ખુદા હાફીસ/યુવા/૨૦૦૪

ફિલ્મ – યુવા

વર્ષ – ૨૦૦૪

ગીત – ખુદા હાફીસ / અંજાના અંજાની…

ગાયક – કાર્તિક , લકી અલી , સુનીથા સારથી

ગીતકાર – મહેબૂબ

સંગીત – એ.આર.રહેમાન

                      તમને ઓલરેડી કહેલી વાત છે કે પાર્ટી (અર્થાત અમે ) વિવેક જેવા લાગતા (એવું લોકો કહેતા , અને આજકાલ જુના ફોટા કહે છે ) અને આ ફિલ્મ યુવા માં હું વિવેકના કેરેક્ટર થી પણ ખુબ પ્રભાવિત થયેલો – બારમા ધોરણનું રીઝલ્ટ આવ્યું એ જ દાડે યુવા જોવા ગયેલો , એટલે નેચરલ્લી મગજમાં તો કોલેજ કેવી હશે, કઈ હશે ને ફિલ્મોમાં હોય છે એવી હશે કે અલગ હશે જેવા તર્કો વિતર્કો જ ચાલુ હતા – અને તેવી માનસિક સ્થિતિમાં “યુવા”નો વિવેક સામે (પડદે ) આવી ને ઉભો રહ્યો – ત્યાં જ નક્કી થઇ ગયું , કોલેજ ભલે જેવી હોય તેવી પણ કોલેજમાં આપડું કેરેક્ટર તો બોસ આવું જ હોવું જોઈએ. જોકે એ વાત અલગ છે કે હું એવું ઈચ્છતો હોવા છતાં પણ એવો થઇ ના શક્યો.  એવો એટલે બિન્દાસ, સ્ટાઈલીશ , અને ખાસ તો કોન્ફીડન્ટ ! વિવેક નું કેરેક્ટર “યુવા”માં ખુબ કોન્ફીડન્ટ હતું – અને મારા માં એ વાત નો જ અભાવ ! બહુ અંતર્મુખી હતો યાર ! ડેમ ઇન્ટરોવર્ટ !

                      જીવનમાં કોઈ પણ વસ્તુ એમનેમ નથી મળી જતી , દરેકની કિંમત ચૂકવવી પડે છે ! તો પ્રણય કેરી અણમોલ ક્ષણો ની કિંમત કેટલી ? વો તો જનાબ વક્ત હી બતાયેગા , અભી તો આપ સૌદા કર લો – બ્લાઈંડ ખેલો – પછી ખ્યાલ આવશે કે કેટલા મેળવ્યા , અને જિંદગીના કેટલા વર્ષો સુધી એની કિંમત ચુકવવા માટે હપ્તા ભર્યા ! ચીકનપોક્સ નામના રોગમાં દાગ રહી જાય , જે થોડા સમય બાદ જતા રહે , પણ ઈશ્ક એવો રોગ છે જે મટી ગયા પછી પણ – માઈન્ડ વેલ – “મટી ગયા પછી પણ” રહેલા દાગ ક્યારેય જતા નથી. જાય છે તો બસ એ દાગના લીધે સુખ ચેન અને એની પાછળ ચૂકવવી પડતી કિંમત ! આ ગીતના મુખડામાં એક અલગ પ્રકારની પરેશાની ની વાત છે જે હું નેક્સ્ટ પેરેગ્રાફમાં કરી જ રહ્યો છું , પણ મને એ પરેશાની ની લોંગ ટર્મ અસર કહેવામાં વધુ રસ પડ્યો , એટલે જરા એ વાત પહેલા કરી લીધી !

                  પ્રેમમાં આખો આખો દિવસ સાથે રખડવું , એના કહ્યા પ્રમાણે બધું કરવું , બાકી બધું નેવે મૂકી  ને બસ ઈશ્ક ફરમાવવું – ઉફફ … વ્હોટ એ ટ્રબલ ! પરેશાની ! અને એ પરેશાની છે , મુજ પર થયેલ એક મહેરબાની !

 

“હૈ ખુદા હાફીસ … શુક્રિયા , મહેરબાની ..

પલ દો પલ ક્યા મિલે , મિલ ગઈ પરેશાની ,

અંજાના … અંજાની ..

