અમે ગયા ફરવા- ભેરુતારક , પાવાપુરી અને માઉન્ટ આબુ

પહેલી વાર અમે ત્રણેવ એટલે કે હું, મમ્મી અને કોમલ(માય વાઈફ) સાથે બહારગામ ફરવા ગયા. ભેરુતારક , પાવાપુરી અને માઉન્ટ આબુ. ભેરુતારક અને પાવાપુરી બંને જૈન તીર્થ સ્થળો. ભેરુતારકમાં રહેવાની તથા ભોજનની સગવડતા ઉત્તમ. મંદિર પણ ખુબ સુંદર અને આજુ બાજુનું પ્રાકૃતિક વાતાવરણ તો એટલું રમણીય કે ના પૂછો વાત ! આબુ થી ૫૦-૬૦ કી.મી. ના અંતરે આ બેવ તીર્થસ્થળો આવેલા છે, પાવાપુરી ખુબ વિશાળ જગ્યામાં બનેલું ખુબ જ ભવ્ય તીર્થસ્થળ છે. ચારેક દિવસ હર્યા,ફર્યા અને મોજુ કરી! આ પ્રવાસના કેટલાક ફોટા –

ભેરુતારકમાં રહેવાની સુંદર વ્યવસ્થા

ભેરુતારકમાં રહેવાની સુંદર વ્યવસ્થા

ભેરુતારક તીર્થસ્થળ ની બહાર આવેલી તળેટી પાસે ના એક મંદિરના ઓટલે હું , મમ્મી અને કોમલ

ભેરુતારક તીર્થસ્થળ ની બહાર આવેલી તળેટી પાસે ના એક મંદિરના ઓટલે હું , મમ્મી અને કોમલ

ભેરુતારક મંદિરમાં દર્શન કરીને પરત થઇ રહેલા મમ્મી

ભેરુતારક મંદિરમાં દર્શન કરીને પરત થઇ રહેલા મમ્મી

જો પેલ્લી દેખાય જીવનની છેલ્લી ક્ષણ . ત્યાં સુધી સાથે ચાલવું છે ને ? કે પછી કંટાળી ગઈ છું મારા થી?

જો પેલ્લો દેખાય લાંબો રસ્તો ! ત્યાં સુધી સાથે ચાલવું છે ને ? કે પછી કંટાળી ગઈ છું મારા થી? (સ્થળ – આબુ)

ફરીને આવ્યા પછી તરત બીજા જ દિવસે કાંકરિયા જઈ આવ્યા. મમ્મી તો આ પૂર્વે છેક મારા જનમ પહેલા કાંકરિયા ગયેલા ! અમે કાંકરિયા ઝૂ માં ફર્યા, ટ્રૈન માં બેઠા અને ત્યાં જ ડીનર પતાવીને ઘર ભેગા થયા

કાંકરિયાની ટ્રેઈનમાં મમ્મી અને કોમલ , અને આકાશમાં ઝુંડમાં ઊડી રહેલા પક્ષીઓનું સુંદર દ્રશ્ય

કાંકરિયાની ટ્રેઈનમાં મમ્મી અને કોમલ , અને આકાશમાં ઝુંડમાં ઊડી રહેલા પક્ષીઓનું સુંદર દ્રશ્ય

કાંકરિયા ઝૂમાં રીંછ

કાંકરિયા ઝૂમાં રીંછ

11 comments

 1. આવો નાનકડો પ્રવાસ નિબંધ આપણે હવે લખવાનો { સ્કુલના સમય કરતા } આવતો હોત તો કેવી મજા આવેત 🙂 . .

  મમ્મીને તો પહેલા મળી જ ચુક્યા હતા . . હવે ભાભીને પણ મળાઈ ગયું અને ખોટા સવાલ ન કરવા નહીતર સાચા જવાબ મળવાની શક્યતા પુરેપુરી રહી શકે છે 😉

 2. શ્રી.યુવરાજજી. સ્મોલ એન્ડ સ્વીટ પ્રવાસ વર્ણન. ખાસ તો એ ધ્યાને લીધું કે; આજના જમાનામાં પણ, યુવાન દિકરા-વહુ, માતુશ્રીને સાથે લઈ માઉન્ટ આબુ ગયા ! (અને વળી બોનસમાં કાંકરિયાની સેર પણ કરાવી.) આપનાં માતુશ્રીનાં મનમાં કેટલો હરખ થયો હશે એ તો તેઓશ્રીનાં વદન પર સ્પષ્ટ દેખાઈ આવે છે. કાઠિયાવાડીમાં કહું તો; આને કહેવાય દિકરો અને આને કહેવાય વહુ !

  માતુશ્રીને પ્રણામ, આપ બેઉને ધન્યવાદ.

  1. થેંક યુ સો મચ સર , ફરવાની મજા ત્યારે જ આવે જયારે બધા સ્વજનો સાથે હોય , ને મારો પરિવાર પણ ત્રણ જ જણનો , હું કોમલ ને મમ્મી. અમે છોકરાઓ તો રોજ ઘણું બધું ફરતા હોઈએ , મમ્મી આવવા ક્યારેક જ તૈયાર થાય, અને મમ્મી સાથે હોય ત્યારે અલગ જ મજા હોય ! અને મમ્મી ને થોડામાં ઘણો આનંદ લેવાનો સ્વભાવ છે. નાની નાની વાત માંથી તેમને ખુશી મેળવતા આવડે છે , એટલે જ આટલો હરખ મમ્મી ના ચહેરા પર દેખાય છે ! આને કહેવાય મમ્મી 🙂
   ફરી થી આપનો ખુબ ખુબ આભાર, મમ્મીને આપના પ્રણામ જરૂર પાઠવીશ, અને મમ્મી ના શબ્દો પણ નક્કી હોય – “ખમ્મા , સુખી થાઓ ” 🙂

 3. યુવરાજભાઇ,

  અમે પણ આપની જેમ જ આબુ-અંબાજી ફરવા ગયેલા… વીથ ફેમીલિ… 4 મહિના પહેલા જ 🙂

  વર્ણન સરસ કરેલ છે… બીજી વાર અમદાવાદ આવો ત્યારે મળજો.

 4. યુવરાજભાઇહૂતો અંબાજીમાં એક વરસ ,,રહ્યો છું .
  આબુ .પણ ઘણી વખત જવાનું થતું .પણ તમને સાંભળીને નવાઈ લાગશે કે મેં ભેરુ તારક અને પાવાપ્પુરીનું નામ તમારી પાસેથી સાંભળ્યું .

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s