vivek oberoi

ખુદા હાફીસ/યુવા/૨૦૦૪

ફિલ્મ – યુવા

વર્ષ – ૨૦૦૪

ગીત – ખુદા હાફીસ / અંજાના અંજાની…

ગાયક – કાર્તિક , લકી અલી , સુનીથા સારથી

ગીતકાર – મહેબૂબ

સંગીત – એ.આર.રહેમાન

                      તમને ઓલરેડી કહેલી વાત છે કે પાર્ટી (અર્થાત અમે ) વિવેક જેવા લાગતા (એવું લોકો કહેતા , અને આજકાલ જુના ફોટા કહે છે ) અને આ ફિલ્મ યુવા માં હું વિવેકના કેરેક્ટર થી પણ ખુબ પ્રભાવિત થયેલો – બારમા ધોરણનું રીઝલ્ટ આવ્યું એ જ દાડે યુવા જોવા ગયેલો , એટલે નેચરલ્લી મગજમાં તો કોલેજ કેવી હશે, કઈ હશે ને ફિલ્મોમાં હોય છે એવી હશે કે અલગ હશે જેવા તર્કો વિતર્કો જ ચાલુ હતા – અને તેવી માનસિક સ્થિતિમાં “યુવા”નો વિવેક સામે (પડદે ) આવી ને ઉભો રહ્યો – ત્યાં જ નક્કી થઇ ગયું , કોલેજ ભલે જેવી હોય તેવી પણ કોલેજમાં આપડું કેરેક્ટર તો બોસ આવું જ હોવું જોઈએ. જોકે એ વાત અલગ છે કે હું એવું ઈચ્છતો હોવા છતાં પણ એવો થઇ ના શક્યો.  એવો એટલે બિન્દાસ, સ્ટાઈલીશ , અને ખાસ તો કોન્ફીડન્ટ ! વિવેક નું કેરેક્ટર “યુવા”માં ખુબ કોન્ફીડન્ટ હતું – અને મારા માં એ વાત નો જ અભાવ ! બહુ અંતર્મુખી હતો યાર ! ડેમ ઇન્ટરોવર્ટ !

                      જીવનમાં કોઈ પણ વસ્તુ એમનેમ નથી મળી જતી , દરેકની કિંમત ચૂકવવી પડે છે ! તો પ્રણય કેરી અણમોલ ક્ષણો ની કિંમત કેટલી ? વો તો જનાબ વક્ત હી બતાયેગા , અભી તો આપ સૌદા કર લો – બ્લાઈંડ ખેલો – પછી ખ્યાલ આવશે કે કેટલા મેળવ્યા , અને જિંદગીના કેટલા વર્ષો સુધી એની કિંમત ચુકવવા માટે હપ્તા ભર્યા ! ચીકનપોક્સ નામના રોગમાં દાગ રહી જાય , જે થોડા સમય બાદ જતા રહે , પણ ઈશ્ક એવો રોગ છે જે મટી ગયા પછી પણ – માઈન્ડ વેલ – “મટી ગયા પછી પણ” રહેલા દાગ ક્યારેય જતા નથી. જાય છે તો બસ એ દાગના લીધે સુખ ચેન અને એની પાછળ ચૂકવવી પડતી કિંમત ! આ ગીતના મુખડામાં એક અલગ પ્રકારની પરેશાની ની વાત છે જે હું નેક્સ્ટ પેરેગ્રાફમાં કરી જ રહ્યો છું , પણ મને એ પરેશાની ની લોંગ ટર્મ અસર કહેવામાં વધુ રસ પડ્યો , એટલે જરા એ વાત પહેલા કરી લીધી !

                  પ્રેમમાં આખો આખો દિવસ સાથે રખડવું , એના કહ્યા પ્રમાણે બધું કરવું , બાકી બધું નેવે મૂકી  ને બસ ઈશ્ક ફરમાવવું – ઉફફ … વ્હોટ એ ટ્રબલ ! પરેશાની ! અને એ પરેશાની છે , મુજ પર થયેલ એક મહેરબાની !

 

“હૈ ખુદા હાફીસ … શુક્રિયા , મહેરબાની ..

પલ દો પલ ક્યા મિલે , મિલ ગઈ પરેશાની ,

અંજાના … અંજાની ..

