Day: સપ્ટેમ્બર 9, 2012

રેકર્ડ પ્લેયરની રામ કહાણી

એક વર્ષ પહેલા એટલે કે ગયા વર્ષની પંદરમી ઓગસ્ટે મેં રેકર્ડ પ્લેયર લીધેલું. રવિવારી માં થી. રેકર્ડ પ્લયેર એ આપડે ભૂંગળા વાળા ગ્રામોફોન જોઈએ છીએ તેના થી થોડું અલગ. ગ્રમોફોન માં ભૂંગળું હોય આમાં ના હોય, એમાં સ્પીકર ના હોય અને આમાં એટલે કે રેકર્ડ પ્લેયર માં સ્પીકર હોય.
ગ્રમોફોનમાં બે જ ગીત હોય એક આગળ ને એક પાછળ અને લાંબુ ગીત હોય તો અડધું આગળ ને અડધું પાછળ. (રાજ કપૂર નું શ્રી ૪૨૦ ફિલ્મ નું “ઘર આયા મેરા પરદેસી” અડધું આગળ અને અડધું પાછળ આવતું, એવું પપ્પા કેહતા )રેકર્ડ પ્લેયરની રેકર્ડ માં ૧૦ થી ૧૫ ગીતો આવી શકે. કોઈ ફિલ્મ ની રેકર્ડ હોય તો તેમાં તે ફિલ્મ ના બધા ગીતો હોય . રેકર્ડ પ્લેયર લેવાનો નાનપણ થી શોખ પણ પપ્પા ખોટા ખર્ચા કરવા માં ના માને, અને ડીવીડીના જમાના માં રેકર્ડ પ્લેયર લેવું એ ખોટો ખર્ચો જ કહેવાય.ગયા વર્ષે પણ મેં રેકર્ડ પ્લેયરના લીધું હોત પણ રવિવારી માં મેં કેવું અદ્ ભૂત રેકર્ડ પ્લેયર જોયું તેની વાત મમ્મી ને ઘરે આવી ને વિસ્તાર થી કરી એટલે માં ની આંખો દીકરા નું રેકર્ડ પ્લયેર પ્રત્યે નું આકર્ષણ પારખી ગઈ અને તેમણે મને તરત કીધું “ગમ્યું છે તો લઇ લે ને ” પછી મારા થી ના રેહવાયુ ને હું લઇ આવ્યો પૂરા ૬ હજાર નું રેકર્ડ પ્લયેર. આમ તો ૧ કે ૨ હજાર માં પણ આવી જાય, પણ મેં લીધું છે એવું આજે ક્યાય જોવાય ના મળે.
ગુલામ અલી ની ૨ રેકર્ડ નો સેટ લીધો (રેકર્ડ ના ભાવ પણ એવા , ૧૦૦ રૂપિયા ની એક ! બોલો ! )
દિલીપ કુમાર ની ફિલ્મ “બાબુલ” ની રેકર્ડ, રાજેન્દ્ર કુમાર વાળું “તલાશ” , બેગમ અખ્તર ના અવાજ માં ગવાયેલી ગુજરાતી ગઝલ (બેગમ અખ્તર વાડી રેકર્ડ ૪૫r.p.m. ની. મારા રેકર્ડ પ્લયેર માં ૨ પ્રકાર ની રેકર્ડ ચાલે. એક 33r.p.m. ની જેમાં ૧૦ થી ૧૫ ગીતો હોય, અને બીજી ૪૫એમ.એમ. વાડી જે થોડી નાની આવે અને એમાં ૩ થી ૪ ગીતો જ હોય ) એ સિવાય પણ બીજી ઘણી બધી રેકર્ડ લીધી, રેકર્ડ પ્લયેર ઘરે આવ્યું એ અરસા માં પત્ની પિયર ગયેલી હતી એટલે તેને ફોન કર્યો અને “યારા દિલદારા” ફિલ્મ ની રેકર્ડ ચડાવી અને ફોન પર તેને તેનું સૌથી પ્રિય ગીત “બિન તેરે સનમ…..” રેકર્ડ પ્લેયરમાં વગાડી ને સંભળાવ્યું,
મજા પડી. સારી કવાલીટી ની રેકર્ડ ને તમે સાંભળો અને એમાં થી જે ઈફેકટ મળે તેવી સાઉન્ડ ઈફેકટ તમને સારા માં સારી ઔડીયો સીડી ને સારા માં સારા પ્લયેર માં વગાડતા પણ ના મળે.
રાજ કપૂર ની “પ્રેમ રોગ” ફિલ્મ નું “મેં હું પ્રેમ રોગી ” ગીત સંભાળવાની મને રેકર્ડ પ્લેયર માં જેટલી મજા આવી છે એટલી પેહલા ક્યારેય આ ગીત સાંભળી ને નથી આવી . એચ.એમ.વી. કમ્પની એ હાલ માં જ નવા રેકર્ડ પ્લયેર વેચવાનું શરુ કર્યું છે પણ તે અતિશય મોંઘા છે,કેટલીક નવી ફિલ્મો ની પણ રેકર્ડ બહાર પડતી હોય છે જેમ કે હાલ માં “રોકસ્ટર” અને “રા.વન” ફિલ્મ ની રેકર્ડ બહાર પડી છે, પણ અતિશય મોંઘી,૮૫૦રૂપિયા ની . આજ ની તારીખ માં પણ રાજશ્રી ફિલ્મ તેની દરેક ફિલ્મ ની રેકર્ડ બહાર પાડે છે. મારા જેવા લોકો ના શોખ ને ધ્યાન માં રાખી ને.

