Month: જુલાઇ 2013

તેરા રસ્તા મેં છોડું ના … ચેન્નઈ એક્સપ્રેસ

ફિલ્મ – ચેન્નઈ એક્સપ્રેસ વર્ષ – ૨૦૧૩ ગીત – તેરા રસ્તા મેં છોડું ના … ગાયક – અમિતાભ ભટ્ટાચાર્ય , અનુષા માની ગીતકાર – અમિતાભ ભટ્ટાચાર્ય સંગીત – વિશાલ – શેખર

પ્રેમ એટલે આપવું … આ મારી પ્રેમ વિષે ની સૌ પહેલી સમજ હતી. એફ.વાય. માં હતો ત્યારે ક્લાસમાં મેડમે બધા ને ઉદેશી ને પ્રશ્ન કરેલો – વ્હોટ ઈઝ લવ , એકોરડીંગ ટૂ યુ ! કેટલાકે આંગળીઓ ઊંચી કરી , એમાંથી એક આંગળી મારી પણ હતી , આર્ટસ ના વિદ્યાર્થીઓ હોઈ મેડમ ને વિવિધતા થી ભરપૂર જવાબો મળ્યા , એમાં મારો જવાબ હતો – પ્રેમ એટલે આપવું , ટૂ લવ ઈઝ ટૂ ગીવ ! નિસ્વાર્થ ભાવે ફક્ત આપવું ! પછી એ કાર હોય કે કેર હોય ! ક્લાસ ના એસાઈનમેન્ટ ની ફાઈલ હોય કે જસ્ટ એક સ્માઈલ હોય ! મળવાનું ભલે ઓલવેય્ઝ હોય કે વન્સ ઇન એ વ્હાઈલ હોય … બસ આપ્યા જ કરવું , જેટલું આપી શકાય તેટલું , જે આપી શકાય એ ! અને જે નાં આપી શકાય તેમ હોય તે પણ જેમ તેમ વ્યવસ્થા કરીને આપવું ! બસ આપ્યા જ કરવાનું ? તો પછી મેળવવાનું શું ? વેલ , આપવાથી થતી ખુશી જેવી પવિત્ર અને મસ્ત બીજી કોઈ ફીલિંગ નથી. પ્રેમ ના બદલામાં પ્રેમ માંગવો એ પ્રેમ નહિ પણ સોદો છે, પણ પ્રેમ માં પડ્યા હોઈએ ત્યારે પ્રેમ મેળવવાની ઘેલછા પણ ક્યાં ઓછી હોય છે ! એ તો ભરપૂર હોય છે , અને એટલે જ પ્રેમ સંબંધ માં બંધાયા પછી કોઈ પ્રેમી પોતાની પ્રેમિકા પાસે થી તૃપ્ત થવા માંગે છે પ્રેમ ! હક થી ! હું જાણું છું કે તને કબૂલ છે , તો પછી વિલંબ શાને કરે છે ? જલ્દી થી આપ મને એક પપ્પી ! તારા એક ચુંબન માત્ર થી મને મારું સ્વર્ગ મળી જશે. અને પપ્પી ના બદલામાં હું તને આપીશ , એક પ્રોમિસ … તારો સાથ ક્યારેય ન છોડવાનો વાયદો , એન્ડ માઈન્ડ વેલ , આ સોદો નથી , પ્યોર લવ છે ! તારા દિલમાં મારા માટે જે પ્રેમ છે તેનો સાક્ષાત્કાર કરવાની તલબ છે. તારામાં સમાઈ જવાની ઘેલછા છે ! ઇન શોર્ટ , ધીસ ઈઝ ધી ગ્રેટેસ્ટ ગ્રેટનેસ ઓફ માય લાઈફ ! “મહેરબાની નહિ તુમ્હારા પ્યાર માંગા હૈ , તુમ્હે મંઝુર હૈ તભી તો યાર માંગા હૈ ગૈરો કે ડર સે , તેરે શહેર સે , હૈ કસમ રિશ્તા તોડું ના … તેરા રસ્તા મેં છોડું ના ….”