બેગાના … બેગાના … બેગાની …. “

                          આ રસ્તા પર એક વૃક્ષ પણ આવે છે જેના પર ફુલ પણ ખીલે છે – લગભગ દરરોજ ! ના લગભગ નહિ , શ્યોરલી – દરરોજ નવા ફુલ હોય છે એ વૃક્ષ પર ! પહેલા ક્યારેય કેમ ધ્યાન ન ગયું – વેલ , એ વૃક્ષ થી લેફ્ટ ટર્ન લેતા જ તારી કોલેજ આવે છે ને ? ગ્રેટ ! હું એ બાજુ દરરોજ આવતો હોઉં છું , હવે થી તારા છૂટવાના સમયે આવીશ ! ત્યારે મળશું ! સવારે પણ સાથે નીકળશું – અને ક્યાંક મળશું ! જો નહિ મળી શકીએ તોય વાતો તો કરશું જ ! વોટ્સ અપ પર ને ? ના યાર , ફોન કરીને કલ્લાક બે કલ્લાક સુધી આરામથી દિલ હળવું કરી લઈશું , બાકી બપોરે તો વોટ્સ અપ છે જ ! બધા હોય ત્યારે ! જોકે એમાં ય બધાને ખબર પડી જાય છે , મારા ચહેરાના ભાવ પરથી જ લોકો પારખી જાય છે કે દાલ મેં કુછ કાલા હૈ !

                     એજ જુના રસ્તાઓ પર , શરુ થયેલું એક નવું જીવન ! જ્યાં જ્યાં એકલા ફરતા હતા ત્યાં બધે કોઈને સાથે લઈને ચાલતું જીવન ! જોકે જીવન પણ બદલાયું છે એક સંબંધ થકી ! જૂના રસ્તા … નવો સંબંધ ….. નવો સંબંધ …. જુના રસ્તા ….

“ઘૂમતે ફિરતે મિલતે હૈ , મિલતે હૈ ,

મિલકે સાથ વો ચલતે હૈ , ચલતે હૈ ,

દોસ્તાના નયા નયા નયા … રાહે વહી પૂરાની ..

અંજાના … અંજાની …”

 normal_Yuva1

                          આમ રોજ તો મળીએ છીએ , એ મુજબ કાલે પણ મળીશું ને ? કે નહિ ? શું કહ્યું ? હા ? કે ના ? કાઈ જ સંભળાતું નથી – એચ્યુંઅલ્લી અહિયાં અવાજ ખૂબ છે ને ! હા , દુનિયાભરના લોકો આ જગ્યા ને ખુબ શાંત ગણાવે છે , પણ આપડે બંને એ અહી આવીને માહોલ તહેસ નહેસ કરી નાખ્યો ! આ જો ને આપડા બંને ની આંખો ક્યારની કેટલું બધું બોલે છે , અને કેટલું બધું તોફાન મચાવે છે ! કેટલાય ઇશારા , છુપમ છૂપી , પકડમ પકડી ને સામે વાળાની આંખમાં પ્રેમ છલકે ત્યારે તેને ઘૂંટડે ને ઘૂંટડે પી લેવા માટેની પડા પડી ! એટલે આવા માહોલમાં કોઈ પણ ડાહ્યી વાત કરવાની કલ્પના પણ કરવી એ મુર્ખામી હશે . અને આપડે અત્યારે જે મુર્ખામીઓ કરી રહ્યા છીએ એમાં કેટલો બધો આનંદ છે , બીજી કોઈ મુર્ખામી માટે સમય જ ક્યાં છે ! આ જ ! બસ વર્તમાનની આ જ ક્ષણો આપણી છે – જરા થોભ , થોભાય એટલું થોભ , આ ક્ષણોને વધુને વધુ જીવી લઈએ ..

કલ મિલે ના મિલે સોચના હૈ ક્યા ,

શોર મેં અભી કુછ બોલના હૈ ક્યા ,

યે જો પલ હૈ વો અપને હૈ ,

રૂક જા ઝરા ઓ દીવાની …

 

રિવ્યુઝ – આઈ,મી ઔર મેં/ કાઈપો છે / એ.બી.સી.ડી./જયંતાભાઈ/ટેન એમ.એલ. લવ

આઈ , મી ઔર મેં 

જ્હોન અબ્રાહમ એ ચિત્રાંગના સાથે ત્રણ વર્ષથી લીવીંગ રીલેશનશીપ માં છે. ચિત્રંગના ને કમીટમેન્ટ જોઈએ છે જેના માટે જ્હોન તૈયાર નથી અને પછી થાય છે બ્રેક અપ!I-Me-Aur-Main-Hindi-Movie-Watch-Online નવા ઘરના પાડોશમાં જ્હોન ને પ્રાચી દેસાઈ મળે છે , જેની સાથે ગાઢ દોસ્તી અને પછી પ્રેમ ! જ્હોન એક મ્યુઝીક કંપની માં નોકરી કરતો હોય છે , જેમાં થી એ છૂટો થાય છે , પછી શું થાય છે ? બંને છોકરીઓ સાથે ના સંબંધો માં છેલ્લે શો અંત આવે છે ? એ બધા પ્રશ્નો ના જવાબો ફિલ્મ ના અંતમાં !
જ્હોન સાથે જે કઈ પણ થાય છે એ પાછળ જવાબદાર એનો સેલ્ફીશ સ્વભાવ છે , એ પોતાની જાત ને બેસ્ટ માને છે – અને આ સ્વભાવ સાથે તે કેવું

