71954088933279710549

કિસ્મત કી હવા કભી નરમ …

ફિલ્મ – અલબેલા
વર્ષ – ૧૯૫૧
ગીત – કિસ્મત કી હવા કભી નરમ ….
ગાયક – સી . રામચંદ્ર
ગીતકાર – રાજીન્દ્ર ક્ર્રીશન
સંગીત – સી . રામચંદ્ર

ભગવાન દાદા એમના શરૂઆતના સમયમાં થોડા બી ગ્રેડ ટાઈપ્સ અર્થાત ટીપીકલ એક્શન ફિલ્મો બનાવતા , રાજ કપૂરે સલાહ આપી કે સામાજિક ફિલ્મ બનાવો અને71954088933279710549 ભગવાન દાદા એ “અલબેલા” બનાવી . અને ૧૯૫૧ ની બોક્સ ઓફીસ પર સૌથી વધુ ચાલનારી ફિલ્મો માની એક સાબિત થઇ . રાજ કપૂર નું “આવારા ” પણ એ વર્ષે જ આવેલું . “અલબેલા” એ માત્ર સુપરહિટ ફિલ્મ જ નહિ પણ નખશીખ શ્રેષ્ઠ ફિલ્મ છે . ટાઈમલેસ ક્લાસિક છે. જે મેં ૧૯ – ૨૦ વર્ષની ઉમ્મરે જોયેલું , અને મને એ જબ્બર ગમી ગયેલું. ત્યારે ડીવીડી નહિ પણ વીસીડી નો જમાનો , અને એ વીસીડી પણ મોંઘી આવે એટલે ભાડે લાવીને જોવાની . ત્યારે મેં ખાસ જૂની ફિલ્મો જોયેલી નહિ , માત્ર એટલી ખબર કે પપ્પાને જુના પિકચરો ગમે એટલે સીડીવાળા ની લારી પર આ ફિલ્મ ની વીસીડી મેં પડેલી જોઈ , અને ભાડે જોવા માટે લઇ લીધી . મને તો ખ્યાલ જ નહિ કે જે ફિલ્મ મેં માત્ર જૂની છે એટલું જોઈ ને લીધેલી , એ અસલ માં બેનમુન ફિલ્મ છે , પપ્પા તો જોઈ ને ચોંકી જ ગયા , કે તે એ જમાના ની ફિલ્મો જોયેલી નહિ ને આવું રેર ક્લાસિક તું કેવી રીતે ઉપાડી લાવ્યો ! ત્યારે હું ફૂલાયો ને કહ્યું – જોયું ? લઇ આવ્યો ને ? અસલ ક્લાસિક છે ને ? આ સીડી ક્યાય બજારમાં જોવાય નો મળે ! એ તો આપડે શોધી કાઢી !
પછી જોકે એવો સમય પણ આવ્યો કે જૂની રેર ફિલ્મો આખું અમદાવાદ ઘૂમી ને પાતાળમાંથી પણ શોધી કાઢવાનો મારો શોખ શિખર પર હતો ! પપ્પા ની સાથે સાથે મને પણ રાજ કપૂર વિશેષ પ્રિય . અને મારી પ્રિય અભિનેત્રી ગીતાબાલી . રાજ કપૂર ની નોન આર.કે. અર્થાત રાજ કપૂરે પોતાના બેનર સિવાયની ફિલ્મોમાં અભિનય કર્યો હોય એવી ફિલ્મો શોધવા હું નીકળી પડતો . કારણ કે આર.કે. બેનરની તો બધી ફિલ્મો જોયેલી , અને ઇઝીલી અવેલેબલ. પણ નોન આર.કે. ફિલ્મો શોધવી પડે , મારા એ શોખની શરૂઆતના પપ્પા સાક્ષી હતા , ત્યારે હું નોન આર.કે. બેનરની “અંબર” અને “ફિર સુબહ હોગી ” શોધી લાવેલો , જે અમે સાથે જોયેલી , ૨૦૦૬માં પપ્પા નું અવસાન થયું ત્યાર બાદ અનેક જૂની રેર ફિલ્મો લાવી લાવી ને જોઈ . ૪૦ ના દાયકાની ફિલ્મો પણ જોઈ , ગીતાબાલી ની કેટલીક દુર્લભ ફિલ્મો શોધી કાઢી . અને નોન આર.કે. ની તો જેટલી ફિલ્મો હતી એ બધી ફિલ્મો નું કલેક્શન મારી પાસે જમા થઇ ગયું . પણ એ બધી ફિલ્મો એકલા જ જોવી પડી . પપ્પાની કવિતાઓ પરથી કહી શકાય કે એમને રાત ની સરખામણી માં દિવસ વધુ ગમતો હશે. કારણ કે દિવસે પુરુષાર્થ થાય અને રાત્રે આરામ , અને પપ્પા નો તો સ્વભાવ જ પુરુષાર્થ પ્રિય ! પણ હું પાછો રાત નો રાજા , અહી ભગવાન દાદા સુખ અને દુખ ને દિવસ અને રાત ની સુંદર ઉપમા આપી ને કિસ્મત ની વાત કરે છે …

