gujarati poetry

દિશાઓ ભૂલી ગયો !

hello guyz & girls, વડીલો અને મિત્રો , વાત જાણે એમ છે કે વાત કઈ જ નથી ! અને મારી તો ટેવ જ છે કે મને જયારે ખબર હોય કે વાત માં ખાસ દમ નથી ત્યારે હું પોતે જ કહી દઉં છું -( એટલે સમજુ લોકો પોતાનું હિત સમજીને આનાથી દૂર રહે ) બીજું કોઈ કહે કે ના કહે ! તમે વખાણશો તોય મારો અભિપ્રાય એ જ રહેશે. તો પછી તમને કદાચ પ્રશ્ન થાય કે આ નબળું સાહિત્ય પ્રગટ કરવાનો કોઈ મતલબ ખરો ! જો લેખક પોતે જ એમ કહેતો હોય કે આ નબળું છે તો એ એને પ્રગટ કરવાની મુર્ખામી શું કામ કરે છે ? તો એ મુર્ખામી એટલા માટે કે સાહિત્ય ગમ્મે તેવું હોય નબળું કે સબળું એને પ્રગટ થવાનો પૂરે પૂરો હક છે ! કેમ કોઈ ફિલ્મ ખરાબ બની હોવા છતાં (અને દિગ્દર્શકને એની જાણ હોવા છતાં ) રીલીઝ કેમ થાય છે ? હા , પૈસા લાગ્યા હોય એ કારણ તો ખરું જ ! પણ સાથે મહિનાઓ સુધી પરસેવો પાડીને કરેલી મહેનત નું શું ? એ મહેનત માત્ર પૈસા માટે નથી હોતી , એ એક કલાકારની મહેનત હોય છે , કલાનું સર્જન કરવા માટે , પછી એ સર્જનમાં જો એની ઊણપ રહે તોય એ સર્જન ને એ સમાજની વચ્ચે મુકે છે , અને ઘણીવાર એવું પણ બને કે લોકો ખરાબ માંથી પણ સારું શોધીને મેળવી લે ! અને ક્યારેક એવું પણ થાય કે સર્જકને પોતાના સર્જનથી સહેજ પણ સંતોષ ના હોય પણ બીજા કોઈ ને એ સર્જન અતિશય પ્રિય થઇ પડે , જેમ કે રામ ગોપાલ વર્મા ની ફિલ્મ “મસ્ત ” મને ખુબ જ મસ્ત લાગેલી , અતિશય ગમેલી ને વારંવાર જોયેલી , પણ રામ ગોપાલ વર્માએ એ ફિલ્મ વિષે એમ કહ્યું છે કે મારી એ ફિલ્મ થી હું સંતુષ્ટ નથી , એના સર્જનમાં ઘણી ખામીઓ રહી છે સાથે આફતાબના અભિનય થી પણ રામ ગોપાલ વર્મા ને સંતુષ્ટિ ન હતી (અફકોર્સ મને તો આફતાબ નો અભિનય પણ ખૂબ ગમેલો)
સાહિત્ય બાબતે પણ મારું એવું જ માનવું છે કે લેખકને જો એમ લાગે કે આ સર્જનમાં કશીક ઊણપ રહી ગઈ છે , છતાં ય તેને પ્રગટ તો કરવું જ જોઈએ. (અફકોર્સ , લોકોના નેગેટીવ પ્રતિભાવ સાંભળવાની તૈયારી સાથે ) કારણ કે સર્જન થઇ ગયા પછી એ માત્ર તમારી જ મિલકત બની ને રહેતું નથી , એ સર્વે કલા રસિકોની મિલકત છે , જેમ કે દેવ આનંદની ફિલ્મ તીન દેવીયા નું “ખ્વાબ હો તુમ યા કોઈ હકીકત… ” ગીત , રાજ કપૂરની દરેક ફિલ્મ અને દરેક ગીત … આ બધું મારા માટે કોઈ મિલ્કતથી કમ નથી ! એ રીતે તમારી પણ આવી મિલકતો હશે ! દરેકની હોય છે ! માટે હું મારા સર્જન ને એની તકદીર જાતે જ નક્કી કરવા દઉં છું , હું કોણ છું એને સારું કે ખરાબ કહેવા વાળો ! બે કે ત્રણ વ્યક્તિઓ ના મંતવ્યો કોઈ સર્જનનું ભાગ્ય નક્કી કરી શકતા નથી .
અને ઊણપ લાગતી હોય એવા સાહિત્યને પછી હું ક્યારેય ચૂંથતો પણ નથી . એવું મઠારવા જઈએ એમાં ક્યારેક એ સર્જનનો આત્મા મરી જતો હોય છે , એ આત્મા જેને લઇ ને એ સર્જન પેદા થયું હોય છે .
તો એટલે આ મેં બે દિવસ પહેલા કવિતા જેવું કશુક લખેલું , એ રજુ કરું છું , મન થયું એટલે લખેલું અને મન ફાવે એમ લખેલું , તમે વાંચવું હોય તો વાંચજો પણ બહુ મન પર ના લેતા …. જય માતાજી !

અંધકારમય જીવનમાં દિશાઓ ભૂલી ગયો
મારી હથેળીમાં ભાગ્યનો સુરજ આથમી ગયો

ચાર દીવાલની વચ્ચે વસાવેલા એક ઘરમાં
યાદ નથી ક્યારે હું પાતાળમય બની ગયો

ગરમ હવાઓના સુસવાટાઓમાં બળતો રહ્યો
જ્વાળામુખી જલતો રહ્યો ને હું રાખ બની ગયો

મારા અસ્તિત્વનો ઇનકાર કરતું એક નગર વસતું રહ્યું
હું કોઈને યાદ નથી એવો એક ભૂતકાળ બની ગયો

જીવનભર કોઈ તહેવાર નહોતો ઊજવ્યો “યુવરાજ ”
મોત આવ્યું તો મારે મન એ એક ઉત્સવ બની ગયો

તમે તો આવશો ને?