ફિલ્મના એક દ્રશ્યમાં- પ્રાચી દેસાઈ

ફિલ્મના એક દ્રશ્યમાં- પ્રાચી દેસાઈ

જીવે છે – એ સ્વભાવના લીધે શું ભોગવે છે , પોતે ક્યાં ખોટો હતો , શું સાચું છે જેવી વાતો એ આ ફિલ્મ નો હાર્દ છે. અહી માનસિક સ્ટ્રગલ છે , દુનિયા સાથે નહિ પરંતુ પોતાની જાત સાથે ની જ લડાઈ છે. પ્રાચી દેસાઈ નો અભિનય મન મોહી લે તેવો છે , તે પાત્રના રંગમાં પૂરે પૂરી રંગાઈ ગઈ છે , અત્યાર સુધી મને પ્રાચી દેસાઈ એક પણ ફિલ્મમાં નથી ગમી , નોટ એ સિંગલ ફિલ્મ ! આ ફિલ્મ જોતા પહેલા પણ એ જ દૂખ હતું કે એને જોવી પડશે , પણ આ ફિલ્મમાં તેના પરફોર્મન્સે મારા તેના માટેના બધા પૂર્વગ્રહો ભૂંસી કાઢ્યા. “હું ” સાથે “હું ” નો સાક્ષાત્કાર કરવાની શીખ આપતી આ ફિલ્મ સુંદર બની છે.

કાઈપો છે

ચેતન ભગત ની નવલકથા “થ્રી મિસ્ટેક્સ ઓફ માય લાઈફ ” પર થી બનેલી આ ફિલ્મ ! નવલકથા કરતા ઘણી અલગ તોય નવલકથાના પાત્રોને જીવંત બનાવવામાં1362221424_RV-02 સફળ રહી છે આ ફિલ્મ. ત્રણ મિત્રો , એક દુકાન નાખવા માંગે છે , સ્પોર્ટ્સની ! નાખી પણ દે છે , પણ નવી સવી દુકાનમાં જે સ્ટ્રગલ કરવી પડે તે કરે છે , અને દુકાનની સાથે કોચિંગ પણ કરે છે – ક્રિકેટ નું , એમાં અલી નામનો ‘હીરો’ એમને જડે છે , એ નાનકડા છોકરામાં મહાન પ્રતિભા દેખાતા એને આગળ લાવવા પ્રયત્નો કરે છે – આ બધું ચાલી રહ્યું હોય છે ત્યાં આવે છે ધરતીકંપ અને બધા પૈસા જેમ તેમ જોડી ને એક નવા બની રહેલા મોલમાં લીધેલી દુકાન થાય છે ધરાશાઈ . અને પછી વાર્તામાં કોમી હુલ્લડો નો હુમલો અને કલાઇમેકસ !

ફિલ્મને અમદાવાદી ટચ અપાયો છે એટલે જ ફિલ્મ નું નામ પણ ગુજરાતી છે . “કાયપો છે” , એક નારો – યુથ નો , અમદાવાદ નો , મિત્રો નો , જિંદગી સામે ની જંગમાં થતી જીત નો , ટફ કિસ્મતને જુસ્સામાં કરવામાં આવતી લલકાર નો , આનંદ નો , ઉલ્લાસ નો અને મિત્રોના – પ્રિયજનના સાથ ની સુવાસ નો ! દસ વર્ષ પહેલા નું અમદાવાદ , આ ફિલ્મમાં જોવું ગમે છે , ફિલ્મમાં જેટલા ગુજરાતી સંવાદો છે એ પ્યોર અમદાવાદી ભાષામાં અને માણવા ગમે તેવા સુંદર રીતે લખાયા – ભજવાયા છે. આશિષ કક્કડ ને જોઈ ને આનંદ થી ઊછળી પડ્યો ! અહા ! મારા પ્રીય દિગ્દર્શક ! એમણે પ્યોર અમદાવાદી સ્ટાઈલમાં પરફોર્મન્સ આપ્યું છે , ક્લાસી ! એમનું ” બેટર હાફ “તમે નથી જોયું તો પોતાનું દુર્ભાગ્ય સમજવાનું ! એ ફિલ્મ માં પણ અમદાવાદને જોવાની મજા પડે છે હો ભાઈ , જુઓ આ ગીતમાં, અમદાવાદ – સંગ સમયની યારી કરીએ !

એ.બી.સી.ડી. – એની બડી કેન ડાન્સ !

