Day: સપ્ટેમ્બર 8, 2012

કયા કરોગે તુમ આખીર કબર પર મેરી આકર..

જાડેજા બાપુ(એટલે કે હું) પૂરા મૂડમાં આવીને, અલ્તાફ રાજાનું ‘જા બેવફા જા……’ સાંભળતા હોય ને તયાં કોઈ આવીને ખી…ખી….ખી…કરતું બોલે કે અલ્તાફ રાજાનું ગીત સાંભળો છો?
હું પછી એને ના છોડું, તરત એને સણસણતો જવાબ આપી દઉં- ના રે ના, હું તો શેઇકસપિયરના ‘મેકબેથ’નાટકનું હિન્દિકરણ સાંભળી રહયો છું.
એ બોલે- ખી…..ખી…….ખી……..મને શું મુરખો સમજો છો, એ તો નાટક હતું ને આ ગીત છે
પછી આપડો લાસ્ટ બોલ, અને એ આઉટ- ડોબા, શેઇકસપિયરના બધા નાટકો પઘમાં જ હતા
આઉટ થયા પછી યે તેનો મરણીયો પ્રયાસ- પણ એમાં જા બેવફા જા…… થોડું આવે?
કલીન બોલ્ડ- તો શું આવે?
એ લોકો એવું સમજે છે કે અલ્તાફ રાજા ચીપ અને ટેલેન્ટ વગરનો ગાયક,અને એના ચાહકો ય બધા ચીપ અને નોલેજ વગરના…..એ બધા ને હું એટલું જ કહીશ કે અલ્તાફ રાજાને સમજવું એ શેઇકસપિયરના અંગ્રેજીને સમજવા જેટલું જ અઘરું છે,કારણ કે અલ્તાફ રાજાની સાદાઈ લોકોને સરળ લાગે છે, પણ કરોડો લોકોના દીલમાં ઉતરવું કયારેય સરળ નથી હોતું, અલ્તાફ રાજા એ કરી શકયો છે માત્ર એની સાદાઈના કારણે. અને રહી વાત એના અવાજની, તો હું એવો દાવો નથી કરતો કે એનો અવાજ આઉટસ્ટેનડીંગ છે પણ સામાન્ય તો નથી જ.
ખરેખરમાં એની સફળતા એના અવાજ ના કારણે જ છે અને નીંદા પણ એના અવાજના કારણે. જસ્ટ લાઈક રેશમીયા, નીંદા કરવાવાળા કહયા કરે કે એ નાક માં થી ગાય છે પણ એ એની એવી ગાયકી ના લીધે જ લોકોના દીલમાં ઉતર્યો છે.
વર્ષો પહેલા મેં દુરદર્શન પર અલ્તાફ રાજાનો ઇન્ટરવ્યુ જોયેલો તયારે લાઇવ ફોન પર એક જણે તેને પૂછેલું કે તમે હંમેશા દુઃખી ગીતો જ કેમ ગાઓ છો? આ સાંભળીને તે બરાબરનો છંછેડાઈને બોલયો- એવું નથી, મેં પ્રેમના ગીતો પણ ગાયા છે, એમ કહીને તેણે તેના ગાયેલા રોમેનટીક ગીતો કયા કયા છે, મસ્તી વાળા ગીતો કયા કયા છે તે કહી સંભળાવયુ
અલ્તાફ રાજાની મજાક થાય એની સામે મને વાંધો નથી, મજાક તો લતાની યે કયારેક થતી હોય, પણ મજાકમાં ને મજાકમાં આપણે તેની ગાયક તરીકેની ગણના સુધધાના કરીયે એ વ્યાજબી નથી, અલતાફ રાજા આજે કયાં છે એની લોકોને ખબર નથી કે નથી પરવા, આજે કોઇ તેને ફીલ્મમાં ગીત ગાવા આપશે તોય કોઈ એ ગીત નહીં સાંભળે, પણ એના મ્રુત્યુ પછી બધા છાપાઓ દિલગીરી વ્યકત કરશે કે આપણે સૌ એ ‘તુમ તો ઠહેરે પરદેસી…’
ગીતનો ગાયક અલ્તાફ ગુમાવયો……
કમ્બખ્ત દુનીયાના આ દસ્તુર પર એણે ‘તુમ તો ઠહેરે પરદેસી…’ ગીતમાં ગાયુ જ છે કે
કયા કરોગે તુમ આખીર કબર પર મેરી આકર…
થોડી દેર રો લોંગે…ઔર ભૂલ જાઓગે…
—————————————-
અલ્તાફનું રામગોપાલ વર્માની ફિલ્મ ‘કંપની’માં ગાયેલુ આ ગીત, સાકર સમાન મીઠડુ અને સાંભળતાવેંત દીલમાં ઉતરી જાય તેવું