“કભી કાલી રતિયાં , કભી દિન સુહાને ,
કિસ્મત કી બાતે તો , કિસ્મત હી જાને ”

બેટાજી અને બાબુજી એટલે કે મેં અને પપ્પા એ આ ફિલ્મ સાથે બેસી ને જોયેલી , પછી ભાડે લાવેલી સીડી તો પાછી આપી આવ્યો પણ ફિલ્મને મેં કોમ્પ્યુટરમાં સેવ કરી લીધેલી , અને રોજ બે થી ત્રણ વાર હું આ ગીત જોઈ ન લઉં ત્યાં સુધી મને ચેન ન પડતું . મારો ભાણીયો કરણ ત્યારે બહુ નાનો હતો , અને રડવાનું શરુ કરે પછી શાંત જ ન થાય . પપ્પા જ એને શાંત રાખતા , એકદિવસ પપ્પા એ કરણને “અલબેલા ” બતાવી ને શાંત રાખેલો . પપ્પાના ખોળામાં આરામથી સેટ થઈને કરણભાઈ જોઈ રહ્યા , ભગવાન દાદા નો ડાન્સ …

“ઓ બેટા જી , અરે ઓ બાબુજી ,
કિસ્મત કી હવા કભી નરમ , કભી ગરમ
કભી નરમ નરમ , કભી ગરમ ગરમ
કભી નરમ ગરમ નરમ ગરમ ….. ઓ બેટા જી …. “

ફિલ્મમાં ભગવાન દાદા નો એક ડાયલોગ હતો – “તો ક્યા મેં કલાકાર નહિ બન સકતા ? , બન સકતા હૈ બેટા , બન સકતા હૈ ” પપ્પા આ ડાયલોગ મારી સાથે રમુજ કરવા ઘણી વખત બોલતા . એમાં થતું એવું કે હું ફિલ્મો પાછળ નાનપણ થી ખુબ પાગલ . એટલે ઘણીવાર પપ્પા આગળ બેસી ને હું શેખ ચલ્લી ની વાતો કરતો કે પપ્પા , આજે હું બેગ પેક કરી દઉં છું , કાલે મુંબઈ જવા માટે રવાના , પછી હું એકટર બની ને જ પાછો આવીશ ! હું આવી બધી લવારીઓ કરતો હોઊ ત્યારે પપ્પા ભગવાન દાદા નો ફિલ્મમાં આવતો આ ડાયલોગ બોલે “તો ક્યા મેં કલાકાર નહિ બન સકતા ? , બન સકતા હૈ બેટા , બન સકતા હૈ ” ફિલ્મમાં પણ ભગવાન દાદાને એકટર બનવાની ઘેલછા હોય છે , એટલે પપ્પા આ ડાયલોગ બોલી ને મને “અલબેલા” ના ભગવાન દાદાના પાત્ર સાથે સરખાવતા . અત્યારે પ્રોફેશનલ નાટકોમાં અભિનય કરતો થયો એ દરમ્યાન એક એકટર તરીકે જયારે વેઠવાનું આવે , કે નાનકડા રોલની સામે ડીરેક્ટર ના અંગત નાના મોટા કામો ય કરવાના આવે ત્યારે મને આ અંતરો ખાસ યાદ આવે , ઘણીવાર તો જે તે પરિસ્થિતિ માં આ અંતરો ગાઈ પણ નાખ્યો છે .

“બડી અકડ સે બેટા નીકલે ઘર સે એકટર હોને ,
વાહ રે કિસ્મત …. વાહ રે કિસ્મત , કિસ્મત મેં થે લીખ્ખે બરતન ધોને ,
અરે ભાઈ લીખ્ખે બરતન ધોને ,
ઓ બેટા જી , જીને કા મઝા કભી નરમ , કભી ગરમ ,
કભી નરમ નરમ , કભી ગરમ ગરમ
કભી નરમ ગરમ નરમ ગરમ ….. ઓ બેટા જી ….”

