તમે ઓલું સંજય દત્ત અને ઉર્મિલા વાળું ગીત એએએય………શિવાની તો સાંભળ્યું જ હશે. એમાં બિચારી શિવાની નો બહુ મજાક ઉડાવવામાં આવે છે. કારણ કે એ ચસમીસ હોય છે અને સાવ સિમ્પલ હોય છે (જેને બોલીવૂડ ની ભાષા માં બહેનજી ટાઈપ છોકરી કહેવાય છે). એ ગીત ના શબ્દો સાંભળી ને શિવાની ચિડાય છે, ગુસ્સે થાય છે, પણ એ ગીત માં આવા કોઈ શબ્દો હોત તો શિવાની ગુસ્સે ના થાત, ઊલટું શરમાઈ ને, નજરો ઢાળી ને કહેત….”હાઉ રોમેન્ટીક”!!! તો પેશ હૈ my own version of એએએય………શિવાની!!!
તને સ્પર્શી ને હવા પણ બની દીવાની, એએએય………શિવાની!!!
તારા પ્રેમ માં પડી ને હું તડપું છું,તું હસે છે શાની? એએએય………શિવાની!!!
આમ તો તું કોઈ દિવસ મારી સામું ના જોએ,
ને ભૂલ થી નજરો મળી જાય તોય નજર ફેરવી લેવાની? એએએય………શિવાની!!!
તારા કપાળ પર પ્રસ્વેદ ની ભીનાશ,
સરસ લાગે છે યાર,એને જરૂર નથી લૂછવાની,એએએય………શિવાની!!!
વાળ ખૂલ્લા કરીને એનું રબ્બડ કાંડે બાંધવાની,
ને પાછી હવામાં ઊડતી લટોને આંગળીથી કાન પાછળ સરકાવવાની,એએએય………શિવાની!!
યુરાજ્ભાઈ આ કોમલને વાંચવા નો દેતા તમારી દિલચશ્પ શિવાની વાળી કવિતા નહીતર એ કોમલ કઠોર થઈજશે હું અમેરિકામાં એક સ્ટોરમાં મારી ઘરવાલીને ઇન્ડિયા જવું હતું એની ખરીદી કરવા ગયો હતો .તમને તો ખબર છેકે આપણા દેશની બાયડી ઓ ખાસ કરીને મારા જેવા વૃદ્ધ ની ધણી ભેગી ભેગી નો ફરતી હોય . મારી સાથે નોકરી કરતી એક છોકરીએ મને જોયો .મને એકલો જાણીને મારી પાસે આવીને મને જોરદાર kiss કરી .દુરથી મારી ઘરવાળીએ આદૃશ્ય જોયું .દોડતી મારી પાસે આવી અને બોલી ,મારી ઇન્ડિયા જવાની ટીકીટ કેન્સલ કરાવી નાખો .મારે ઇન્ડિયા નથી જવું તમને રે ઢાં મુકવા જેવા નથી .
હા..હા…હા… આપના જીવનનો આ ખટમીઠો પ્રસંગ માણવાની મજા આવી. 🙂 કોમલને તો આ કવિતા સૌથી પહેલા વંચાવેલી (બાપુ કોને કીધા 🙂 )