દરેક વ્યક્તિ ના મનમાં પ્રેમ ની એક સમજ હોય છે. મેં વાત કરી તેમ તે દિવસે ક્લાસરૂમ માં દરેકે પ્રેમની વ્યાખ્યા અલગ અલગ આપેલી, કેટલાય ની વ્યાખ્યાઓ સમય સાથે બદલાઈ હશે , કેટલાક મારા જેવાય હશે , જેઓ ની ફિલોસોફી માં ખાસ ફરક નહિ પડ્યો હોય. પણ તોય , માણસ જે વિચારે છે , અને અનુભવો તેને જે ભાથું આપે છે અને પછી જે સમજ વિકસે છે તેને જ એ સાચી માને છે , તેના માટે તે સમજ એક બહુ મોટું સત્ય છે અને તેની સમજ સાથે મેળ ન ખાતી હોય તેવી દરેક વાત અસત્ય છે. જેઓ એ શિયાળામાં પ્રેમ કર્યો હોય તેમને એવું લાગે કે પ્રેમ ની અસલી મજા તો શિયાળામાં જ છે. જે ગ્રીષ્મ ઋતુમાં પ્રેમ માં પડ્યા હોય તેમની યાદોમાં , મુલાકાતો માં ગરમ હવાઓ પણ શામેલ હોય , એથી એમને ગરમ હવાઓ સાથે પણ લગાવ થઇ જાય. પોતાના પ્રેમ સાથે જોડાયેલ દરેક ચીજ અતિ સુંદર હોય …! જે જગ્યા સાથે એ યાદો જોડાયેલ હોય એ જગ્યાએ ફરી ફરી પહોંચી ને ખુશી પ્રાપ્ત થાય ! જીવન માં મેળવેલી સૌથી મોટી જીત ની ખુશી ! જેના પર દિલોજાન નીર્છાવર હોય તેને પામવું એ કેટલી મોટી જીત કહેવાય !

“અગર યે હૈ નહિ , તો ફિર જાને પ્યાર ક્યા હૈ મેરી જીત હૈ તું , કિસે પરવાહ હાર ક્યા હૈ , તેરા રસ્તા છોડું ના … છોડું ના મેં તેરા રસ્તા છોડું ના …”

જીવનમાં અનેક રાહો હોય છે અને એ અનેક રાહોની અનેક મંઝીલો હોય છે , એમાંની એક મંઝીલ પ્રેમની પણ છે. દિલોજાનથી ઈશ્ક કરતા વ્યક્તિ માટે પ્રિયજનના ઈશ્કમાંchennai-express તેને જાત સહીત બધું આપવું , એ જીવન ના સૌથી મોટા ઊદેશ્યો માં નો એક ઉદેશ્ય હોય છે. જે રીતે કોઈ બાધા માનવામાં આવે ત્યારે તો મનમાં હોય કે કરી લઈશું , પણ જયારે ખરેખર તે બાધા નિભાવવાની આવે ત્યારે ખ્યાલ આવે કે ધાર્યા કરતા ઘણું અઘરું છે. માતાજીના મંદિર સુધી ચાલીને જવાની બાધા રાખતા તો રાખાઈ જાય, માતાજીને વચન આપતા તો અપાઈ જાય, પણ એ વચન પૂરું કરવું કાઠું પડી જાય , એ જ રીતે પ્રિયજન ને આપેલું કોઈ વચન , સમય જતા અઘરું પૂરવાર થાય , અઘરામાંથી ધીમે ધીમે એ વચન નિભાવવું અશક્ય લાગવા લાગે, એવા અશક્ય વચન પણ નિભાવી જવા એજ સાચા પ્રેમી ની નિશાની છે. જીવનમાં થોડા થોડા સમય માટે તો હર કોઈ સાથ આપે , રાહ તો કોઈ પણ ચીંધી આપે , પણ મંઝીલ સુધી હાથ પકડી ને લઇ જનાર વ્યક્તિ માત્ર એક જ હોય ! એ વ્યક્તિ એટલે સાચો પ્રેમી , સાચો આશિક ….. જે નસીબદાર ને જ પ્રાપ્ત થાય. જેમ માતાજીને આપેલા વચન માટે પગ છોલાઈ જાય ત્યાં સુધી ચાલનારા લોકો હોય છે તેમ ઈશ્ક માં પણ પગમાં છાલા પાડનારાઓ ની કમી નથી. આખરે ઈશ્ક પણ એક ઈબાદત જ છે ને ! ગુલામ અલીએ ગયેલી એક ગઝલ નો શેર છે “જીન કે હોઠો પે હસી પાવ મેં છાલે હોંગે , હા વહી લોગ તેરે ચાહનેવાલે હોંગે” ઈશ્ક હોય કે ઈબાદત , આપેલું વચન પાળવાના પ્રયત્નો તો હર કોઈ કરે છે , કેટલાક ના વચનો ખોટા પૂરવાર થાય છે , કેટલાક થોડા સમય સુધી તે પાળે છે , કેટલાક થોડા વધુ સમય સુધી પાળી બતાવે છે , અને પછી તેમનો દમ નીકળી જાય છે, પણ દમ નીકળી ગયા પછી પણ જે વચન પૂરું કરવા મેદાન પર દટયો રહે, તે છે સાચો પ્રેમી ! સાચો પ્રેમી આપેલું વચન અધૂરું નથી છોડતો , અધૂરું કે છીછરૂ તેને રૂચતું જ નથી, એને મન જાન કરતા જાનેમન ને આપેલા વચનની કિંમત વધુ હોય છે “ઝીંદા હૂં લેકિન વો બાત નહિ હૈ , હાથો મેં તેરા જો હાથ નહિ હૈ ઈશ્ક કા હૈ નામ બડા, મૈને હૈ કિયા કામ બડા, કર કે મગર આધા છોડું ના … તેરે રુખ સે યે ચહેરા મોડુ ના , તેરા રસ્તા મેં છોડું ના ..”

