ફિલ્મ – જોલી એલ.એલ.બી.
વર્ષ – ૨૦૧૩
ગીત – ચલો ચલો ચલો સનમ , અજનબી બન જાયેં..
ગાયક – મોહિત ચૌહાણ , શ્રેયા ઘોષાલ
ગીતકાર – શુભાષ કપૂર
સંગીત – ક્ર્સના
એક અજાણ્યો છોકરો અને અજાણી છોકરી જયારે એકબીજાથી આકર્ષાય છે ત્યારે … તેમના મનમાં કેટલાય તરંગો જાગે છે , કેટલીયે કલ્પનાઓમાં તે રાચવા લાગે છે , પોતાની જાતને આખીયે સલ્તનત નો બાદશાહ સમજતો હોય એમ આખો દિવસ કોર્લર ઊંચા કરીને વટમાં ફરતો છોકરો પોતાને ગમતી છોકરી પોતાની પાસે થી પસાર થતા એવું તે નમ્ર સ્મિત આપશે કે આ હા હા … એના માં – બાપ એ છોકરાના ચહેરા પર એવું સ્મિત જુએ તો એમને એક ભવ્ય આંચકો લાગે , ચાર ધામની યાત્રા તાબડતોબ કેન્સલ કરાવીને તેઓ બોલે કે અમ્મારો છોકરો આટલો ભોળો છે એ જોઈને અમારો જનમ સફળ થઇ ગયો ! અમારા બાબલા નું આ સ્મિત અમે કેમ અત્યાર સુધી નહોતા જોઈ શક્યા ! અને આખી કોલેજની ક્વીન તરીકે ઓળખાતી કોઈ છોકરી જેની પાછળ બધા છોકરાઓ લટ્ટૂ થઇને ફરતા હોય , અને એ એમાંથી કોઈની સામુય ન જોતી હોય, અને ભૂલથી કોઈની સામું જોઈ પણ લે તો એ છોકરો ત્યાં ને ત્યાં ખુશીનો માર્યો બેભાન થઇ જાય ! એવી છોકરી પોતાના સપનાના રાજકુમારની આગળ સાવ પાણી પાણી થઇ જાય , પેલો તેની સામું પણ ન જુએ તો પણ તેની નજરમાં આવવા તે છોકરી એની આગળ પાછળ ફર્યા કરે! પેલો ત્રાંસી નજરે તેની સામું જુએ તો પેલી છોકરી બધો ઘમંડ ભૂલી ને તરત એક સ્મિત આપી દે !
જે હજુ બંધાયા નથી , અથવા તો એમ કહી શકાય કે જે બંધાશે કે નહિ તેની પણ જાણ નથી એવા અજાણ્યા-અધૂરા સંબંધો માં જે રોમાંચ છે , જે થ્રિલ છે , જે આનંદ છે તે કોઈ પ્રેમલા પ્રેમલી કે પતિ – પત્ની ના સંબંધ માં નથી હોતો. એ આજે બસ – સ્ટેન્ડ પર ઊભેલી જોવા મળશે કે કેમ ? એમ વિચારીને પેટમાં થતી સળવળાટ , કોઈની સાથે નજરો મળવાથી લાગતો મીઠો આંચકો , કલાસરૂમમાં જતા પહેલા મગજમાં ચાલતો એક જ વિચાર કે એ આવી હશે કે કેમ ! અને પછી એ કલાસરૂમમાં ન દેખાવાથી થતી નિરાશા , અને પછી અચાનક “મે આય કમ ઇન સર ? ” કહીને તે કલાસરૂમમાં દાખલ થાય ત્યારે થતી અપાર ખુશી … વિગેરે જેવી મુમેન્ટસ માં જે રોમાંચ છે , જે નશો છે, એ અદભૂત છે . એ ક્ષણિક આનંદ ટાઈમલેસ ફિલ્મ જેવો હોય છે , જેને યાદ કરવાનો અનુભવ પણ સુખદ, આનંદદાયી હોય છે.
સ્કૂલની કોઈ કલાસમેટ ક્યારેક રસ્તા પરથી પસાર થતા દેખાતી હોય , અને જયારે જયારે તેની સાથે નજરો મળતી હોય ત્યારે ત્યારે તે સ્મિત આપતી હોય ! ઓહ ! વ્હોટ એ મુમેન્ટ ! વ્હોટ એ થ્રિલ ! મારી સ્કૂલની એક કલાસમેટ ,મારા જીવનનું પહેલું આકર્ષણ ! હું કોલેજમાં આવ્યો પછી વહેલી સવારે બસમાં કોલેજ જવા બસ સ્ટેન્ડ ઊભો હોઉં અને એ ત્યાં થી પસાર થાય , મારાથી તો આખી સ્કુલ લાઈફમાં ક્યારેય હિંમત નહોતી થઇ , પણ મને ત્યારે એ બસ સ્ટેન્ડ પર ઊભેલો જોઇને એ સ્મિત આપતી ! હવે તો સાંભળ્યું છે કે એને એના જેવી જ એક સુંદર બેબી આવી છે , મેં તો એની બેબી ને જોઈ નથી , કદાચ ભવિષ્યમાં જોવા મળે ! એનું ઘર અમારી સ્કુલની ગલીમાં જ છે , કોને ખબર ત્યાં થી પસાર થતા ક્યારેક એની નાનકડી છોકરી એ ઘરના આંગણમાં રમતી દેખાઈ જાય, અને મને જોઇને તે સ્મિત આપી દે … !