ભારતની પહેલી થ્રી ડી ડાન્સ ફિલ્મ , જેમાં વાર્તા સામાન્ય છે , પણ તેનું ફિલ્માંકન સારું છે એટલે ફિલ્મમાં રસ જળવાઈ રહે છે જે ફિલ્મ નું ખુબ સારું-બેસ્ટ પાસું કહેવાય ,abcd-any-body-can-dance_13547762285 કારણ કે મોટે ભાગે ડાન્સ ફિલ્મમાં વાર્તા ઓછી હોય અને ડાન્સ વધારે એટલે ડાન્સમાં જેને વધુ રસ ના પડતો હોય તેના માટે ફિલ્મ બોરિંગ બની જતી હોય છે . પણ અહી એવું નથી થયું , અને ફિલ્મ ની બીજી બેસ્ટ બાબત એ કે ફિલ્મ માં ડાન્સ ની સમજ ખુબ સુંદર રીતે અપાયી છે જે એક ખુબ મેચ્યોર ફિલ્મ હોવાની નિશાની છે . માત્ર ડાન્સ દેખાડી ને ડાન્સ ફિલ્મ બનાવી દેવી ખુબ સરળ છે , જે કોઈ પણ કરી શકે , બિલકુલ એ જ રીતે જે રીતે માત્ર એક્શન દેખાડી ને એક્શન ફિલ્મ બની જતી હોય છે. પણ સર્વાંગ સંપૂર્ણ મેચ્યોર એક્શન ફિલ્મ જોવી હોય તો જેકી ચેન ની કરાટે પર બનેલી “કરાટે કીડ ” જોઈ લ્યો. એમાં કરાતે ખરેખર માં શું છે એની સુંદર સમજ મળી જશે , અહી “એ.બી.સી.ડી.” માં પણ ડાન્સ એ શું છે એ બાબત સરસ રીતે સમજાવવાનો એક સારો પ્રયત્ન થયો છે. ફિલ્મ ની થ્રી.ડી. ઈફેક્ટ સારી છે – બધા ઓબ્જેક્ટસ ઊડી ઊડી ને તમારી આંખ પાસે આવે અને તમે શોક થઇ જાઓ ટાઈપ ઈફેક્ટસ વધારે છે જે પ્રકારની ઈફેક્ટ તમે “છોટા ચેતન”માં જોઈ હશે. ફિલ્મના એક – બે ગીતો ના શબ્દો હૃદયસ્પર્શી છે , બાકી ના ગીતો પણ સારા છે , હા , એટલા લોકપ્રિય નથી થયા , પણ તો ય સાંભળશો તો પહેલી વારમાં જ ગમી જશે. ફિલ્મમાં મારા સૌથી પ્રિય બે ગીતો – પીયેન્ગા નહિ તો સાલા ભેજા હોયેંગા સાયકો રે ! અને – મુજકો ના કર યું જુદા !

જયંતાભાઈ કી લવ સ્ટોરી

વિવેક ઓબેરોય છવાઈ ગયો છે ભાઈ ! ફૂલટૂ ફાડું , રાપ્ચીક , ઢીન્ચાક એક્ટિંગ, એક ટપોરી ભાઈ અને લવર બોય ! દિલ થી સારો એવો જયંતાભાઈ ના પાડોશમાં એક છોકરીjayanta-bhai-ki-luv-story-8v રહેવા આવે છે , જે ભાડે રહેતી હોય છે એટલે જયંતા એને “ભાડુતરી” કહી ને બોલાવે છે , ભાડુતરી પણ જયંતા ને “પડોસી” કહી ને જ બોલાવે છે . ફિલ્મ બે ભાગમાં વહેંચાયેલી છે , એક લવ સ્ટોરી પ્લોટ અને બીજો ભાઈગીરી પ્લોટ . જ્યાં ફિલ્મમાં લવ સ્ટોરી પ્લોટ ખુબ મસ્તીભર્યો બન્યો છે ત્યાં ભાઈગીરી વાળો પ્લોટ એકદમ ઢીલો છે. ઈન્ટરવલ પહેલાની ફિલ્મ વધુ રસપ્રદ છે , ઈન્ટરવલ પછી ભાઈગીરી નો પ્લોટ વધુ હોવાને લીધે કંટાળો આવી શકે છે પણ ઓલઓવર, ફિલ્મ જોવાનો અનુભવ સારો રહેશે.

