વાંચો……વાંચો……વાંચો……
સુંદર છે મારી વાર્તા
સુંદર છે એના પાત્રો ને
સુંદર છે સંવાદ…
વાંચો…માણો…મલકાઓ…
સાહિતયની સંગતમાં જીવનને
ખુશહાલ બનાવો…
મારા પેલા કબાટમાં મારા લખેલા
ઢગલાબંધ પુસતકો છે
નવલકથાઓ છે
વાર્તાઓ છે
કવિતાઓ છે ને
ગીતો છે
જે ગમે તે વાંચો
નથી વાંચતુ કોઈ…નથી વાંચતુ કોઈ…નથી વાંચતુ કોઈ…
હું રાતઃદિવસ લખું તોય મને સાહિતયકારમાં ગણતું નથી કોઈ…
અરે હું કરીયાણાની દુકાનનું નામું નથી લખતો,
એકવાર તો વાંચી જુઓ હું સાવ નકામું નથી લખતો,
હું CNBC પર થી શેર બજારના ભાવ નથી લખતો,
ને આ મારા પોતાના શબદો છે, હું કયારેય કશું ઉઠાઉ નથી લખતો,
અગતયની નોંધઃ-
આ કવિતા લખયાના ૩-૪ દિવસ પછી લેખકે ઝેર ખાઈને આતમહતયા કરી,
લોકોએ તેને ફૂડ પોઈઝનીંગનો કેસ માનયો, કારણ કે લેખકે મરતા પહેલા લખેલા પત્રને
‘સાહિતયનો ટુકડો’ સમજીને કોઈએના વાંચયો
લેખક મરી ગયો…
અને ખડીયો કાગળ પર ઢોળાઈ ગયો…
જાણે લેખકના મરણ પર શોક કરતો ખડીયો રડી ગયો…
અને લેખકના શબદોને શોધતો શોકાતુર કાગળ પણ
હવાનો હાથ પકડીને લેખકને શોધવા કયાંક ઉડી ગયો…
કોઈકને વળી થયું કે લેખકની યાદમાં તેના પુસતકો છપાવીએ,
ઘરમાં રખડતા કાગળો ભેગા કરીને પ્રેસમાં આપી આવીએ,
લેખકના પુસતકો છપાયા,
ચપોચપ વેચાયા,
લખાણના બધા હકકો લેખકની વાઇફને સોંપાયા,
એમાં વળી એકાદા પુસતકમાં લેખકે મરતા પહેલા લખેલો પત્ર ભૂલથી છપાઈ ગયો…
પત્રમાં લેખકે લખેલું,
dear sister,
મેં તને મારી વાર્તા વાંચવા આપેલી,
તેના પર પૂરીઓ વણીને મૂકવાને બદલે તેં તો એને વાંચી હોત
મારા પયારા મમમી,
તમે ગાયત્રી ચાલીસા રોજ પાંચ વખત વાંચતા હતા,
ફકત એક વખત તમારા દિકરાને પણ વાંચી લીધો હોત,
અને ઓ મારા મિસિસ, તમે તો મને વાંચયો હોત…
ઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