દૂતી ચાંદ … અને બીજા અનેક !

કોઈ છોકરો થોડાઘણા અંશે છોકરી જેવો દેખાતો કે વર્તતો હોય કે કોઈ છોકરી માં છોકરાના લક્ષણ હોય તે અંગે સોસાયટી – સમાજ કઈ રીતે વર્તે છે? એક હદ કરતા વધારે તેમની મજાક થાય… તમારી સાથે ક્યારેક હોસ્ટેલમાં કે કોલેજમાં રેગીગ થયું હશે તો એ તમને જીવનભર યાદ રહી ગયું હશે… જયારે આ તો રોજબરોજ નું રેગીંગ ! આ રીતે વર્તતી વખતે માણસો માણસાઈ ભૂલી જાય છે… આવા બનાવોના ભોગ બનેલા વ્યક્તિને તો કદાચ અપંગ કે અંધની પણ ઈર્ષા આવતી હશે…. કારણ કે દુનિયા એમની સાથે સહાનુભુતિ થી વર્તે છે અને એમની ખોડ નો મજાક નથી બનાવતી (જનરલ્લી ).

કોઈ ગોરું હોય, કોઈ કાળું હોય તેમ કોઈ સ્ત્રીમાં પુરુષના હોર્મોન્સ હોવા અને પુરુષમાં સ્ત્રીના હોર્મોન્સ હોવા એ નેચરલ છે. જીહા, દુનિયાના દરેક પુરુષ માં સ્ત્રી હોર્મોન્સ હોય છે , પણ તેની માત્રા માર્યાદિત હોય છે. અને પ્રાકૃતિક રીતે આ માત્રાનું બેલેન્સીંગ વધારે ઓછું થઇ શકે છે -કોઈ પણ પુરુષ ના શરીર માં , બટ ધેટ ડઝ નોટ મીન કે એ સંજોગોમાં એ પુરુષ ગે બની ગયો કે સ્ત્રી બની ગયો. પુરુષોની જેમ સ્ત્રીઓમાં પણ આ પ્રશ્ન એટલું જ સ્થાન ધરાવે છે. ખાસ કરીને સ્ત્રી એથલીટસ માટે તો આ એક યક્ષ પ્રશ્ન છે.

ભારતની યુવા એથલીટ દૂતી ચાંદને શારીરિક બદલાવને કારણે આંતરરાષ્ટ્રીય રમતોમાંથી બહાર કરવામાં આવી, અને આ પ્રકારનો આ પહેલો કિસ્સો નથી. ૧૯૭૮ની બેંગકોક એશિયન ગેમ્સમાં ભારતની એક સ્પ્રિટર શાંતિ સુંદરરાજનને જેન્ડર ટેસ્ટમાં ફેલ થવાને લીધે રમતમાંથી બહાર કાઢવામાં આવી હતી, શાંતિ સુંદરરાજને ૨૦૦૬માં એશીયાઇ રમતમાં રજત પદક જીત્યું હતું પણ જેન્ડર ટેસ્ટમાં ફેઈલ થવાને કારણે તેની પાસેથી આ પદક છીનવી લેવાયું હતું. અને એથી તેણીએ હોટલની બારીમાંથી કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો.

શાંતિ સુંદરરાજન

શાંતિ સુંદરરાજન

આ ટેસ્ટ જે કોઈ પણ કારણ સર થતો હોય, પણ એની સીધી અસર સ્ત્રીના વ્યક્તિત્વ પર પડે છે, જરા કલ્પના તો કરો… કોઈ સ્ત્રીને જાહેરમાં પડકારવી કે તું સ્ત્રી છું કે નહીં… તેની કસોટી કરવામાં આવશે… અને પછી એવું કહી દેવામાં આવે કે તું સ્ત્રી જ નથી એટલે તને સ્ત્રી સ્પર્ધામાં ભાગ લેવા નહીં મળે. આવી પરિસ્થિતિ માંથી પસાર થયેલી સ્ત્રી ની માનસિક સ્થિતિ શું થાય ? અને કદાચ એ પોતાની જાતને સંભાળી પણ લે, પણ આ સમાજ કેવો છે? એને ભૂલવામાં મદદ કરે એવો ? કે દાઝ્યા પર ડામ દે એવો? ૧૯૮૦ના દાયકામાં બીજી એક સ્પ્રિટર ખેલાડી નૈની રાધા ટેસ્ટમાં ફેલ થવાને કારણે ઓપરેશન કરાવીને રાધાકૃષ્ણન બની ગઈ, અને પૂરૂષની જેમ જીવન વિતાવવા લાગી.

