Movie Review: ‘ધી લાસ્ટ ડોન’ છે એક રીયાલીસ્ટીક સર્જન

‘ધી લાસ્ટ ડોન’ એ એક ક્રાઈમ થ્રીલર ફિલ્મ છે.ફિલ્મના દિગ્દર્શક શ્રવણ કુમાર છે. અને નિર્માતા – આશુતોષ પટેલ. આ એ જ શ્રવણ કુમાર10012579_778366472235470_6104621191237837468_n છે જેમણે થોડા સમય પહેલા આવેલી ગુજરાતી ફિલ્મ ‘ધી એડવોકેટ’ બનાવેલી. ફિલ્મમાં અભય ભટ્ટનાગર (જે એક્સ. ચેસ ચેમ્પિયન પણ છે અને ટ્રેઈની આઈપીએસ ઓફિસર છે ) અમદાવાદના પોલીસ સ્ટેશને ડ્યુટીમાં જોડાય છે, અને એ જ દિવસે માફિયા કિંગ બડે નવાબ મૃત્યુ પામે છે. આ માફિયા કિંગનો પુત્ર પોતાના પિતાની અંતિમ ક્રિયા પહેલા એક વ્યક્તિને મોતને ઘાટ ઉતારવાનું પ્રણ લે છે અને અભય ભટ્ટનાગર એને રોકવાના પ્રયત્નોમાં લાગી જાય છે પણ થોડા જ સમયમાં તે જાણી જાય છે કે છોટે નવાબ એના કરતા ઘણા વધારે પાવર ધરાવે છે કારણ કે પોલીસ ડીપાર્ટમેન્ટ ના જ કેટલાક લોકો છોટે નવાબ માટે કામ કરે છે. અને પછી અભય ભટ્ટનાગર નવાબને એના જ માણસોનો ઉપયોગ કરીને હરાવે છે, એ કઈ રીતે? એ માટે ફિલ્મ જોવી રહી.

આ માફિયા ફિલ્મની કથા અમદાવાદની ભૂમિ પર આકાર લે છે. જેમાં ગેરકાયદેસર રીતે થતા દારૂના વેપારને કથાબિંદુ તરીકે રજુ કરવામાં આવેલ છે. ફિલ્મના મોટાભાગના દ્રશ્યોમાં કેમેરાનો ઉપયોગ હાથેથી પકડીને કરવામાં આવ્યો છે, ફિલ્મની મુખ્ય ભૂમિકાઓમાં ધ્વની ગૌતમ, ભરત ઠક્કર, વિકાસ ગુપ્તા, રાજીવ પાઠક અને ઈલેશ શાહ જેવા કલાકારો છે.આ ફિલ્મનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ તેની વાર્તા છે. વાર્તા એક ફ્રેશ ફિલ આપે છે અને કૈક નવું જોવાની દર્શકની ભૂખને પણ સંતોષે છે. અને સોનામાં સુગંધ ભળે તેમ આ ફિલ્મના ડાયલોગ્સ પણ કાબિલે તારીફ છે. આ પ્રકારની થ્રિલર ફિલ્મ માટે ડાયલોગ્સ ઘણું મહત્વ ધરાવે છે. સારા ડાયલોગ્સ અડધી બાજી જીતાડી દે છે. ‘ધી લાસ્ટ ડોન’ને પણ તેના ડાયલોગ્સ ફળ્યા છે. એ જ રીતે ફિલ્મનો સ્ક્રીન પ્લે પણ લાજવાબ છે. કેટલાક દ્રશ્યોનું ફિલ્માંકન અત્યંત લાજવાબ છે. નવાબ ક્રુરતાથી લોકોને સળગાવી મુકે છે એ દ્રશ્યો હચમચાવી નાંખે તેવા છે. બડે નવાબ અને છોટે નવાબ વચ્ચેના સંવાદનું દ્રશ્ય પણ ખુબ સુંદર રીતે એક્ઝીક્યુટ થયું છે.

 ઓસમાણ મીરનું ગીત ‘એ ખુદા’ અદભુત રીતે ગવાયું છે. ફિલ્મમાં ચોક્કસ સમયે આવતું આ ગીત ફિલ્મની ફીલને એક અલગ ઊંચાઈ પર લઇ જાય છે. જીગર દવેના લીરીક્સ એપ્રોપ્રીએટ છે. ફિલ્મમાં બેકગ્રાઉન્ડ સ્કોરનો ઘણો ઓછો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેનાથી ફિલ્મને કોઈ નુકસાન થયું નથી. અને જે દ્રશ્યોમાં બેકગ્રાઉન્ડ સ્કોર વપરાયો છે એ રૂટીન છે. ફિલ્મના મુખ્ય બે કલાકારોએ અભિનયમાં ક્યાંય કચાશ રાખી નથી. અભય ભટ્ટનાગર ના પાત્રમાં ધ્વની ગૌતમ અને છોટે નવાબના પાત્રમાં ભરત ઠક્કર. ઇન્સ્પેકટરના પાત્રમાં અન્ડર એક્ટ કરીને પણ છાપ છોડવી – ઇટ્સ અ ટફ જોબ, એન્ડ ધ્વની ગૌતમ હેઝ ડન ઈઝ વેલ. છોટે નવાબની ભૂમિકા ભરત ઠક્કરની પર્સનાલીટીને સુટ કરે છે. ફિલ્મના બીજા કલાકારોએ પણ પોતાની ભૂમિકાને ન્યાય આપ્યો છે.

 બોલીવૂડમાં ૮૦ના દાયકામાં જે ઉત્તમ પ્રકારની ઓફ બીટ રીયાલીસ્ટીક ફિલ્મો બનતી હતી, એવી છેલ્લા ઘણા વર્ષોથી જોવા નથી મળી. આજના સમયમાં રીયાલીસ્ટીક અને ઓફ બીટ સિનેમાનો ઉત્તમ નમૂનો છે – ‘ધી લાસ્ટ ડોન’. આ ફિલ્મને જોવી ચૂકશો નહીં કારણ કે કદાચ આ એ જ વાર્તા છે જેની તમારી અંદરના દર્શકને વર્ષોથી ભૂખ હતી. અને કદાચ આ એ જ ફિલ્મ છે જે તમને કશુક અલગ માણવાનો સંતોષ આપશે. ગો ફોર ઈટ.

Advertisements

2 comments

  1. યુવરાજ ઘણાં લાંબા સમયથી એક પણ મુવી જોયું નથી છતાં તમારી સચોટ સમિક્ષાશૈલીમાં લખેક રિવ્યુએ લાગ્યું કે એક મુવી મેં જોયું અને માણ્યું. જો તમારા રોલ વાળા ભાગની ક્લિપ યુ-ટ્યુબ પર મુકાય તો જણાવજો.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s