મંથલી ફિલ્મ રિવ્યુઝ

Movie Review: ‘ધી લાસ્ટ ડોન’ છે એક રીયાલીસ્ટીક સર્જન

‘ધી લાસ્ટ ડોન’ એ એક ક્રાઈમ થ્રીલર ફિલ્મ છે.ફિલ્મના દિગ્દર્શક શ્રવણ કુમાર છે. અને નિર્માતા – આશુતોષ પટેલ. આ એ જ શ્રવણ કુમાર10012579_778366472235470_6104621191237837468_n છે જેમણે થોડા સમય પહેલા આવેલી ગુજરાતી ફિલ્મ ‘ધી એડવોકેટ’ બનાવેલી. ફિલ્મમાં અભય ભટ્ટનાગર (જે એક્સ. ચેસ ચેમ્પિયન પણ છે અને ટ્રેઈની આઈપીએસ ઓફિસર છે ) અમદાવાદના પોલીસ સ્ટેશને ડ્યુટીમાં જોડાય છે, અને એ જ દિવસે માફિયા કિંગ બડે નવાબ મૃત્યુ પામે છે. આ માફિયા કિંગનો પુત્ર પોતાના પિતાની અંતિમ ક્રિયા પહેલા એક વ્યક્તિને મોતને ઘાટ ઉતારવાનું પ્રણ લે છે અને અભય ભટ્ટનાગર એને રોકવાના પ્રયત્નોમાં લાગી જાય છે પણ થોડા જ સમયમાં તે જાણી જાય છે કે છોટે નવાબ એના કરતા ઘણા વધારે પાવર ધરાવે છે કારણ કે પોલીસ ડીપાર્ટમેન્ટ ના જ કેટલાક લોકો છોટે નવાબ માટે કામ કરે છે. અને પછી અભય ભટ્ટનાગર નવાબને એના જ માણસોનો ઉપયોગ કરીને હરાવે છે, એ કઈ રીતે? એ માટે ફિલ્મ જોવી રહી.

આ માફિયા ફિલ્મની કથા અમદાવાદની ભૂમિ પર આકાર લે છે. જેમાં ગેરકાયદેસર રીતે થતા દારૂના વેપારને કથાબિંદુ તરીકે રજુ કરવામાં આવેલ છે. ફિલ્મના મોટાભાગના દ્રશ્યોમાં કેમેરાનો ઉપયોગ હાથેથી પકડીને કરવામાં આવ્યો છે, ફિલ્મની મુખ્ય ભૂમિકાઓમાં ધ્વની ગૌતમ, ભરત ઠક્કર, વિકાસ ગુપ્તા, રાજીવ પાઠક અને ઈલેશ શાહ જેવા કલાકારો છે.આ ફિલ્મનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ તેની વાર્તા છે. વાર્તા એક ફ્રેશ ફિલ આપે છે અને કૈક નવું જોવાની દર્શકની ભૂખને પણ સંતોષે છે. અને સોનામાં સુગંધ ભળે તેમ આ ફિલ્મના ડાયલોગ્સ પણ કાબિલે તારીફ છે. આ પ્રકારની થ્રિલર ફિલ્મ માટે ડાયલોગ્સ ઘણું મહત્વ ધરાવે છે. સારા ડાયલોગ્સ અડધી બાજી જીતાડી દે છે. ‘ધી લાસ્ટ ડોન’ને પણ તેના ડાયલોગ્સ ફળ્યા છે. એ જ રીતે ફિલ્મનો સ્ક્રીન પ્લે પણ લાજવાબ છે. કેટલાક દ્રશ્યોનું ફિલ્માંકન અત્યંત લાજવાબ છે. નવાબ ક્રુરતાથી લોકોને સળગાવી મુકે છે એ દ્રશ્યો હચમચાવી નાંખે તેવા છે. બડે નવાબ અને છોટે નવાબ વચ્ચેના સંવાદનું દ્રશ્ય પણ ખુબ સુંદર રીતે એક્ઝીક્યુટ થયું છે.

 ઓસમાણ મીરનું ગીત ‘એ ખુદા’ અદભુત રીતે ગવાયું છે. ફિલ્મમાં ચોક્કસ સમયે આવતું આ ગીત ફિલ્મની ફીલને એક અલગ ઊંચાઈ પર લઇ જાય છે. જીગર દવેના લીરીક્સ એપ્રોપ્રીએટ છે. ફિલ્મમાં બેકગ્રાઉન્ડ સ્કોરનો ઘણો ઓછો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેનાથી ફિલ્મને કોઈ નુકસાન થયું નથી. અને જે દ્રશ્યોમાં બેકગ્રાઉન્ડ સ્કોર વપરાયો છે એ રૂટીન છે. ફિલ્મના મુખ્ય બે કલાકારોએ અભિનયમાં ક્યાંય કચાશ રાખી નથી. અભય ભટ્ટનાગર ના પાત્રમાં ધ્વની ગૌતમ અને છોટે નવાબના પાત્રમાં ભરત ઠક્કર. ઇન્સ્પેકટરના પાત્રમાં અન્ડર એક્ટ કરીને પણ છાપ છોડવી – ઇટ્સ અ ટફ જોબ, એન્ડ ધ્વની ગૌતમ હેઝ ડન ઈઝ વેલ. છોટે નવાબની ભૂમિકા ભરત ઠક્કરની પર્સનાલીટીને સુટ કરે છે. ફિલ્મના બીજા કલાકારોએ પણ પોતાની ભૂમિકાને ન્યાય આપ્યો છે.

 બોલીવૂડમાં ૮૦ના દાયકામાં જે ઉત્તમ પ્રકારની ઓફ બીટ રીયાલીસ્ટીક ફિલ્મો બનતી હતી, એવી છેલ્લા ઘણા વર્ષોથી જોવા નથી મળી. આજના સમયમાં રીયાલીસ્ટીક અને ઓફ બીટ સિનેમાનો ઉત્તમ નમૂનો છે – ‘ધી લાસ્ટ ડોન’. આ ફિલ્મને જોવી ચૂકશો નહીં કારણ કે કદાચ આ એ જ વાર્તા છે જેની તમારી અંદરના દર્શકને વર્ષોથી ભૂખ હતી. અને કદાચ આ એ જ ફિલ્મ છે જે તમને કશુક અલગ માણવાનો સંતોષ આપશે. ગો ફોર ઈટ.

ફિલ્મ રીવ્યુ – “હવા હવાઈ” અને ગુલઝાર લિખિત “લેકિન”

૧૯૯૦ માં આવેલી ફિલ્મ “લેકિન” અને નવી રીલીઝ થયેલી ફિલ્મ “હવા હવાઈ” વચ્ચે કોઈ કનેક્શન નથી . આ તો લાંબા સમય થી ફિલ્મ રિવ્યુઝ ની પોસ્ટ્સ માં વિરામ આવી ગયો છે . એ વિરામને અલ્પવિરામ માં ફેરવવા હમણાં હમણાં જોયેલી ફિલ્મોમાંની બે ફિલ્મ્સ રીવ્યુ કરી રહ્યો છું .

હવા હવાઈ 

ફિલ્મ “હવા હવાઈ” ના પહેલા દ્રશ્યમાં એક્ટર મકરંદ દેશપાંડેને પરિવાર સાથે બેસીને પ્રાર્થના કરતો બતાવ્યો છે . બીજા જ દ્રશ્યમાં માં(મકરંદHawaa-Hawaai-Movie-Poster-2014-HD-Wallpaper-1024x768 ની વાઈફ ) કચવાતા મન સાથે પુત્ર ને ટી સ્ટોલ પર રખાવવા લઇ જાય છે . ત્યાં જઈ ને માં વર્તી જાય છે કે અહિયાં પોતાના છોકરાને કાળી મજૂરી કરવી પડશે , એટલે એ પોતાના પુત્ર અર્જુનને ત્યાં જોડાવાની ના પાડે છે . પણ છતાંય અર્જુન જોડાય છે કારણ કે તેના પિતા હવે નથી રહ્યા અને એને ખબર છે કે પૈસાની કેટલી તાતી જરૂરિયાત છે. એની જેટલી જ ઉમરના બીજા બાળકો તેના મિત્રો છે જે બધા પણ એક યા બીજી પ્રકારની મજૂરી જ કરે છે. એવા માં રાત્રે એક કોચ કેટલાક બાળકો ને સ્કેટિંગ શીખવાડવા આવે છે , અર્જુન એ બધા ને ચા પાતો હોય છે એવામાં એને પણ સ્કેટિંગ કરવાનું મન થાય છે . ઇન્ટરવલ સુધી ની વાર્તામાં સ્કેટિંગ કરવા માટેના અર્જુનના પ્રયત્નો . અને ઇન્ટરવલ પછી કોચ નું ઝનૂન … અર્જુન ને રાજ્ય કક્ષા એ જીતાડવાનું . અને ફાઈનલ મેચ … એ મેચ નું પરિણામ અને ફિલ્મનો અંત.
અર્જુન ને સ્કેટિંગ શુઝ લેવા છે પણ એ લેવા માટે એની તડપ ક્યાય જોવા નથી મળતી – હા , એના મિત્રો નું એને સ્કેટિંગ શુઝ અપાવવા નું ઝનૂન ચરમ સીમા એ છે. અને બાળમિત્રો પણ મજૂરી કરી કરી ને તૂટી રહ્યા છે એવામાં એમને કેમ અર્જુન માટે શુઝ લેવું આટલું જરૂરી લાગ્યું ? અર્જુને તો ફક્ર્ત એક વખત સ્કેટ કરવાની ઈચ્છા દર્શાવેલી , ધેટ્સ ઈટ ! અગેઇન એ જ પોઈન્ટ આવે છે કે અર્જુન ની એ શુઝ લેવાની તડપ કયાય દેખાડી હોત તો બાલમિત્રોનો આઉટ ઓફ ધ વે જઈને કરવામાં આવેલો સપોર્ટ પણ કન્વીન્સીંગ લાગત. ઈન્ટરવલ પછી અર્જુન નો કોચ અર્જુનને કેવી રીતે તૈયાર કરે છે તે વાત છે , અહિયાં પણ અર્જુન અને કોચ વચ્ચે ની કેમેસ્ટ્રી નું ડીટેલીંગ મીસીંગ છે. એના લીધે અર્જુન ની સ્કેટ શીખવાની પ્રોસેસ ના દ્રશ્યો બોરિંગ બન્યા છે. અંત માં રેસ દરમ્યાન અર્જુન ને જે કરુણતા યાદ આવે છે – એ દ્રશ્ય સારું છે – વાર્તાકીય રીતે . પણ , એની પહેલા ના દ્રશ્યો ઓડીયન્સ ને કનેક્ટ કરવામાં નિષ્ફળ ગયા છે એથી જ છેક છેલ્લા દ્રશ્યમાં ઓડીયન્સ નું કનેક્ટ થવું લગભગ અશક્ય છે. અહી અર્જુન માટે રાજ્ય કક્ષા એ જીતવું કેમ એટલું જરૂરી છે એના કારણોમાં નક્કર જવાબો નથી. જવાબો કદાચ છે – પણ એ નક્કર નથી – પૂરતા નથી . જીતવું જયારે જીવન મરણ જેવું બની જાય ત્યારે જ એ રેસના દ્રશ્યમાં જીવ રેડાય અને ત્યારે જ એ દ્રશ્ય ફિલ્મના છેલ્લા દ્રશ્ય કે સોલ્યુશન તરીકે શોભે. વાર્તામાં – સ્ક્રીન પ્લેમાં જરૂરી વળાંકો ના અભાવ ને કારણે એક રેસ ની જીત કે હારના નિર્ણય પર નભતો અંત ધરાવતી ફિલ્મમાં જે ડ્રામો ઉભો થવો જોઈએ એ નથી થતો.
અર્જુનના મિત્રો નો જે બાળકો એ રોલ કર્યો છે તેઓ અભિનય માં બાજી મારી ગયા છે , મકરંદ દેશપાંડે ફિલ્મના લેન્થ વાઈઝ ખુબ નાના કિરદારમાં પણ ખુબ સરસ કામ કરી ગયો છે. હી સુટ્સ ધી કેરેક્ટર સો વેલ. અને અર્જુનની માં નો રોલ કરનાર અભિનેત્રી પણ પાત્રને જીવંત કરે છે , અને ફિલ્મ માં જ્યાં જ્યાં તે અર્જુન માટે ચિંતિત થાય છે – એ દરેક દ્રશ્યો ખુબ લાગણીસભર બન્યા છે – અફકોર્સ , તેણી ના અભિનય ને કારણે . મુખ્ય પાત્રમાં પાર્થો ગુપ્તે સારું કામ કરે છે , પણ બેટર કાસ્ટિંગ થઇ શક્યું હોત. પાર્થો એ પોતાની ક્ષમતા મુજબ સારો જ અભિનય કર્યો છે , બટ સમવ્હેર એ આ પાત્ર માટે એટલો સ્યુટેબલ નથી. કોચના પાત્રમાં સાકીબ સલીમ લાજવાબ છે , એની સ્ક્રીન પ્રેઝન્સ ખુબ સારી છે.
ઓવરઓલ , આંગણી ના વેઢે ગણી શકાય એવા કેટલાક સુંદર દ્રશ્યો ને બાદ કરતા બાકી ની ફિલ્મ ઓર્ડીનરી છે. પણ જેને હસવું જ છે એને તો બ્રેઈનલેસ સ્ટુપીડ કોમેડી પણ હસાવી શકશે . એ રીતે શક્ય છે કે કોઈ વધારે પડતું લાગણીશીલ થઇ ને કદાચ આ ફિલ્મ સાથે કનેક્ટ થઇ ને રડી પણ પડે ! પણ એ કેસમાં હું એ હૃદય ને સંવેદનશીલ માનીશ – ફિલ્મને નહિ . વર્થ વોચીંગ નહિ પણ વોચેબલ છે – અને જો તમારા ટેસ્ટની છે તો ગો ફોર ઈટ ! બટ નોટ વિથ બીગ એક્સ્પેક્ટેશન્સ .