“મેં તેરી ગલી સે ગુઝરૂ ,
તું છત પે કપડે સુખાયે,
મેં સચ્ચી મેં તુજકો તાડું,
તું નકલી સા શરમાયે,
ચલો ચલો ચલો સનમ , અજનબી બન જાયેં,
ચલો ચલો ચલો સનમ , અજનબી બન જાયેં..”
કયારેક એવું પણ બનતું હોય કે કોલેજની કોઈ કલાસમેટ કે જેની સાથે ક્યારેય વાત ના કરી હોય , અરે ક્યારેય નજરો પણ ન મળી હોય અને કોઈ અજાણ્યા મોલમાં તે સામે મળી જાય અને એકદમ સહજ રીતે બંને પક્ષે સ્મિતની આપ – લે થાય. ઇન ધ સેમ વે , આવી જ કોઈ કલાસમેટની ફેસબુક પર રીક્વેસ્ટ આવે ! અહી આ ગીતમાં પણ પ્રેમીઓ તેમના સંબંધમાં એ થ્રિલ , એ રોમાંચ , એ નશો મિસ કરે છે , એટલે જ તેઓ વિચારે છે કે આના કરતા તો ત્યારે વધુ મજા આવતી જયારે આપણે અજાણ્યા હતા , અને એક બીજાને આકર્ષિત કરવા માટે જુદા જુદા ગતકડા કરતા ! અથવા તો એવા ગતકડા કરવાનું અને એમાંથી મળતો આનંદ લૂંટવાનું તેમને મન થયું છે , પણ હવે તો તેઓ પ્રેમી – પ્રેમિકાના સંબંધ થી જોડાઈ ગયા છે , એથી આ બધું તેમના માટે શક્ય નથી , બિલકુલ એ રીતે જે રીતે આપણને મોટા થઈને યુનિફોર્મ પહેરીને સ્કુલે જવાનું મન થાય , તો એ શક્ય ન થાય ! એટલે જ તો કોલેજીયનો સ્કુલ લાઈફનો આનંદ ફરી લૂંટવા સ્કૂલ ડે મનાવે છે. અહીં આ ગીત માં પ્રેમી યુગલને જે પ્રકારનો આનંદ લૂટવો છે , એના માટેની પહેલી કંડીશન જ એ છે કે બંને પાત્રો સંબંધમાં ન હોવો જોઈએ , બંને અજાણ્યા હોવા જોઈએ , તો જ આ મસ્તીભરી રમત રમી શકાય , અને મનમાં રહેલા રોમેન્ટિક અરમાનો પૂરા કરી શકાય –
“હાં , કોલેજ સે ઘર કો મેં નીક્લૂં ,
તું સ્કૂટર કે ચક્કર લગાયે ,
મેં ઝૂઠે હી થોડા સા જો હંસ દૂ,
તેરી લાર ટપકતી જાયે ,
ચલો ચલો ચલો સનમ , અજનબી બન જાયેં,
ચલો ચલો ચલો સનમ , અજનબી બન જાયેં…”
કાશ મારી પાસે પણ બાઈક હોત , તો હું પણ પેલી છોકરીને પાછળ બેસાડીને ફરતો હોત . જેવા સામાન્ય(નોર્મલ) કાશથી લઈને કાશ હું મરી જઉં ને એ મારી કબર પર વિલાપ કરવા આવે જેવા અસામાન્ય(એબનોર્મલ) કાશ સુધીના વિચારો ટીન એજમાં ખુબ આવે ! અને પ્રેમમાં પડેલું દરેક પ્રાણી મનથી તરુણ જ હોય છે એવું મારું અંગત રીતે માનવું છે. પરિસ્થિતિ અને પ્રેમના ઊભરા આ બંને બાબતો એક જ સમયે કાબુ બહાર જતી દેખાય ત્યારે આવા “કાશ” સીરીઝના વિચારો આવવાના શરુ થાય. મેં જયારે તરુણાવસ્થામાં “જંગલ” ફિલ્મ જોયેલી ત્યારે મને પણ વિચાર આવેલો કે કાશ હું અને ઓલી (સ્કુલવાળી ગલી માં રહેતી – મને બસ સ્ટેન્ડ પર ઊભેલો જોઇને સ્માઈલ આપતી ) છોકરી, બંને જણા એકલા જંગલમાં ભૂલા પડી જાય , પછી હું બધી સિચ્યુએશન્સ હેન્ડલ કરું , યુ સી અને મારા દ્વારા જંગલમાંથી તોડીને લાવેલા શાકભાજી નો ઉપયોગ કરી ને એ જમવાનું બનાવે અને ધીરે ધીરે એ મારા પ્રેમમાં પડે . અને કાયદેસર રીતે એને પડવું જ પડે , કારણ કે એની પાસે બીજું