141010153958__78072018_173104702

આ ટેસ્ટ વ્યક્તિનું નર કે નારી હોવાનું નક્કી કરે છે. ૧૯૭૩ ના મોન્ટ્રીયલ રમતોત્સવમાં બ્રિટેનની રાજકુમારી એને ઘોડેસવારીમાં ભાગ લીધો હતો, પણ ફક્ત એમને આ ટેસ્ટ માંથી બાદ રાખવામાં આવ્યા હતા જયારે બાકીની બધી સ્ત્રીઓએ ટેસ્ટ આપવો પડ્યો હતો. આ ટેસ્ટ સ્ત્રીઓને ઘણો ક્રૂર લાગતો હતો અને સતત એનો વિરોધ પણ થતો રહ્યો. પણ એ નક્કી કરવું પણ જરૂરી હતું કે સ્ત્રીઓની સ્પર્ધામાં ફક્ત પૂર્ણરૂપે સ્ત્રીઓ જ ભાગ લે. છતાં વિરોધને કારણે એટલાન્ટા ઓલમ્પિક બાદ આ ટેસ્ટને બંધ કરી દેવામાં આવ્યો. પણ જયારે દક્ષીણ આફ્રિકી એટલીટ કાસ્ટર સેમેન્યા નો કેસ સામે આવ્યો તો એકવાર ફરી લિંગ પરીક્ષણની વાત ઉછળી.

પણ આ વખતે કંઇક અંશે સુધાર આવ્યો, શારીરિક પરીક્ષણને બદલે સ્ત્રીઓ ના હાયરાઇન્દ્રોજૈનીસ્મ ને તપાસવામાં આવ્યું જેથી સ્ત્રીઓના શરીરમાં ટેસ્ટોસ્ટેરોન સ્તર માપી શકાય. ટેસ્ટોસ્ટેરોન પુરુષ પ્રધાન હોર્મોન હોય છે, જે પુરુષો માં વધુ માત્રામાં હોવાથી તેઓ વધુ બળવાન હોય છે. આંતરરાષ્ટ્રીય એથ્લેટિક સંઘ માને છે કે જો કોઈ સ્ત્રીમાં આ હોર્મોનની માત્રા વધુ હોય તો તેને સ્ત્રી તરીકે સ્પર્ધામાં ભાગ લેવાનો હક નથી. દૂતી ચાંદના શરીરમાં પણ આ હોર્મોનનું પ્રમાણ વધારે હોવાથી તે ઝડપી દોડી શકે છે. આ હોર્મોન પ્રકૃતિની ભેટ છે. જેમ કોઈ ગોરું હોય અને કોઈ કાળું ,બિલકુલ એ જ રીતે કોઈનામાં આ હોર્મોન વધુ હોય અને કોઈનામાં ઓછા, આથી આપણે જો રંગભેદ નથી કરતા તો હોર્મોન ભેદ શા માટે?