લેકિન 

ગુલઝાર લિખિત – દિગ્દર્શિત ફિલ્મ “લેકિન”, સમીર (વિનોદ ખન્ના ) ને સરકાર એક મહેલની પૌરાણિક વસ્તુઓ નો કબ્જો લેવા મોકલે છે , જતા00lekin1990vmrcoversnfoસ copy ટ્રેનમાં તેને એક યુવતી ( રેવા – ડીમ્પલ કપાડિયા ) મળે છે , અને અચાનક ગાયબ થઇ જાય છે . વિનોદ ખન્ના એ ગામમાં પહોંચે છે , જે ગામમાં એ મહેલ છે , ત્યાં નો કલેકટર (અમજદ ખાન ) અને એની પત્ની એ સમીરના ખુબ સારા મિત્ર છે . કલેકટર એને બનતી મદદ કરે છે . મહેલની બહારના ભાગમાં કેટલાક બંજારાઓ એ નિવાસ કર્યો હોય છે , સમીર ના કહેવાથી કલેકટર પોલીસ ને જણાવી એ બંજારાઓ ને ત્યાં થી સ્થળાંતર કરાવે છે . ત્યાં ફરી સમીર ને રેવા દેખાય છે . જે ચુલા પર રોટલો બનાવીને સમીરને ખવડાવે છે તથા મહેલ વિષે ની કેટલીક વાતો કરે છે , ફરી એ ચમત્કારિક રીતે ત્યાં થી ગાયબ થઇ જાય છે . એ જયારે પણ મળે છે ત્યારે સમીર તેને સ્પર્શી શકે છે . પણ રેવા એ ખરેખરમાં એક આત્મા છે એવા તારણ પર તે આવે છે , જે કેટલીક ઘટનાઓ દ્વારા સાબિત પણ થઇ જાય છે . રેવા પોતાની સાથે શું બન્યું છે તેની વાર્તા માંડે છે , અને સમીર ને નજરો નજર બનેલો ભૂતકાળ દેખાડે છે. જેમાં એક ક્રૂર રાજા એ રેવા , તેની બહેન ( હેમા માલિની ) તેમના પિતા અને તેમના સંગીત ગુરૂ (આલોક નાથ ) પર ગુજારેલા જુલમ ની વાત છે. કેટલાક સંઘર્ષ પછી સમીરને એ આખી વાર્તા નો અંજામ પણ ખબર પડે છે , અને છેલ્લે સમીર રેવાને મુક્તિ અપાવે છે .
ફિલ્મ ફિલોસોફીકલી અથવા હાઈલી ડ્રામેટીકલી અંત પામી શકી હોત. પણ અંત થોડો રૂટીન બન્યો છે . પોણા ત્રણ કલાકની આ ફિલ્મની ટ્રીટમેન્ટ – ડીરેક્શન સુંદર છે . થ્રુ આઉટ આ ફિલ્મ તમને જકડી જરૂર રાખશે . અમજદ ખાન નું પાત્ર હળવું છે , એવા અદભુત સંવાદો એને ફાળે નથી આવ્યા છતાં એની હાજરી આનંદિત કરી જાય છે , ક્યારેક એનું કોમિક ટાઈમિંગ હસાવી પણ જાય છે. ૧૯૯૦ ની ફિલ્મ છે એટલે વિનોદ ખન્ના ની ઉમ્મર દેખાય છે , પણ જે પાત્ર તેને મળ્યું છે તેમાં સુટેબલ લાગે છે – એના સોહામણા ચહેરા- પર્સનાલીટી નો ચાર્મ પણ દેખાય છે. એનો સહજ અભિનય પણ કાબિલે દાદ છે . ડીમ્પલ કાપડિયા એ પણ કામ સરસ કર્યું છે , ફિલ્મની વાર્તા એની આસપાસ ગૂંથાઈ છે – અને રેવાના પાત્રને જીવંત કરવામાં તે સફળ રહી છે. આલોક નાથે પણ પોતાના પાત્રને પૂરો ન્યાય આપ્યો છે. રણના દ્રશ્યો સુંદર રીતે ફિલ્માયા છે , અને ફિલ્મમાં દર્શાવેલા મહેલ અને કોઠડી ના દ્રશ્યો અત્યંત વાસ્તવિક લાગે છે. લતાનું પ્રખ્યાત ગીત “યારા સીલી સીલી બિરહા કી રાત … ” આ ફિલ્મનું છે . ફિલ્મના બીજા ગીતો માં ગુલઝાર નો એ લીરીક્લ ચાર્મ મિસિંગ છે . હા , ફિલ્મ માં આવતું એક શાસ્ત્રીય ગીત .. અને શાસ્ત્રીય આલાપ બેમિસાલ છે. ફિલ્મ લતા મંગેશકરે પ્રોડ્યુસ કરી છે. ગુલઝારનું સ્ટોરી ટેલીંગ – સ્ક્રીન પ્લે જ આ ફિલ્મનો સૌથી મોટો લહાવો છે. એ લહાવો લુંટવા માટે આ ફિલ્મ જોવા જેવી ખરી !

તો આ રીતે આ બ્લોગની આ ૧૦૦ મી પોસ્ટ હું અહી જ સમાપ્ત કરું છું . નમસ્કાર 🙂

ફિલ્મ રિવ્યુઝ – દસ કા દમ

(૧ ) હિમ્મતવાલા – એંસી ના દાયકા ની ફિલ્મના આ રિમેકમાં પણ એંસી નો દાયકો જ બતાવ્યો છે. ગીતો ના ફિલ્માંકન થી લઈને કોમેડી પણ એ સમય માં જોવા મળતીhimmatwala-0v એવી જ . તમને સહેજ પણ એવું નહિ લાગે કે તમે કોઈ નવી ફિલ્મ જોઈ રહ્યા છો. ગીતો કર્ણપ્રિય બન્યા છે , અને કોમેડીમાં માસ્ટર સાજીદ ખાન આ ફિલ્મમાં હસાવવામાં નબળો પડ્યો છે , પોતાની ફિલ્મોમાં પ્રાણીઓ લાવવા તેને ગમે છે , આ ફિલ્મમાં વાઘ આવે છે , અને થીયેટરમાં બેઠેલા બાળકો ખુશ થાય છે , તમારે પણ ખુશ થવાનું – બાળકોને જોઇને ! અને બાળકો જો પોતાના હોય તો એમના ભાગના ટીકીટ ના પૈસા વસૂલ સમજવાના ! ઇન શોર્ટ , અત્યારે જે ટ્રેન્ડ ચાલે છે – પિટ ક્લાસ ફિલ્મો નો ( થીયેટરમાં આગળના ભાગમાં – અપરમાં બેઠેલી – લોવર ક્લાસ ઓડીયન્સ ને પિટ ક્લાસ ઓડીયન્સ કહેવાય – જેમને એક માણસ દસ જણને ઊલાડે , એમાં મજા આવે . થોડા ચીપ લેવલની કોમેડીમાં તેઓ ચીસો પાડી પાડી ને હસે – એને પિટ ક્લાસ કહેવાય ) એવી આ ફિલ્મ છે. સિઘમ ને હિટ બનાવનાર ઓડીયન્સે આ ફિલ્મને નથી વખાણી ! આઈ ડોન્ટ નો વ્હાય . સિઘમ ના લેવલની જ આ ફિલ્મ છે – છતાય આવું કેમ!? જે હોય તે આપડ ને એટલી ખબર છે કે “તાકી…. તાકી …” કરવામાં કઈ વાંધો નથી , કારણ કે ગીત પણ સારું છે અને એક્ટ્રેસ પણ !

હિમ્મતવાલા – તમન્ના “સજના પે દિલ આ ગયા … ” ગાય છે ત્યારે તેના જે એક્સપ્રેશન આવે છે , માય ગોડ ! તમન્ના પે દિલ આ ગયા ! 

(૨ ) the attacks of 26/11 – પોતાના પબ્લીસીટી સ્ટંટ માટે પ્રખ્યાત રામ ગોપાલ વર્મા એ આ ફિલ્મ ખુબ (ખુબ એટલે ખુબ જ ) ડીસન્ટલી પ્રમોટ કરી ત્યારે મને એ 00204_187959વ્યક્તિ માટે માન થયું. ફિલ્મના પોસ્ટરો માં પણ વિષયની ગંભીરતા નું ભાન દેખાય છે , અને ફિલ્મ ખુબ જ રીયાલીસ્ટીક બની છે , હુમલાના એ દ્રશ્યો થી લઈને ફિલ્મમાં દર્શાવાયેલી દરેક બાબત વાસ્તવિકતાથી સહેજ પણ વિમુખ નહિ. નાના પાટેકર એની ડાયલોગ ડીલીવરી માટે ફેમસ છે . એની ડાયલોગ બોલવાની સ્ટાઈલ પણ ફેમસ છે. પણ એ સ્ટાઈલ માં એ હમણાં ની ( ભૂત અને તે પછીની ) ફિલ્મોમાં જોવા જ નથી મળ્યો. આ ફિલ્મમાં પણ તેની પાસે એક લાંબો ડાયલોગ છે , સ્ટાઈલ અલગ છે પણ અસર એ જ છે – આરપાર નીકળી જાય એવી ! પરફેક્ટ સિચ્યુએશન પર પરફેક્ટ એકટર દ્વારા બોલાયેલા એ પરફેક્ટ શબ્દો ફિલ્મનું મુખ્ય જમા પાસું છે. લોકો આ ફિલ્મ જોઇને કહેશે કે રામ ગોપાલ વર્મા ઈઝ બેક – હું તો એની દરેક ફિલ્મ આવે છે ત્યારે આ શબ્દો બોલું છું. એ એક જીવતો લેજંડ છે જેની કદર આ દેશના લોકો એના મર્યા પછી જ કરશે.

the attacks of 26/11 – A must watch for everybody on this earth , including terrorists.

