ફિલ્મ – સિંઘ સાબ ધી ગ્રેટ
વર્ષ – ૨૦૧૩
ગીત – દારુ બંધ કલ સે ..
ગાયક – સોનુ નિગમ
ગીતકાર – કુમાર
સંગીત – આનંદ રાજ આનંદ
મહેફિલનું આ ગીત … અને ગીતની શરૂઆતમાં આવતો આ શેર મહેફિલ નો આલમ મસ્ત રીતે ઉભો કરી આપે છે. સોનુ નિગમના અવાજમાં ગવાયેલો આ શેર માટે તરત વાહ નીકળે છે .અને આ એક વાહ થી શરુ થયેલું ગીત , અંત સુધી તમારી વાહવાહી મેળવવાને કાબિલ છે . શર્ત ફક્ત એટલી કે તમને મૈકશી નો શોખ હોવો જોઈએ , અને તમે પરણેલા હોવા જોઈએ.
ફરી પાછો પહેલા શેર પર આવું ! એક અગત્યની આડવાત એ કરવાની કે આ ફિલ્મના આલ્બમમાં “હીર” નામનો એક ટ્રેક છે. જે આવા જ ચાર સુંદર શેરો નું સંયોજન/ સંપાદન છે. દરેક શેર અદભુત – સોનું નિગમના જ કંઠમાં … અને હા , એ ટ્રેકની શરૂઆત પણ આ જ શેરથી થાય છે. એટલે આખું આલ્બમ સાંભળવા બેઠા હોઈએ ત્યારે ખ્યાલ ન પડે કે “હીર” ટ્રેક શરુ થયું કે “દારુ બંધ”! એ જાણવા તમારે તમારા આઈ-પેડ કે મોબાઈલની સ્ક્રીન પર નજર કરવી જ રહી ! આ બંને ગીત સિવાય ફિલ્મનું ટાઈટલ સોંગ “સિંઘ સાબ ધી ગ્રેટ” પણ મને ખૂબ ગમે છે. (અને મને ગમે એટલે સારું જ હોય એવું તમારે માની લેવું. તમને એ ગીત ન ગમે તો પણ ! ) સીખ કોમ્યુનીટી માટે ના આ બે ગીત મને ખુબ સ્પર્શી ગયા છે અને શબ્દસહ યાદ છે , એક તો આ “સિંઘ સાબ ધી ગ્રેટ ” અને બીજું “જો બોલે સો નિહાલ” ફિલ્મનું ટાઈટલ સોંગ ! બંને સોંગ માં અદભુત શબ્દો , કમ્પોઝીશન અને જુસ્સો ! અને બંને સોંગમાં અસલી સરદાર – સની દેઓલ ! વેલ , હવે ફરી પાછો પહેલા શેર પર આવું ? ( આ છેલ્લી વાર હોં ! ) મીઠડા શબ્દોમાં લખાયેલા આ શેર ને સ્વર પણ મીઠડો મળ્યો છે … એટલે બોસ , પ્યોર જલસો હોં ..
“હાયે તેરી નઝાકત ક્યા કહેને ..
તેરે ભોલેપન પે મર બૈઠે ..
હો… ઇક જીંદડી દી થી રબ ને હમે ,
હમ તેરે હવાલે કર બૈઠે .. “
શું કહ્યું ? બહુ મીઠાસ થઇ ગઈ ! તો લો હવે કડવાશ ! અને એ પણ નશીલી ! દારુ ની ! અહી રોમેન્ટિક મૂડ માં આવેલા પતિ નો બધો નશો ઊતારતી હોય તેમ પત્ની શેર ના જવાબમાં કટાક્ષ કરે છે –
“ઈ કેન્નુ કહે રહે હો ? એન્નું યા મેન્નું ? “
પત્ની નશો ચડાવી શકે કે ના ચડાવી શકે એ તો પત્ની પત્ની પર ડીપેન્ડ કરે છે. પણ દરેક પત્ની અગર ચાહે તો બેશક પોતાના પતિનો નશો ઊતારી તો શકે જ ! અને કેટલાકના તો નશા પત્નીને જોઈ ને જ ઊતરી જાય ! અને પત્નીને જોઇને બંધ પડી ગયેલી ગાડી જેવા થઇ ગયેલા પતિ ની ગાડી ને પહેલા ગિયરમાં લાવવાના પ્રયત્ન રૂપે કોઈ મિત્ર આવી ભલામણ પણ કરી આવે ..
“અરે ભાભીજી પીને દીજિયે , મૈકશી તો નવાબો કા શોખ હૈ …”
ભગવાનના ભજનો ગાયા છે ? ગયા નહિ હોય તો સાંભળ્યા તો જરૂર હશે ! એમાં ” હું શિશુ ભોળો” જેવા શબ્દો આવે ત્યારે દિલ પર હાથ રાખીને બોલજો કે શું તમે ખરેખર ભોળા છો ? નથી ને ! તોય એવું ગાઓ છો ને ? કેમ ? કેમ કે આપણ ને ખબર છે કે ખરેખરમાં તો આપડો ઈશ્વર ભોળો છે. એટલે તો એને ભોલેનાથ કહીએ છીએ. આ પત્નીઓ ના મામલામાં પણ એવું છે , ભલે એ ગમ્મે તેટલી મોટી બલા હોય , ભલે તેને સારી પેઠે ખબર હોય કે એનો પતિ ક્યારેય સુધારવાનો નથી , તોય બિચારી ભોળી તો ખરી ! દરેક વખતે તે પતિ ની જૂઠઠી વાતને સ્વીકારી લે ! પણ એ એમનેમ ના સ્વીકારે ! થોડો મસ્કો તો લગાવવો જ પડે ! ( અરે હા ભાઈ , એ મસ્કો પણ જુત્ઠો જ લગાવી દેવાનો યાર ! એ પણ પાછુ કહેવું પડે ? )
“મૈકશી ક્યા હમ ક્યા જાને ,
હમ તો દિલબર કે દીવાને ,
ઇતની સી રીક્વેસ્ટ હૈ તુજ સે ..