બેગાના … બેગાના … બેગાની …. “

                          આ રસ્તા પર એક વૃક્ષ પણ આવે છે જેના પર ફુલ પણ ખીલે છે – લગભગ દરરોજ ! ના લગભગ નહિ , શ્યોરલી – દરરોજ નવા ફુલ હોય છે એ વૃક્ષ પર ! પહેલા ક્યારેય કેમ ધ્યાન ન ગયું – વેલ , એ વૃક્ષ થી લેફ્ટ ટર્ન લેતા જ તારી કોલેજ આવે છે ને ? ગ્રેટ ! હું એ બાજુ દરરોજ આવતો હોઉં છું , હવે થી તારા છૂટવાના સમયે આવીશ ! ત્યારે મળશું ! સવારે પણ સાથે નીકળશું – અને ક્યાંક મળશું ! જો નહિ મળી શકીએ તોય વાતો તો કરશું જ ! વોટ્સ અપ પર ને ? ના યાર , ફોન કરીને કલ્લાક બે કલ્લાક સુધી આરામથી દિલ હળવું કરી લઈશું , બાકી બપોરે તો વોટ્સ અપ છે જ ! બધા હોય ત્યારે ! જોકે એમાં ય બધાને ખબર પડી જાય છે , મારા ચહેરાના ભાવ પરથી જ લોકો પારખી જાય છે કે દાલ મેં કુછ કાલા હૈ !

                     એજ જુના રસ્તાઓ પર , શરુ થયેલું એક નવું જીવન ! જ્યાં જ્યાં એકલા ફરતા હતા ત્યાં બધે કોઈને સાથે લઈને ચાલતું જીવન ! જોકે જીવન પણ બદલાયું છે એક સંબંધ થકી ! જૂના રસ્તા … નવો સંબંધ ….. નવો સંબંધ …. જુના રસ્તા ….

“ઘૂમતે ફિરતે મિલતે હૈ , મિલતે હૈ ,

મિલકે સાથ વો ચલતે હૈ , ચલતે હૈ ,

દોસ્તાના નયા નયા નયા … રાહે વહી પૂરાની ..

અંજાના … અંજાની …”

 normal_Yuva1

                          આમ રોજ તો મળીએ છીએ , એ મુજબ કાલે પણ મળીશું ને ? કે નહિ ? શું કહ્યું ? હા ? કે ના ? કાઈ જ સંભળાતું નથી – એચ્યુંઅલ્લી અહિયાં અવાજ ખૂબ છે ને ! હા , દુનિયાભરના લોકો આ જગ્યા ને ખુબ શાંત ગણાવે છે , પણ આપડે બંને એ અહી આવીને માહોલ તહેસ નહેસ કરી નાખ્યો ! આ જો ને આપડા બંને ની આંખો ક્યારની કેટલું બધું બોલે છે , અને કેટલું બધું તોફાન મચાવે છે ! કેટલાય ઇશારા , છુપમ છૂપી , પકડમ પકડી ને સામે વાળાની આંખમાં પ્રેમ છલકે ત્યારે તેને ઘૂંટડે ને ઘૂંટડે પી લેવા માટેની પડા પડી ! એટલે આવા માહોલમાં કોઈ પણ ડાહ્યી વાત કરવાની કલ્પના પણ કરવી એ મુર્ખામી હશે . અને આપડે અત્યારે જે મુર્ખામીઓ કરી રહ્યા છીએ એમાં કેટલો બધો આનંદ છે , બીજી કોઈ મુર્ખામી માટે સમય જ ક્યાં છે ! આ જ ! બસ વર્તમાનની આ જ ક્ષણો આપણી છે – જરા થોભ , થોભાય એટલું થોભ , આ ક્ષણોને વધુને વધુ જીવી લઈએ ..

કલ મિલે ના મિલે સોચના હૈ ક્યા ,

શોર મેં અભી કુછ બોલના હૈ ક્યા ,

યે જો પલ હૈ વો અપને હૈ ,

રૂક જા ઝરા ઓ દીવાની …

 

14 comments

 1. યુવરાજ, વિડિયો માણ્યો. મજા આવી. ઘણાં વર્ષોથી બોલીવુડ મુવી જોવાઈ નથી. પણ આ જોયા પછી લાગે છે કે મેં રોમેન્ટિક ફિલ્મોની મજા ગુમાવી હતી. બસ ડોસાઓને પણ મસ્તી ભર્યા ગીતો સંળાવતા રહેજો. મજામાં છોને?

