દિવાળીમાં મારે ઘેર … આવશો કે નૈ ? આવશો કે નૈ ?

મારા માટે નાનપણથી દિવાળીનું સૌથી મોટું આકર્ષણ – રંગોળી !નાનો હતો ત્યારે બહેનો જ બનાવે, આપણને કોઈ ચાન્સ ના આપે… પછી થોડો મોટો થયો એટલે સમજ64613_Diwali-Fireworks-Wallpapers_1024x768 આવી કે ચાન્સ કોઈ આપે નહીં પણ જાતે લઇ લેવો પડે. ત્યારથી દરવર્ષે રંગોળી બનાવું છું. એ પણ જેમતેમ નહીં હોં, પહેલા ગેરુ લગાડવાનું , પછી ચિતરવાની જુદી જુદી રચનાઓ …. ક્યારેક મોડર્ન આર્ટ તો ક્યારેક સિમ્પલ તો ક્યારેક ચાર્ટ ! આ બધું વાંચીને એવું ના માની લેતા કે હું રંગોલીનો ખેરખા છું, એવું બિલકુલ નથી. સામાન્ય કરતા પણ થોડી ઉતરતી કક્ષાની રંગોળીઓ માં મારી રંગોળી આવતી હોય છે. હવે પાછો ફોટાનો જમાનો આયો છે એટલે તમે કહેશો કે એ બધું જવાદો અને અમને જાતે જ નક્કી કરવા દો … લાવો બતાવો ફોટા ? તો એમાં એવું છે કે ફોટા તો બધા  ખૂબ આડાઅવળા … અને એથીયે અવરચંડી મારી આળસ એટલે ફોટા માટે હાલ પૂરતું મુલતવી.

ફટાકડાનું પણ જબ્બર આકર્ષણ નાનપણમાં હતું. ફટાકડા વાળો ઘરે આવીને એક કાગળ આપી જતો, જેમાં તેની દુકાનમાં ઉપલબ્ધ બધા ફટાકડાના નામ અને કિંમત લખેલા હોય અને દરેકની સામે એક ખાનું. પછી જે ફટાકડો લેવો હોય એની સામે આપેલા બે ખાનામાંથી એક ખાનામાં ટીક કરવાનું અને બીજા ખાનામાં ક્વોન્ટીટી લખવાની. પ્રાઈઝ પણ આપેલી હોય એટલે ઓર્ડર આપતી વખતે જ આપણ ને ખબર પડી જાય કે કેટલો ખર્ચ થશે. જોકે એ ટોટલ માં દુકાનવાળો થોડું ડિસ્કાઉન્ટ પણ કરી આપતો. અને પછી આવતો… ફટાકડાનો મોટ્ટો કોથળો ! જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ એ કોથળાની સાઈઝ નાની થતી ગઈ… કોથળો નાનો થતા થતા ધીમે ધીમે ગાયબ જ થઇ ગયો. અને હવે મૂડ હોય તો એકાદું ૫૫૫ નું પેકેટ લઇ આવું , અને હા, તારામંડળ પણ ! તારામંડળ મને સૌથી વધુ ગમે…. એના તણખામાં જાણે મને કઈ કેટલીયે ઉજાણીઓ સમાયેલી લાગે. હું ૪ – ૫ તારામંડળ ઝાડ પર લટકાવીને પછી બધા સાથે સળગાવતો . સરસ નજારો સર્જાતો.

અને લાસ્ટ બટ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ , મીઠાઈઓ . આખો દિવસ દિવાળીના નાસ્તા આચળ કુચળ ખાધા કરવાની મજા જ જુદી . એમાં મારી અતિ પ્રિય સુંવાળી. સુંવાળી મને બહુ ભાવે બાપુ… દિવાળીના દિવસોમાં સવારે ઉઠું તો ચા ભેગી સુંવાળી…. ! તમે એવું પૂછશો કે ચા મોળીના લાગે ? અરે એવું કઈ ના લાગે… સુંવાળી નો સ્વાદ તો હરહંમેશ સુરીલો લાગે. મઠીયા બિલકુલ ના ભાવે… ચવાણું વાટકી ભરી ભરીને ટીવી જોતા જોતા ખાવાનું … પણ ગઈ દિવાળીએ એક પણ મીઠાઈ નહોંતી ખાધી…. માંદગી પછી ની પરેજી રૂપે… જોકે આ વખતે પરેજી ફરેજીના મૂડ આવે એવું હાલ તો લાગતું નથી.

