About

મારું નામ યુવરાજ જાડેજા. એમ.એ., એમ.એડ. છું. લખવાનો શોખ નાનપણ થી. ૧૬ વર્ષ નો હતો ત્યારે પહેલી નવલકથા લખેલી (અત્યારે ૨૫ વર્ષ નો છું. જનમ તા.૯-૭-૮૭. ) એ નવલકથા નું નામ છે “અંધકાર ના રસ્તે પથરાયેલા અજવાળા”.જે “વેસ્ટર્ન ટાઈમ્સ”ની બુધવાર ની પૂર્તિ માં હપ્તાવાર પ્રકાશિત થયેલી. ગયા વર્ષે મારૂ પહેલુ પુસ્તક – નવલકથા “સળગતા શ્વાસો” પ્રકાશિત થયેલ. જેનું કવર પેજ આ બ્લોગ ના મથાળા પાસે તમને દ્રષ્ટિગોચર થયું જ હશે. ક્યારેક ક્યારેક મેગેઝીનો માં પણ લખ્યું છે. લખવા સિવાય વાંચવાનો, દેશ વિદેશ ની ટપાલ ટીકીટો સંગ્રહ કરવાનો, દુનિયાભરમાં પોસ્ટકાર્ડ મોકલવા- મેળવવાનો,તથા અલગ અલગ દેશો ના લોકો સાથે પત્ર-મૈત્રી કરવાનો શોખ છે. ફિલ્મો જોવાનો ગાંડો શોખ. હિન્દી, અંગ્રેજી,ગુજરાતી, અને દુનિયાભરની ફિલ્મો જોઉ છું. શોર્ટ ફિલ્મસ પણ બનવું છું,પણ એ ક્યારેક જ.
બ્લોગ બસ એમજ કઈ વિચાર્યા વગર શરૂ કર્યો છે. જે કઈ પણ લખું છું તે વિચાર્યા વગર, મારા અને તમારા ટાઈમ પાસ માટે. એટલે જ તો આ બ્લોગ નું સબટાઈટલ ” બાપુ નો બબડાટ” એવું રાખ્યું છે. (કેટલાક મિત્રો મને બાપુ કહી ને બોલાવે છે.) સારું ત્યારે, ગમે તો વાંચજો, and by the way, thanks for visiting my blog.

57 comments

  1. યુવરાજ, તમે બબડાટ કરો તોય લેખે. બ્લૉગજગતને નીતનવું મળતું રહે તે જરુરી છે…

    એક તો તમે મારા બ્લૉગની સમય લઈને વીગતે મુલાકાત લીધી તેનો સાચ્ચે જ આનંદ છે. ને વળતાં મેંય તમારા બ્લૉગને ફોલો કરીને નીયમીત લખાણો મેળવવાની કાર્યવાહી કરી લીધી છે…આપણે મળતાં રહીશું….આભાર.

  2. બાપુ તમારું નામ કોઈકે લાંબો વિચાર કરીને રાખ્યું છે “યુવરાજ “તમે મારા જેવડી ઉમરના થશો તોય યુવરાજ રહેવાના તમારો લખવાનો અને બીજો ઘણો શોખ છે વાહ આટલી જુવાની માં ઘણા શોખ ધરાવો છો .પ્રગતી કરતા રહો અને આનંદ કરો અને આનંદ કરાવો .તમને મળીને આનંદ થયો.

  3. નામ પ્રમાણે ગુણ વાહ ! નાનપણ થી યુવાની સુધી ની સફર માં આટલા શિખર સર કર્યા એ બદલ અભિનંદન. હું જરૂર સમય કાઢીને તમારી દરેક પોસ્ટ વાંચીશ પ્રોમિસ. મારું ઈમૈલ niketavyas11@gmail.com છે અને ફેસબુકમાં પણ હું સક્રિય છું. આપ જેવા સાહિત્ય રસિક જોડે મિત્રતા થશે તો ગમશે

  4. યુવરાજભાઈ ધન્યવાદ. મે. ૧૬ વર્ષે લખવાનું ચાલુ કર્યું. ૨૦ સે અટકી ગયો. ૭૦ એ રિટાયર્ડ થયો અને પાછું આડુ તેડુ લખવા માંડ્યું. તમે અટકશો નહીં. લખતા રહો…લખતા રહો
    Pravin Shastri
    http://pravinshastri.wordpress.com