દૂતી ચાંદને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાનો હક અપાવવામાં કેનેડાનો પૂર્વ એથલીટ બ્રુસ કીડનો મોટો ફાળો છે. કીડે પોતાની એથલીટ કેરિયરમાં ઘણો સમય જયપુરના સોશિયલ વર્કમાં વિતાવ્યો છે અને હવે એ ટોરંટો યુનીવર્સીટી નો ડીન છે. કીડે જણાવ્યું કે આ ટેસ્ટનો અર્થ કોઈ સ્ત્રીને પુરુષ કરાર આપવાનો નથી. તેમણે કહ્યું કે એ નક્કી કરવું વધારે જરૂરી છે કે કેવી પરિસ્થિતિમાં સ્ત્રીમાં ટેસ્ટેસ્ટીરોન નું પ્રમાણ વધે છે. તેમનો ઈશારો એવી સ્ત્રીઓ તરફ હતો જે જાણી જોઇને પોતાનું ટેસ્ટેસ્ટીરોન વધારી દે છે , જેથી એમને બાકીની સ્ત્રીઓ કરતા વધુ શક્તિ મળે. આ અપ્રમાણિકતા છે અને આને ડોપિંગ કરાર આપવામાં આવે છે. અને એથી જ આ નિયમની જરૂર પડી. કિડને વિશ્વાસ છે કે તે દૂતી ચાંદનો કેસ જીતી જશે, ભલે તેમાં લાંબો સમય લાગી જાય.

10 comments

  1. This is something people should really know about. They comment on people just to have fun, without even considering what their harsh comment might do to the people on whom they are commenting. મારી કોલેજમાં પણ ઘણી વાર એવું જોયેલું છે મેં, અને એનાથી પણ ખરાબ તો એ કે એ લોકો તે છોકરાને/છોકરીને કહેશે કે આ સારું ના લાગે, ચેન્જ થા. જયારે ચેન્જ થવાની જરૂર એ કમેન્ટ કરવા લોકોને છે.

    1. બિલકુલ વિરાજભાઈ, કારણ કે આ પોસ્ટમાં જ તમે જોયું કે ફિઝીકલી સ્ટ્રોંગ એથલીટ વુમન પણ માનસિક રીતે નબળી પડી શકતી હોય… તો સામાન્ય સ્ત્રીની સ્થિતિ શું થાય?

  2. ધન્યવાદ, ધન્યવાદ યુવરાજભાઈ ધન્યવાદ. ખરેખર મહત્વના વિષય પર અભ્યાસપૂર્ણ અને માહિતી સભર લેખ. મારી નવલકથા “શ્વેતા”નાપાત્ર નિકુળને વેજીનોપ્લાસ્ટી સર્જરી દ્વારા નિકિતા બનાવી હતી. કુદરતની રચના સ્વીકારવાની અને સમજવાની દરેક માનવીની ફરજ છે. યુવરાજભાઈ સરસ વાત.

  3. એકદમ સચોટ વાત અને નિર્દોષ કબુલાત. ખરી વાત છે, કોઈને ગોરો રંગ મળે તો કુદરતનો અંશ છે. અને કોઈ પણ હોર્મોન્સ વધઘટથી મળે તો કોઈ શું કરે ? કોઈના વખાણ ના થઇ શકે તો ઠીક પણ કોઈને ઉતારી પાડીને મજાક કરવાનો અધિકાર લેવામાં કોઈ બહાદુરી નથી !!

  4. પ્રિય યુવરાજ આજે ફરીથી દૂતી ચંદ વાંચી

    કોઈને અમુક શારીરિક બંધારણને કારણે ઉતારી પાડવો એ પરમેશ્વરનું ઘોર અપમાન છે એવું હું માનું છું . પરમેશ્વરના કાયદામાં કૃત્રિમતા લાવીને ફેરફાર કરો એ થોડે ઘણે અંશે પરમેશ્વર ચલાવી લેતા હશે ; બાકી એમાં ધર મૂળથી ફેરફાર કરવાની કોઈની તાકાત નથી . માઈકલ જેક્સને પોતાના નાક વાળ રંગમાં કૃત્રિમ ફેરફાર કર્યો
    ઘોડા અને ગધેડી કે ઘોડી અને ગધેડાનો સંભોગ કરાવીને ખચ્ચર ઉત્પન્ન કર્યા પણ પછી ખચ્ચરોની નવી જાતી ઉત્પન્ન ન થઇ શકી .
    પ્રિય યુવરાજ તમારામાં આવું જ્ઞાન છે એમાં વધારો થાય એવી મારી શુભેચ્છા

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s