પ્રેમ એ માત્ર પાગલપન નહિ પણ પાગલપનની ચરમસીમા છે. માણસ લાગણીમાં તણાઈ ને કઈ પણ કરી શકે ! અસહ્ય વેદનાઓ સહી શકે , આખી દુનિયાથી લડી શકે!M_Id_393335_chennai-express પોતાના પ્રેમને પામવા તે કંઈ પણ કરી શકે. લડી લડી ને શરીરના અંગો થાકી જાય , પછી શક્ય છે કે તે સાથ ના આપે , સગા-સંબંધીઓ તો પહેલાથી જ દુશ્મન થઇ ને બેઠા હોય , અને દુનિયામાં સમાજના કહેવાતા રખેવાળો પણ તલવારો ઉગામી શકે , લોહી વહાવવું પડે , પોતાનું પણ અને બીજા નું પણ ! ઓલો ગાલીબ કહે છે ને “યે ઈશ્ક નહિ આસાં, બસ ઇતના સમજ લીજીયે, ઇક આગ કા દરિયા હૈ ઔર ડૂબ કે જાના હૈ” “એવરીથીંગ ઈઝ ફેર , ઇન લવ એન્ડ વોર” એમ કહેવાય છે કારણ કે પ્રેમ પણ એક મોટી જંગ છે – જે પ્રેમના દુશ્મનો સામે લડવી પડે છે. અને એક પ્રેમી માટે એ જંગ જીતવી એટલી જ મહત્વ ની હોય છે જેટલુ બીજા વ્યક્તિઓને પોતાનું જીવન મહત્વનું હોય છે. સામાન્ય વ્યક્તિ એમ સમજીને જીવતો હોય છે કે જો જીવન હશે તો બીજી અનેક વાર લડાશે, અને જો જીવ જશે તો પાછો નહિ આવે , જયારે પ્રેમી એમ સમજી ને લડે છે કે આ જંગ જીતીશ તો જ હું મારા પ્રેમ ને પામી શકીશ અને તો જ મારા થી જીવાશે, એ સિવાય જો જીવન હશે તો એ મૃત્યુ થી પણ ભયંકર હશે. એવા જીવન કરતા તો મોત ભલી…. એના માટે પણ જીવન મહત્વ નું છે કારણ કે એના જીવનમાં એનો પ્રેમ છે , એટલે જ એ પોતાની જાત ને કફનથી બચાવતો રહે છે , જેથી એ સહેરો બાંધી શકે…