ઓપ્શન જ ન હોય , જસ્ટ લાઈક એડમ એન્ડ ઈવ ! અને હું પણ આટલા સમયમાં એને ઈમ્પ્રેસ તો કરી જ લઉં , ગેરંટેડ ! આવા “કાશ” સીરીઝના વિચારો ને કોઈ પરાકાષ્ઠાનું બંધન નથી હોતું , કોઈ હદ નથી હોતી , બસ પ્રેમિકાને મળવાનો, એની સાથે વાતો કરવાનો , એને પટાવવાનો પર્પઝ સોલ્વ થવો જોઈએ , બાકી બધું તો ઈ ની માં ને સમજ્યા હવે …! જે થવું હોય તે થાય , કોને પરવાહ છે?! બંદો બિન્દાસ છે ને આ તો ભાયડાના વિચારોમાં થતા ભડાકા છે ….
“કાશ તેરે પપ્પા કિસી ટ્રક સે જા ટકરાયે ,
હડ્ડી વડ્ડી તૂટે , પ્લાસ્ટર ભી લગ જાયે ,
મિલને કા હો બહાના ..
હમ તેરે ઘર કો આયે ,
ચલો ચલો ચલો સનમ , અજનબી બન જાયેં,
ચલો ચલો ચલો સનમ , અજનબી બન જાયેં…”
જો તમે જીવનમાં પોતાના પ્રિય પાત્રને પટાવવા આવા ગતકડા કર્યા છે તો તમે ખોબે ખોબે આનંદ અને રોમાંચ ની ક્ષણો લૂંટી છે. જો ગતકડા નથી કર્યા અને હજુ અનમેરીડ છો તો જલ્દી થી આ બધું કરી લો , પછી સમય હાથમાં થી સરકી જશે ,અને લાઈફ બધું આપે છે પણ વીતેલો સમય પાછો ક્યારેય નથી આપતી , ફરીથી બાળક નથી થઇ શકાતું , ફરીથી યુવાન નથી થઇ શકાતું. માત્ર એક બાબતને તમે હંમેશા પોતાના કાબુમાં રાખી શકો છો , અને એ છે તમારું મન ! અગર ચાહો તો મનથી હંમેશા તરુણ રહી શકાય ! આ ગીતના પાત્રોની જેમ મનથી તો એ સમયમાં જઈ જ શકાય , મનમાં આવતા ગતકડા આ રીતે એકબીજા સાથે શેર કરી ને થોડી મસ્તીભરી મુમેન્ટસ ક્રિએટ કરી શકાય ! અને જો તમને માત્ર લાઈવ એકશનમાં જ રસ હોય તો આવા ગતકડા પોતાના તરુણ છોકરા – છોકરીઓ સાથે શેર કરો , અને એમને રવાડે ચડાઓ ! ઓન્લી ઇફ યુ વોન્ટ ! એન્ડ વ્હાય નોટ , પોતાના બાળકોને પ્રેમ કરતા શીખવવામાં , એમની લવ સ્ટોરીમાં રસ લેવામાં અદભુત આનંદ રહેલો છે, એવું લાગે જાણે આપણે ફરીથી આપણી તરુણાવસ્થા જીવી રહ્યા છીએ, અને તમારા ડીયર સન નું તેની પ્રેમિકા સમક્ષ પ્રપોઝલ એક્સેપ્ટ થશે , ત્યારે તેના ચહેરા પર જે આનંદ હશે એ આનંદ ને જોઇને જો તમને તમારા સમયમાં તમે કરેલા પ્રપોઝલ માં મળેલા સ્વીકારનો આનંદ યાદ ન આવી જાય તો મારું નામ બદલી નાખજો યાર ! અને છેલ્લે ,છોકરીઓ માટે , પોતાના પ્રેમી , લવર, પતિ ને ટીઝ કરવા વાપરી શકાય એવો આ અંતરો –
“હો… આશીકો કી ભીડ હો ,
સબ મુજસે મિલને આયે ,
લંબી સી કતાર મેં ,
તું ભી ખડા હો જાયે ,
નંબર તેરા જો આયે ,
વિન્ડો બંધ હો જાયે ,
ચલો ચલો ચલો સનમ , અજનબી બન જાયેં,
ચલો ચલો ચલો સનમ , અજનબી બન જાયેં…”
નામ બદલવાનું નહિ થાય 😉 , ખુબ જ સુંદર લખ્યું છે . . . મિત્ર , A Friend 🙂
અમે પણ આવા જ ખયાલોમાં વિહરતા અને રોમે રોમે જે રોમાંચ થતો . . . કે કાઈ , પૂછો માં 🙂
એપ્રિશિએશન બદલ ઘણો બધો આભાર બંધુ 🙂
the best one till the day!!! (મારા માટે…. 😉 )
bookmark કરી દીધું છે આ પેજ તો….
