– મારી બાજુના ઘરમાં રહેતા એક કાકા રોજ બહાર આવી આવી ને થુંકે ! બીડી પીવાની આદત ! બેક્ટેરિયા ફેલાય … તો આપણને પણ રોગ થાય .. બાળકો શેરીમાં ઊઘાડા પગે રમતા હોય , ત્યારે મને એ બાળકોની દયા આવી જાય . સામે ના ઘરના કાકા રોજ મસાલા ખાઈને કોગળા ત્યાં બહાર કોગળા કરે. એ કોગળા ની પિચકારીનો અવાજ જ ચીદરી ચઢે તેવો હોય ! એ ઘરના બધા પુરુષો ટોપલેસ થઈને પોતાના ઘરની બાલ્કનીમાં અને ઓટલે ફરતા હોય – એટલે આપડે આવતા જતા એ નજારા પણ જોવાના ! એમના છોકરા એમના ઘરના આગળના ભાગમાં આવેલી ગટરમાં શૌચક્રિયા કરે ! એ છોકરાઓ નો નિશાનો કેવો અદભૂત હશે કે ગટરમાં જ પડે ! પેશાબ પણ ત્યાં કરે ! એટલું જ નહિ , એ ઘરની સ્ત્રીઓ વાળ પણ ત્યાં જ ધુએ , અડધા વાળ ગટરમાં ડૂબેલા , અડધા બહાર …
– મારી પાડોશના બા ને બહુ પંચાયત ! કયા જાઓ છો ! કેમ જાઓ છો ! જેવા પ્રશ્નો પત્ની ને પૂછ્યા કરે ! આપડે જયારે ઘરે આવીએ કે જઈએ ત્યારે રીતસરના ડોકિયા કાઢીને જુએ . એટલું જ નહિ ઘરમાં થતી અંગત વાતોમાં પણ એમનું ધ્યાન હોય, જ્યાં એમને દેખાય કે બારી ખુલ્લી રહી ગઈ છે ને બધું સંભળાય છે ત્યાં એ કાન સળવા કરે , બધું સાંભળે અને એમાં મીઠું મરચું ભભરાવીને બીજા બૈરાઓ સાથે તેની ચર્ચાઓ કરે .
– પહેલા જે સારા પડોશીઓ હતા એ હવે બીજે રહેવા ચાલ્યા ગયા છે , અને આ જે મેં વાત કરી એ એમના દ્વારા થતા ત્રાસના પુરા ૫૦ % જેટલી પણ નથી , પણ છતાય મેં મુખ્ય મુખ્ય મુદ્દાઓ આવરી લેવાનો પ્રયાસ કર્યો છે. પણ એ બધું હું સહન કરવા તૈયાર છું , નથી સહન થતું માત્ર એ થૂંકવાનું . એ બંને કાકાઓની થુંકદાની વચ્ચે મારું ઘર આવેલું હોય એવું લાગે છે ! મને હદ બહારનું ઈરીટેશન થાય છે , સ્વભાવે એ લોકો ખુબ ઝગડાડૂ એટલે શાંતિથી કહેવા જઈએ તોય ઝગડા કરે તેવા છે ..
– મેં એક વખત ગાંધીગીરી કરેલી . એ કાકા જયારે બહાર થૂંકવા આવે ત્યારે હું જોર થી મારા ડ્રોઈંગરૂમનું બારણું પછાડું , એટલે કારક અભિસંધાન સધાયું , એમને સમજાયું પણ ખરું કે આ એમના એક્શન નું જ રીએક્શન છે . એટલે એ જે બહાર થૂંકતા હતા એ બંધ થયા , પણ બહાર આવીને થુંકવાનું તો ચાલુ જ રાખ્યું. એટલે એ થુંકે પણ પોતાના ઘરના ઝાંપા પાસે આવેલી ગટરમાં ! પ્રોબ્લેમ સોલ્વ થયો પણ અડધો જ ! અને ઓલા જે દિવસમાં પચ્ચીસ વખત કોગળા કરે છે – (મારા ઘરની બહારના રસ્તા પર ) એમને તો વતાવવા જેવા જ નથી . રૂમનું બારણું બંધ રાખું તોય પેલો ચીદરી ચઢે તેવો કોગળા કરવાનો અવાજ તો આવે જ છે !