“ચાહત હૈ મેરી કસૂર નહિ હૈ દિલ જઝ્બાતી હૈ મજબૂર નહિ હૈ સર યે ભલે ફૂટ ગયા , જિસ્મ મેરા તૂટ ગયા ખુદ સે કિયા વાદા તોડું ના , બાંધુ સહેરા , કફન ઓઢું ના .. તેરા રસ્તા મેં છોડું ના … “

આડવાત : મહિના પહેલા લખેલી આ પોસ્ટ ક્યારેક આળસમાં તો ક્યારેક નેટ ના સ્લો કનેક્શન ના લીધે મૂકવાની રહી જતી હતી , વેલ ત્યારે પોસ્ટ કરી હોત તો પોસ્ટની સાથે સોંગ નો ફક્ત ઓડિયો જ પીરસી શકત , કારણ કે વિડીયો ત્યારે રીલીઝ નહોતો થયો , જે હમણાં જ રીલીઝ થયેલ છે , જેથી આપ એ તાજેતાજ્જા વિડીયોનો લુત્ફ ઊઠાવી શકશો.

બીજી એક આડવાત : શાહરૂખ ને ગયા શુક્રવારે મારા શહેર અમદાવાદમાં રૂબરૂ જોયો , એને જોઈ ને આનંદિત તો થયો , પણ સાથે થોડા દુખી પણ થવું પડ્યું કારણ કે હું શાહરૂખ ને જોઈ રહ્યો હતો ત્યારે જ કોઈ મારું વોલેટ ચોરી ગયું , પોલીસ સ્ટેશન માં કમ્પ્લેઇન નોંધાવવા ગયો તો કેટલાય સમદુખિયાઓ નો ભેટો થયો – શાહરૂખ ને જોતા કેટલાય ના વોલેટ ચોરાયેલા , તો કેટલાક ના મોબાઈલ પણ !

અને આ રહ્યું … તાજ્જે તાજજુ ગરમા ગરમ ગીત ….. તેરા રસ્તા  છોડું ના … [youtube=http://www.youtube.com/watch?v=O5HcUb5O6Fs]

મારો સુપર્બ બર્થ ડે !