ટેન એમ.એલ. લવ

આ ફિલ્મ માં એક નવી જ પ્રકારના હ્યુમરની મસ્તી છે , નવા જમાનાના સંબંધો છે , અને જુના જમાના ની એક નાટક મંડળી છે , એક અલગ છતાં વાસ્તવિક એવા 10ml_love1sઈન્ટરેસ્ટીંગ કેરેક્ટર માં રજત કપૂર છે અને આ બધી બાબતો ને જોડતો કીમિયો એ શેક્સપીયર ના “એ મીડ સમર નાઈટ સ ડ્રીમ ” માંથી લેવામાં આવેલી કથા વસ્તુ . એક એવું પ્રવાહી જેને પી ને વ્યક્તિ જેની પણ સામે જુએ , તેના પ્રેમમાં પડી જાય , તાબડતોબ ! શેક્સપીયર તો હિરોઈન ને ગધેડા ના પ્રેમમાં પાડે છે એટલે મેં આ ફિલ્મમાં પણ એવું કશું આવશે એવી આશા રાખેલી , પણ આશા પર પાણી ફરી વળ્યું . તેમ છતાં જે હ્યુમર ઊભું કર્યું છે એ સરસ છે , true sense માં હ્યુમરસ છે. સેન્સલેસ વાતને સેન્સીબલ રીતે પેશ કરવી ખુબ જરૂરી છે (અફકોર્સ ,લાઈક ધીસ ફિલ્મ. આ ફિલ્મ એ માટે નું બ્રિલિયન્ટ એકઝામ્પલ કહેવાય. ), નહિ તો શિરીષ કુન્દ્રા ની ફિલ્મ “જોકર” જેવા હાલ થાય.

ફિલ્મ રિવ્યુઝ ફેબ્રુઆરી ૨૦૧૩

                                                                                                           ઝીલા ગાઝીયાબાદ

Sanjay-Dutt-movie-Zilla-Ghaziabad-Stills

રાજકારણીનો ગુંડો અરશદ વારસી અને ગાઝીયાબદનો માસ્તર વિવેક ઓબેરોય વચ્ચે ની ગેંગવોર એ આ ફિલ્મનો વિષય. લોકોને આડે ધડ મારી ને પાવરનો પૂરે પૂરો ઉપયોગ કરતો અને બુદ્ધિનો બિલકુલ ઉપયોગ ન કરતો ફૌજી (અરશદ ) એ રાજકારણ નો ભોગ બને છે અને એના ઘર પર થયેલા હૂમલા પાછળ વિવેક ઓબેરોય નો હાથ છે એવું માની લે છે , વિવેક તો વિચારે છે કે એની પાસે વાત કરવા જાય અને એની બધી ગેરસમજ દૂર કરે પણ અરશદ વિવેકના મોટાભાઈ (ચંદ્રચુડ સિંગ ) ને વિવેકની સામે જ મારી નાખે છે – ગામના બાળકોને અહિંસાના પાઠ ભણાવતો વિવેક બન્દૂક ઊપાડે છે અને બદલામાં અરશદના ભાઈને ખતમ કરે છે , પછી ક્યાય સુધી બંને વચ્ચે ચાલતી ગેંગવોરમાં ગાઝીયાબાદ ભોગ બન્યા કરે છે , એના નિવારણ રૂપે પોલીસ ઓફીસર સંજય દત્તની પોસ્ટીંગ ગાઝીયાબાદ માં કરવામાં આવે છે , પછી ઘણું બધું પોલીટીક્સ , ગેંગવોર , અને એક્શન ! ફિલ્મમાં ગ્રીપ છે , સંજય દત્ત ને ઘણા સમય પછી આવા મસ્ત રોલમાં જોવો એ એક લહાવો છે , વિવેક પણ કમાલ કરી જાય છે , દમદાર પરફોર્મન્સ આપી ને !ઝીલા ગાઝીયાબાદ- અ ફિલ્મ વિથ ગૂડ એક્શન એન્ડ ગ્રીપ ! અને સંજય દત્ત, વિવેક ઓબેરોય ના ફેન્સ માટે મસ્ટ વોચ !

                                                                                                                   મર્ડર થ્રી

remote_image_7878908501

એક સારી થ્રીલર ફિલ્મ , જો ફિલ્મનો અંત પણ સચોટ હોત તો ખુબ સારી થ્રીલર ફિલ્મ કહેત . બટ સ્ટીલ , સારા સંવાદો , કલાત્મક સિનેમેટોગ્રાફી , સારું દિગ્દર્શન અને એવરેજ પરફોર્મન્સીસ – જરૂર જોવા જેવી ફિલ્મ , ગીતો હૃદયે વસી જાય એવા તો નહિ પણ કર્ણપ્રિય તો ખરા – તેરી ઝુકી નઝર

