AIB: અભિનંદન, આપણે સૌ હવે પરિપક્વ થઇ ગયા છીએ

એઆઇબી રોસ્ટ નામના ઓનલાઈન મુકાયેલા કાર્યક્રમમાં રણબીર સિંહ, અર્જુન કપૂર અને કરણ જોહર ઉપરાંત બોલીવૂડના બીજા ઘણા ટોચના કલાકારો અને હિરોઈનો હાજર હતા અને બધાએ આ કાર્યક્રમમાં બીભત્સ વાતો કરી અને ગંદા ચેનચાળા કર્યા. કરણ જોહરે તો આ બધું ઓડિયન્સમાં પોતાની માં બેઠી હોવા છતાં કર્યું. ઘણા લોકોએ વિરોધ કર્યો અને ઘણા લોકોએ સમર્થન. બિભત્સતા મનુષ્યના માનસમાં હોય એ માન્યું, એને અભિવ્યક્ત કરવાનો હક પણ હોવો જોઈએ એ પણ માન્યું.

પણ જ્યારથી સમજતો થયો ત્યારથી મેં એક સમજણ કેળવી છે કે કલાકારની એક નૈતિક ફરજ હોય છે. ટોચના કલાકારો જ જો આવું કરશે તો આ સિદ્ધાંત તો સાવ ભૂલી જ જવાનો ને? મારી આ વાત પર આ કાર્યક્રમના સમર્થકો કહેશે કે આવું કરવામાં નૈતિકતાનું પતન નથી, પણ પરિપક્વતા (મેચ્યોરીટી) નો સ્વીકાર છે. ચાલો બધા આટલો આગ્રહ કરે છે, સમર્થન કરે છે તો મારા સ્વીકારવા ન સ્વીકારવાથી ક્યાં કોઈ ફરક પડવાનો છે? આવું થયું છે અને આવું થતું આવશે એવું માની ને ચાલીએ અને જરા વિચારીએ કે આગળ શું શું થઇ શકે…
આવા કાર્યક્રમોથી લોકોની કહેવાતી પરિપક્વતા વધશે અને જાહેર કાર્યક્રમોમાં પણ કોઈ મહેમાન ક્યારેક મૂડમાં આવી જશે તો એકાદી ગાળ બોલી નાખશે. ત્યારે શું થશે? ત્યારે બધા કહેશે અરે ભઈ રીલેક્સ, તો શું થયું કે તમે તમારા પરિવાર સાથે એ કાર્યક્રમમાં આવેલા, આ બધું તો કોમન છે એવું તમારા આખા પરિવારને ખબર જ છે ને? તમે એવા વિડિયોઝ જુઓ જ છોને ? બોલો હા ! શું કહ્યું? ના? તો તો તમે પરિપક્વ થોડા કહેવાઓ યાર.. જાઓ ઘરે જઈને શાંતિ થી બેસી જાઓ, અને હવેથી પરિપક્વ થયા સિવાય કોઈ કાર્યક્રમ માં હાજરી આપતા નહીં. સલ્લાઓ નીકળી પડે છે…

સની લીયોનનો સેલેબ્રીટી તરીકે સ્વીકાર, બીભત્સ ચેનચાળા કરનારાઓ દેશના સ્ટાર. અને દેશનું યુવા ધન તો વર્ષોથી ફિલ્મી દુનિયા 54c96f7f061dc.image
પાછળ ગાંડું થતું આવ્યું છે અને થતું રહેશે. પણ પહેલા યુવાનો જે સ્ટાર પાછળ ગાંડા થતા એ સ્ટાર જાહેરમાં આવી બીભત્સ વાતો નહોંતા કરતા. એ સ્ટાર યુવાનોના આદર્શ હતા. હવે જે સ્ટાર આવશે એને પણ આદર્શ માનશે. હવે સની લીયોનની પાછળ પાછળ બીજી પોર્ન એક્ટ્રેસ પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં ઝંપલાવશે. એ જોઇને દેશની દીકરીઓ પોર્ન સ્ટાર બનવાનું સપનું સેવશે ત્યારે પણ તમને તો તેમનો એ નિર્ણય યોગ્ય અને પરિપક્વ જ લાગશે ને? ભાઈ લાગવો જ જોઈએ, દેશ હવે પરિપક્વ છે. લોકોના મનમાં ગંદકી તો હોય એની ના નહીં પણ સ્ટાર્સ દ્વારા થતા આ ગંદકીના ગ્લોરીફીકેશન ને કારણે ગંદકીમાં વધારો નહીં થાય? કે એ બધું સ્વીકાર્ય? પરિપક્વ? એક જ ઘરમાં ભાઈ અને બહેન બંને પરિપક્વ હશે ત્યારે તેમના વચ્ચે પહેલા જેવી સંબંધની મર્યાદા નહીં રહે. એ પણ મિત્રો જોડે કરે એ રીતે એકબીજા જોડે બીભત્સ વાતો અને જોક્સ શેર કરશે જ. એ પણ તમને તો સ્વીકાર્ય જ રહેશે ને? અફકોર્સ વળી, પરિપક્વતા તે આનું નામ !