– આજે મારો જન્મદિવસ હોઈ , એ વાત ની જાણ સારું આ પોસ્ટ લખવામાં આવી રહી છે , જેથી અમો આપ સૌ નો પ્રેમ અને આશીર્વાદ પામી શકીએ.
– આજ રોજ જીવનના ૨૬ વર્ષ પૂરા કરવામાં આવેલ છે.
– આજે અમારો બર્થ ડે ખરો પણ રૂખો સુખો … ઓપરેશન બાદ પથરીની જાંચ કરાવતા જાણ થઇ કે એ કેલ્શિયમ જેવા તત્વો થી બનેલી હતી , એથી દૂધ , ઓઈલવાળું , ઘી વાળું , મીઠા મરચા વાળું , તળેલું , ઈંડા , સોફ્ટ ડ્રીન્કસ વિગેરે વિગેરે અનેક વસ્તુઓ પર કાયમી બેન્ડ લાગ્યા હોવાથી આજે કઈ ખાસ ખાવાનો મેળ નથી પડે એમ . એથી અમો આજે સવારે અમારું પ્રિય સાત્વિક ભોજન મગની સુકી દાળ સાથે કઢી અને સાંજે સ્પે. મકાઈ કોરમા . પથરીમાં મકાઈ સારી ! આટલા ristrictions હોવા છતાય હું કૈક ટેસ્ટી ખાઈ શકીશ , થેન્ક્સ ટૂ કોમલ !
– દુખાવા માં હજુ રાહત થયેલ ન હોવાથી આજે ફિલ્મ જોવા જવાનો કાર્યક્રમ કેન્સલ કરવામાં આવેલ છે , જે તમારી અને સીટી ગોલ્ડ – શ્યામલ ની જાણ ખાતર .
– અમો આજે કદાચ ટીવી પર કોઈ ફિલ્મ નિહાળીશું , વધુ માં આજે કદાચ ગુલામ અલી સાહેબ ને તસ્દી આપવામાં આવશે અર્થાત ગુલામ અલી ની ગઝલો ની વિડીયો સીડી કદાચ જોવામાં આવશે. આ વારે ઘડીએ “કદાચ” શબ્દ નો પ્રયોગ એટલા માટે કરવામાં આવે છે કારણ કે આજે શું કરવું અને શું નાં કરવું એ ટોટલી મારી મરજી ની વાત છે , એટલે આજે મારું કશું નક્કી નહિ … બીવેર , કઈ પણ કરી શકું તેમ છું !!
– આજે મમ્મી એ એક સુપર્બ વાત કહી … ! જે દિવસે મારો જન્મ થયો તે દિવસે … તે હોસ્પીટલમાં બીજી ૬ ડીલીવરીઝ થયેલી , અને એ બધી બેબીઓ હતી ! ૯ જુલાઈ ૧૯૮૭ ના દિવસે એ હોસ્પીટલમાં ૭ ડીલીવરી થઇ …. & a handsome little boy was surrounded by 6 beautiful little cute girls…! that was the first day of my life. rocking ને ? એક્ઝામસ માં પણ હંમેશા મારી બાજુમાં છોકરીઓ ના જ નંબર આવ્યા છે , બસમાં પણ મોસ્ટલી એવું જ થાય , હમણાં મેં ટ્રેનમાં મુસાફરી કરેલી ત્યારે પણ એક છોકરી મારી બાજુ માં આવી ને બેસી ગયેલી બોલો ! ઔર મેં હર બાર જૈસે તૈસે કરકે દામન આઈ મીન શર્ટ આઈ મીન વ્હોટ એવર … બચા કે ભાગ આતા હૂં !! હમણાં જ એક પોસ્ટમાં મેં અલ્તાફ રાજાનું નવું ગીત તમારા માથા પર મારેલું , એ ગીત માંથી અલ્તાફ નો એક અંગ્રેજી શેર …. મુજ ની સિચ્યુએશન સાથે રીલેટ કરી ને રજુ કરી રહ્યો છું ….. અરે ઈર્શાદ તો બોલો યાર … આજે મારો બર્થ ડે છે !!!
“always surrounded by woman, wine & money…
you will never find me lonely…
what to do ladies & gentleman.. my image is like that only !!! “

૯ જુલાઈ ૧૯૮૭ ની મારી  પરિસ્થિતિ નું ચિત્રાંકન ... :) બાળાઓ થી ઘેરાયેલો બાળ

૯ જુલાઈ ૧૯૮૭ ની મારી પરિસ્થિતિ નું ચિત્રાંકન … 🙂 બાળાઓ થી ઘેરાયેલો બાળ

આજે મારો બર્થ ડે છે , એટલે આજે મારી સાથે તમેય કરો જલસા…. by listening this great jalsa song

 

જીને લગા હૂં – રમૈયા વત્સાવૈયા

ફિલ્મ – રમૈયા વત્સાવૈયા
વર્ષ – ૨૦૧૩
ગીત – જીને લગા હૂં
ગાયક – અતીફ અસલમ , શ્રેયા ઘોષાલ
ગીતકાર – પ્રિયા પંચાલ
સંગીત – જીગર સરૈયા , સચિન સંઘવી