    1. થેન્ક યુ સર, આપનું મારા બ્લોગ પર આગમન થયું તેનો ઘણો આનંદ છે, આપની વાર્તાઓનો હું જબરો ચાહક છું. ખુબ જ રસપ્રદ હોય છે.
      આપનું પ્રોત્સાહન આ જ રીતે મળતું રહેશે તો ક્યારેય નહી અટકું 🙂

    1. *હવે તો મળશે જ આતા , તમારા આશીર્વાદ હોય પછી તો સફળતા મળે જ ને ! *શું વાત કરો છો આતા, ઘડી ઘડી વાંચવાનું મન થાય તેવું લખાણ! વાહ, શું કોમ્પ્લીમેન્ટ આપી દીધું તમે તો, મારો તો દિવસ સુધરી ગયો! 🙂

  5. શ્રીમાન. યુવરાજભાઈ

    આપના નિખાલસ વિચારો જાણીને ખુબ જ આનંદ થયૂ સાહેબ.

    હાલ ક્યાં જોબ કરો છો, યોગ્ય લાગે તો જણાવવા વિનંતિ.

    આપે સુંદર રીતે બ્લોગની સજાવટ કરેલ છે, આપ ગુજરાતી સમાજની

    આજ રીતે સેવા કરતા રહો ભાઈ, ફળ આપવાવાળો પ્રભુ આપને વધુ લખવા

    માટે શક્તિ અર્પે.

    1. મારા બ્લોગની મુલાકાત લેવા બદલ ખુબ ખુબ આભાર સર, છેલ્લે એક બી.એડ. કોલેજમાં અધ્યાપક હતો અને હાલ ક્યાંય જોબ નથી કરી રહ્યો, શોધી રહ્યો છું , મને મજા આવે એવી જગ્યા મળશે એટલે જોડાઈ જઈશ. આપને મારો બ્લોગ ગમ્યો તેનો ખુબ આનંદ છે, આવતા રહેજો , મળતા રહીશું

  6. બાપુ આપનો બ્લોગ ઘણા સમયથી વાંચું છું. સરસ લાખો છો. લખ્યે જાવ અને અમે માણતાં જઈશું. ટૂંક સમયમાં આપની ‘સળગતા શ્વાસો’ વાંચવાની ઈચ્છા છે. ક્યા થી ઉપલબ્ધ થઇ શકે એ જણાવશો કારણ કે Crossword માં મેં તપાસ કરેલી પણ ત્યાં નો’તી મળી. અને હા, આપને મળવાની ઈચ્છા છે.

    1. બસ તમારો પ્રેમ છે દોસ્ત જે મારી લાગણીઓને સમજે છે 🙂 અને લખવું તો દિલ થી જ પડે ને , દિમાગ થી તો નામું લખાય – પ્રિયજનોના દિલ સુધી પહોંચવાનું સરનામું નહિ 😉 થેંક યુ વેરી મચ ચંદ્રકાંત ભાઈ ….

    1. મને પણ ખુબ ગમ્યું વિરલભાઈ , આપ આવ્યા અને વાંચ્યું એ બદલ ખુબ ખુબ આભાર – અને ખાસ આભાર કોમેન્ટ કરવાની તસ્દી લીધી એ બદલ ! કોમેન્ટ થકી જ તો હું જાની શકું કે મારા વાચકો કોણ છે – એમ ને શું પસંદ છે , ને શું નથી પસંદ ! આવતા રહેજો અને કોમેન્ટ રૂપી પગલા પાડતા રહેજો .

      થેન્ક્સ અગેઇન 🙂

  7. અલગ અલગ દેશો ના લોકો સાથે પત્ર-મૈત્રી કરવાનો શોખ છે.
    આ ડોહો ડલાસની નજીક રહે છે. ઈમેલ વેવાર ચાલુ કરીએ? મને એ વધારે ફાવે છે – અંગત…. અંગત… !!
    ———-
    શોર્ટ ફિલ્મસ પણ બનવું છું,
    એકાદ સેમ્પલ?