                                                                                                                                       સ્પેશીયલ ૨૬

                                                                            special-26-poster

નકલી સી.બી.આઈ. ની બ્રીલીયન્ટ લૂંટ એ આ ફિલ્મની વાર્તા નો વિષય , નકલી સી.બી.આઈ. બનતા આ ચોરો એવી ગંભીરતા થી આ કામ કરે કે સામે વાળો તો ઠીક પણ પોતાને પણ સી.બી.આઈ.ના પાત્રમાંથી બહાર આવતા વાર લાગે. અક્ષય કુમાર અને અનુપમ ખેર છવાઈ ગયા છે , જીમી શેરગીલ નો અભિનય હંમેશા સારો હોય છે , આ ફિલ્મમાં પણ સારો અભિનય. મનોજ બાજપેયી પાત્રને પોતાનો રંગ આપે છે. ફિલ્મમાં પ્રોસેસને ઘણી ફૂટેજ મળી છે , જેમ કે ચોર એક જગ્યા એ થી બીજી જગ્યા એ કેવી રીતે છટકી રહ્યા છે , પોલીસ કયા પગલા લઇ રહી છે , વગેરે જેવી બાબતો લંબાવી ને બતાવી છે, માત્ર બેકગ્રાઉંન્ડ મ્યુઝીક સાથે ! આવા બેકગ્રાઉંન્ડ મ્યુઝીક વાળા લાંબા દ્રશ્યો ફિલ્મમાં શરૂઆત થી લઈને અંત સુધી છે , જે બોરિંગ છે – નબળી રજૂઆતના પ્રતિક સમાન છે. આ બાબતો થોડી ટૂંકાણમાં અથવા તો એમાં થોડા રસપ્રદ સંવાદો ઉમેરીને બતાવી હોત તો ફિલ્મ ખુબ સુંદર રીતે નિખરીને બહાર આવી હોત , પણ તોય , જોઈ લેવા જેવી ફિલ્મ . ફિલ્મમાં હ્યુમર સારું છે – સેન્સીબલ છે , અને એક ખુબ સારું રોમેન્ટિક ગીત – ‘મુજ મેં તું , તું હી તું બસા … ! ‘

                                                                                                            દીવાના મેં દીવાના

5502_380081755420437_421574473_n

ગોવિંદા અને પ્રિયંકા ચોપરા નું , ખબર નહિ કઈ સદી નું ,વેલ આ જ સદી નું પણ ખાસ્સા ટાઈમથી ડબ્બામાં પડેલું આ પિક્ચર હવે બહાર આવ્યું છે , (શું કામ આવ્યું , નહોતું આવ્યું એ જ સારું હતું એમ ના કહેવાય , કારણ કે ફિલ્મ જેવી બની હોય એવી , એને રીલીઝ થવાનો પૂરો અધિકાર છે , જો એ રીલીઝ થાય તો જ એની પાછળ રોકાયેલા રૂપિયાનું વળતર મળે. અને આવી મોડે થી રીલીઝ થયેલી ફિલ્મો તો તોય થોડી ઘણી ભાગ્યશાળી કહેવાય કારણ કે ઘણી ફિલ્મો તો ક્યારેય રીલીઝ થઇ જ શકતી નથી ! ) ફિલ્મમાં વપરાતા મોબાઈલને જોઈ ને કહી શકાય કે કમસે કામ ૮ થી ૧૦ વર્ષ પહેલા બનેલી આ ફિલ્મ હશે. ફિલ્મમાં જ્હોની લીવરની થોડી વલ્ગર અને ચીપ કહી શકાય તેવી કોમેડી છે અને ઢંગધડા વગરની વાર્તા છે , તોય મારું તો એવું કે ગોવિંદા હોય એટલે એ ફિલ્મ હું એક વખત તો આખી જોઈ જ નાખું . આ પણ જોઈ નાખી ! બપ્પી લહેરી આવી બી ગ્રેડ ની ફિલ્મોમાં બી ગ્રેડનું સંગીત આપતા આવ્યા છે – આમાં પણ આપ્યું છે. ફિલ્મમાં વારે ઘડીએ ફિલ્મના એક ગીત “એક હસીના … એક દીવાના ….” નો મુખડો વગાડવામાં આવે છે , એના પરથી મારું એવું અનુમાન છે કે ફિલ્મ નું નામ પહેલા ‘એક હસીના એક દીવાના ‘ રાખ્યું હશે , પણ એ ટાઈટલ કદાચ કોઈ એ પહેલે થી રજીસ્ટર કરાવી રાખ્યું હોઈ તે મેળવવામાં નિષ્ફળતા મળી હશે , અને પછી ના છૂટકે ‘દીવાના મેં દીવાના’ નામ રાખ્યું હશે. કદાચ ‘એક હસીના એક દીવાના ‘ નામ રાખવા પાછળ કરેલી સ્ટ્રગલ ને કારણે પણ આટલું મોડું રીલીઝ થયું હોય તેવું બની શકે. ફિલ્મમાં ગોવિંદા ફોટોશોપમાં પ્રિયંકાનો ફોટો કાદર ખાનને બતાવી ને કહે છે કે જુઓ , મેં દોર્યો – એમાં બોલાઈ જવાય કે સાલાઓ એક ચિત્રકારને બોલાવી ને પ્રિયંકા નું ચિત્ર દોરાવવા જેટલું ય બજેટ નહોતું તે આવી વેઠ ઊતારી ? અને કાદર ખાન ફિલ્મની ડબિંગ માટે નહિ આવ્યા હોય તે ફિલ્મમાં કાદર ખાનનો અવાજ કોઈ બીજા એ ડબ કર્યો છે – અને કાદર ખાન એના અવાજ વગર અધૂરો છે માટે એના રોલની પૂરી મજા બગડી જાય છે.