(૩ ) ચશ્મે બદદુર – નબળી રીમેક ! હે એક જમાના ના મારા પ્રિય દિગ્દર્શક – ડેવિડ ધવન , તને શું થઇ ગયું છે ! તું હવે કેમ પહેલા જેવી હિલેરીયસ-ક્લાસિક કોમેડીઝ નથીChasme-Baddoor બનાવતો – એવું હોય તો ગોવિંદા ને લે યાર ! અરે હા , એમ પણ કરેલું , નો પ્રોબ્લેમમાં ગોવિંદા હતો , તોય ફિલ્મમાં ડેવિડ ધવનવાળો મેજિક નહોતો – છેલ્લે “પાર્ટનર” માં એ મેજિક જોવા મળેલો. સ્ટીલ , આઈ લવ યુ ફોર યોર ઓલ્ડ ફિલ્મ્સ , એટલે આ ફિલ્મ વિષે હું બીજું કશું નહિ કહું – બીકોઝ આઈ લવ યુ અને એટલે જ મને તારી નિંદા કરવામાં મજા નહિ આવે ! તોય લાગણીઓ પર કાબુ રાખી મારે થોડા શબ્દોમાં તો કશુક કહેવું જ પડશે – ઘસાઈ ગયેલી , ચવાઈ ગયેલી શાયરીઓ , કોમિક ટાઈમિંગ ની સમજ વિના ના અભિનેતાઓ ( અફકોર્સ , રિશી કપૂર નો આમાં સમાવેશ નથી થતો – માત્ર એ જ તો છે જે આ ફિલ્મ ને થોડી ઘણી સહ્ય બનાવે છે ) અનુપમ ખેર પણ વેસ્ટ ગયો છે કારણ કે એની પાસે સારું પાત્ર કે સંવાદો નથી .
ચશ્મે બદદૂર – બની શકે તો રહો આનાથી દૂર ! અને જોવું જ હોય તો જુઓ , જુનું ચશ્મે બદદૂર

(૪ ) રંગરેઝ – દોસ્તી માટે જાન કુરબાન ! એવું માત્ર બોલવાનું જ નહિ પણ કરી બતાવવામાં માનતા લોકો ની વાત એટલે રંગરેઝ. પોતાની પ્રેમિકા સાથે લગ્ન નહિ થઇ શકે13mar_Rangrezz-moviereview એવી પરિસ્થિતિ ઊભી થતા એક દોસ્ત નદીમાં ઝંપલાવે છે , ફિલ્મનો હીરો અને એના મિત્રો એને બચાવે છે અને નીકળી પડે છે એક મિશન પર , દોસ્તને તેની પ્રેમિકા સાથે ભગાડીને લગ્ન કરાવવાનું મિશન. ઇન્ટરવલ સુધી આ મિશન અને ઇન્ટરવલ પછી એ મિશનની જીવન પર પડેલી અસર ને દર્શાવવામાં આવી છે. ફિલ્મ માં સંદેશો એવો પ્રાપ્ત થાય છે કે મિત્રના કપરામાં કપરા સંજોગોમાં તેનો સાથ આપવો જોઈએ , તેની લડાઈને પોતાની લડાઈ સમજીને લડવું જોઈએ. કોઈ કપરા સંજોગોમાં ભાંગી પડે તો તેને પૂરે પૂરું બળ લગાવીને ઊભો કરવો જોઈએ. આમ એક બીજાને મદદરૂપ થઈને જીવનનું ગાડું હાંકવામાં આવે , તો કોઈ હાંફી ના જાય ! અને એક બીજાની હુંફ નો , એકબીજાના પ્રેમનો મબલખ પાક જીવનભર પ્રાપ્ત થતો રહે. ફિલ્મમાં ગ્રીપ છે , સારૂ- સપ્રમાણ હ્યુમર છે, અને એક નવી ફ્લેવર છે – ભાવે એવી !
રંગરેઝ – આ ગીત યાદ અપાવે છે , અને એના શબ્દોને સાચા અર્થમાં સાર્થક કરે છે – “સાથી હાથ બઢાના , એક અકેલા થક જાયેગા , મિલ કર બોજ ઊઠાના …. “

(૫ )સાહેબ બીવી ઔર ગેંગસ્ટર રીટર્નસ – આ એક સિકવલ છે ( મર્ડર ૨ અને જિસ્મ ૨ ની જેમ સીરીઝ નથી ) આ ફિલ્મ વિષે હું શું કહું ? સિર્ફ નામ હી કાફી હૈ ! પહેલા ભાગની જેમ જ બીજો ભાગ – જલસો કરાવી દે તેવો ! સેન્સીબલ દર્શકોની ભૂખને સંતોષતી ફિલ્મ. જેમાં મનોરંજન અને ફિલ્મ મેકિંગ નું સ્તર ઊંચું છે. ડાયલોગ્સ (સાથે સોન્ગ્સ ની લાઈન્સ પણ ) એવા છે કે વાહ નીકળી જ જાય ! ફિલ્મ ખાલી સેટ વડે જ ભવ્ય નથી બનતી , ખરેખર મારા મતે સાચા અર્થમાં આ એક રોયલ ફિલ્મ છે. અને એને માણવા માટે એક રોયલ હૃદય જોઈએ. રેકર્ડ પ્લેયર પર રેકર્ડ ચડાવીને સાંભળવામાં શું લિજ્જત છે એ ફક્ત રોયલ માણસ જ જાણતો હોય , બીજાને મન એ માત્ર એક ભંગાર ની ચીજ હોય !

z9bhkgkpruhsqufe_d_0_saheb-biwi-aur-gangster-returns

સાહેબ બીવી ઔર ગેંગસ્ટર રીટર્નસ – વર્ષો પછી પણ જીવંત રહેશે – એવરગ્રીન ક્લાસિક

(૬ ) સારે જહાં સે મહેંગા – “ફસ ગયા રે ઓબામા” જોયેલું ? ના જોયું હોય તો તમે ખુબ અગત્યનું કશું ગુમાવશો ! અને એ જોયું હોય ને “સારે જહાં સે મહેંગા” ના જોયું હોય તોsare-jahan-se-mehenga-postre_0 પણ ગુમાવવાનું તો આવશે જ , કારણ કે “ફસ ગયા રે ઓબામા” ના જ સર્જકોએ બનાવેલી આ ફિલ્મ પણ એટલી જ સુંદર અને અર્થસભર છે. આજની મોંઘવારી પર એક વ્યંગ હાસ્ય. એક પરિવાર નક્કી કરે છે કે લોન લઈને ઘરમાં ત્રણ વર્ષનું કરિયાણ ભરી લઈએ . અને લોન લે છે દુકાન ખોલવાના બહાનાથી , પછી પૂછપરછ થાય છે અને બધધા બરાબરના ભરાય છે , પછી જામે છે ધીંગામસ્તી અને ધમાચકડી – છેલ્લે ફિલ્મમાં મુખ્ય પાત્ર દ્વારા મોંઘવારીમાં સામાન્ય માણસની જે હાલત થાય છે એ વિષય પર માસ્ટર સ્પીચ અને પછી ફિલ્મ નો અંત ! દેશનો ખરો હાલ બતાવતી , અને એના પર વ્યંગ કરતી ફિલ્મ દરેક સમયમાં બનતી રહેવી જોઈએ. દશકામાં તો એકાદી આવી ફિલ્મ આવવી જ જોઈએ.
સારે જહાં સે મહેંગા – આવા પ્રકારની ફિલ્મો એ માત્ર ફિલ્મ નહિ પણ સમાજ સેવા છે .

(૭ ) થ્રી જી – મોબાઈલ ટેકનોલોજી પર આધારિત આ ફિલ્મમાં હોરર અને ટેરર નું કોમ્બીનેશન છે , રોમાંચ થી ભરપૂર આ ફિલ્મ માં સસ્પેન્સ જળવાઈ રહે છે અને એ જાણવાની ઉત્સુકતા પણ ! અને મોટા ભાગની ફિલ્મોમાં થતું હોય છે તેમ પત્તા ખુલ્યા પછી ફિયાસ્કો નથી થતો. હોલીવુડમાં આવા અખતરા ખુબ થાય છે પણ બોલીવુડમાં આવા પ્રકારની ફિલ્મો ખુબ ઓછી માત્રામાં બને છે.
થ્રી જી – એક વધાવી લેવા જેવી અલગ પ્રકારની મનોરંજક ફિલ્મ.

Bollywood-3G-Jolly-LLB

(૮ ) જોલી એલ.એલ.બી. – એક હિટ એન્ડ રન કેસ આ ફિલ્મ માં મુખ્ય ઘટના છે. અરશદ વારસી એક નિષ્ફળ વકીલ હોય છે અને પહેલા માત્ર નામ કમાવવા અને પછી નામ કે જાનની પરવાહ કર્યા વગર સત્ય માટે લડવા નીકળી પડે છે , અને એની સામે હોય છે એક ધુરંધર વકીલ જે પાત્ર બોમન ઈરાની એ ભજવ્યું છે. સૌરભ શુક્લા જજ ના રોલમાં સારું હ્યુમર ઊભું કરે છે , એ હસાવી શકશે માત્ર તો જ જો તમે એ જોતી વખતે એ વાતને ભૂલી જશો કે વાસ્તવિક જીવનમાં કોઈ જજ આવો બિલકુલ નથી હોતો. એક કોર્ટ કેસ ને મુખ્ય ઘટના તરીકે રજુ કરતી આ ફિલ્મ હોઈ , જકડી રાખે તેવી હોવી જોઈએ , અહી પકડ થોડી ઢીલી છે. એક સિમ્પલ , સોબર અને કોમન ફિલ્મ . આવા પ્રકારનું મનોરંજન લોકો આજ કાલ “અદાલત ” જેવી સીરીયલો માં રોજ જોતા હોય છે , ખુબ જોયેલું હોય છે અને માટે જ આવા કોઈ વિષય પર ફિલ્મ બને ત્યારે જો એનું ફલક વિશાળ ન હોય , અને એમાં કશું નવીન ના હોય (અધૂરામાં પૂરું પ્રખ્યાત સ્ટારકાસ્ટ નાં હોય ) ત્યારે લોકો એ ફિલ્મને સ્વીકારતા નથી. ફિલ્મ વધુ પડતી સિમ્પલ , કોમન અને યુઝઅલ્લી જોવાતા મનોરંજન માંની છે,
જોલી એલ.એલ.બી.- દાલ ગલ જાતી અગર થોડા તડકા જ્યાદા હોતા !

(૯ ) આત્મા – એક બીલો- એવરેજ હોરર ફિલ્મ .

aatma-read

(so nothing more to say about this film ) પણ ” આજા નીંદીયા … ” ગીત સારું છે.

(૧૦ ) ડેવિડ – અલગ અલગ સમયના ત્રણ અલગ અલગ ડેવિડની વાત , ખુબ જ રસપ્રદ રીતે કહેવાઈ છે. છેલ્લે ત્રણેવ વાર્તાઓ ને જોડે છે – ફિલ્મનો સંદેશ. જાનદાર દિગ્દર્શન , અભિનય અને સંવાદ ! હા , ફિલ્મના ફિલોસોફી ભરેલા ગીતો મને થોડા ઓછા ગમ્યા .ગીતો પણ સારા હોત તો સોનામાં સુગંધ ભળત. બટ ઓવરઓલ , એ ન્યુ એન્ડ રિફ્રેશિંગ એક્સપીરીયન્સ , ગો ફોર ઇટ.

david-film

ડેવિડ – ઇટ્સ એ વન્ડરફૂલ ફિલ્મ !

રિવ્યુઝ – આઈ,મી ઔર મેં/ કાઈપો છે / એ.બી.સી.ડી./જયંતાભાઈ/ટેન એમ.એલ. લવ

આઈ , મી ઔર મેં 

જ્હોન અબ્રાહમ એ ચિત્રાંગના સાથે ત્રણ વર્ષથી લીવીંગ રીલેશનશીપ માં છે. ચિત્રંગના ને કમીટમેન્ટ જોઈએ છે જેના માટે જ્હોન તૈયાર નથી અને પછી થાય છે બ્રેક અપ!I-Me-Aur-Main-Hindi-Movie-Watch-Online નવા ઘરના પાડોશમાં જ્હોન ને પ્રાચી દેસાઈ મળે છે , જેની સાથે ગાઢ દોસ્તી અને પછી પ્રેમ ! જ્હોન એક મ્યુઝીક કંપની માં નોકરી કરતો હોય છે , જેમાં થી એ છૂટો થાય છે , પછી શું થાય છે ? બંને છોકરીઓ સાથે ના સંબંધો માં છેલ્લે શો અંત આવે છે ? એ બધા પ્રશ્નો ના જવાબો ફિલ્મ ના અંતમાં !
જ્હોન સાથે જે કઈ પણ થાય છે એ પાછળ જવાબદાર એનો સેલ્ફીશ સ્વભાવ છે , એ પોતાની જાત ને બેસ્ટ માને છે – અને આ સ્વભાવ સાથે તે કેવું

ફિલ્મના એક દ્રશ્યમાં- પ્રાચી દેસાઈ

ફિલ્મના એક દ્રશ્યમાં- પ્રાચી દેસાઈ

જીવે છે – એ સ્વભાવના લીધે શું ભોગવે છે , પોતે ક્યાં ખોટો હતો , શું સાચું છે જેવી વાતો એ આ ફિલ્મ નો હાર્દ છે. અહી માનસિક સ્ટ્રગલ છે , દુનિયા સાથે નહિ પરંતુ પોતાની જાત સાથે ની જ લડાઈ છે. પ્રાચી દેસાઈ નો અભિનય મન મોહી લે તેવો છે , તે પાત્રના રંગમાં પૂરે પૂરી રંગાઈ ગઈ છે , અત્યાર સુધી મને પ્રાચી દેસાઈ એક પણ ફિલ્મમાં નથી ગમી , નોટ એ સિંગલ ફિલ્મ ! આ ફિલ્મ જોતા પહેલા પણ એ જ દૂખ હતું કે એને જોવી પડશે , પણ આ ફિલ્મમાં તેના પરફોર્મન્સે મારા તેના માટેના બધા પૂર્વગ્રહો ભૂંસી કાઢ્યા. “હું ” સાથે “હું ” નો સાક્ષાત્કાર કરવાની શીખ આપતી આ ફિલ્મ સુંદર બની છે.