વિદેશમાં આવી પરિપક્વતા છે જ. ભાઈ અને બહેન, બાપ અને દિકરી એકબીજા સાથે વાતચીત દરમ્યાન બીભત્સ વાતો કે ગાળ બોલી નાંખે છે. અને બીજી પણ એક વાત વિદેશમાં જોવા મળે છે કે બાપ અને દીકરીએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો હોય… કે પવિત્ર ગણાતો અન્ય કોઈ સંબંધ આ રીતે ડહોળાતો અવાર નવાર ત્યાં જોઈ શકાય છે, દેશની કોર્ટ આ માટે મંજૂરી ન આપે તો તે સામે પડે છે, અને સમાજ સામે પોતાના આ સંબંધ માટે લડે છે. ઘરની બહાર નીકળતી વખતે આવા લોકોની નજરો નીચી હોતી નથી. આપણા દેશમાં પણ આવું ક્યારેક તો બન્યું જ હશે. એકાદ બે અપવાદ જેવા કિસ્સાઓમાં આવું બન્યું હશે ત્યારે તે લોકોએ છડેચોક તો તેમના આ સંબંધને નહીં સ્વીકાર્યો હોય. અને સમાજે તો એમને આપી શકાય એટલી ઘૃણા આપી જ હશે. અને એથી કદાચ બીજા બે ચાર અપવાદો સર્જાતા બચ્યા પણ હશે. પણ હવે તો પરિપક્વતા આવી છે યુ સી, એટલે બધા લોકો બધું સ્વીકારી લેશે. અરે સ્વીકારવું જ પડશે. નહીં સ્વીકારો તોય વહુ કેર્સ , એ તમને બે ચાર ગાળો દઈને ચાલતા થશે…!  શિક્ષક પણ ગુસ્સે થઇ ને વિદ્યાર્થી ને …. ફ * યુ… કહી નાંખશે તો વિદ્યાર્થીને પણ એ સહજ જ લાગશે ને? અફકોર્સ લાગે. પરિપક્વ વિદ્યાર્થી ખરો ને !

હું ફક્ત એટલું જ કહેવા માંગું છું કે પરિપક્વતા અને બિભત્સતા વચ્ચે બહુ મોટી ભેદરેખા છે. આવી બિભત્સતા સ્વીકારવા કે ન સ્વીકારવા સાથે પરિપક્વતા (મેચ્યોરીટી) ને કોઈ નહાવા કે નિચોવવાનો સંબંધ નથી. લોકોના મનમાં ગંદકી હોય છે, અને આવું જોવાથી એ ગંદકી વધે છે. અને આ શોમાં જેટલી હદે બતાવવામાં આવ્યું છે એટલી હદ સુધીના ગંદા વિચારો કે ચેનચાળા બધા લોકોના મનમાં નથી ઉદભવતા હોતા, એટલી હદ સુધી ગંદુ વિચારે એવું ‘પરિપક્વ’ દિમાગ બધા પાસે નથી હોતું, પણ આ શો જોવાથી એમની પણ અક્કલ આવી બાબતો વિષે વિચારવા એક્સટેન્ડ થશે.

સમર્થકો એવું પણ કહેશે કે આના માટે ‘ગંદુ’ શબ્દ ન વાપરો યાર, કામશાસ્ત્ર ના આ દેશમાં આ બધું ગંદુ ક્યારથી થઇ ગયું? હા, ગંદુ નથી. એક લીમીટ સુધી ગંદુ નથી, પણ ક્યાં અટકવું એની તો ખબર હોવી જોઈએ ને? લીમીટ બહારનું અને અયોગ્ય પ્લેટફોર્મ પર કહેવાયેલું હશે એને હું માત્ર ગંદુ જ નહીં, ભદ્દદુ પણ કહીશ.

2 comments

Leave a comment