Day: સપ્ટેમ્બર 5, 2012

તારો ચહેરો

તારો   ચહેરો   જોઈ   મને   કંઈક   યાદ   આવે   છે,

આવો જ એક ચહેરો રોજ મારા સપના માં આવે છે

કવિતાઓ   અછાંદસ   લખવી    મને   વધૂ   ફાવે   છે,

સાલુ દરેક પંકિતમાં પ્રાસ બેસાડવાનો કંટાળો આવે છે

સપનું  જોવું  ગમે   છે   પણ  એક   વાત   નડે   છે,

કે સપનું પૂરું થતાં જ વાસતવિકતા સામે આવે છે

લખું    છું     મારું     નામ     કવિતાની     આખરમાં    ‘યુવરાજ’,

તોય કવિતાઓની ટીકાઓ માં આ નામ પહેલું લેવામાં આવે છે