દિવાળી પર રીલીઝ થયેલું મૂવી પણ દર બેસતા વર્ષે પહેલા જ શોમાં !

ઓહ્હ … દિવાળી ! કેટલો મોટો અને ભવ્ય તહેવાર ને ? આપ સૌને દિવાળીના ખૂબ ખૂબ વધામણા … અને મુજ આંગળે ભાવભર્યું સ્વાગત ….

અને ઓલી વ્હાલસોયી ચકલીનું પણ મીઠડું સ્વાગત…

ચકી બેન ચકી બેન … મારે ઘેર દિવાળીમાં … આવશો કે નૈ ? આવશો કે નૈ ?

બેસવાને સોફો (અને એના પર નવા કવર)…

જોવાને રંગોળી…. .

ખાવાને સુંવાળી …

આપીશ તને… આપીશ તને…..

આવશો કે નૈ ? આવશો કે નૈ ?

10 comments

 1. મીઠાઈ’માં મારે પણ આપના જેવું જ . . . પાછું વાળીને જોવાનું જ નહિ [ કારણકે પાછળ મમ્મી ઉભેલી જ હોય છે 😉 ]

  ફટાકડા તો હું હવે ફોડતો નથી [ ઓમ શાંતિ ]

  અને દિવાળી’નું મુવી ફર્સ્ટ શો’માં ? [ કારણકે આ વખતે શાહરૂખ’નું હેપ્પી ન્યુ યર રીલીઝ થાય છે 😉 – ફટાકડા કરતા આનું જોખમ વધુ છે ! ]

  1. મારા કેસમાં પાછળ શ્રીમતી ઉભા હોય છે … 😉

   ફટાકડા હૂંય નથી ફોડતો… જોકે મારું ન ફોડવાનું કારણ એટલું જ કે કંપનીનો અભાવ ! કોઈ મોજીલી તોફાની કંપની મળે તો હું તો આખા શહેરને ભડાકે દઉં એવો છું

   ટ્રેલર તો મનેય નબળું લાગે છે, પણ તોય જોઈ નખાય… ફિલ્મો પ્રત્યેથી કશું એક્સપેક્ટ કરવા કરતા એક્સેપ્ટ કરવાના મૂડ સાથે થીયેટરમાં ઘૂસીએ તો વધુ એન્જોય કરી શકાય. 🙂

   1. આ નવું શીખવા મળ્યું , તમારી કને’થી : ” ફિલ્મો પ્રત્યેથી કશું એક્સપેક્ટ કરવા કરતા એક્સેપ્ટ કરવાના મૂડ સાથે થીયેટરમાં ઘૂસીએ તો વધુ એન્જોય કરી શકાય. ”

    પણ ક્યાંક ને ક્યાંક હું આવા પ્રયોગોમાં ધોવાઈ ગયો છું 😉 [ છેલ્લે શાહરૂખ’ની જ ઓમ શાંતિ ઓમ’માં ધોવાઈ ગયેલ અને એ પણ તહેવારો’માં જ 😀 ]

 2. “હું ૪ – ૫ તારામંડળ ઝાડ પર લટકાવીને પછી બધા સાથે સળગાવતો . સરસ નજારો સર્જાતો.”
  kadach koi mara jevu nikalyu kharu … hu tamara karta thodi vadhare jokhami rite aa kaam karti .taramandalnu ek aakhu packet fatafat salgavti zaad par throw karine latkavti jaau .be tran packet sudhi avirat … pan mari aa harkat par have mane etli j sharam aave chhe ..mari maja mate ek abol jeev par me atyachar karya hata ….feeling shameful … :O

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s