યાર મિલ ગયે હૈ પૂરાને ,
આજ પીને દે ઢંગ સે ,
કે દારૂ બંધ કલ સે.. કલ સે.. કલ સે …”
જો યાર , હું સિમ્પલ માણસ , ફક્ત ઓકેશનલ્લી પીવા વાળો . ઓકેશન ખુશીનું પણ હોઈ શકે , ગમ નું પણ હોઈ શકે ! અને એ સિવાય ફક્ત અમસ્તો જ મૂડ થઇ જાય ત્યારે ! આઈ મીન , અંદરથી ડીમાન્ડ આવી હોય ત્યારે … યુ સી ! ( આ એક્સ્ક્યુઝીસમાં લાઈફના ઓલમોસ્ટ બધા મૂડ કવર થઇ જાય છે – એટલે ઇન શોર્ટ , મદિરા ના દીવાના માટે એવી ક્ષણ સર્જાઈ જ નથી , જે ક્ષણે પી ન શકાય ! )
ઉપરોક્ત શબ્દો એ લગભગ દરેક (લિમિટમાં) પીવાવાળાઓ દ્વારા એક્સક્યુઝ રૂપે રજુ થતા શબ્દો છે. શું છે કે પીવા માટે ફક્ત રીઝન નહિ બલ્કે એક્સક્યુઝ પણ જોઈએ. – એક્સક્યુઝ મી , હાઉ ડેર યુ ડેર કોલ મી પિયક્કડ ! હું પીઉ છું – પણ પિયક્કડ નથી. સાવ એમ જ હું હોઠે થી મદિરા નથી લગાડતો , જયારે એક માહોલ ઉભો થાય દિલ ની અંદર , અને બીજો માહોલ હોય બહાર – યારો ની સંગત નો – મહેફિલનો , ત્યારે જ ડીમાન્ડ આવે – અંદરથી … કે અંદર એની જ કમી છે , મનના મહેલોમાં સજાવટ પૂરી છે , પણ એ સજાવટ મદિરા વગર અધૂરી છે. મારા ફેવરીટ કવ્વાલ અઝીઝ મિયાં પણ ગાઈ ચુક્યા છે “મૈને બોટલ સે કરની હૈ શાદી , મૈકાદો મૈકદે કો સજા દો , મુજકો દુલ્હા બનાને સે પહેલે , મેરી બોટલ કો દુલ્હન બના દો”, અંદરની ડીમાન્ડ એટલી સ્ટ્રોંગ છે કે બકાયદા બોટલ સાથે મેરેજ કરી લેવાની ઈચ્છા જાગી છે ! એ ઈચ્છાનો અમલ કરી બેસું એ પહેલા જ પેગ ભરી દે ….
“સિધ્ધા સાધા બંદા હાં મેં ..
સિમ્પલ જીતા .. સિમ્પલ જીતા ..
અંદર સે ડીમાન્ડ ન આતી ,
મેં ના પીતા .. મેં ના પીતા ..
પેગ ભર દે .. પેગ ભર દે .. પેગ ભર દે ..
દારૂવાલે જલ સે .. કે દારૂ બંધ કલ સે .. કલ સે .. કલ સે ..”
પીધેલો માણસ હંમેશા સાચું જ બોલતો હોય છે આ વાત મારે મતે અંશતઃ સંપૂર્ણપણે સાચી છે, અને અંશતઃ સંપૂર્ણ ખોટી. ખોટી એટલે કે કપટી માણસ પીધા પછી પણ એનો સ્વભાવ છોડતો નથી , અને પીધા પછી પણ સ્વભાવગત કપટ કરે છે – જે જુઠ બોલ્યા વગર ન થઇ શકે ! પણ હા , એક પ્યોર માણસના સંદર્ભમાં આ વાત સંપૂર્ણ સાચી. જે માનવી ભલે લાગણીઓ બતાવી શકતો ન હોય પણ એના હૃદયમાં લાગણીઓનું ઝરણું નિરંતર વહેતું હોય , એને પીધા પછી એક અવસર જરૂર મળે છે , હૃદય હળવું કરવાનો , લાગણીઓ વ્યક્ત કરવાનો. પીધેલો માણસ હંમેશા સાચું જ બોલતો હોય છે એવું કહેવાને બદલે હું તો એમ કહીશ કે પીધેલો માણસ હંમેશા લાગણીઓમાં તણાયેલો હોય છે. અને લાગણીઓ તો હંમેશા સાચી જ હોવાની ને ? મનુષ્યની લાગણીઓ જ એના જીવનના મોટામાં મોટા સત્યો હોય છે.
ઇન શોર્ટ , જાનેમન , એ પ્યોર લાગણીઓ વડે જ તને પ્રેઈઝ કરી છે ! હવે તો આપી દે પરમીટ ! આઈ પ્રોમિસ , કાલ થી કરી દઈશ ક્વિટ !
“તેરી પ્રેઈઝ મેં શેર લિખા હૈ ,
રબ મુજે રબ બસ તુજમે દિખા હૈ ..
મેરી આંખોમેં તું પઢ લે , દિલ પે તેરા નામ લિખા હૈ
હાં કર દે … હાં કર દે … મૈને ખાઈ કસમ આજ દિલ સે
કે દારુ બંધ કલ સે … કલ સે … કલ સે ….”
video of this song ( આમાં બીજો અંતરો નથી )
full audio song
making of this song