કાઈપો છે

ચેતન ભગત ની નવલકથા “થ્રી મિસ્ટેક્સ ઓફ માય લાઈફ ” પર થી બનેલી આ ફિલ્મ ! નવલકથા કરતા ઘણી અલગ તોય નવલકથાના પાત્રોને જીવંત બનાવવામાં1362221424_RV-02 સફળ રહી છે આ ફિલ્મ. ત્રણ મિત્રો , એક દુકાન નાખવા માંગે છે , સ્પોર્ટ્સની ! નાખી પણ દે છે , પણ નવી સવી દુકાનમાં જે સ્ટ્રગલ કરવી પડે તે કરે છે , અને દુકાનની સાથે કોચિંગ પણ કરે છે – ક્રિકેટ નું , એમાં અલી નામનો ‘હીરો’ એમને જડે છે , એ નાનકડા છોકરામાં મહાન પ્રતિભા દેખાતા એને આગળ લાવવા પ્રયત્નો કરે છે – આ બધું ચાલી રહ્યું હોય છે ત્યાં આવે છે ધરતીકંપ અને બધા પૈસા જેમ તેમ જોડી ને એક નવા બની રહેલા મોલમાં લીધેલી દુકાન થાય છે ધરાશાઈ . અને પછી વાર્તામાં કોમી હુલ્લડો નો હુમલો અને કલાઇમેકસ !

ફિલ્મને અમદાવાદી ટચ અપાયો છે એટલે જ ફિલ્મ નું નામ પણ ગુજરાતી છે . “કાયપો છે” , એક નારો – યુથ નો , અમદાવાદ નો , મિત્રો નો , જિંદગી સામે ની જંગમાં થતી જીત નો , ટફ કિસ્મતને જુસ્સામાં કરવામાં આવતી લલકાર નો , આનંદ નો , ઉલ્લાસ નો અને મિત્રોના – પ્રિયજનના સાથ ની સુવાસ નો ! દસ વર્ષ પહેલા નું અમદાવાદ , આ ફિલ્મમાં જોવું ગમે છે , ફિલ્મમાં જેટલા ગુજરાતી સંવાદો છે એ પ્યોર અમદાવાદી ભાષામાં અને માણવા ગમે તેવા સુંદર રીતે લખાયા – ભજવાયા છે. આશિષ કક્કડ ને જોઈ ને આનંદ થી ઊછળી પડ્યો ! અહા ! મારા પ્રીય દિગ્દર્શક ! એમણે પ્યોર અમદાવાદી સ્ટાઈલમાં પરફોર્મન્સ આપ્યું છે , ક્લાસી ! એમનું ” બેટર હાફ “તમે નથી જોયું તો પોતાનું દુર્ભાગ્ય સમજવાનું ! એ ફિલ્મ માં પણ અમદાવાદને જોવાની મજા પડે છે હો ભાઈ , જુઓ આ ગીતમાં, અમદાવાદ – સંગ સમયની યારી કરીએ !

એ.બી.સી.ડી. – એની બડી કેન ડાન્સ !

ભારતની પહેલી થ્રી ડી ડાન્સ ફિલ્મ , જેમાં વાર્તા સામાન્ય છે , પણ તેનું ફિલ્માંકન સારું છે એટલે ફિલ્મમાં રસ જળવાઈ રહે છે જે ફિલ્મ નું ખુબ સારું-બેસ્ટ પાસું કહેવાય ,abcd-any-body-can-dance_13547762285 કારણ કે મોટે ભાગે ડાન્સ ફિલ્મમાં વાર્તા ઓછી હોય અને ડાન્સ વધારે એટલે ડાન્સમાં જેને વધુ રસ ના પડતો હોય તેના માટે ફિલ્મ બોરિંગ બની જતી હોય છે . પણ અહી એવું નથી થયું , અને ફિલ્મ ની બીજી બેસ્ટ બાબત એ કે ફિલ્મ માં ડાન્સ ની સમજ ખુબ સુંદર રીતે અપાયી છે જે એક ખુબ મેચ્યોર ફિલ્મ હોવાની નિશાની છે . માત્ર ડાન્સ દેખાડી ને ડાન્સ ફિલ્મ બનાવી દેવી ખુબ સરળ છે , જે કોઈ પણ કરી શકે , બિલકુલ એ જ રીતે જે રીતે માત્ર એક્શન દેખાડી ને એક્શન ફિલ્મ બની જતી હોય છે. પણ સર્વાંગ સંપૂર્ણ મેચ્યોર એક્શન ફિલ્મ જોવી હોય તો જેકી ચેન ની કરાટે પર બનેલી “કરાટે કીડ ” જોઈ લ્યો. એમાં કરાતે ખરેખર માં શું છે એની સુંદર સમજ મળી જશે , અહી “એ.બી.સી.ડી.” માં પણ ડાન્સ એ શું છે એ બાબત સરસ રીતે સમજાવવાનો એક સારો પ્રયત્ન થયો છે. ફિલ્મ ની થ્રી.ડી. ઈફેક્ટ સારી છે – બધા ઓબ્જેક્ટસ ઊડી ઊડી ને તમારી આંખ પાસે આવે અને તમે શોક થઇ જાઓ ટાઈપ ઈફેક્ટસ વધારે છે જે પ્રકારની ઈફેક્ટ તમે “છોટા ચેતન”માં જોઈ હશે. ફિલ્મના એક – બે ગીતો ના શબ્દો હૃદયસ્પર્શી છે , બાકી ના ગીતો પણ સારા છે , હા , એટલા લોકપ્રિય નથી થયા , પણ તો ય સાંભળશો તો પહેલી વારમાં જ ગમી જશે. ફિલ્મમાં મારા સૌથી પ્રિય બે ગીતો – પીયેન્ગા નહિ તો સાલા ભેજા હોયેંગા સાયકો રે ! અને – મુજકો ના કર યું જુદા !

જયંતાભાઈ કી લવ સ્ટોરી

વિવેક ઓબેરોય છવાઈ ગયો છે ભાઈ ! ફૂલટૂ ફાડું , રાપ્ચીક , ઢીન્ચાક એક્ટિંગ, એક ટપોરી ભાઈ અને લવર બોય ! દિલ થી સારો એવો જયંતાભાઈ ના પાડોશમાં એક છોકરીjayanta-bhai-ki-luv-story-8v રહેવા આવે છે , જે ભાડે રહેતી હોય છે એટલે જયંતા એને “ભાડુતરી” કહી ને બોલાવે છે , ભાડુતરી પણ જયંતા ને “પડોસી” કહી ને જ બોલાવે છે . ફિલ્મ બે ભાગમાં વહેંચાયેલી છે , એક લવ સ્ટોરી પ્લોટ અને બીજો ભાઈગીરી પ્લોટ . જ્યાં ફિલ્મમાં લવ સ્ટોરી પ્લોટ ખુબ મસ્તીભર્યો બન્યો છે ત્યાં ભાઈગીરી વાળો પ્લોટ એકદમ ઢીલો છે. ઈન્ટરવલ પહેલાની ફિલ્મ વધુ રસપ્રદ છે , ઈન્ટરવલ પછી ભાઈગીરી નો પ્લોટ વધુ હોવાને લીધે કંટાળો આવી શકે છે પણ ઓલઓવર, ફિલ્મ જોવાનો અનુભવ સારો રહેશે.

ટેન એમ.એલ. લવ

આ ફિલ્મ માં એક નવી જ પ્રકારના હ્યુમરની મસ્તી છે , નવા જમાનાના સંબંધો છે , અને જુના જમાના ની એક નાટક મંડળી છે , એક અલગ છતાં વાસ્તવિક એવા 10ml_love1sઈન્ટરેસ્ટીંગ કેરેક્ટર માં રજત કપૂર છે અને આ બધી બાબતો ને જોડતો કીમિયો એ શેક્સપીયર ના “એ મીડ સમર નાઈટ સ ડ્રીમ ” માંથી લેવામાં આવેલી કથા વસ્તુ . એક એવું પ્રવાહી જેને પી ને વ્યક્તિ જેની પણ સામે જુએ , તેના પ્રેમમાં પડી જાય , તાબડતોબ ! શેક્સપીયર તો હિરોઈન ને ગધેડા ના પ્રેમમાં પાડે છે એટલે મેં આ ફિલ્મમાં પણ એવું કશું આવશે એવી આશા રાખેલી , પણ આશા પર પાણી ફરી વળ્યું . તેમ છતાં જે હ્યુમર ઊભું કર્યું છે એ સરસ છે , true sense માં હ્યુમરસ છે. સેન્સલેસ વાતને સેન્સીબલ રીતે પેશ કરવી ખુબ જરૂરી છે (અફકોર્સ ,લાઈક ધીસ ફિલ્મ. આ ફિલ્મ એ માટે નું બ્રિલિયન્ટ એકઝામ્પલ કહેવાય. ), નહિ તો શિરીષ કુન્દ્રા ની ફિલ્મ “જોકર” જેવા હાલ થાય.

ફિલ્મ રિવ્યુઝ જાન્યુઆરી ૨૦૧૩

આકાશવાણી
આકાશ નામનો છોકરો અને વાણી નામની છોકરી . બંને ભણે એક કોલેજ માં ! કોલેજના પહેલા જ દિવસે કોઈ પૂછે છે – તમારું નામ ? છોકરી બોલે – આકાશવાણી . અને એનો જવાબ – આ તે નામ છે કે કોઈ રેડીઓ સ્ટેશન ! આકાશ મજાક મજાકમાં બોલી દે કે વાણી ફિલ્મી સ્તાઈલમાં કહેશે કે તું જ મારો પહેલો પ્રેમ છે ! ત્યારે વાણી એને પૂછે – તું એવું કેવી રીતે કહી શકે કે પહેલો જ છે ? અને આકાશ બે ત્રણ દિવસ રહીને જવાબ આપે – બીજો ત્રીજો હશે તો પણ ચાલશે , ત્યારે વાણી પૂછે – અને છટ્ટો – સાતમો હોય તો ? ક્યુટ ક્યુટ છોકરો , ક્યુટ ક્યુટ છોકરી અને તેમની ક્યુટ લવ-સ્ટોરી!ક્યારેક આકાશ જેમ છવાયેલી તો ક્યારેક વાણી ની જેમ વહેતી લવ-સ્ટોરી! સુંદર મજા નો પ્રેમ બે હૈયા વચ્ચે ઉછળતા મોજા જેવી લવ સ્ટોરી ! પણ…
યહી તો પ્રોબ્લેમ હૈ યાર ! ૨૧ મી સદી માં લવ-સ્ટોરી !!! પોસ્સીબ્લ ?આવેગ માં વ્યક્તિ ખૂન કરી શકે પણ સહજ લાગણી થી ભરપૂર પ્રેમ કરાય ? અને જો કોઈ કરે તો આ દુનિયા તે પ્રેમીઓને સાથે જીવવા દે ખરી. માં – બાપ અને તેમના આદર્શો પર કેટલીયે પ્રેમ કહાનીઓ બલી ચઢતી હોય છે. પણ સમાજ માં વગોવાય છે માત્ર તે બાળકો – પ્રેમીઓ . પોતાના બાળકના ખોટા – ખરાબ પાત્ર સાથે એરેન્જ મેરેજ કરાવી ને તેમની જિંદગી બરબાદ કરતા માં – બાપ ને આ સમાજ કેમ કઈ નથી કહેતો ! બસ , આ જ વિષયને ચોટદાર રીતે રજુ કરે છે આ ફિલ્મ . ફિલ્મ યુવાનો એ તો જોવા જેવી ખરી જ પણ સાથે સાથે દરેક વડીલે પણ અચૂક જોવી જોઈએ . કદાચ આ ફિલ્મ જોઈ ને થોડાકેય માં – બાપના હૃદય પરિવર્તન થાય અને તેઓ પોતાના બાળકની બલી ચડાવતા અટકે તો આ ફિલ્મ નું નિર્માણ સાર્થક ગણાય.

