ફિલ્મ – મર્ડર 2
વર્ષ – ૨૦૧૧
ગીત- દિલ…..સંભલ જા ઝરા
સંગીત – મિથુન
ગાયક – મુહમ્મદ ઈરફાન, અરીજીત સિંગ, સઈમ ભટ્ટ
ગીતકાર – સઈદ કાદરી
પ્રેમ એટલે પ્રેમ …એમાં વળી પહેલો શું ને છેલ્લો શું ! સાચો શું ને ખોટો શું ? માણસ એમ વિચારે છે કે તે ફરી થી પ્રેમ માં પડ્યો , પણ પ્રેમ કરવાનું તે ક્યારેય છોડતો હોતો જ નથી. માનવ હંમેશા કોઈને ને કોઈને ચાહતો જ રહે છે , જેમકે રસ્તા પર જતી કોઈ સ્કુલગર્લને જોઈ સ્કુલ ટાઈમની કોઈ કલાસમેટ યાદ આવી જાય, ફિલ્મની કોઈ પ્રિય હિરોઈન જયારે પણ ટી.વી. પર આવે ત્યારે ચેનલ ફેરવવાની પ્રક્રિયા અટકી જાય ,કોઈ છોકરીને તરુણાવસ્થામાં કોઈ ફિલ્મસ્ટાર ગમી ગયો હોય તો પછી જયારે પણ તે ફિલ્મસ્ટારને જુએ ત્યારે તેને પોતે તરુણાવસ્થામાં અનુભવેલી લાગણીઓ અચૂક યાદ આવે , કબાટમાં લગાવેલું ફીલ્મસ્ટાર નું એ પોસ્ટર સમય જતા નીકાળી દેવામાં આવ્યું હોય, છતાય દિલમાં તો તે પોસ્ટર ચોંટેલુ જ રહે. હું સ્કુલ ટાઈમ માં પેલા ટ્યુશન કલાસીસ ની જાહેરાતો માં તેજસ્વી તારલાઓની યાદીમાં કોઈ વિદ્યાર્થીનીનો પાસપોર્ટ સાઈઝનો કોઈ બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો જોઇને પણ તે છોકરીથી આકર્ષિત થઇ જતો, એ બ્લેક એન્ડ વ્હાઈટ ફોટા મને કલરિંગ સપનાઓ દેખાડતા, આવા અગણિત આકર્ષણો થતા ,તોય ગણિતમાં કાચો એટલે કાયમ ગણિતમાં ફેઈલ અથવા તો માંડ માંડ પોઈન્ટ પર પાસ , અને તે બ્લેક એન્ડ વ્હાઈટ ફોટા વાળી છોકરીના ફોટા નીચે લખેલું હોય ગણિત – ૯૮ માર્ક્સ, વિજ્ઞાન ૯૬ અને અંગ્રેજી ૯૮ ! એમતો મારા ફોટા નીચે પણ લખવું હોય તો લખાય એક તરફી પ્રેમો – ૯૮ , એમાં પહોંચ બહાર ના ફટકાઓ ૯૬ , એમાં પ્રેમના નામે થયેલા વહેમો – ૯૮ ! ( જસ્ટ ફોર ફન લખ્યું છે, કારણ કે મારી તરુણાવસ્થામાં મારા આકર્ષણો અને એક તરફી પ્રેમોની સંખ્યા થોડી વધારે તો હતી જ! એટલે એ બધા મારા crush ૯૮ માંથી આગળનો નવડો કાઢી નાખીએ તો સાત-આઠ જેટલા તો હશે જ! બાકી કદાચ એક બે આગળ પાછળ, ભૂલ ચૂક લેવી દેવી ! ) ભલે પ્રેમ નહિ તો વહેમ, પણ એ વહેમમાં પડવા માટે પણ હૃદયમાં રહેલી કોઈ લાગણીએ થોડો ઘણોતો ભાગ ભજવ્યો હશે ને ! અને એવી અધુરી લાગણીઓ યાદ આવે ત્યારે ? ઊનાળાની ભર બપોરે પંખો બંધ કરીને બેઠા હોઈએ તોય જાણે ઠંડી કોઈ લહેર સ્પર્શીને ગઈ હોય તેવો અનુભવ થાય . હૃદય ફરીથી તરુણ થઈને વિચારવા લાગે કે પોતે કોઈ તરુણીના પ્રેમમાં છે ત્યારે તેને ચેતવવું પડે કે પ્લીઝ થોડા સંભલ જા, વાપસ મત જા ,યહી રુક જા…
“જબ જબ તેરે પાસ મેં આયા , ઇક સુકુન મિલા …
જિસે મેં થા ભૂલતા આયા , વો વજૂદ મિલા …
જબ આયે મૌસમ ગમ કે તુજે યાદ કિયા …
જબ સહેમે તાન્હાપન સે તુજે યાદ કિયા ….
