘરના ઝાંપે આવે છે ત્યાં જ એને પોતાની માની કસમ યાદ આવે છે – ઘરમાં પ્રવેશ ન કરવાની ! પૂરી સ્ક્રીન પર ઝાંપો અને ઝાંપાની અંદર ભજવય છે (ફલેશબેકમાં યાદ આવતી ) એ કરુણ ઘટના ! સિમ્પલી અમેઝિંગ ! ફિલ્મ નું આ દ્રશ્ય ખુબ જ રચનાત્મક છે. ઓવરઓલ, ફિલ્મ નો હાર્દ એનો સંદેશ એ છે કે માં – બાપ ના આશીર્વાદ તમારે શિરે હશે તો જીવનમાં સુખ અને સફળતા પામશો અને જો માં – બાપ ની હાય લીધી હશે તો તમે પણ ખુબ દુખી થશો. દિગ્દર્શક આત્મારામ ઠાકોરના સુપુત્ર રાહુલભાઈ પણ થીયેટરમાં ફિલ્મ જોવા પધારેલ હતા , એમના મીસીસ અને ચાઈલ્ડ સાથે . એમની સાથે મુલાકાત થઇ પણ ફિલ્મનાં આટલા સરસ ઓપનીંગ બદલ હું એમને અભિનંદન આપવાનું ચુકી ગયો – તો અહી એમને અને ફિલ્મના આખા યુનિટ ને મારા અભિનંદન.

14 comments

  1. ઘણા સમયે ગુજરાતી ફિલ્મનો રિવ્યુઝ . . . વાંચવાની મજા આવી . 🙂

    . . છેલ્લે ઘણા સમયથી ગુજરાતી ફિલ્મો જોવાઈ નહોતી અને ત્યાં જ હાથમાં ખુબ જ વખણાયેલી ‘ કેવી રીતે જઈશ ‘ આવી . . . પણ બધાથી ઉલટું ફિલ્મ એકાદ બે દ્રશ્ય સિવાય એકદમ ડલ લાગી ! . . . સપ્તપદી વિષે પણ એટલું સારું ફીડબેક નથી મળ્યું ( જોવાની બાકી છે ) અને રહી હવે , એકમાત્ર ‘ બેટરહાફ ‘ . . . હવે તે અપેક્ષા પર ખરી ઉતરે છે કે નહિ . . . જોઈએ

    { હાં , ગુજરાતી ફિલ્મો વિષે તો માત્ર આપ પાસેથી જ જાણવા મળે છે . . . તો જોતા રહો અને રીવ્યુ આપતા રહો }

    1. આવ ભાઈ સરખા…. “કેવી રીતે જઈશ” ગયા વર્ષે મારા બર્થ ડે ના દિવસે જોવા ગયેલો, પણ મને પણ સેઈમ , તમારી જેમ ખુબ ડલ લાગી , ફિલ્મની સફળતા પાછળ આઊટસ્ટેન્ડિંગ પબ્લીસીટી કામ કરી ગઈ …. “સપ્તપદી” હું ચુકી ગયેલો અને “બેટર હાફ” તમારી બધી ફરિયાદો દૂર કરી દેશે. મને એ ફિલ્મ બેહદ ગમે છે , ડીવીડી પણ વસાવી છે , જે મિત્રો ને જોવા આપતો હોઉં છું. તમે પણ ખરીદી લો , પૈસા વસૂલ થઇ જશે , ગેરંટેડ !
      સાથે દેવાંગ પટેલ ની “મુરતિયો નંબર એક” પણ મારા મતે ક્લાસિક કોમેડી છે, જે ચર્ચામાં નથી રહી , સિનેમાઘરોમાં પણ ઝાઝું નથી રહી , પણ તમે એક વાર જોશો તો જીવનભર દિલમાં વસી જશે. – એની પણ ડીવીડી માર્કેટમાં આવી ગઈ છે.

      1. ચાલો એ જાણીને મન પરથી ભાર ઉતરી ગયો કે ‘ કેવી રીતે જઈશ ‘ એટલી બધી અદભુત ફિલ્મ નહોતી 🙂 અને હાં ‘ બેટરહાફ ‘ને મેળવવાના પ્રયત્નો તેજ કરવા પડશે { બંને અર્થમાં 😉 }

  2. કેટલાયે વર્ષો વીતી ગયા. થીએટરમાં જઈને હિન્દી – ગુજરાતી ચિત્રો જોયા નથી. આતાની જેમ મેં પણ આનંદ માણ્યો. મજામાં હશો. ખૂબ આગળ વધતા રહો. અમને નવું જણાવતા રહો.

  3. મારા અતિ પ્રિય યુવરાજ બહુ મહિનાએ મળ્યા .
    ફિલ્મ વિષે જાણ્યું .મને તો તારા ફિલ્મના નિરિક્ષન કરેલા અભિપ્રાયો બહુ ગમે છે .
    તુને ખુબ જશ મળતો રહે એવી આતાની શુભેચ્છાઓ

  4. Yuvarj નામ તો મે પ્રીત જન્મો જનમની ભુલાશે નહિ ફિલ્મ માં વિક્રમ ઠાકોર નું સાંભળેલું આજે તમારા નામ પરથી એ ફિલ્મ તાજી થઈ ગઈ thank દોસ્ત …maja માં

Leave a comment