                                                          Akaash-Vani-Race-2

રેસ ટુ

એક છોકરી આપડી વાર્તાના નાયકના પ્રેમમાં છે , પણ અચાનક ૧૦ મિનીટ પછી ખબર પડે છે કે એતો ખરેખર પ્રેમ કરવાનું નાટક કરે છે , બીજી ૧૦ મિનીટ પછી ખબર પડે કે નાયક પણ પ્રેમ નું નાટક જ કરે છે , બીજી ૧૦ મિનીટ પછી ખબર પડે કે નાયકને તો પહેલેથી જ ખબર હતી કે છોકરી તેને પ્રેમ નહોતી કરતી , અને બીજી દસ મિનીટ પછી ખબર પડે કે સાચો વિલન તો નાયક જ છે અને છોકરી ખરેખર માં સારી છે . પછી સમાચાર આવે કે છોકરી મરી ગઈ અને પછી વડી પાછુ ૧૦ મીનીટ પછી ખબર પડે કે ખરેખરમાં તો છોકરો-નાયક મર્યો છે. અને પછી ખબર પડે કે બંને મરી ગયા છે અને છેલ્લે ખબર પડે કે બંને માંથી કોઈ નથી મર્યું એટલે બંને એ ખાધું પીધું ને રાજ કર્યું . આ રેસ ટુ ની વાર્તા નથી , પણ રેસ ટુની વાર્તા પણ આ વાર્તા મુજબ ઢંગધડા વગરની શોક વેલ્યુ ધરાવનારી. દર પાંચ – દસ મીનીટે દર્શકોને બસ ચોંકાયે જ રાખવાના. ફિલ્મનું નામ રેસ કેમ છે એ પણ તમને નહિ સમજાય , હા , સંવાદો માં ક્યારેક ક્યારેક આ શબ્દનો ઉપયોગ થશે એટલે તમને યાદ આવી જશે કે તમે જે ફિલ્મ જોઈ રહ્યા છો તેનું નામ રેસ છે . બાકી ફિલ્મના લક્ષણો મુજબ તો તેનું નામ હોવું જોઈએ – ” ચોંકના જરૂરી હૈ ” . તમને દર પાંચ – દસ મીનીટે ચોંકયા કરવું ગમતું હશે તો આ ફિલ્મ ગમશે. પણ આ SHOCKING ફિલ્મ જોઈ ને મને તો SHOCK લાગી ગયો અને એ SHOCK ના શોક માં થી હજી હું બહાર નથી આવ્યો .

મટરૂ કી બીજલી કા મન્ડોલા

                                                             308686,xcitefun-matru-ki-bijlee-ka-mandola-song

આ ફિલ્મને વિશાલભાઈ ( વિશાલ ભારદ્વાજ – દિગ્દર્શક ) એક ક્રેઝી કોમેડી તરીકે TREAT કરવા ગયા છે , પણ એક ક્રેઝી હ્યુમર ઊભું કરવું એ ખુબ જ અઘરી વાત છે , એના માટે એકટર અને સ્ક્રીપ્ટ બંને ખુબ જ સક્ષમ જોઈએ. આ બંને વસ્તુઓનું ડેડલી કોમ્બીનેશન જોઈએ , જે વિનય પાઠકની “ભેજા ફ્રાય ” માં હતું , પણ “મટરૂ કી બીજલી કા મન્ડોલા” માં નથી. પંકજ કપૂર સક્ષમ અભિનેતા છે , અને આ ફિલ્મમાં પણ તેનો અભિનય સારો જ છે , પણ તે ક્રેઝી કોમેડી માટે નું મટીરીયલ નથી એ આ ફિલ્મ જોયા પછી સાબિત થઇ જાય છે. ઇમરાન ખાન તો આમેય બિચારો હિરોઈન જેવો લાગતો હીરો છે , આ ફિલ્મમાં તેને ધી ગ્રેટ અનુષ્કા શર્મા ની ઓપોઝીટ કામ કરવાનું હતું એટલે એ અનુષ્કા શર્માનો બાબો છે એવું દર્શકો ના સમજી બેસે એ માટે વિશાલભાઈ એ ઈમરાનને દાઢી વધારવાનું કહ્યું . તોય ઝાઝો ફર્ક ના પડ્યો , પહેલા એ હિરોઈન જેવો લાગતો હતો , પણ આ ફિલ્મમાં એ દાઢી વાળી હિરોઈન જેવો લાગે છે . હરિયાણવી ભાષામાં ડાયલોગ બોલે એટલે થીયેટરમાં ક્યાંકથી કોઈ છોકરી બોલે – હાઊ ક્યુટ ! અને આપડને તો એવું લાગે કે કોઈ એ નાનો છોકરો પડદા પર રમવા માટે ખુલ્લો મૂકી દીધો છે – એટલે એવું બોલવાનું મન થઇ જાય – એએએય બાબા , આઘો ખસ, પિક્ચર જોવા દે ! અનુષ્કા શર્માનું કામ કાબિલે તારીફ , એટલું જ શબાના નું . અને હા , પંકજ કપૂરનું પણ ખરું , પણ પાર્ટલી. સૌથી શ્રેષ્ઠ અભિનય શબાના નો , એનું પાત્ર એકદમ જીવંત લાગે છે , સાથે શબાના અને પંકજ કપૂર ના સાથે જેટલા દ્રશ્યો છે તે બધા મજેદાર છે. બંનેની કેમેસ્ટ્રી અદભુત છે . પણ પંકજ કપૂર ના સોલો ક્રેઝી પરફોર્મન્સીસ થોડા બોરિંગ લાગે છે – એના અભિનયમાં કોઈ ખામી નથી પણ તે આવા પ્રકારના દ્રશ્યો માટે મિસફીટ છે.

ઇનકાર

ઇનકાર એ સુધીર મિશ્રા જેવા સક્ષમ દિગ્દર્શકનું સર્જન છે , જે એન્જોયેબલ છે. વાર્તામાં નાવીન્ય છે , યુ/એ સર્ટીફીકેટ સાથે પણ અદભુત બોલ્ડનેસ છે , જે વલ્ગર બિલકુલ નથી. ફિલ્મની કથા એ રીતની છે કે કદાચ બીજો કોઈ દિગ્દર્શક હોત તો ફિલ્મ વલ્ગર બની જાત , પણ અહી સુધીર મિશ્રા એ ફિલ્મ ને એટલી સુંદર રીતે મઢી છે કે સહેજ પણ વલ્ગર નથી લાગતી. ઇવન , નાયિકા જયારે ફિલ્મમાં વારંવાર એવું બોલે કે ” શું એના માટે મારે તારી સાથે સુવું પડશે ? ” ત્યારે પણ ફિલ્મ વલ્ગર નથી લાગતી ,એમાં માત્ર વાર્તાની , પાત્રની બોલ્ડનેસ દેખાય છે. અબ્બાસ-મસ્તાને પણ બોલ્ડ કથા લઈને “ઐતરાઝ” નામની ફિલ્મ બનાવેલી , અને એ ફિલ્મના બોલ્ડ દ્રશ્યો, સહેજ પણ બોલ્ડ નથી લાગતા , માત્ર વલ્ગર લાગે છે.
ઇનકાર ફિલ્મ શરુ થાય છે ત્યારે ચિત્રાંગના,  અર્જુન રામપાલ પર સેક્સ્યુઅલ હેરેસમેન્ટ નો કેસ કરવા જઈ રહી છે. બંને એક એડ એજન્સી માં કામ કરે છે , અર્જુન રામપાલ એ કંપની નો સી.ઈ.ઓ. છે અને ચિત્રાંગના પણ કંપની માં આગળ પડતા સ્થાને છે જેની પાછળ અર્જુન રામપાલ નો જ ફાળો છે. દીપ્તિ નવલ ઇન્ક્વાયરી માટે આવે છે અને એની સામે અર્જુન અને ચિત્રાંગના પોતાના મુદ્દા મુકે છે , અને ફલેશબેકમાં વાર્તા અને પ્રસંગો આવતા જાય છે. ફિલ્મ અંત તરફ જઈ રહી હોય છે ત્યારે દીપ્તિ નવલ બોલે છે કે મને તો બંને પોતાની જગ્યાએ વ્યાજબી અને ખુબ પ્રમાણિક લાગે છે , માટે કોઈ પણ નિર્ણય લેવો ખુબ અઘરો છે . અને ફિલ્મના અંતમાં જ બધા રહસ્યો અને મુંઝવળો નો ઉકેલ આવે છે. ચિત્રાંગના ના તો ચેહરામાં જ ખુબ સેક્સ અપીલ છે , માટે તે આ રોલ માટેનું પરફેક્ટ કાસ્ટિંગ છે , અર્જુન રામપાલ તેના પાત્રને ન્યાય આપે છે અને દીપ્તિ નવલે પણ સારો અભિનય આપ્યો છે. દુનિયાના કોઈ પણ ખૂણામાં જઈ ને તમે ગર્વ સાથે કહી શકો કે આ છે અમારી ભારતીય ફિલ્મ , એવી ફિલ્મો માં ની એક , એટલે – “ઇનકાર”.

                                                              53097_mumbai-mirror-inkaar

મુંબઈ મિરર 

એક પોલીસ ઓફીસર જે નબળાઈઓ થી ભરપૂર છે . જૂની ફિલ્મો માં હીરો આદર્શની પુતળી સમાન રહેતા , જેમાં કોઈ બુરાઈ ના હોય , પણ જમાનો બદલાયો તેમ નવી ફિલ્મો ના હિરોમાં પણ સામાન્ય માણસની જેમ નાની મોટી નબળાઈઓ આવવા લાગી . જે સારી વાત છે , વાસ્તવિક વલણ છે ,એનાથી લોકો હીરો સાથે પોતાના કેરેક્ટરને સહેલાઈથી રીલેટ પણ કરી શકે ! પણ પછી તો જાણ આનો ટ્રેન્ડ જ બની ગયો , અને ગ્રે શેડના હીરોની સંખ્યા બોલીવુડની ફિલ્મોમાં ખુબ જ વધી ગઈ. આ ફિલ્મનો હીરો નબળાઈઓ થી ભરપૂર છે , એ DRUGS લે છે , આલ્કોહોલિક છે, પ્રોસ્ટીટ્યુટ સાથે સુવે છે , અને એક બાર નો માલિક જયારે તેને લાંચના રૂપિયા આપે છે ત્યારે તે લઇ લે છે અને તોય બીજા દિવસે તેના બારમાં રેડ પાડે છે. વિલન બદલો લે છે અને હિરોભાઈ ની નોકરી છૂટી જાય છે , પછી બદલો લેવાની વારી હિરોભાઈ ની એટલે એ વિલનને મારી ને પાછો નોકરીએ લાગી જાય છે . ફિલ્મના ડાયલોગ સારા છે , એક્શન દ્રશ્યો ઠીકઠાક. ફિલ્મના હીરો સાગર પાટીલ ને એક્ટીગ નથી આવડતી. ડાયલોગ ડીલીવરી ના ફાંફા છે. મિથુનના છોકરા મિમો એ એની પહેલી ફિલ્મમાં જેવો દાટ વાળેલો , અસ્સલ એવો જ દાટ સાગર પાટીલે તેની આ પહેલી  ફિલ્મ માં વાળ્યો છે. પ્રકાશ રાજ , મહેશ માંજરેકર અને આદિત્ય પંચોલી ના અભિનય ને માણવાની મજા આવે છે . ફિલ્મ પાસે મારી મુખ્ય ફરિયાદ એટલી કે હીરોને DRUGS નો બંધાણી બતાવ્યો છે તો અંતમાં તેની એ આદત છૂટી જાય છે અથવાતો એ આદતથી તેનું પતન થાય છે તેવું બતાવવું જરૂરી છે , જે નથી બતાવવામાં આવ્યું . આ ફિલ્મના  દિગ્દર્શક અંકુશ ભટ્ટ સક્ષમ છે પણ આ તેની નબળી ફિલ્મ છે. આ  પહેલા આ જ દિગ્દર્શકે “ભીંડી બાઝાર INC. ” નામની ખુબ સુંદર ફિલ્મ આપી છે. એ ફિલ્મ જેટલી અથવાતો એના કરતા પણ સારી ફિલ્મ ની અપેક્ષા “મુંબઈ મિરર” માટે હતી , જે પૂરી ના થઇ.

ટેબલ નંબર ૨૧

                                                           59357737

એક ગેમ શો , જેમાં એક કપલ ભાગ લે છે , દરેક સાચા જવાબ માટે ઇનામની રકમ કરોડો માં , પણ એ પ્રશ્ન હોય અંગત અને એ પ્રશ્ન પછી એક ટાસ્ક પણ હોય , જે કરવો પડે . પણ પ્રશ્નો અને ટાસ્ક કેવા ? સાવ પપલુ જેવા ! અને દિગ્દર્શક એવું બતાવે કે જાણે બહુ અઘરો ટાસ્ક આ કપલ ને આપ્યો છે. પહેલા ટાસ્ક માં તેમને જાહેરમાં લીપ કિસ કરવી પડે છે , પછી વેજીટેરીયન છોકરીને નોનવેજ ખાવું પડે છે અને એ છોકરીને ટાસ્ક માં જયારે મુંડન કરાવવું પડે છે ત્યારે એ બંને જાના ગેમ છોડવા તૈયાર થઇ જાય છે ,ને રડે છે ને શું નું શું ય કરે છે – પણ કરોડો રૂપિયા જયારે મળતા હોય ત્યારે ટાસ્ક નું લેવલ પણ એ મુજબ નું હોવું જોઈએ. છેલ્લે ફિલ્મ એક સારો મેસેજ આપે છે – રેગીંગ નો વિરોધ કરે છે , મજબૂત રીતે ! એટલે એક સારા ઉદ્દેશ્ય થી બનેલી ફિલ્મ છે એવું કહી શકાય , પણ મનોરંજન ની દ્રષ્ટિ એ  આ ફિલ્મ નબળી કહી શકાય , એક થ્રીલર પ્રકારની ફિલ્મ માં જો થ્રીલના થાય , આગળ શું થશે એ જાણવાની ઇન્તેજારી નાં થાય તો ફિલ્મ ખુબ જ નબળી કહેવાય . ટેબલ નંબર ૨૧ ને એના મોરલ માટે CLAP અને નબળા મનોરંજન માટે SLAP

હુડ હુડ દબંગ દબંગ દબંગ દબંગ !!!!!!