ખુબ સુંદર શબ્દો અને ખુબ સુંદર કમ્પોઝીશન નો સુમેળ થાય ત્યારે આવું સરસ ગીત રચાય. સંગીતકાર બેલડી જીગર અને સચિનનું આવું જ કર્ણપ્રિય અને સીધે સીધુંj3 દિલમાં ઊતરતું ગીત ફિલ્મ “શોર ઇન ધ સીટી ” માં હતું – “સાયબો”. સાયબો ગીત પણ તાજ્જા જ થયેલા પ્રેમ ની તાજ્જી લાગણીઓ દર્શાવતું ગીત હતું . સાયબો ગીત સાથે એક મીઠી યાદ જોડાયેલી છે , મેરેજ પછી તરત મારી કોલર ટયુનમાં આ ગીત હતું , અને શ્રીમતીજી એ પહેલીવાર આ ગીત મારી કોલર ટયુનમાં જ સાંભળેલું , અને તેને એ ગીત જબ્બર ગમી ગયું , ત્યાર થી લઇ ને આજ સુધી જયારે પણ આ ગીત તે સાંભળે ત્યારે એ ખુબ રોમાંચિત થઇ જાય – અને એને અચૂક યાદ આવી જાય – અમારા લગ્ન પછીના શરૂઆતના એ દિવસો. આ ગીત (“જીને લગા હૂં “) પણ એવું જ છે, તાજ્જા પ્રેમ ના તાજ્જા સંવેદનો ઝીલતું ગીત ! અને હું અહી આ તાજ્જો પ્રેમ અને આ વાસી પ્રેમ એમ કહી ને પ્રેમ ના પ્રકારો પાડવા નથી બેઠો પણ તાજ્જા પ્રેમ ની અનુભૂતિ કૈક ખાસ , વેલ એક્ચ્યુઅલ્લિ ખુબ જ ખાસ હોય છે , એમાં એક મહેક હોય છે , એક તાજગી હોય છે અને સૌથી વિશેષ એમાં ગાંડપણ , દીવાનગી હોય છે . એન્ડ અફકોર્સ પ્રેમ જુનો થતા પરિપક્વ થાય છે , મેચ્યોર થાય છે , એક સમજ વિકસે છે . પણ એ સમજ , એ મેચ્યોરીટી અને એ પરિપકવતાના અભાવમાં જ તો અસલી આનંદ રહેલો છે , એટલે જ તો ખીલેલા ફૂલ કરતા ખીલી રહેલા ફૂલ ની કળી વધુ વ્હાલી લાગે ! મોટેરાઓ ક્યારેય નાનકડા ભૂલકા ની જેમ નિર્દોષ આનંદ અને મસ્તી ભરી ક્ષણો જીવી ન શકે . ઈમ્મેચ્યોરીટી માં એક સૌન્દર્ય વસેલું છે , જે મેચ્યોરીટી આવતા જ ગૂમ થઇ જાય છે.
નાના હોઈએ પછી મોટા થઇએ , અને મોટા થઇ ગયા પછી શું જીવનમાં એ ઈમ્મેચ્યોરીટીવાળું સૌન્દર્ય પાછુ લાવી શકાય ? જરૂર લાવી શકાય … પ્ર્રેમ માં પડી ને ! કોઈ પણ સમજ કે બુદ્ધિ નો ઉપયોગ કર્યા વગર કરવામાં આવતું શ્રેષ્ઠ કાર્ય એટલે પ્રેમમાં પડવું . લવ એટ ફર્સ્ટ સાઈટ માં ક્યાં કોઈ સમજ ની જરૂર પડે , પ્રેમ કરવા જરૂર પડે ફક્ત હૃદય ની ! એકદમ પ્યોર દિલ જોઈએ ભાઈ , તો જ પ્રેમ થાય … અને તો જ મેચ્યોર થયા બાદ પણ ઈમ્મેચ્યોર રહી શકાય , અને પછી જીવન બદલાય , જીવતા તો વર્ષો થી હોઈએ , પણ એ જીવી રહ્યા હોવાનો અનુભવ કદાચ પહેલી વાર થાય , અને પછી દિલમાં થી જે શબ્દો નીકળે એ કૈક આવા હોય …

“મેં , મેરા દિલ ઔર તુમ હો યહાં ,
ફિર ક્યોં હો પલકે ઝુકાયે વહા,
તુમ સા હસીન પહેલે દેખા નહિ ,
તુમ ઇસસે પહેલે થે જાને કહાં ,
જીને લગા હૂં , પહેલે સે ઝ્યાદા
પહેલે સે ઝ્યાદા , તુમપે મરને લગા હૂં “