ટી.વી.,રિમોટ એન્ડ મમ્મી

તો મિત્રો એવું વિચાર્યું છે કે દર રવિવારે કૈક અલગ પોસ્ટ કરવું છે.તો આ મહિના પુરતો એવો વિચાર છે કે દર રવિવારે હું મારી બનાવેલી એક શોર્ટ ફિલ્મ પોસ્ટ કરીશ, અને આ સિલસિલો મેં ગયા રવિવાર થી જ શરુ કરી દીધો છે. યેસ, ગયા રવિવારે મેં આ બ્લોગ પર મારી શોર્ટફિલ્મ “ફ્રિડમ” મુકેલી (પેહલા પોસ્ટ કરેલી દરેક શોર્ટફિલ્મ “મારી શોર્ટ ફિલ્મ્સ ” નામની કેટેગરીમાં જઈ ને જોઈ શકાશે)
તો આજ ની શોર્ટ ફિલ્મ નું નામ છે “ટી.વી.,રિમોટ એન્ડ મમ્મી”
આ ફિલ્મ નો વિચાર જેવો મારા માઈન્ડ માં આવ્યો તેવો તરત મેં મારા મમ્મી ને કીધો ને કીધા પછી તરત મેં મૂવી શૂટ કરી લીધું, અને પછી રાતે જમી ને તરત એડિટ કર્યું, આ ફિલ્મ માં મારા મમ્મી એ અભિનય કર્યો છે, લાઈફ માં ક્યારેય તેમણે એક્ટીગ કરેલી નૈ, તોય દીકરા ની જીદ ને વશ થઇ ને આ રોલ તેમણે કર્યો છે, આવતા વિક માં એક ફિલ્મ આવવાની છે “બરફી”, જેમાં કોઈ સંવાદ નથી, આ ફિલ્મમાં પણ કોઈ સંવાદ નથી, તથા આ ફિલ્મ માં ઈશારા થી પણ કોઈ કામ નથી લેવાયું, માત્ર ક્રિયા દ્વારા વાત સમજી શકાય છે, જો કે એમાં કઈ નવું નથી,સાઈલેન્ટ શોર્ટફિલ્મ્સ ઘણી બનતી હોય છે.
તો ચાલો શરુ કરીએ ફિલ્મ – “ટી.વી.,રિમોટ એન્ડ મમ્મી”