હાજર છું , ડીસેમ્બર-૨૦૧૨ મહિનામાં આવેલી , અને એમાંથી મેં જોયેલી ફિલ્મોના રિવ્યુઝ લઇ ને.

ફિલ્મ – “દબંગ ટુ” વિષે

“દબંગ ટુ” ના નંબરીયા(ટાઈટલ્સ) તો ભાઈ જોરદાર , ઢાસુ મ્યુઝીક , વિદેશ ના લોકો પણ જોવે તો ઈમ્પ્રેસ થઇ જાય તેવા નંબરીયા . બીજા કોઈને ગમે કે ના ગમે પણ ભાઈ , મને તો ખૂબ જ ગમ્યા , દબંગ ટુ ના નંબરીયા. જોરદાર , જબરદસ્ત , માઈન્ડ બ્લોઇંગ ! મારી આપ સહુને ખાસ વિનંતી , કે જરૂરને જરૂરથી જોજો દબંગ ટુ ના નંબરીયા! કીટલી પર કટિંગ માંગો છો તેમ ટીકીટબારી પર જઈને કહેવાનું કે દબંગ ટુ ની ટીકીટ આપો , પણ અડધી , નંબરીયા પુરતી ! સો કે દોઢસો ના બદલે દસ રૂપિયા કાઢીને ખાલી નંબરીયા જોઈ લેજો , બેસવાની ના પાડે તો ઊભા ઊભા …. પણ ભાઈ દબંગ ટુ ના નંબરીયા તો છોડવા પોસાય તેવા જ નથી , હા , નંબરીયા પછી પણ કંઈક આવે છે , જેને કદાચ ફિલ્મ કહેવાય ! પણ હું શ્યોર નથી કે એને ફિલ્મ કહેવાય કે નહિ ? ! નંબરીયા પછી જે કઈ બતાવ્યું છે તેના કરતા એક મદારી ને બોલાવીને તેના વાંદરાના ખેલ જોઈ ને તમને વધુ આનંદ આવશે ! (અથવા એટલો જ આનંદ આવશે ! ) બાકી જેવી તમારી ઈચ્છા . ગીતના નામે ફેવિકોલની એડ , એ સિવાય ફિલ્મમાં એક મોબાઈલ કંપની અને હાજમોલા ની શીશીની પણ જાહેરાત કરવામાં આવી છે. એક મિત્ર ને મેં મારો દ્રષ્ટિકોણ કીધો તો માનવા તૈયાર ના થાય. મેં કહ્યું કે ફેવીકોલના ગીત દ્વારા ફેવિકોલની જાહેરાત કરવામાં આવી છે અને એના માટે ફેવિકોલ વાળા જોડેથી તગડી રકમ મેળવી જ હશે , બાકી હું જાણું છું ત્યાં સુધી કોઈ પણ ફિલ્મવાળા કોઈ પણ પ્રોડક્ટ ની , આટલા મોટા પાયે મફતમાં જાહેરાત કરે જ નહિ . અને હકીકત એ છે કે “ઇન ફિલ્મ એડ” દ્વારા ફિલ્મે ૫ કરોડ રૂપિયા કમાયા છે .

a8pi41bciaajs3sjpglarge

હડીમ્બા જેવી સોનાક્ષીને તો જોવી જ નથી ગમતી , તોય મહીને એકાદ ફિલ્મ લઈને હાજર થઇ જ જાય છે , એમાં પાછુ થીયેટરમાંથી એને જોઈ કોઈ સીટી મારે , એટલે મારી છટકે , પણ પછી હું સમજી જઉં કે એને સોનાક્ષી ગમે છે તેમાં એ બિચારાની પણ કોઈ મજબૂરી હશે , એની વાઈફ કે ગર્લફ્રેન્ડ સોનાક્ષીને ટક્કર આપે એવી ભેંસ હશે , એટલે આ ભાઈ સોનાક્ષીને જોઇને ધન્યતાની લાગણી અનુભવતા હશે – વાહ , આપડો ફટકો હિરોઈન ! અને મારી ખાસ પ્રિય હિરોઈન માહી ગીલ , આહ…….! , ભલે આ ફિલ્મ માં તેનો કોઈ ખાસ રોલ નહિ , ભલે એક સીન માટે આવી , પણ આવી એટલે ભગવાનનો પાડ માન્યો . એ પહેલી અને છેલ્લી વાર હું આખી ફિલ્મ દરમ્યાન હરખાયો. એને જોવીતો ગમે જ , પણ સાથે સાથે દુખ પણ થયું કારણ કે આ રોલ એની એક્ટિંગની ઊંચાઈઓ ને જોતા એને શોભે તેવો નહોતો.

ફિલ્મ – “લાઈફ ઓફ પાઈ” વિષે

“લાઈફ ઓફ પાઈ” ! અદભુત ફિલ્મ ! એક છોકરો એક વાઘ સાથે , મધદરિયે , બોટમાં …. અને પછી શરુ થાય છે સંઘર્ષ , જીવન માટેનો ….એ પણ કેવો ! ફિલ્મ જોતા તમને ક્યારેક તો એવો વિચાર આવી જ જાય કે આનાથી વધુ વિકટ પરિસ્થિતિ તો હોઈ જ ન શકે , ફિલ્મની થ્રીડી ઈફેકટસ કાબિલે તારીફ છે. જકડી રાખશે , એક બીજી જ દુનિયામાં લઇ જશે , જીવનભર યાદ રહી જશે , અને ખૂબ ખૂબ આનંદ અપાવશે – લાઈફ ઓફ પાઈ !

ફિલ્મ – “ખિલાડી ૭૮૬” વિષે

“ખિલાડી ૭૮૬” , હિમેશ માટે જોવા ગયેલો , એના ગીતો તો ફિલ્મમાં લાજવાબ છે જ ( જોકે મને હુક્કાબાર ગીત જરાય પસંદ નથી પડ્યું , અહી મારે કબૂલવું જોઈએ કે હું અપવાદ છું કારણ કે બીજા ઘણા લોકોને આ ગીત સહુ થી વધારે ગમ્યું છે) હિમેશ આ ફિલ્મમાં એકટર હતો અને મને તેને એકટર તરીકે જોવો પણ ખૂબ ગમે છે , પણ આ ફિલ્મમાં તેણે દાટ વાળ્યો છે , આ ફિલ્મમાં એક્ટિંગ માટે તેને વધારે મહેનત કરવાની જરૂર હતી , બાકી તેની ફિલ્મ્સ “રેડીયો” અને “દમાદમ” એક ફિલ્મ તરીકે પણ શ્રેષ્ઠ છે અને હિમેશ તેમાં હીરો તરીકે પણ જામે છે. એ ફિલ્મનો પ્રોડ્યુસર છે એટલે એનો રોલ ફિલ્મમાં ખાસ્સો મોટો છે , એના લીધે બીજા કલાકારો-કોમેડીયનો ને ખૂબ નાના રોલ મળ્યા છે, જો એ કોમેડીયનો ના કેરેક્ટર વિકસાવ્યા હોત તો ફિલ્મ નીખરી હોત . ફિલ્મ કોમેડી પ્રકારની , પણ હસવું ક્યારેક જ આવે , એ પણ તમારો મૂડ સારો હોય તો ! બાકી હસવા પર મજબૂર કરે તેવું કશું જ આ ફિલ્મમાં નથી. ફિલ્મનો પ્રચાર એક્શન ફિલ્મ તરીકે થયેલો , ફિલ્મની શરૂઆતમાં એક્શન કમ કોમેડી દ્રશ્ય છે , જે સારું છે , પછી ની આખી ફિલ્મમાં થી એક્શન ગાયબ છે , અને એન્ડમાં અક્ષય સાવ પપલુ જેવા વિલનને મારીને હીરોગીરી કરવા જાય છે , ત્યારે તો દિમાગની %$#@& !!!

નવેમ્બર ૨૦૧૨ ના ફિલ્મ રિવ્યુઝ

ગયા મહિના ના ફિલ્મ રિવ્યુઝ વખતે અંતમાં મેં અફસોસ વ્યક્ત કરેલો કે “ચક્રવ્યૂહ” અને બીજી કેટલીક ફિલ્મો નથી જોવાઈ, પણ નવેમ્બરની શરૂઆતમાં તે ફિલ્મો જોવાઈ ગયેલી માટે શરૂઆત એ ફિલ્મોના રીવ્યુઝ્થી જ કરીએ.
“ચક્રવ્યૂહ” મારા મત મુજબ પ્રકાશ જહા નું અત્યાર સુધીનું શ્રેષ્ઠ સર્જન છે. યસ, “ગંગાજલ” કરતા પણ ક્યાય સારી. ફિલ્મમાં અભય દેઓલ નકસલવાદીઓ ની ટોળકીમાં જાય છે પોલીસ – અર્જુન રામપાલ ના ખબરી તરીકે , પણ ત્યાં રહેતા રહેતા તેને માલુમ પડે છે કે નક્સલીઓ જે કરી રહ્યા છે તે યોગ્ય છે માટે તે પણ એક નક્સલી બની જાય છે , અને પછી અર્જુન અને અભય વચ્ચે ટક્કર. ખુબ સરસ વાર્તા , જકડી રાખે તેવું ફિલ્માંકન, અને જહાની ફિલ્મ એટલે સંવાદો પણ ચોટદાર રહેવાના. અભય દેઓલ છવાઈ ગયો, મસ્ત એક્ટિંગ ! અર્જુન રામપાલ પાત્ર માં સુટેબલ, ઓમ પૂરી અને મનોજ બાજપાઈ, લાઈક ઓલવેયઝ શ્રેષ્ટમ અભિનય. અને નકસલવાદ પર એક ફિલ્મ ત્રણ- ચાર વર્ષ પહેલા આવેલી ” રેડ એલર્ટ ” ખાસમ ખાસ જોજો. અફલાતુન ફિલ્મ. મેં મારા જીવનમાં જોયેલી શ્રેષ્ઠ ફિલ્મો માં ની એક. એમાં તમે સુનીલ શેટ્ટીનો અભિનય જોશો તો દંગ રહી જશો. અને સમીરા રેડ્ડીનો અભિનય પણ ખુબ સરસ એ ફિલ્મમાં.

“અજબ ગજબ લવ” એક સારો ફની પ્લોટ લઈને આવી છે, શરૂઆતમાં સારી જમાવટ છે પણ પાછલ થી થોડી ઢીલી પડી જાય છે. ગીતો સારા. આ ફિલ્મમાં મારું ખુબ ગમતીલું ગીત “તું મેરા આસમાં સા લગે ક્યોં…”

“લવ શવ તે ચીકન ખુરાના” મસ્ત ! સિમ્પલી સુપર્બ ફિલ્મ ! એક એક પાત્ર નીખર્યું છે, માવજત પામ્યું છે, લવ સ્ટોરી ટૂંકી પણ દિલચસ્પ. થોડાક મહિના પહેલા મેં એક ગ્રીક ફિલ્મ જોયેલી “ટચ ઓફ સ્પાઈસ” દિગ્દર્શક – tasos boulmetis. એ ફિલ્મ સંપૂર્ણ રીતે કુકિંગ પર બનેલી. ફિલ્મ નું પહેલું દ્રશ્ય, બાળક સ્તનપાન નથી કરી રહ્યું અને સ્તન પર મીઠું ભભરાવવામાં આવે છે અને બાળક રડવાનું બંધ કરી સ્તનપાન કરવા લાગે છે. આ રીતે અને બીજી અનેક રીતે તે ફિલ્મમાં મીઠાનું મહત્વ દર્શાવાયું. પોસ્ટ કાર્ડમાં મસાલો ભભરાવી પોતાની વાનગીઓની સુગંધની આપ લે. કુકર પહેલી વાર ઘરમાં આવતા વાપરતા ન આવડતું હોવાને કારણે ફાટી જાય છે અને દાદીને હાથમાં પેરાલીસીસ થઇ જાય છે અને મિક્સચર ઘરમાં પહેલી વાર આવે છે ત્યારે એની સાથે પણ એક રમુજી પ્રસંગ બને છે જેનાથી દાદીનું પેરાલીસીસ ઠીક થઇ જાય છે. અને હું જો લખવા બેસું તો માત્ર એ જ ફિલ્મ વિષે લખાય તોય મારું મન નાં ભરાય માટે વધારે નથી લખતો પણ એ ફિલ્મ જોયાના કેટલાક મહિના પછી “લવ શવ…” નું ટ્રેલર જોયું અને થયું વાહ ! ભારતમાં પણ કુકીન્ગને મુખ્ય વિષય બનાવીને ફિલ્મ બની ! ફિલ્મ આખી ચીકન ખુરાનાની રેસીપી શોધવામાં વ્યતીત થાય છે અને છેલ્લે રેસીપી મળે છે , ફિલ્મ પૂરી થાય છે ત્યારે આપણને ટેસ્ટી ફૂડ જમ્યાનો ઓડકાર થાય છે.

