ફિલ્મ – જાનશીન
વર્ષ – ૨૦૦૩
ગીત – ઈશ્ક ફિતરત હૈ મેરી
ગાયક – સુખવિનદર સીંઘ , સુનિધિ ચૌહાણ
ગીતકાર – દેવ કોહલી
સંગીત – આનંદ રાજ આનંદ
૨૦૦૩માં આ ફિલ્મ જોયા પછી હું ફિરોઝ ખાનનો જબ્બર ફેન બની ગયો. એ પૂર્વે મેં એની એક પણ ફિલ્મ નહોતી જોઈ , પણ આ ફિલ્મ જોયા પછી એમના દિગ્દર્શનમાં બનેલી દરેક ફિલ્મ જોવાતી ગઈ અને દિલમાંથી નીકળતું ગયું … મરહબા ! જાનશી ફિલ્મ ની વાર્તા અને ગીતો મને એટલી હદે પ્રિય છે કે આ ફિલ્મને અસંખ્ય વખત જોવા માટે હું મજબૂર થયો છું , બેશક , જાનશીન મારી ઓલટાઈમ મોસ્ટ ફેવરીટ મુવીઝમાંની એક છે , અને સૌથી વધુ વખત જોવાયેલી ફિલ્મો માંની પણ એક ! આ ફિલ્મના ગીતો નું મારા દિલમાં એક અનેરું સ્થાન છે જે આજીવન રહેશે .
આ દિલ …. એને મળેલા દગાઓ ભૂલી જાય છે , પણ પ્રેમ કરવાનું નથી ભૂલતું . ભૂલી જાય છે કે આંધળી ચાહત નો અંજામ બૂરો આવે છે , એ પણ ભૂલે છે કે સાચા પ્રેમ નો બદલો ક્યારેક કપટ પણ હોય છે , એને યાદ હોય છે બસ પ્રેમ માં પડ્યા પછી નો રોમાંચ ! દિલોજાનથી કોઈને ચાહ્યા પછી મળતો આનંદ અને કોઈના પર પળ પળ મરી ને મળતું જીવન ! હા , પ્રેમ કરવું એ ફિતરત છે , જે બદલાતી નથી , બદલી શકાતી નથી , સંજોગો બદલાય છે , સનમ બદલાય છે , પણ નથી બદલાતું એ દિલ જે ફકત મરી ફીટવાનું જાણે છે , એને ખબર છે કે પ્રેમ કરવો એ જગત ના ચોપડે ક્યારેક ગુના તરીકે નોંધાય છે , ભૂતકાળનો પ્રેમ વર્તમાન નો ગુનો તો ક્યારેક વર્તમાન નો પ્રેમ ભવિષ્યમાં ગુનો , આ બધી પ્રક્રિયાઓમાં થી પસાર થયા કરે છે તોય દિલ એનું એજ રહે છે ! આશિક ! આવારા ! બીમાર ! ગુનેહગાર ! ફૂલ ઓફ લવ ! ગુલાબ હંમેશા મહેકતું જ જોવા મળશે , અને આ દિલ હંમેશા તડપતુ, તબાહ થતું અને ગુનાહોના ચોપડે નોંધાતું જ જોવા મળશે ….
“ઈશ્ક ફિતરત હૈ મેરી દિલ તબાહ ઔર સહી ,
તું નહિ ઔર સહી , ગમ કા યે દૌર સહી ,
ઇક ગુનાહ ઔર સહી …..”
અહી , “તું નહિ ઔર સહી ” વાક્ય સહજતા થી બોલાયું છે , કારણ કે એ દિલનો માલિક જાણે છે કે આ સનમ પણ ક્યારેક છોડી ને જઈ શકે , ( જેવું ભૂતકાળ માં બની ચુક્યું છે ) અને એના ગયા પછી આ દિલ બીજા કોઈ પર પણ આવી શકે ( જેવું વર્તમાનમાં બની રહ્યું છે ) પણ આ વાત વર્તમાન માં સનમ ને કહેવી એ જોખમ ભરી છે , છતાય સાચી તો છે જ ! હૃદય માટે એની ફિતરત એ મોજ કરવાનું સાધન નથી ( જેવું જનરર્લ્લી લોકો સમજી લેતા હોય છે ) પણ દુઃખ નો સિલસિલો છે , અને એ સિલસિલો પણ માફક આવી ગયો છે , કારણ કે આ દિલ અને એની આ ફિતરત માફક આવી ગઈ છે …… એટલે બેશક સનમ ને એ વાત ખટકશે કે વર્તમાનમાં હું છું તોય ભવિષ્યમાં બીજી કોઈ ને અપનાવવાની તૈયારી એ કાઈન્ડ ઓફ બેવફાઈ છે , સો શી મે ફિલ સ્ટ્રેન્જ એન્ડ કેન આસ્ક કે ” કૈસે કોઈ ઔર સહી..?”
“ઈશ્ક ફિતરત હૈ મેરી દિલ તબાહ ઔર સહી ,
જાનેમન જાનશી , કર ઝરા ગૌર સહી , કૈસે કોઈ ઔર સહી ….”
વેલ , યુ આર નોટ એઝ લોયલ એઝ આઈ એક્સ્પેક્ટેડ ! મારી વફા કે બેવફાઈ ની વાત પછી કરજે , પણ હું ભવિષ્ય માં બીજા કોઈ નો થઈશ કે કેમ એ વાત નો આધાર તારા પર નિર્ભર છે ,તારી વફા પર નિર્ભર છે , તું વફા તો કરે છે , પણ એ હદ સુધી નહિ કે જેમાં બધી હદો પાર કરી દીધેલી ગણી શકાય ! બટ ડોન્ટ વરી , તને પ્રેમ કર્યો છે તો તારી વફા ની સાથે સાથે તારી બેવફાઈ કે લેક ઓફ વફા પણ બર્દાશ્ત કરી લેવાની ક્ષમતા મેં મારામાં કેળવી છે …
“તેરે લહેજે મેં કુછ વફા કમ હૈ ,
મુજ મેં બર્દાશ્ત કા બડા દમ હૈ ….”
અને તને યાદ છે ? મિર્ઝા ગાલીબ નો પેલો શેર …” ઉનકે આને સે જો આ ગયી મું પે રોનક , વો યું સમઝે કી બીમાર કા હાલ અચ્છા હૈ ” , મિર્ઝા ગાલીબ નો એ શેર મને અચૂક યાદ આવે છે જયારે તું કહે છે …..
“ઈશ્ક ને મુજ કો યે સિખાયા હૈ ,
તું સલામત હૈ તો ફિર ક્યા ગમ હૈ ….”
મિર્ઝા ગાલીબ પછી પણ એ સિલસિલો ચાલુ જ છે , એક ગાલીબ હતા , એક મરીઝ હતા , એક ફરાઝ હતા , તો એક હું પણ છું … ગુનેહગારો ની યાદી માં !
“ઓહ .. ઇબ્તિદા ઔર સહી , ઇન્તેહા ઔર સહી , ઇક ગુનાહ ઔર સહી … “
આશીકો ને આશિક કોણ બનાવે છે ? ઈશ્ક કે મારો કો પાગલ કૌન બનાતા હૈ ? અને એક પાગલ ને દીવાનો કોણ બનાવે છે ? એ બાબત ને સમજ્યા વગર તું મારી ફિતરત ને , મારી આશિકી ને કારણભૂત ગણાવીશ , અને કહીશ ….
“કભી હસના હૈ , કભી રોના હૈ
આશિકી મેં યહી તો હોના હૈ ….”
પરવાનો જાણે છે કે એ રાખ થઇ જવાનો છે તોય એ આગમાં કૂદી પડશે , શોખ થી , મરજી થી , ફિતરત થી , એને બળી ને મરી જવાની પરવાહ નથી , એના માટે ઈશ્ક એક ઝનૂન છે, બળી મરવું એક ખેલ ઔર દર્દ ઇક ખીલોના ….
“દિલ દીવાના હૈ , હંસ કે ખેલેગા , આજ ફિર દર્દ ઇક ખીલોના હૈ,
દિલ યે કમઝોર નહિ , ઇન્તેહા ઔર સહી , ઇક ગુનાહ ઔર સહી …”