  1. મજામાં છું સર , આપ કેમ છો ?
   અને હા , ઇટ્સ નેવર ટૂ લેઇટ ! હું તો બહુ રસિયો જીવ એટલે મને તો મહિનામાં ઓછામાં ઓછી ચાર પાંચ વખત એવું લાગી આવે કે મેં આ ગુમાવ્યું ને પેલું ગુમાવ્યું ! બહુ વખત થી અઝીઝ મિયાં જેવા કોઈ કવ્વાલની કવ્વાલી નથી સાંભળી કે જૂની કેટલીક ફિલ્મો , કે પછી હાર્મોનિયમ વગાડવાનું કે તબલા વગાડવાનું પણ મન થઇ આવે – પણ જયારે પણ એવો કોઈ લહાવો ગુમાવ્યાનો અહેસાસ થાય ત્યારે હું એ અહેસાસને લાંબુ ટકવા નથી દેતો અને તરત જ એ ઈચ્છા પૂરી કરી લઉં છું .
   આપને ગીત ગમ્યું એ જાણી ને આનંદ થયો 🙂

 2. અરે વાહ મારું પણ અત્યંત પ્રિય ગીત ! . . . અને એવો જ મસ્ત શબ્દો’ની ગૂંથણી’વાળો જાદુ .

  અને હાં , કઈક એવી વાત સાંભળેલી કે તમે બ્લોગ બંધ કરવાના છો ! એ ભાઈ . . . થોડુક વ્યાજબી રાખો ને 🙂

  1. તેરા જાદુ ચલ ગયા … એમ ? થેન્ક યુ હોં !

   એપ્રિલ મહિનાના આ છેલ્લા દિવસે તમને જણાવતા ખુબ આનંદ થાય છે કે આપ એપ્રિલ ફુલ બન્યા છો . બ્લોગ બંધ કરવાની વાત મેં વિરાજભાઈ એ પહેલી એપ્રિલે લખેલી પોસ્ટ પર લખેલી . જોકે મને આશા બિલકુલ ન હતી કે એ સાચું માની લેશે , પણ એમણે માની લીધું ( હજુ સુધી એમની જોડે પણ ખુલાસો નથી કર્યો ) અને એમની સાથે સાથે તમે પણ માની લીધી . કેમ ? બનાવી દીધાને બધ્ધા ને ? એમ ત્યારે 😉 🙂

   “મેરી કહાની … ” સીરીઝનું એક પેઈજ બનાવ્યું છે – જે આપની જાણમાં હશે જ . છતાં ફરી થી ધ્યાન દોરું છું – હેવ એ લૂક !

   1. અરે વાહ આવું એપ્રિલફૂલ બનવું તો ખુબ જ ગમે 🙂

    અને હાં , તે પેઈજ તો મેં જોયેલું જ પણ એક વાત તો કહેતા ભૂલી જ ગયો કે આ બધી જ પોસ્ટ’ને સાંકળી’ને એક પુસ્તક બનાવવા જેવું ખરું હોં ! What say . . .

   2. અમને શી રીતે ખબર પડે કે તમે જોયું છે ? લાઈક કે કોમેન્ટ રૂપી પગલા છોડેલા હશે તો જ વાતને માનવામાં આવશે

    આનું પુસ્તક બનાવવાની ઈચ્છા તો મારી છે જ ( અને મારા સિવાય હવે તમે પણ ! વાહ ! જાણીને ખુબ આનંદ થયો ) અને પુસ્તકના કોન્સેપ્ટમાં મેં કેટલીક ચુનંદા કોમેન્ટ્સ ને પણ આવરી લેવાનું વિચાર્યું છે ! લેટ્સ સી , ઇન ફ્યુચર આ પ્રોજેક્ટ પણ હાથમાં લઈશું . હવે પુસ્તકની વાત નીકળી છે મારી બીજી (પુસ્તકરૂપે બીજી )નવલકથા “સોદો ” પ્રકાશિત થઇ ચુકી છે એ વાત મેં બ્લોગ પર કહી છે કે કેમ ? મને યાદ નથી . જાન્યુઆરીમાં પ્રકાશિત થઇ , અને અમદાવાદ માં ૩૫ વર્ષથી થીયેટર કરતા અને ૧૦૨ નાટકો નિર્માણ કરી ચુકેલા શ્રી નિમેશ દેસાઈના હસ્તે વિમોચિત થઇ .
    નીમેષભાઈ નો એક બીજો પરિચય – ઓલું ગીત સાંભળ્યું હશે “સાંવરિયો રે મારો સાંવરિયો ” એ ગીત એમણે ડીરેક્ટ કરેલી ફિલ્મ “નસીબની બલિહારી ” નું . જેમાં નસીરુદ્દીન શાહ અને સ્મિતા પાટીલ પણ હતા . અને પરેશ રાવલ મુખ્ય ભૂમિકામાં. જે પરેશ રાવલની પહેલી ફિલ્મ હતી . નીમેષભાઈ સાથે મેં ઘણું થીયેટર કર્યું .