“૧૯૨૦ – એવિલ રીટર્ન ” just o.k. ફિલ્મ. છેલ્લે આત્માને મારે છે તે આત્મા ના પોતાના શરીરમાં નાખી અને તેને બાળીને! પણ ભલા માણસ, આત્મા તે કોઈ દિવસ બળતી હશે ? શું મગજની …..%&$#@ !!!!
“મક્ખી” મનોરંજક . વિલન હીરોને મારી નાખે છે અને હીરોનો પુન જનમ થાય છે, માખી સ્વરૂપે અને એ માખી કેવી રીતે બદલો લે છે તે છે ફિલ્મની વાર્તા. ખાસ જોવા જેવી ફિલ્મ. બાળકોને ખુબ ગમે એવી અને મોટાઓ ને બાળસહજ આનંદ અપાવે તેવી.

“જબ તક હૈ જાન ” માં યશ ચોપરાનું ફિલ્માંકન હંમેશની જેમ સુંદર, હું ફિલ્મમાં પૂરે પૂરો ડૂબી ગયેલો, ત્રણ કલ્લાકનું આ પિક્ચર ચાર કલ્લાક પણ ચાલ્યું હોત તોય મને વાંધો ન હતો. ફિલ્મ થ્રીલર નહિ પણ લવ સ્ટોરી હોય અને તે પણ ત્રણ કલ્લાક ની હોય છતાં તે તમને જકડી રાખે, તમારો રસ જળવાઈ રહે તે બહુ મોટી વાત છે, જોકે ફિલ્મ ની વાર્તા મને યશ ચોપરા ના લેવલ કરતા થોડી ઊતરતી લાગી, પણ ચાલે ! એક્શન ફિલ્મો લાર્જર ધેન લાઈફ હોય છે તોય આપડે તેને વધાવી લેતા હોઈએ છીએ તો પછી રોમાન્સમાં પણ થોડું વધારે રોમાન્ટિક કરવા ક્યારેક અ-વાસ્તવિક કથાઓ ચલાવી લેવાય ! અનુષ્કા ની એક્ટિંગ કાબિલે તારીફ , શાહરૂખનું કામ રાબેતા મુજબ અને કેટરીના ને કોઈ એક્ટિંગ શીખવાડો યાર ! શું કરે છે આ છોકરી , દસ દસ વર્ષ થયા બોલીવુડમાં આયે તોય….મગજની ……&%$# !! પણ ડાન્સ માં તેનો જવાબ નથી , આ ફિલ્મમાં પણ અદ્ ભૂત ડાન્સ રજુ કરીને જમાવટ કરી છે.

“સન ઓફ સરદાર” વોચેબલ ! અજય દેવગણ ને સંજય દત્ત મારવા માંગે છે, પચ્ચીસ વર્ષ થી. અને મને ખબર હતી કે એન્ડમાં તો નહિ જ મારે, છોડી દેશે કારણ કે અજય ફિલ્મનો હીરો છે અને ફિલ્મ કોમેડી પ્રકારની છે એટલે છેલ્લે કોઈ પણ મરે તે ના પોસાય , પણ પચ્ચીસ વર્ષ થી બદલાની આગમાં સળગતો સંજય દત્ત માત્ર પચ્ચીસ સેકન્ડમાં તેને માફ કરવા રાજી થઇ જાય છે એ પણ કોઈ ખાસ કારણ વગર. અરે એવું પણ બતાવી દીધું હોત કે સંજયે અજયને માર્યો ને અજય આઈ.સી.યુ માં જઈ ને પણ બચ્યો ને પછી તોયે અજયે સમય આવ્યે સંજયની જાન બચાવી, એના કોઈક દુશ્મનો થી. પચ્ચીસ વર્ષ થી બદલાની આગમાં સળગતા માણસ નું હૃદય પરિવર્તન કરાવવા માટે કોઈ મોટું કારણ જોઈએ. પણ અહી તો પિક્ચરની છેલ્લી એક મિનીટ બાકી છે એટલે પતાવવા માટે સંજય માફ કરી દે, ઘરના બીજા લોકો પણ અજયને છોડી દે અને પોતાનો જમાઈ બનાવી લે ને પછી પો પો પો પો… કરી ને નંબરીયા !

હવે વાત ગુજરાતી ફિલ્મો ની ! દિવાળી પર બે ગુજરાતી ફિલ્મો રજુ થઇ. બંને ના દિગ્દર્શક શુભાષ. જે . શાહ. પ્રથમ વાત કરીશું ફિલ્મ “પ્રીત સાયબા ના ભૂલાય” ની. હીરો- હિરોઈન લડે ઝગડે પણ નફરત એ પ્યારની પહેલી નિશાની – મુજબ પ્રેમ થાય છે અને પછી ખબર પડે છે કે બંને ના પરિવાર એક બીજાના દુશ્મન છે, શરૂઆતમાં હીરો પરિવારને પ્રાયોરીટી આપે છે , અને પછી બંને પરિવારોને નજીક લાવવાના પ્રયત્નો થાય છે. હીરો તરીકે ડાયરાનો ગાયક રાકેશ બારોટ . સારું ગાય છે હો ….
પ્રીત સાયબા ના ભૂલાય નું ટ્રેલર

બીજી ફિલ્મ “ઓ ગોરી મેં તો દિલ થી બાંધી છે પ્રીત” . હિરોઈન ના લગ્ન થાય છે. એરેન્જ મેરેજ. આપડી લોકોની વાર્તા તો અહિયાં જ પૂરી થયી જાય છે – પતિ થયો એટલે પતિ ગયો ! 🙂 પણ આતો ફિલ્મ છે એટલે વાર્તા અહીંથી આગળ વધે છે અને પેલીનો પતિ મરી જાય છે એટલે પરિવારના લોકો તેને તેના દિયર સાથે પરણાવવા રાજી કરે છે અને પછી twists & turns, melodrama & all… આ ફિલ્મથી ડાયરાનો ગાયક રોહિત ઠાકોર પહેલી વાર રૂપેરી પડદે. વાહ ભાઈ વાહ ! 🙂 આ બંને ફિલ્મ ટીકીટ બારી ગજવશે , ગજવી રહી છે. દિગ્દર્શક શુભાષ જે. શાહ હંમેશા ગુજરાતી ફિલ્મના દર્શકોની નસ પકડીને ચાલે છે , એમને ખબર છે કે દર્શકોને શું પસંદ પડશે અને તેમને શું જોઈએ છે , બસ એ મુજબ જ એ પીરસે છે. એક સુપર ડુપર હિટ ફિલ્મ નો ફોર્મ્યુલા લઈને જ એ ફિલ્મ બનાવે છે.
હવે બોલીવુડના પ્રેક્ષકોને ઈન્તેજાર છે સલમાનની “દબંગ ૨ “નો , અને ઢોલીવુડના પ્રેક્ષકો વાયટૂ જોઈ રહ્યા છે ફિલ્મ “માં- બાપ ના આશીર્વાદ” ની , જેનો હીરો છે વિક્રમ ઠાકોર !

ઓક્ટોબર ફિલ્મ રિવ્યુઝ

“ઈંગ્લીશ વિન્ગ્લીશ” ! એક એક ક્ષણમાં મનોરંજન ! ઠુંસી ઠુંસી ને ભરેલું મનોરંજન, તોય અર્થસભર, અમુક વાતો સમજતા કદાચ આખી જીંદગી નીકળી જાય તોય ના સમજી શકીએ એવી વાત આ ફિલ્મ લઇ ને આવ્યું છે, અને એવું કૈક થાય એટલે મોટે ભાગે ફિલ્મ આપણને ભાષણ આપતી હોય એવું લાગે, અને ભાષણ સાંભળવું કોને ગમે ? નાના બાળકને ભાષણ આપો તો એ ચિડાઈને ચાલ્યું જાય અને મોટા લોકો નો ઈગો હર્ટ થાય. કે સાલું મને આવું કઈ રીતે કોઈ કહી જાય. બટ ડોન્ટ વરી, આ ફિલ્મમાં આવું કઈ નહી થાય. ફિલ્મ ભાષણ આપતી હોય એવું એક પણ જગ્યાએ નહી લાગે. શું ઈંગ્લીશ આવડવું એટલું જરૂરી છે? આ ફિલ્મની નાયિકા માટે તો છે, કારણકે એને ઈંગ્લીશ નથી આવડતું એટલે જ બધા તેના પર હસે છે, બહારની દુનિયાનો સવાલ નથી, એતો હોય જ કઠોર, પણ માણસ હંમેશા પોતાના પરિવાર પાસે થી પ્રેમ અને આદરની અપેક્ષા રાખતું હોય, અને પરિવાર જ જયારે તમારી કદર ના કરે ત્યારે જરૂર લાગે પોતાની જાતને સાબિત કરવાની. વિદેશમાં એક યુવક નાયિકાના પ્રેમમાં પણ પડે છે ત્યારે પોતાની સતત ઊપેક્ષા કરનાર, પોતાના પર હસનાર, પોતાને અભણ ગવાર સમજનાર, અને પોતાની રસોઈ કળા ના બીઝનેસ ને નાનું અને ક્ષોભ વાળું કામ સમજનાર પતિ સાથે તે બેવફાઈ નથી કરતી, પણ તેને ત્યારે આનંદ જરૂર થાય છે કે કોઈકે તો મારી કદર કરી ! કોઈકે મારા રૂપની નોંધ લીધી ! કોઈકને હું રૂપાળી લાગુ છું ! શ્રીદેવી આઊટ સ્ટેન્ડિંગ ! બેસ્ટ એક્ટ્રેસ નો એવોર્ડ આ વખતે એને નામ ! એની એક્ટિંગ ના વખાણ કરું એટલા ઓછા. બચ્ચન સાથે નો તેનો સીન પણ અદભુત, જોકે ફિલ્મનો દરેક સીન અદભુત! અદભુત !અદભુત !

“ઐયા” મને તો ખુબ ગમી. નાયિકા એક તરફી પ્રેમમાં છે, અને સ્ત્રી જયારે પ્રેમમાં હોય ત્યારે તે કેવું અનુભવતી હોય, તે બાખૂબી દર્શાવવામાં આવ્યું છે. નાયિકા પોતાના જીવન પ્રત્યે જવાબદારી ભર્યું વલણ ધરાવે છે તોય તે થોડા રોમાન્ટિક મિજાજની છે. તેને પોતાની સપનાની દુનિયામાં રહેવું ગમે છે, અને એ જેને પ્રેમ કરે છે તે એના સપનાનો રાજકુમાર છે, એને જોઈ ને તે ઘેલી ઘેલી થઇ જાય છે. એની એક ઝલક મેળવવા તે પાગલો ની જેમ એની પાછળ પાછળ જાય છે. જે શર્ટની નીચે અન્ડરવેર ના પહેરતો હોય અને જે પોતાના શર્ટના ઉપરના બટન ખુલ્લા રાખતો હોય એવો પુરુષ તેને જોઈએ છે. દરેક છોકરો કે છોકરી ટીન એજમાં કે ભર યુવાની માં પોતાના મનમાં પોતાનું એક કાલ્પનિક નગર ઊભું કરે છે, પછી મોટા થઈએ એટલે એ નગર સ્ટેપ બાય સ્ટેપ તૂટતું જાય, પણ જયારે તે સંપૂર્ણ હોય એ અવસ્થામાં તે ખુબ સુંદર લાગતું હોય છે. નાયિકાનું આવું જ સુંદર કાલ્પનિક નગર જો તમારે જોવાની ઈચ્છા હોય તો જરૂર જોજો , રાની મુખર્જી અભિનીત ફિલ્મ “ઐયા”. રાની મુખર્જી ની એક્ટિંગ અને ડાન્સ કાબિલે તારીફ. આ વખતે શ્રીદેવી પછી જો કોઈ બેસ્ટ એક્ટ્રેસ નો એવોર્ડ ડિઝર્વ કરતુ હોય તો એ છે રાની મુખર્જી.
“સ્ટુડન્ટ ઓફ ધ યર” મહા હથોડો. ફિલ્મમાં કશું જ જોવા જેવું નથી, રિશી કપૂર માટે તો ખુબ આદર ભાવ છે એટલે તેમને આ ઉમરે ગે ના રોલમાં જોવા ગમતા નથી. ફિલ્મની કથા અતિશય નબળી અને એથી પણ નબળું કરન જોહરનું ફિલ્માંકન. ફિલ્મમાં ગીતો આવે ત્યારે મને તો એવું મન થયેલું કે પગમાં થી ચપ્પલ કાઢીને થીયેટરની સ્ક્રીન પર ફેંકુ. ઈશ્ક વાલા લવ ! મગજની બધી નસો સામટી ખેંચાઈ જાય કે સાલા બબુચક, ઈશ્ક એટલે જ લવ! કોઈ ખોપડી બાજે આ ગીતની સારી પટ્ટી ઉતારી છે નીચે આપેલા વીડીઓમાં , મસ્ટ વોચ !