દાળ ભાતમાં પાપડ નાખી ને ખાવાની મારી આદત પણ પપ્પા ને આભારી . તમે પણ ટ્રાય કરી જોજો , જલસો ન પડી જાય તો મારું નામ બદલી નાખજો . એમાં કરવાનું એવું કે એક પાપડ લેવાનો અને પછી એ આખો પાપડ હાથે થી ભાંગી નાખવાનો , એ ભાંગેલા પાપડના નાના નાના ટુકડા દાળ ભાતમાં નાખી , બરાબર મિક્સ કરી ને પછી ખાવાનું . મને તો જોકે પપ્પાની અમુક આદતોની ખુબ ઊંડી અસર પડતી જયારે અમુકની બિલકુલ નહિ . મને અને મમ્મી ને વઘારેલી ખીચડી એકલી ચાલે પણ પપ્પાને ખીચડી સાથે કઢી ખાસ જોઈએ. જે દિવસે ડાઈનીંગ ટેબલ પર કઢી ન દેખાય ત્યારે પપ્પા અચૂક પૂછતા – આજે કઢી નથી બનાવી ? અને પછી મમ્મી ચિડાઈ ને જવાબ આપે – આ શું તમને દર વખતે કઢી કઢી કઢી !!! મમ્મી ચિડાયા હોય ત્યારે હું ખડખડાટ હસી ને કહેતો – કઢો જોઈએ છે પપ્પા ને કઢો !! પપ્પા સાથે મજાક મસ્તી આખો દિવસ ખૂબ ચાલતી . જયારે જયારે ખીચડી બનતી ત્યારે ત્યારે હું પપ્પા જોડે મસ્તી કરવા રસોડામાં કામ કરી રહેલા મમ્મી ને ઉદેશી ને બૂમ લગાવતો – એ આજે કઢો નથી બનાવ્યો કઢો!!!?

“દુનિયા કે ઇસ ચીડિયા ઘર મેં તરાહ તરાહ કા જલવા ,
મિલે કિસી કો સુખી રોટી, કિસી કો પૂરી હલવા ,
અરે ભાઈ , કિસી કો પૂરી હલવા ,
ઓ બેટા જી , ખીચડી કા મઝા કભી નરમ , કભી ગરમ ,
કભી નરમ નરમ , કભી ગરમ ગરમ
કભી નરમ ગરમ નરમ ગરમ ….. ઓ બેટા જી ….”

ભગવાન દાદા એમના છેલ્લા દિવસોમાં ખુબ દયનીય હાલતમાં હતા , એક સામાન્ય ઝુપડપટ્ટી માં અતિશય ગરીબી માં રહેતા હતા , ફિલ્મો માં સાવ નાના નાના રોલ પણ સ્વીકારી લેતા . અને મોટે ભાગે તો ફિલ્મો માં તેમનું સિગ્નેચર સ્ટેપ કરવા માટે જ બોલાવવામાં આવતા . જે તેમણે “ભોલી સુરત દિલ કે ખોટે… ” ગીતમાં કર્યું છે . મુન્નાભાઈ એમ.બી.બી.એસ. ફિલ્મના ટાઈટલ સોંગમાં સંજય દત્તને “ભોલી સુરત દિલ કે ખોટે… ” ગીતની ટયુન પર એ સ્ટેપ કરતો બતાવવામાં આવ્યો છે. અમિતાભ પણ ડાન્સમાં ભગવાન દાદા ની નકલ કરતો . અમિતાભની ટીપીકલ ડાન્સિંગ સ્ટાઈલ ટોટલી ભગવાન દાદા થી જ ઇન્સ્પાયર્ડ છે. ગોવિંદાની પહેલી ફિલ્મ “હત્યા ” ના એક ગીતમાં ભગવાન દાદા થોડીક સેકંડ માટે ડાંસ કરવા માટે આવે છે , એ દ્રશ્ય જોઈ ને કમકમી જવાય કે માત્ર બે પાંચ સેકંડ માટે આ મહાન કલાકાર સ્ક્રીન પર આવે છે અને ત્યારે એમનો કોઈ ક્લોઝ અપ નહિ કે કોઈ ખાસ એન્ટ્રી નહિ, કશું જ નહિ ! દવા ખરીદવાના પણ પૈસા નહોતા , એવી દરિદ્રતામાં એમનું અવસાન થયું .

“દર્દ દિયા તો થોડા થોડા , ખુશી ભી થોડી થોડી ,
વાહ રે માલિક ….. , વાહ રે માલિક દુખ ઔર સુખ કી ખૂબ બનાઈ જોડી ,
અરે વાહ ખૂબ બનાઈ જોડી ,
ઓ બેટા જી , જીવન કા નશા કભી નરમ , કભી ગરમ …
કભી નરમ નરમ , કભી ગરમ ગરમ
કભી નરમ ગરમ નરમ ગરમ ….. ઓ બેટા જી ….”

