તું !

આ શરાબ જેવી જ પારદર્શક છે તું

અસલી ચહેરા સાથે દેખાઈ છે તું

 

વફાની વ્યાખ્યા બડી સિફત થી આપી

બેવફા શબ્દ પર યાદ આવી છે તું

 

એજ જૂની તસ્વીરો એજ જુના મકાનો

એજ જૂની યાદોમાં ડોકાઈ છે તું

 

અનેક સ્વપ્નોમાં વારંવાર હરહંમેશ

મને ચુંબન દઈને આલિંગાઈ છે તું

 

જે ક્યારેય કોઈનો થયો નહોતો  “યુવરાજ”

એને પોતાનો કરી હરખાઈ છે તું

5 comments

  1. વાહ યુવરાજ વાહ…. ક્યા બાત હૈ. ખુબ મજાની વાત કહી. મને હું દશમાં ધોરણ માં ભણતો હતો ત્યારે સ્કુલ મેગેઝિનમાં મેં લખેલું જોડકણુ યાદ આવ્યું. હા જોડકણું જ. કવિતા મારે માટે આજે યે ખ્હ્ટી દ્રાક્ષ છે.
    ઓ બેવફા,
    મૂંકી મુઝ ને
    લઈ અન્યને.
    ખેર, ન તું તો,
    અન્ય તારી જ સહેલી
    પકડીશ બીજી
    આગગાડી.

Leave a comment