   3. નહિ , તમારા આ બીજા પુસ્તક વિષે તો જરાય જાણ જ નહોતી !! ખુબ ખુબ શુભેચ્છાઓ 🙂 [ ચાલો તમારી પાસેથી એક પાર્ટી પેન્ડીંગ રહી ! ]

    સોરી . . નીમેષભાઈ’નો પરિચય નહોતો , પણ હવે આપે કરાવી દીધો તો જાણીને ઘણો આનંદ થયો . . . તો તો પછી મિત્ર તે વિમોચન’નાં થોડાક ફોટા દેખાડો’ને અમ સૌ બંધુ’ઓને 🙂

   4. ફેસબુક પર તો ત્યારે જ બધું શેર કરી દીધેલું પણ અમારા દુર્ભાગ્યે આપ ત્યાં અવેલેબલ નથી – હવે જયારે “નવાજુની ” ટાઈપ પોસ્ટ લખીશ ત્યારે જરૂર તેમાં વિમોચનનું કવરેજ આવરી લઈશ.

 3. પેમલા-પેમલી તો ઠીક, પણ આપણે તો યાર ! પહેલા પેરેગ્રાફથી જ વાંધો છે, ઇન્ટ્રોવર્ટ બીન્દાસ કેમ ન હોય શકે ? પોતાનું મન પડે તેમ કેમ નકરી શકે ? હું તો કરું છું જ, બ્લોગ લખું જ છું ને ! યુવરાજ કે અન્ય કોઈ વાંચે કે ન વાંચે, મારે શું ? તમે શું કીયો છો ? જો ‘Identity’ (http://bestbonding.wordpress.com/2012/06/21/identity/) નહોતું લખ્યું !
  બાકી બ્લોગ બંધ કરશો તો ભવિષ્યમાં તમારા પીક્ચર જોવાનું પણ બંધ કરશુ, શું સમજ્યા…..

  1. હા , સાચી વાત આ યુવરાજ સાલ્લો આજકાલ લખે છે ઓછું અને એથીયે ઓછું વાંચે છે , જગદીશ સર ની મહામૂલી પોસ્ટ્સ પણ ચુકે છે , ખેર જવા દો એની વાત પણ આપે સાચું કહ્યું કે ઇન્ટ્રોવર્ટ બીન્દાસ હોઈ શકે ! અને હું પણ હતો , પણ જાહેરમાં એ મિજાજ છતો નહોતો થતો . અને એ ઉમર જ એવી હતી કે લોકો આપણા વિષે શું માને છે એ સૌથી વધુ અગત્યની બાબત હતી .

   અને બ્લોગ બંધ કરવાની વાતમેં પહેલી એપ્રિલે કરેલી 😉 🙂 (ઈશારા કાફી હૈ ! સમજી ગયા ને ? ન સમજ્યા હો તો વિગતવાર જવાબ નીરવભાઈ ની કોમેન્ટના રીપ્લાયમાં મોજુદ છે )

 4. પ્રેમમાં આખો આખો દિવસ સાથે રખડવું , એના કહ્યા પ્રમાણે બધું કરવું , બાકી બધું નેવે મૂકી ને બસ ઈશ્ક ફરમાવવું – ઉફફ … વ્હોટ એ ટ્રબલ ! પરેશાની ! અને એ પરેશાની છે , મુજ પર થયેલ એક મહેરબાની ! >>> 🙂 🙂 🙂

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s