ગીતાબાલી સ્ક્રીન પર આવે એટલે બસ એ જ છવાઈ જાય , અને એટલા માટે જ ટોચના હીરો એની સાથે ફિલ્મ કરવા તૈયાર જ ન થતા , પરિણામે ગીતાબાલી એ પ્રદીપ કુમાર અને ભારત ભૂષણ જેવા એક્ટર્સ સાથે ફિલ્મ કરવી પડતી . ગીતાબાલી એટલે ગીતાબાલી , લાખો આવી છે ને લાખો ગઈ છે , લાખો આવશે ને લાખો જશે તોય ગીતાબાલી જ એ બધામાં શ્રેષ્ઠ છે ને રહેશે. ગીતાબાલી ની આખી ફિલ્મ ન જુઓ અને તેનો માત્ર બે મિનીટ નો કોઈ સીન જોઈ લ્યો તો પણ તમે તેનાથી મોહિત થયા વિના ન રહી શકો , આ ગીત માં પણ છેલ્લે ભગવાન દાદા અને ગીતાબાલી જે નાનકડું હાથ નું સ્ટેપ કરે છે એ જોવાનો એક અલગ લહાવો છે .

11 comments

  1. જયારે ઘરે ચેનલ નહોતી લીધી ત્યારે દુરદર્શન પર સૌથી પહેલી વાર આ સોંગ સાંભળ્યું હતું. એજ વખતે મારું અને મારા દીદીનું આ ફેવરીટ સોંગ બની ગયું હતું. પછી જયારે ઈન્ટરનેટ આવ્યું ત્યારે આ સોંગ ડાઉનલોડ કરીને મૂકી દીધું, પછી તો જયારે ઈચ્છા થાય ત્યારે ત્યારે સાંભળ્યું…

    અને આજની તમારી પોસ્ટ જોઇને બીજી પણ થોડી ઘણી સામ્યતા આપણી વચ્ચે દેખાઈ, એક તો એ કે દાળ-ભાત જોડે મને પણ પાપડ મિક્સ કરીને ખાવાની જબરી મજા આવે….અને બીજું કે હમણા મારો ભાણીયો “કર્ણ” થોડા દિવસ પહેલા રહેવા આવ્યો હતો, અને એને રડતો ચુપ કરાવવા માટે પણ મેં આજ ગીત એક વાર વગાડીને તેને ચુપ કરાવવાનો ટ્રાય કર્યો હતો…😀

    1. વારંવાર જોયા સાંભળ્યા વિના ચાલે જ નહિ એવું મસ્ત આ ગીત છે . આઈ એમ હેપ્પી ટૂ નો કે તમને પણ આ ગીત પ્રિય છે. આટલું મસ્ત છતાં નવી જનરેશનમાં ઓછું પોપ્યુલર થયેલું આ ગીત તમારા સુધી પહોંચી શક્યું – થેન્ક્સ ટૂ દૂરદર્શન .

      ક્યારેક ઘરે આવો યાર , સાથે બેસી ને દાળ ભાત અને પાપડ ખાઈશું🙂
      અને બીજો તો જબરો કો ઇન્સીડન્સ છે – બંને આપડા ભાણુભા , બંને કર્ણ અને બંને અલબેલા જોઈ ને શાંત રહ્યા !!🙂 આ તો જબરું કહેવાય હોં 🙂

  2. અભિનયમાં સ્વયં સ્ફુર્ત અભિવ્યક્તિની ઝલક આમાંથી પણ મળે તેમ છે.
    (કદાચ જોઈ જ હોય)


  3. સોરી ! મારે ફક્ત લીન્ક આપવી હતી. વર્ડપ્રેસે તો વીડીયો ટાઈટલ જ ચડાવી દીધા….
    સ્મિતા પાટીલની ‘ચક્ર’ પણ ખરી જ.

    1. ત્રણેવ ફિલ્મ સજેસ્ટ કરવા બદલ આભાર , unfortunately ત્રણ માંથી એકેય નથી જોઈ પણ fortunately હવે જોઈ લઈશ !!🙂

  4. હું અને પપ્પા , પણ મમ્મીને જમતી વખતે ખુબ ચીડવીએ છીએ😉 અને દાળ ભાત અને પાપડ વાળા કિસ્સામાં તમારું નામ નહિ બદલવામાં આવે😀 અને ભગવાનદાદાવાળી વાતમાં પગથી લઈને માથા સુધી સંમત .

    1. – ખરેખર , પરિવાર સાથે મજાક મસ્તી વાળી પળો લાઈફની ગોલ્ડન મુમેન્ટસ હોય છે !
      – ચાલો બચી ગયો , બાકી જરૂરી નથી કે બધા દાળ ભાત સાથે પાપડ ખાવા સંમત થાય – એટલે મેં તો નવા નામ માટે તૈયારી પૂરી રાખેલી🙂
      – અને ભગવાનદાદાવાળી કઈ વાતમાં સંમત ?

    1. એ તો રસનો વિષય ….. , થેન્ક્સ સર, આવતા રહેજો , આપ જેવા વડીલો ના આગમન થાય ત્યારે આ બ્લોગ ધન્યતા અનુભવે છે🙂

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s