ખુદ કો માર ડાલા

ફિલ્મ – ડી
વર્ષ – ૨૦૦૫
ગીત – ખુદ કો માર ડાલા રે…
ગાયકો – માનો, મોહના સરકાર
સંગીત – નિતીન રાઈકવાર

ઓલું તેઝાબ ફિલ્મનું પ્રખ્યાત ગીત “સો ગયા, યે જહાં….” ના દ્રશ્યો જરા યાદ કરી જુઓ, તમને સૌથી પહેલા ચંકી પાંડે યાદ આવશે! અને આજે એમ નેમ ચંકી પાંડેને યાદ કરવાનું કોઈને કહેવામાં આવે તો તેને માત્ર ફિલ્મ “હાઉસફૂલ” અને હાઉસફૂલ ૨” નો ચંકી પાંડે યાદ આવશે. કોઈક વળી એને “લાફ ઇન્ડિયા લાફ” ના જજ તરીકે પણ યાદ કરશે. પણ હું એને સૌથી પહેલા યાદ કરું ફિલ્મ “ડી” માટે. ચંકી પાંડે ખોવાઈ ગયો, પછી તેને પાછો લાવ્યો રામ ગોપાલ વર્માએ ફિલ્મ “ડી”માં. પણ તેની ફિલ્મો ના ચાલી એટલે ચંકી પણ ના ચાલ્યો. રામુને બધાએ “આગ” માટે મન ભરીને ગાળો દીધી, પણ તેની શ્રેષ્ઠ ફિલ્મો કોઈ થીયેટરમાં જોવા સુદ્ધા ના ગયું. હું એની જગ્યાએ હોત તો લોકોને કહેત કે તમે “આગ”ને જ લાયક છો. કારણ કે “ડી”, “જેમ્સ”, “રણ”, “શિવા”(નવું) જેવી ક્લાસ ફિલ્મો તમારે જોવી નથી. એની સુપર ક્લાસ ફિલ્મ “રક્ત ચરિત્ર”ને પણ જોઈએ તેટલું ઓડિયન્સના મળ્યું તે વાતનો અફસોસ થોડા દિવસ પહેલાજ વિવેક ઓબેરોયે “કિસ્મત લવ પૈસા દિલ્લી” ના પ્રમોશનલ ઈન્ટરવ્યુ વખતે વ્યક્ત કર્યો.
ખેર, મારે વાત કરવી છે “ડી” ફિલ્મના એક ગીત “ખુદ કો માર ડાલા રે…” વિશે, જેનું ફિલ્માંકન ચંકી પાંડે અને ઈશા કોપીકર પર થયું છે. આ ગીત ખાસ પ્રખ્યાત નહોતું થયું, હું કૉલેજ ના બીજા વર્ષમાં હતો ત્યારે આ ફિલ્મ-ગીત આવેલું અને પહેલીવાર સંભાળતાવેંત જ હું આ ગીતના પ્રેમમાં પડી ગયો. એક તો ટપોરી ટાઈપ ગીતો વિશેનો લગાવ ત્યારે વધુ હતો, પણ ગીત ગમવા પાછળનું મુખ્ય કારણ એ હતું કે ગીતના શબ્દો સાંભળીને એવું લાગતું કે જાણે મારી અંદરની લાગણીઓને કોઈ એ શબ્દદેહ આપ્યો છે. ગીતના શબ્દો મનની ગુંગળામણને વ્યક્ત કરે છે. ચંકીનુ પાત્ર ગીત દારૂ પીને ગાય છે, કારણકે કે આ શબ્દો, આ frustration એ પ્રકારનું છે કે જે સામાન્ય સ્થિતિમાં શબ્દરૂપે બહારના આવે.
“ખુદ કો માર ડાલા રે….ખુદ કો માર ડાલા… દિમાગ થા મેરે પાસ ફિર ભી ના ચલા સાલા ! “
હું દસમાં ધોરણમાં ગણિતમાં ફેઈલ થયેલો, પછી જોકે એક મહિનામાં રી ટેસ્ટ આપીને પાછો પાસ થઈને વર્ષ બગાડ્યા વગર અગ્યારમામાં આવી ગયો, અને પછી બારમામાં આવ્યો, બારમામાં પણ ભણવામાં એટલો જ નબળો. કોમર્સ લીધેલું, પહેલું પેપર એકાઉન્ટ નુ હતું, પરીક્ષા શરુ થવાને દોઢ કલ્લાકની જ વાર હતી, હું ઘરેથી નીકળવાનો હતો, અને અચાનકમેં રૂમ બંધ કર્યો, અને બંધ બારણા પાછળમેં કરેલા આયોજન મુજબ હું ઓલ આઊટ લીક્વીડની શીશી પી ગયો. એ શીશી પર મોટા અક્ષરે લખેલું આવે છે “પોઈઝન” એટલે! મમ્મી પપ્પાને પગે લાગીને સાયકલ પર નીકળી પડ્યો એક્ઝામ આપવા. આખી એકઝામમાં ઊલટી જેવું થયા કર્યું, માથું પણ સખ્ખત દુખ્યું પણ કઈ થયું નહી. એકઝામમાં પાસ પણ થઇ ગયો. નર્વસનેસ માં લેવાઈ ગયેલું કેટલું મોટું ખોટું પગલું! એતો ભગવાનની કૃપાથી હું બચી ગયો…! નહીંતો મર્યા પછી મારે ભૂત બનીને ગાવું પડેત – “ખુદ કો માર ડાલા રે….ખુદ કો માર ડાલા… દિમાગ થા મેરે પાસ ફિર ભી ના ચલા સાલા ! ” સુસાઇડ કરવાના નિર્ણયો માણસો ઇમોશનલ થઈને લેતા હોય છે, જો તેવે વખતે શાંત થઈને દિમાગનો ઊપયોગ કરીને વિચારવામાં આવે તો ખબર પડે કે એવી કોઈ કટોકટીની સ્થિતિ નથી આવી જીવનમાં, અને આના થી પણ વધારે કપરો સમય આવશે, પણ ત્યારે નાસીપાસ થયા વગર, ઇમોશનલ થયા વગર, દિમાગથી કામ લઈને એ તકલીફનું નિવારણ શોધવાનું છે, અને જો તકલીફનું કોઈ નિવારણના હોય તો પરિસ્થિતિ સાથે સમાધાન સાધીને જીવવાનું શીખવાનું છે.
ખોટા મિત્રોનો સંગ પણ કર્યો છે, અને એના લીધે જીવનમાં ઘણું બધું ગુમાવ્યું પણ છે, એ વાતોનો વિસ્તારથી ઊલ્લેખ કર્યા વગર માત્ર એટલું જ કહીશ કે “નોચ નોચ કે દોસ્ત ચલ દિયે, કુછ નહી બચાયા, સબ નિગલ ગયે, હાથ ફસ ગયા હાથ જીસ જગા પે ડાલા રે…ખુદ કો માર ડાલા રે….ખુદ કો માર ડાલા… “
ભીડથી હમેશા અલગ રહ્યો છું, વિખુટો રહ્યો છું, દાઢીતો હંમેશા વધેલી જ હોય, એતો હમણાથી થોડો સુધર્યો છું, અને લાઈફનો ગ્રાફ પણ ખુબ ઊંચો નીચો, આડો તેઢો. બારમામાં ૪૮ ટકા અને ફર્સ્ટ યરમાં પછી વિષય બદલીને આર્ટસ લીધું, મુખ્ય વિષય અંગ્રેજી સાથે. અને ફર્સ્ટ યરની ફર્સ્ટ ટેસ્ટમાં આખા ક્લાસમાં ફર્સ્ટ! ડીસ્ટીન્ક્શન! પાછો સેકન્ડ યરમાં સેકન્ડ ક્લાસ અને થર્ડ યરમાં ફર્સ્ટ ક્લાસ સાથે પાસ! ક્યારેક સાવ ઝિરો તો ક્યારેક હીરો! કભી સમુંદર તો કભી સાલા ગલી કા નાલા!
“ભીડ ભાડમે કટી પતંગ હો ગયા, જીને કા ઢંગ બેઢંગ હો ગયા, સમંદરમેં આકે મિલ ગયા ગલી કા નાલા રે….ખુદ કો માર ડાલા રે….ખુદ કો માર ડાલા… “
ગુલામ અલીની ગાયેલી ગઝલમાં જે આવારગીની વાત આવે છે તેવી આવારા લાઈફ હું પણ જીવ્યો છું, લોકો મને એક કોયડાની જેમ જોતા હોય એવું પણ અનુભવ્યુ છે, એક એવું તાળું જેની કોઈ ચાવી નથી….
“કલ ચલા ગયા કલકા ક્યા પતા… આયીનેમેં ભી તુ હૈ લાપતા, બન ગયા, તુ બન ગયા બીના ચાબી કા તાલા રે….ખુદ કો માર ડાલા રે….ખુદ કો માર ડાલા… “