દિલ સંભલ જા ઝરા ફીર મુહાબ્બત કરને ચલા હૈ તું …
દિલ યહીં રુક જા ઝરા ફીર મુહાબ્બત કરને ચલા હૈ તું …
ઐસા ક્યોં કર હુઆ , જાનુંના મેં જાનુંના …..
હોઓઓઓઓ …….દિલ સંભલ જા ઝરા ફીર મુહાબ્બત કરને ચલા હૈ તું …
દિલ યહીં રુક જા ઝરા ફીર મુહાબ્બત કરને ચલા હૈ તું …”
સ્કુલ ટાઈમની વાત છે, કે મારા ક્લાસની એક છોકરી જ્યાં રહેતી હતી તે ફ્લેટની બહાર એક દિવસ મને ખબર નહિ શું સુજ્યુ કે હું આખી બપોર બેઠો રહ્યો અને મારા એક મિત્રને પણ સાથે બેસાડી રાખ્યો , અને એ બરાબરનો કંટાળ્યો , ગુસ્સે થયો કારણ કે મને તો તડકામાં પણ સોનેરી સપના દેખાતા હતા પણ તે તડકામાં બફાઈ રહેલો, એબી કારણ વગરનો , છેલ્લે એ છોકરીના ભાઈ ની ઓલખાણ કાઢીને તેના ઘરે ગયા અને એક ગ્લાસ પાણી મંગાવ્યું . હું તો ખુશીનો માર્યો નાચવા લાગ્યો , મિત્રને ખુશીનું કારણ આપતા મે કહ્યું – ” હું ધન્ય થયો , આજે મેં એ પ્યાલામાં પાણી પીધું જે પ્યાલામાં તે રોજ પાણી પીતી હશે. ” ત્યારે એના ઘરના એ રસ્તા પાસેથી ઘણી વાર પસાર થતો , એની ઝલક મેળવવા , જે ક્યારેય મને મળી નહોતી….
જિસ રાહ પે , હૈ ઘર તેરા , અક્સર વહા સે હા મેં હૂં ગુઝરા ,
શાયદ યહી , દિલમે રહા , તું મુજકો મિલ જાયે ક્યા પતા ,
ક્યા હૈ યે સિલસિલા , જાનું ના , મેં જાનું ના …
હોઓઓઓઓ …….દિલ સંભલ જા ઝરા ફીર મુહાબ્બત કરને ચલા હૈ તું …
દિલ યહીં રુક જા ઝરા ફીર મુહાબ્બત કરને ચલા હૈ તું …
સ્કુલ ટાઈમમાં બે છોકરીઓ પ્રત્યે હું જબ્બર આકર્ષાયો હતો , જેમાં થી પહેલી છોકરી પ્રત્યેનું આકર્ષણ ધોરણ ૮ થી ૧૦ સુધી, પછી ૧૧મા માં સ્કુલ બદલી , અને ૧૨મા માં પાછો હું મારી જૂની સ્કુલમાં દાખલ થયો ત્યારે બીજી એક છોકરી પ્રત્યે હું આકર્ષાયો,જેના ઘરની બહાર હું બેઠો રહેલો , એ આવડી આ ! મારા એ બંને આકર્ષણો એ મારા હૃદયમાં રહેલી અનેક લાગણીઓને વાચા આપી, પ્રેમની અનેક વિભાવનાઓ મેં રચી અને કદાચ એટલે જ એ બંને જણીઓ મને સ્કુલ છોડ્યા પછી કોલેજકાળમાં પણ વારંવાર યાદ આવતી, આજે પણ ક્યારેક મારી કોઈ વાર્તાનું પાત્ર બનીને ડોકિયું કરતી જાય છે, આજે એમને યાદ કરવાનું કારણ માત્ર એક જ છે, કે એ મને તરુણવસ્થાનું મારું મનોજગત યાદ અપાવે છે