“પેરાનોર્મલ એક્ટીવીટી ૪” ગમ્યું , એના આગળના ત્રણ ભાગની જેમ. આ મૂવીની સીરીઝ ના બધા ભાગમેં થીયેટરમાં જઈને જોયા છે. (એટલું ઓછું હોય ત્યાં મેં મારી નવલકથા “સળગતા શ્વાસો” ના પાત્રોને પણ વાર્તામાં એ ફિલ્મ જોવા મોકલ્યા છે ) પેરાનોર્મલ એક્ટીવીટીના બધા ભાગમાં કથા વસ્તુ એવી હોય છે કે આખા ઘરમાં બધે કેમેરા લગાવેલા હોય કારણકે ઘરમાં રહેનારને શંકા હોય છે કે ઘરમાં કોઈ સુપર નેચરલ પાવર એટલે કે ભૂત છે, અને એ કેમેરાની ફૂટેજમાં રેકોર્ડ થયેલા વિડીઓ થકી જ આખી ફિલ્મ દેખાડવામાં આવે, ફિલ્મમાં કોઈ બેકગ્રાઉન્ડ સાઉંડ નહીં, તોય આપણી બેકગ્રાઉન્ડ સાઉંડ વાળી હોરર ફિલ્મો કરતા વધુ ડરામણી. “પેરાનોર્મલ એક્ટીવીટી ૪” આ ફિલ્મ ની આખી સીરીઝમાં ક્રિએટીવીટી ની બાબતમાં અવ્વલ આવે, વ્હોટ એ ક્રિએટિવ ફિલ્મ ! ડોટ્સ વાળી લાઈટ માં ભૂત દેખાડવાનો કોન્સેપ્ટ એક્સેલેન્ટ! પણ ફિલ્મનો અંત આ સિરીઝની આગળની બધી ફિલ્મ્સ ની કમ્પેર માં નબળો.
બીજી કેટલીક મહત્વની ફિલ્મો જેવી કે “ચક્રવ્યૂહ” ના રીવ્યુ નથી આપી શક્યો કારણકે હજી જોવાઈ નથી. હું નવી ફિલ્મો માત્ર અને માત્ર થીયેટરમાં જઈને જ જોવું છું, અને હવે પહેલા કરતા ઓછી ફિલ્મો જોવા જઈ શકું છું, ગુજરાતી ફિલ્મો પણ હવે પહેલા જેટલી નથી જોવાતી, એટલે તમે બચી જાઓ છો, એના રીવ્યુ થી ! તોય ચલો વાત નીકળી છે તો કહી દઉં કે તાબડતોબ “મુરતિયો નમ્બર એક” ની વીસીડી લઇ આઓ, જે માર્કેટમાં હમણાંજ આવી છે. દેવાંગ પટેલ દ્વારા દિગ્દર્શિત અને અભિનીત આ ફિલ્મ અચૂક જોવા જેવી. મનોરંજનથી ભરપુર. મેં તો એઝ યુઝઅલ થીયેટરમાં જોયેલી, તોય ફરીથી સીડી લાવીને જોઈ અને ઘરમાં પણ બધાને દેખાડી.

“ઓહ માય ગોડ” અને બીજી ફિલ્મ્સ – september film reviews

“બરફી” મને તો સહેજ પણ ના ભાવી. ચાર્લી ચેપ્લીન ના મુવીઝ જોઈ ને મોટો થયો છુ ભાઈ, ચાલો કોપી પેસ્ટ દ્રશ્યો માટે ટોટલી માફ. એટલીસ્ટ એજ સીન્સ છે જે થોડા ઘણા સારા છે, બાકી ફિલ્મ બેકાર છે તેની ઓરીજનલ સ્ટોરી ના લીધે. અરે એક મૂંગા બહેરા છોકરા અને અસ્થિર મગજ ની છોકરી ની પ્રેમ કથા જો ધારો તો કેટલી સુંદર રીતે બતાવી શકાય, એના બદલે સાવ બોરિંગ રજૂઆત, અને એમાં એક્સ્ટ્રા મેરીટલ લવ નું જસ્ટિફીકેશન. (“રોકસ્ટાર” માંય એજ ધંધો-એક્સ્ટ્રા મેરીટલ અફેર નું જસ્ટિફીકેશન.)

“હીરોઈન” ફિલ્મ એક વાર જોવા જેવી છે, વાર્તા માં નાવીન્ય ના હોય તો કઈ નહિ, સચ્ચાઈ તો છે જ. કરીનાનું પર્ફોમન્સ તો સારું છે જ સાથે રણબીર શોરી નો એન્ગ્રી લુક પણ માણવા જેવો છે. મને તો ફિલ્મ મનોરંજક પણ લાગી. ફિલ્મ શરૂઆત ની પંદર મિનીટ ને બાદ કર્યા પછી ગ્રીપ પકડે છે પછી અંત સુધી છોડતી નથી. માઈન્ડ સો એ સો ટકા ફિલ્મ માં જ રહે છે, (મારા માટે સારી ફિલ્મ એ છે કે જે શરૂઆત થી અંત સુધી તમને પોતાનામાં ઇન્વોલ રાખે. ચાલુ ફિલ્મે જો તમને બીજા વિચારો પણ માઈન્ડ માં ચાલુ હોય જેમ કે આજે સાંજે ફલાણું કામ પતાવવાનું છે તો સમજવાનું કે ફિલ્મ ઢીલી છે. એનામાં ક્ષમતા નથી તમારા ચિત્ત ને એક જગ્યાએ શાંતિ થી બેસાડી ને મનોરંજન આપવાની, એટલેજ તમારું ચિત્ત જ્યાં ત્યાં ભટકી રહ્યુ છે ) “હિરોઈન” માં ચિત થોડીવાર માટે પણ ક્યાય ભટકી નોતું શક્યું, ઇન ફેક્ટ ફિલ્મ પત્યા પછી પણ ક્યાય સુધી તે ફિલ્મના વિચારો માં પરોવાયેલું હતું, તે પણ એક સારી ફિલ્મ હોવાની સાબિતી છે.

અને સપ્ટેમ્બર મહિનાની સૌથી સારી ફિલ્મ “આઈ એમ ટવેન્ટી ફોર”.એક્ટીગમાં રણબીર શોરી અને રજત કપૂર ની જુગલ બંધી અને ડાઈરેક્ટર માં સૌરભ શુક્લા. (આ બધાની ટીમમાં વિનય પાઠક પણ અચૂક હોય, પણ આ ફિલ્મ માં નથી ) આ દરેક કલાકાર સાચો છે, મહેનતી છે, અને માત્ર અર્થસભર ફિલ્મો બનાવવા માં માને છે, એટલેજ મનેતો આલોકોની કોઈ પણ ફિલ્મ આવે ત્યારે એને જોવાનું એટલું જ એક્સાઈટમેન્ટ હોય છે જેટલું સામાન્ય જનતાને “બોડીગાર્ડ” કે “એક થા ટાઈગર” જોવાનું હોય છે. વેલ, “આઈ એમ ટવેન્ટી ફોર”ની વાર્તા ખૂબજ સુંદર છે, જે સૌરભ શુક્લની ફિલ્મોની ખાસિયત છે.

અને “ઓહ માય ગોડ” પણ ગમ્યું. એક્ચુઅલ્લી મેં “કાનજી વિરુધ્ધ કાનજી” નાટક જોયેલું હતું. જે સચિન ખેડેકરે (“સિંઘમ” નો ગોટિયા) ભજવેલું. એ નાટક આ વાર્તાની પહેલી અને શ્રેષ્ઠ આવૃત્તિ. તે પછી આ જ નાટક માં કાનજી નો રોલ ટીકુ તલસાણીયા એ ભજવી ને ઘણા શોઝ કર્યા. પછી આ નાટકની હિન્દી આવૃત્તિ આવી “કિશન વર્સીસ કન્હૈયા” જે પરેશ રાવલે ભજવ્યું. અને એજ નાટક આજે એક સુંદર ફિલ્મ બનીને સામે આવ્યુ છે “ઓહ માય ગોડ”. નાટકમાં જે અંત દર્શાવ્યો છે તેના કરતા ફિલ્મનો અંત અલગ છે. ફિલ્મનો અંત કહીને તમારી ફિલ્મ જોવાની મજા નહિ બગાડું. માત્ર એટલું કહી દઉં છુ કે નાટકનો અંત દુખદ (બટ રીયાલીસ્તિક) છે અને આપણી હિન્દી ફિલ્મોની ઓડીયન્સ એવા અંત સહેલાઇ થી સ્વીકારતી નથી એ વિચારી ને જ કદાચ આ લોકોએ ફિલ્મમાં અંત બદલ્યો છે. આ ફિલ્મનો અંત પોઝીટીવ છે. ફિલ્મની વાર્તા બહુજ સરસ છે. હું નાનો હતો(૧૧મા ૧૨મા માં હોઈશ) ત્યારે મમ્મી ને વારંવાર કહેતો કે મારે શંકર ભગવાન પર કેસ કરવો છે, ભલે કોર્ટ તેમને શોધી ના શકે તો પણ ખુનીતો જાહેર કરવાજ પડશે. એમણે એક નાના બાળક નું માથું કાપવાનું ઘોર પાપ કર્યું છે.(હાથીને માર્યો તે અલગ) આવું જો કોઈ પૃથ્વી પર કરે તો તો તેને ફાંસી જ થાય અને આતો તેને બદલે લોકો તેમને પૂજે છે. ધીસ ઈઝ નોટ ડન મમ્મી મારે શંકર ભગવાન પર કેસ કરવો છે.
અહી “ઓહ માય ગોડ”માં કાનજી ભગવાન પર કેસ કરી ને મારું નાનપણનું એ સપનું સાકાર કરે છે. 🙂

augustમાં જોયેલી ફિલમોના અંગત અભિપ્રાય

augustની સુંદર શરુઆત ગેંગસ ઓફ વાસેપૂર -૨ સાથે થઈ. આ ફિલમ અનુરાગ કસયપની એટલે નશો તો ચડાવે જ. યશપાલ શર્મા સૌથી નાના રોલ માં તોય છવાઈ ગયો, હું તો આફરીન આફરીન પોકારી ઊઠયો જયારે તેણે ગાવાનું શરુ કર્યુ ‘તેરી મહેરબાનીયાઁ’….. ફેઝલને તેના બાપ અને દાદાના ખૂનનો બદલો લેવાનો જૂસસો થોડો વધૂ બતાવયો હોત તો વધૂ મજા પડત, પણ એટલે જ તો  ફેઝલની મા તેના પર ખારી થાય છે, પણ એ રામાધીર સિંગને મારતી વખતે કોઈ કસર નથી રાખતો, એ રીતે બંદૂકો ની બંદૂકો એની છાતી માં ધરબી દે છે  જાણે કોઈ બાળક દિવાળી માં ટેટાની લૂમો ફોડી ને આનંદિત ન થતો હોય…

સલમાનની ‘એક થા ટાઈગર’ માટે એટલું જ કહીશ કે સહન થઇ શકે, એક સાવ એવરેજ ફિલમની બે ટિકીટ પાછળ તમે ૩૫૦ રુપિયા ખર્ચયા છે એ ભૂલી જાઓ તો જ.

‘શિરી ફરહાદ કી તો નિકલ પડી’ જોવા હું ને મારી ‘ઈ’ તો ખરા જ, સાથે મમમી પણ આવયા એટલે મજા પડી, આ ફિલમના પારસી કીરદાર પરીવાર સાથે બેસીને એક વાર જોવા જેવા તો ખરા.

‘પરદેશ એક સપનું’ ગુજરાતી ફિલમ બાકી ગુજરાતી ફિલમો કરતા એકેય રીતે અલગ નહીં તોય એક વાર જોઈ શકાય જો તમને ય મારી જેમ melodrama જોવો ગમતો હોય તો.

& what a pleasure to watch stallone in ‘the expandables 2’, simple plot, & this time there’s mission & also a revenge for a friend’s cruel murder by villan. & the climax fight is kickass klassi