    1. મારું સદભાગ્ય હશે સર , મોજ પડશે 🙂
      અને હા , આપ ની સાથે ઈ-મેઈલ વ્યવહાર કરવા માટે તમે મને લાયક સમજ્યો – એ બદલ આભાર , પણ હવે તો તમારે મને સહન કર્યે જ છૂટકો … ( અત્યાર સુધી આ બ્લોગ થી બચી ને રહેતા હતા , હવે તો અમે સીધે સીધા તમારા ઇન-બોક્સ માં ટપકીશું – બચવાનો નો ચાન્સ 😉 )
      એકાદ સેમ્પલ? મારે તો આખી સીરીઝ જોવી છે

  8. બકવાસ કરવાની આગવી કળા ધરાવો છો…. ખુબ સરસ …. મને વાંચવાનો અને લખવાનો બંને શોખ છે,,,, તમારું પુસ્તક જરૂર વાંચીશ અને રિવ્યું પણ આપીશ….અને મારા બ્લોગ ની મુલાકાત લઈ શકો છો. marizindginichetana.wordpress.com
    અત્યારે કઈ અપડેટ નથી કરેલું ….પણ એક વાર લખવાનું ચાલુ ક્રીસ પછી ઉભો નહિ રહું…

  9. અભિનંદન બાપુ,
    વાયા વેબગુર્જરી તમારા બ્લોગ સુધી પહોચ્યો.
    મોજ પડી…
    ખાસ કરીને ગુજરાતી ફિલ્મ્સના રીવ્યુને લીધે પોતીકાપણું લાગ્યું.
    જ્યાં જુઓ ત્યાં બધા બોલિવુડની જ વાતું લખે આપણીગુજરાતી ફિલ્મ વિશે ભાગ્યે જ કોઈ લખે છે 2009ના ડીસેમ્બરથી મેં ચાલુ કર્યું. સમય મળે તો http://dhollywood.blogspot.in/ પર એકાદ આંટો મારજો. આપને ગમશે. માત્રને માત્ર ગુજરાતી ફિલ્મ્સ પર જ લખું છું. હા.. વચ્ચે ઘણો લાંબો સમય વ્યસ્તતાને કારણે બ્લોગ પર અનિયમિત હતો.. પણ હવે પાછો ફરીથી નિયમિતપણે લખીશ.
    મળતા રહીશું બ્લોગ વાટે.

    જિતેન્દ્ર બાંધણીયા
    સિનીયર પ્રોડ્યુસર, tv9 gujarat
    094084 95095
    http://dhollywood.blogspot.in

  10. પ્રિય યુવરાજ જાડેજા
    ફોટા મોકલવા માટે મારે મિત્રની મદદ લેવી પડે છે અનુકુળતાએ જરૂર હુસ્ન વાલીઓના ફોટા મોક્લેશ . પણ હમણાં તમને હું મારી ઈરાનની મિત્ર છોકરીએ મને શાયર હાફેઝ્ની એક બુક મોકલીશ જે ફારસી ભાષામાં છે .
    આ છોકરીને મેં એક શેર બનાવીને એના ઈંગ્લીશ ભાષાંતર સાથે મોકલેલ તેથી તે ઘણી ખુશી થઇ અને મને તેના ગામ તેહરાનથી બુક મોકલી છે .
    એનો ખાસ મિત્ર કે જે અમેરિકામાં રહે છે .તેને છોકરીએ પૂછ્યું .કે મારી બેન પણીઓ મને કહે છે કે તું જો તારા હોઠ રંગ અને બીજો મેકપ કરે તો તું બહુજ સુંદર લાગે મેં એના જવાબમાં શેર લખ્યો . खुदाने तुझको दी है हुरकी सूरत नज़ाकत भी
    तुझे क्या है जरुरत अपने लबको रंग करनेकी

  11. આજે કોઇ બિજા ના બ્લોગ દ્વરા પેલિ વાર આપ્ના બ્લોગ ની મુલાકાત લિધી સરાસ લખો છો યુવરાજ્ભાઇ ઘણાખરા લેખો વાંચ્યા. ગમ્યા.. આભાર.

  12. યુવરાજ ભાઈ આપના બ્લોગની મુલાકાત લઇ અને આપનો પરિચય કરીને ખુબ આનંદ થયો. બહુ જ સારું કામ કરી રહ્યા છો. આવો જ ઉત્સાહ ટકાવી રાખી પ્રગતી કરતા રહો એવી મારી શુભેચ્છાઓ છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s