કુછ ભી નહિ જબ દરમીયા, ફિર ક્યોં હૈ દિલ તેરે ખ્વાબ બૂનતા…
ચાહા કી દે , તુજકો ભૂલા , પર યે ભી મુમકીન હો ના સકા ,
ક્યા હૈ યે મામલા, જાનું ના , મેં જાનું ના …
દિલ સંભલ જા ઝરા ફીર મુહાબ્બત કરને ચલા હૈ તું …
દિલ યહીં રુક જા ઝરા ફીર મુહાબ્બત કરને ચલા હૈ તું …
હું આટલો દબંગ ક્યારેય નથી બન્યો ! જો ભૂલે ચુકે સામેથી કોઈ ગમતી આવી ગઈ હોય તો ફટ્ટ દઈને બીજી કોરીડોરમાં વળાઈ જવાતું . . .
મને વારે ઘડીએ એ જ ચિંતા રહેતી કે મારા વાળ સરખા હશે કે નહિ ! . . .
હા , બીજા ક્લાસમાં ભણતી એક છોકરી કે જે મને બહુ ગમતી તેનો એક રજીસ્ટરમાં હોય તેવો બ્લેક & વ્હાઈટ ફોટો ગોતી કાઢ્યો હતો . . . પણ હવે તે જોવો નથી ગમતો . . . નાં જાને કયું . . All these College Fantasies 🙂 just missing it a lot 😦
વાહ , ફોટો ! આહ ફોટો ! ઓહ ફોટો ! ફોટા પર અગમ કુમાર નિગમ (સોનું નિગમના ફાધર ) નું ખુબ સુંદર ગીત છે ,
“સો રંગ મુહબ્બત કે યે મુજકો દિખાતી હૈ ,
નાં રૂઠતી હૈ મુજસે ના યે શરમાતી હૈ ,
સીને સે લગા લુ તો લગ જાતી હૈ સીને સે ,
તુમસે તો કઈ અચ્છી તસ્વીર તુમ્હારી હૈ……”
સાહેબ કહેવું તો ગમે છે કે
દીલ સંભલ જા જરા..
ના રોકાય તો શુ કરું..?? 😛
આતો જીવન છે અને લાઈફ પણ તેને જ સેટ કરે છે..
જીવન માં સંભાળી લેવાશે બધુજ એક પલભરમાં..
પણ દિલ તો ક્યારેય નહી કાબુમાં રહે જીવનભરમાં..
એક ખાસીયત છે કે શુ તે કોણ જણાવશે આ દિલની..
કોઈક તો રાહ બતાવજો આ વિકાસના સંગ્રહભરમાં..?
વિકાસ કૈલા..(૧૦/૧૨/૨૦૧૨..)
આભાર
જય સ્વામિનારાયણ..
વાહ વિકાસભાઈ , તમે તો શીઘ્રકવિ છો !
થેંક યુ સો મચ , જય સ્વામિનારાયણ.