– આઈ એમ સો મચ હેલ્પલેસ ! ખુશનસીબ હોય છે એ લોકો જેમને સારા પાડોશીઓ હોય છે.
આપણે ગાંધીગીરી કરીએ પણ દેશમાં ગાંધીજી ના વિરોધીઓ પણ એટલા જ છે ને….!!
અમારા એક પાડોશીને પણ સ્મોક કરવાની આદત હતી, અને એ પણ ઘરના ઓટલા પર જઈને, એટલે અમારે પેસીવ સ્મોકિંગ થઇ જતું. પછી અમે નક્કી કર્યું કે જયારે સમોક કરવા આવે એટલે ઘર ના બારી બારણા બંધ કરી દેવા…. થોડુક રુડ લાગ્યું પણ એવું કર્યાના બે મહિનામાં જ અંકલે સ્મોકિંગ છોડી દીધું હતું.
આ તો મારા જેવો જ કિસ્સો ! પણ તમારા કિસ્સામાં પેલા અંકલે સ્મોકિંગ છોડ્યું તો ખરું … મેં પણ એ રીતે બારણ બંધ કરવાનું શરુ કર્યું તોય હજી એમનું બહાર આવીને થૂંકવાનું ચાલુ જ છે- તમારા પાડોશીને થોડી શરમ કે આત્મ સન્માન જેવું કૈક હશે , આ તો ….
btw you’ll find something about passive smoking in “sadagta shwaso”
# આડવાત અને સ્વ પ્રચાર ! 😉 🙂
i’d love to read….. 🙂
(એ પણ જરૂરી છે…. 😉 )
aaje aape aapana padosini vaat kari chhe pan temani 91% vaato vanchine lagyu ke aap mara padosinu varnan kari rahya chho …pan amare padosi ben j eva chhe ……nari dadagiri !!!
tamaro lekh vanchine lagyu ke tame mara samdukhiya j chho …kyarek to lage ke emne mara gharma c c t v camera to fit nathi karyo ….ane hun hamesha maun j rahu chhu ..kemke aava loko ni sathe emni bhashama vaat karva aapanne etlu nich banvu na posay ……
bhagvan aava lokone sadbudhdhi aape …!!!
સાચી વાત પ્રીતીજી , આપડે એમના લેવલ સુધી ના ઊતરાય ! પણ ક્યારેક તો જવાબ આપી દેવો પડે , આપડે આપડું લેવલ ઊતાર્યા વગર ક્યારેક આપડે એમને એમનું લેવલ દેખાડી દેવાય, એ કરવું પણ એટલું જ જરૂરી છે , ગાંધીજીએ કહેલું કે અન્યાય કરવાવાળા જેટલો જ અન્યાય સહન કરવાવાળા નો પણ વાંક છે. ખેર , ભગવાન તમને (અને મને ) આવા પાડોશીઓ વચ્ચે જીવવાની હિંમત આપ્યા કરે એવી પ્રાર્થના ! 🙂
તકલીફ તો છે જ! છે જ પણ એક બીજી વાત પણ છે ક એના થી આપની કળા પણ વિકસે છે ને!? વિકસે છે ક નહિ!? અઢળક રમૂજ, એક હાસ્ય જો આવા પાડોશી ના હોય તો ક્યાંથી મળે યાર! 🙂 ભગવાન શેરી એ શેરી આવા પાડોશી……(ભૂલ ચૂક માફ) 🙂
તો મોકલી દઈએ બધાને આદિપુર, એમને પણ મૌર્યદીપ મળશે , સરખે સરખા ભેગા થઈને આનંદ કરશે
આવતા રહો અમારી બાજુમાં. ન્યુ સ્કીમ… ન્યુ લોકેશન… એન્ડ ન્યુ પીપલ @ New Naroda 🙂
ઘર નથી બદલતો એનું કારણ માત્ર એટલું જ છે કે ઘર ખુબ સુંદર છે – સ્પેશીયસ પણ ખરું ! આવું ઘર મળવું પણ અઘરું અને માયા જોડાયેલી હોવાથી છોડવું પણ અઘરું ! પણ એક કામ થાય , મારા પાડોશીઓને આ ન્યુ નરોડાની સ્કીમ નો આઈડિયા આપો , એમને કદાચ રસ પડે તો પણ મારું કામ થઇ જાય.. 🙂