એકી એક લાઈન વાંચતા મારી અત્યાર ની સ્ટોરી લાઈવ દેખાવા લાગી…..
ખરેખર સો ટકા સાચી વાત છે….. જે મજા ક્રશ ને નીરખવા માં છે એ મજા રીલેશન માં બંધાઈ જવામાં હોય એવું મને તો નથી જ લાગતું…. એટલીસ્ટ આ એજ માં તો ખરું જ…
સિમ્પલી અમેઝિંગ!! 😀
ભાઈ …. ભાઈ …. આપડું પેજ , એ બી બુકમાર્ક ! ભારે કરી ! 🙂 આટલો મસ્ત રિસ્પોન્સ આપીને તમે તો સવાર સુધારી દીધી હો વિરાજભાઈ , થેંક યુ 🙂
હું તો ગઈ કાલે વાંચ્યું ત્યારથી લઈને આખી રાત આ જ વિચારો માં હતો…..
————————
એ ક્લાસ ના એક ખૂણા માં બેઠી હોય , અને હું બીજા… એ ત્યાં થી નજર ફેંકે, હું અહી થી બેઠો કેચ કરું…. એક નાનો અમથો હાર્ટ અટેક .. એક મીઠડો ઝટકો… અને બૃફ્ફ્ફ…. બંને ની નજર ફરી પાછી પોત-પોતાની ખાલી બેંચ પર…. અથવા નોટ કાઢી ને કઈ પણ લખવા બેસી જવાનું….. બોરિંગ લેકચરર ની સામે જાણે બધું સાંભળતા હોઈએ એમ જોવા લાગવાનું…. અને અંદર થી તો એના જ વિચારો માં ખોવાયેલા રહેવાનું…. હું સામે જોઉં અને એનું ધ્યાન ના હોય…. એ સામે જુએ ને મારું ધ્યાન ના હોય….. અને બસ ફરી ને ફરી ટ્રાય કરતા રહેવાનું…. લેબ માં એ બેઠી હોય ને હું એન્ટર થાઉં… મારી નજર ત્યાં જ હોય કે આવી છે કે નહિ, એની નજર રાહ જોતી હોય કે હું આવીશ કે નહિ…. અને બસ…. પહેલી નજર નાખી ને ફરી પાછા પોત-પોતાના પીસી કે નોટ માં જોવા લાગવાનું…. અને બસ ફરી નેક્સ્ટ વિક ની રાહ જોવાની કે આ સીન રીપીટ જલ્દી થાય તો સારું….. અને બસ…. આ જ રીતે રીપીટ થતું રહે….
ભાઈ…. બંક મારી ને જો ગર્લ-ફ્રેન્ડ~બોય-ફ્રેન્ડ સાથે લુપાઈ છુપાઈ ને પ્રેમ કરવામાં રોમાંચ લાગતો હોય અને ક્લાસ બોરિંગ લાગતો હોય તો હું તમને 1૦૦% સાચા તો નહિ જ ગણું….. આ ઉપર લખ્યું એમાં પણ એક્સાઈટમેન્ટ છે છે ને છે જ….
પ્રિય યુવરાજ ભાઈ
બહુ સરસ મુવી વિષે લખ્યું છે , લખ્તા રહેજો મારા જેવા બુજ્ર્ગને પણ વાંચવાની મજા આવે છે
thanks a lot aata , પણ તમે બુઝુર્ગ નથી , you are the youngest 🙂
યુવરાજ ભાઈ તમારી ફિલ્મની જાણકારી અને તેને વર્ણવાની રીત વખાણવા જેવી છે તમારા જેવા જુવાન પ્રશન્શકો મને બુજુર્ગની લાઈનમાં નહિ બેસવા દો . અને જ્યાં સુધી યુવાન છોકરીયો મારી સાથે ફોટો પડાવવા ઉત્સુક હોયુ ત્યાં સુધી હું બુજુર્ગ નહી થાઉં