અરે ભાઈ કવિ ક્યા કઈ દિધા તમે…
આભાર
જય સ્વામિનારાયણ
મિત્ર,
તમારી નિખાલસતા ગમી. જે તે ઉમરે એક સ્વાભાવિક લાગણીનો અનુભવ કરનાર સમય જતાં ડાહ્યોડમરો થઇ જાય છે! પછી એ જ લાગણી એને માટે મજાકનો વિષય બની જાય. ગઈ ગુજરી ભૂલી જનારા લેખકો , કલાકારો, કથાકારો વગેરે ; યુવાનોની લાગણીની ભયંકર મજાક ઉડાવીને તાળીઓ પડાવે છે! પણ, કેટલાકની એ જોરદાર રજૂઆત પાછળ એમણે ભૂતકાળમાં ભરેલી ‘ફિલ્ડીંગ’નો અનુભવ જવાબદાર હોઈ શકે છે. 😀
મુદ્દાને બરાબર સમજીને રજૂ કરવાની તમારી રીત ગમી. ખાસ કરીને આ વાક્ય: ભલે પ્રેમ નહિ તો વહેમ, પણ એ વહેમમાં પડવા માટે પણ હૃદયમાં રહેલી કોઈ લાગણીએ થોડો ઘણોતો ભાગ ભજવ્યો હશે ને !
મનની વાત સીધી ને સરળ રીતે કહેવા બદલ સાબાશ!
આપની શાબાશી મળી એટલે મેં બી વટ થી કોર્લર ઊંચો કર્યો 😉 પણ, આપના મહામુલા પ્રતિભાવનો આભાર માનવા શબ્દો ક્યાંથી લાવું ? અને હા ,આપે લખ્યું કે “ગઈ ગુજરી ભૂલી જનારા લેખકો , કલાકારો, કથાકારો વગેરે ; યુવાનોની લાગણીની ભયંકર મજાક ઉડાવીને તાળીઓ પડાવે છે! પણ, કેટલાકની એ જોરદાર રજૂઆત પાછળ એમણે ભૂતકાળમાં ભરેલી ‘ફિલ્ડીંગ’નો અનુભવ જવાબદાર હોઈ શકે છે. “આપના observation સાથે સંપૂર્ણ સહમત છું,
યાર મને પણ school ના એ દિવસો યાદ આવી ગયા … મારું પણ કૈક અંશે તમારા જેવું જ હતું જોકે હું તમારી જેમ હિંમત વાળો નહતો કે છોકરીના ઘરની બહાર બેસી રહું પણ ક્યારેક ચાલુ કલાસે નજર ફેરવીને જોઈ લેતો એની તરફ … કોઈક વાર નસીબદાર હોવ તો સામે smile પણ મળતી …. એ દિવસો જ કૈક અલગ હતા …
વાહ રોનક્ભાઈ, તમારી આ યાદ સાથે પણ મારા એક પ્રિય ગીતના શબ્દો ટાંકુ? ફિલ્મ – હથિયાર, અને કંઠ આશા ભોંસલેનો “નઝર નઝર મેં હાલ એ દિલકા પતા ચલતા હૈ , આપ હમ પે હૈ ફિદા સાફ પતા ચલતા હૈ…” અને વેલ , જે થઇ ગયું એ થઇ ગયું પણ હવે થી ધ્યાન રાખજો કે છોકરી હસી તો ફસી ! 😉
હું પણ કોઈને કોઈ રીતે તમારા જેવા જ અનુભવથી ગુજર્યો છું.અને હજુ એજ જુના સોનાના દિવસોમાં જીવવાનું વધુ ગમે છે.
પ્રિય ચંદ્રકાંત ભાઈ , તમે મારા બ્લોગની મુલાકાતે આવ્યા એ બદલ ખુબ આભારી છું, અને હા , તમારી વાત સાચી છે, જુના સોનેરી દિવસોની યાદો મીઠી મહેક જેવી હોય છે
ભાઈ ભાઈ ભાઈ, ભારે હિંમતવાળા! ખરેખર, કહેવું પડે!
આ વાંચ્યા પછી તો મને મારી પર જ દયા આવે છે 😛
અને તમારી લાઈફ સાથે સોન્ગ્સ ખરેખર જોરદાર રીતે મેચ થાય છે!
(બાય ધ વે આ સોંગ એક જ દિવસમાં વારંવાર સાંભળીને હજુ પણ નથી થાકતો હું… )
થેંક યુ સો મચ વિરાજભાઈ ! 🙂