ચકલી પણ નથી આવતી,
હોલો પણ નથી આવતો…
અગરબત્તી વેચવાવાળો ઓલો ફેરિયો પણ નથી આવતો..
હું ઘરે આવું ત્યારે મારી પાછળ પાછળ
પૂછડી પટપટાવતો ઓલો શેરીનો કુતરો ય હવે નથી આવતો..
ટપાલ દેવા માટે
હવે ઓલા ટોપીવાળા કાંતીકાકા નથી આવતા..
છાપુ તો પહેલા છ વાગે આવી જતું,
હવે તો એય રાહ જોવડાવે છે…
કાચીંડાને તો હું ઘણીવાર શોધું છું..
વર્ષો થયા…નથી દેખાયો…
ઓફીસ ગુલાબના છોડ પર હવે ફૂલો ય નથી આવતા…
પતંગિયાતો તોય આવે છે…પણ ભમરા નથી આવતા…
મારા સેલ્યુલર પર ફોનેય નથી આવતા…
દુરદર્શન પર સમાચાર તો રોજ સાત વાગે આવે છે,
પણ એમાં હવે ઓલી કુટુંબ નિયોજનની જાહેરાત કેમ નથી આવતી…
ખેર જવા દો એ બધી વાત..
સાતસો ને છપ્પન થયા ને?
આમતો પૈસા હશે મારા ખિસ્સામાં,
પણ બીલ તમે ઘરે મોકલાવી આપજો ને..
એ બહાને કોઈક તો આવશે!

લો બોલો, આ તો સપનામાં આવીને..!!!


અરે તને ના પાડી છે તોય સપનામાં કેમ આવે છે?
સાલી સપનામાં આવીને જાત બતાવે છે

નજીક આવું તો જા ને…જા ને….
અને સપનામાં જાનુ કહીને બોલાવે છે
(સાલી સપનામાં આવીને જાત બતાવે છે)

બેવફાઈ પોતે કરે,બ્રેક-અપ કરે, બબાલો કરે,
તોય હસ્યા કરે અને મને રડાવે છે
(સાલી સપનામાં આવીને જાત બતાવે છે)

સપનામાં ડાર્લિંગ ડાર્લિંગ કરે,ને ફોન પર હું એવું કહું તો ખીજાય,
બ્રેક-અપ પછી ડાર્લિંગ ના કહેવાય, કહીને શબ્દો પાછા લેવડાવે છે
(સાલી સપનામાં આવીને જાત બતાવે છે)

જીવનતો છે એક મસ્ત લહેર,સો વ્હોટ ઇફ યુ ગો અવે,
કોને છે ફિકર, છોડીને જવાની બીક કોને બતાવે છે!!??
(સાલી સપનામાં આવીને જાત બતાવે છે)

કવિ થવું સહેલું નથી

ગુલાબનું ફૂલ કરમાઈ જાય,
પછી કોઈ તેની સુગંધ લેતું નથી,
આશિક થવું સહેલું નથી

“સત્ય અને અહિંસા અનાદીકાળ થી ચાલ્યા આવે છે,
મારે દુનિયાને કઈ નવું કહેવું નથી ”
ગાંધી થવું સહેલું નથી

તારા અને મારા હોઠ ચુંબન સર્જે,
તોય એના આવેશમાં મારે વહેવું નથી,
સંયમી થવું સહેલું નથી

છન્દ,અલંકાર,ઉપમાઓ,રાગ,પ્રાસ અને હૃદય તણો બકવાસ,
કંઈ ના ફાવે એટલે અછાંદસ,
કવિ થવું સહેલું નથી

એકલતા (TWO SHORT POEMS)

એક સુની હવેલીમાં
સંગીત ગુંજે છે,
સાલું પાગલ હૃદય…
કોઈ સાંભળતું નથી તોય
એકલું એકલું ગાય છે !

* * *

* * *
મારા ઘરનો દરવાજો બંધ છે,
કોઈ કહે છે કે અંદર કોઈ
રહેતું નથી ને
કોઈ કહે છે કે ત્યાં કોઈ
આવતું નથી.

* * *

એટલે જ તો મારું મન….


તારી બુટ્ટીનો સફેદ રંગ મને આકર્ષે છે,
એટલે જ તો મારું મન તારી
કાન ની બૂટ પર લટકે છે!

એ બુટ્ટી જેમ પરોવાયી છે, કૈઇક
એવો જ સ્પર્શ, આ પાગલ પણ ઝંખે છે
એટલે જ તો મારું મન તારી
કાન ની બૂટ પર લટકે છે!

તું નથી જોતી પણ તારી સખીઓ
જાણે છે કે હું તને જોઉં છું, તારી સખીઓ
મને જોઈ ને તારા કાન મા ધીમા અવાજે કઈ કહે છે
ત્યારે તારા હોઠ મરકે છે, બસ
એટલે જ તો મારું મન તારી
કાન ની બૂટ પર લટકે છે!

સદીઓ થી તને મારે જે કહેવું છે,
કદાચ તારા કાન મા કહી શકું,
“તારી બુટ્ટી સરસ છે- લાવ જોવા દે”
કહી ને તારા કાન પાસે આવી “આઈ લવ યુ” કહી દેવાની
યોજના આ દિલ રોજ ઘડે છે
એટલે જ તો મારું મન તારી
કાન ની બૂટ પર લટકે છે!