નવા નવા પ્રેમમાં આખો સમય બસ પ્રણયરંગી વિચારોમાં જ વ્યતીત થાય , અને એ સમયમાં શ્રેષ્ઠ ભાગ હોય – પ્રિયજન સાથે ની મુલાકાત નો સમય ! બાકીનો સમય કાં તો એ ઘડી ના ઈન્તેજાર માં વીતે ને કાં તો એ ઘડી માં વિતાવેલી ક્ષણો ને મમળાવવામાં ! જાણે સમજો ને કે એ સમયે આખા જીવનનો આધાર એ મુલાકાત ની ઘડી પર જ નભેલો હોય ! અને જ્યારે આખું જીવન જે ઘડી પર , જે ક્ષણો પર નભેલું હોય એ મુલાકાતનો સમય જયારે આવી પહોંચે ત્યારે દિલ નો શું હાલ થાય ? ઘડીક લાગે કે થંભી ગયું છે અને ઘડીક થાય કે એ ખુબ ઝડપ થી દોડી રહ્યું છે. પ્રિયજન સાથે વિતાવવામાં આવતા કલ્લાકો જયારે સેકન્ડો સમાન લાગતા હોય , ત્યારે એટલી ઝડપથી દોડતા સમય સાથે બિચારું નાજુક દિલ કેવી રીતે તાલ મેળવી શકે ? એને તો એમ જ લાગે ને કે મારી સાથે બનાવટ કરવામાં આવી છે, ચાર કલ્લાક નું કહી ને મુલાકાત માટે ફક્ત ચાર મિનીટ જ ફાળવવામાં આવી છે ! ઘડિયાળમાં વીતેલો સમય દિમાગ ના મેળમાં બેસે , પણ દિલ ના ગણિત નો તો મેળ કેમેય કરીને ના બેસે ! ઘડિયાળના કાંટાની વાત દિમાગ સ્વીકારશે , પણ દિલ નહિ સ્વીકારે… એ તો એવું જ ઈચ્છશે કે સમય પણ પોતાની (દિલની) જેમ થંભી જાય …

“રહેતે હો આકે જો તુમ પાસ મેરે ,
થમ જાયે પલ વહી ,બસ મેં યે સોચું ,
સોચું મેં થમ જાયે પલ યે,
પાસ મેરે જબ હો તુમ …
ચલતી હૈ સાંસે , પહેલે સે ઝ્યાદા ,
પહેલે સે ઝ્યાદા , દિલ ઠહેરને લગા … “

અને આ એકલતા ! અમથું તો એકલું એકલું વર્ષો થી જીવાતું હોય પણ નવો પ્રેમ થયો હોય ત્યારે એકલતા ખુબ જ ડંખે ! હર પલ પ્રિયજન સાથે હોય એવી ઝંખના થાય , પણ જો એમ ન થઇ શકે એમ હોય તો બીજું કોઈ તો જોઈએ જ , કોઈ મિત્ર , ભાઈ , બહેન કે કદાચ પેરેન્ટ , કે જેની સાથે પ્રિયજન ની વાતો શેર કરી શકાય એવી આત્મીયતા હોય ! એ નાં હોય ત્યારે પણ એની વાતો કરી કરી ને દિલ ને ટાઢક આપ્યા કરવી એ શેના જેવું છે ખબર છે ? ઓલું ઠંડીમાં તાપણું કરી ને હુંફ મેળવવા જેવું જ છે ! એ હુંફ થી ઠંડી દૂર તો નાં થાય પણ ટેમ્પરરી કામ ચાલી જાય , એ જ રીતે પ્રિયજન ની વાતો કર્યા કરવાથી , એની કમી તો દૂર ન થાય , પણ ટેમ્પરરી દિલ ને થોડી ટાઢક વળે, થોડું સારું લાગે .. ! અને જો એવું કોઈ સ્વજન પણ સાથે રહી શકે તેમ ન હોય તો પછી છેલ્લે વિચારો નો આશરો તો છે જ !

“તન્હાઈયો મેં તુજે ઢુંઢે મેરા દિલ ,
હર પલ યે તુજકો હી , સોચે ભલા ક્યોં ,
તન્હાઈ મેં ઢુંઢે તુજે દિલ ,
હર પલ તુજકો સોચે ,
મિલને લગે દિલ , પહેલે સે ઝ્યાદા ,
પહેલે સે ઝ્યાદા , ઈશ્ક હોને લગા .. “