Day: એપ્રિલ 8, 2013

મારા પાડોશીઓ – નવા જૂની

– મારી બાજુના ઘરમાં રહેતા એક કાકા રોજ બહાર આવી આવી ને થુંકે ! બીડી પીવાની આદત ! બેક્ટેરિયા ફેલાય … તો આપણને પણ રોગ થાય .. બાળકો શેરીમાં ઊઘાડા95701357CK034_Rot_Weiss_Obe પગે રમતા હોય , ત્યારે મને એ બાળકોની દયા આવી જાય . સામે ના ઘરના કાકા રોજ મસાલા ખાઈને કોગળા ત્યાં બહાર કોગળા કરે. એ કોગળા ની પિચકારીનો અવાજ જ ચીદરી ચઢે તેવો હોય ! એ ઘરના બધા પુરુષો ટોપલેસ થઈને પોતાના ઘરની બાલ્કનીમાં અને ઓટલે ફરતા હોય – એટલે આપડે આવતા જતા એ નજારા પણ જોવાના ! એમના છોકરા એમના ઘરના આગળના ભાગમાં આવેલી ગટરમાં શૌચક્રિયા કરે ! એ છોકરાઓ નો નિશાનો કેવો અદભૂત હશે કે ગટરમાં જ પડે ! પેશાબ પણ ત્યાં કરે ! એટલું જ નહિ , એ ઘરની સ્ત્રીઓ વાળ પણ ત્યાં જ ધુએ , અડધા વાળ ગટરમાં ડૂબેલા , અડધા બહાર …

– મારી પાડોશના બા ને બહુ પંચાયત ! કયા જાઓ છો ! કેમ જાઓ છો ! જેવા પ્રશ્નો પત્ની ને પૂછ્યા કરે ! આપડે જયારે ઘરે આવીએ કે જઈએ ત્યારે રીતસરના ડોકિયા કાઢીને જુએ . એટલું જ નહિ ઘરમાં થતી અંગત વાતોમાં પણ એમનું ધ્યાન હોય, જ્યાં એમને દેખાય કે બારી ખુલ્લી રહી ગઈ છે ને બધું સંભળાય છે ત્યાં એ કાન સળવા કરે , બધું સાંભળે અને એમાં મીઠું મરચું ભભરાવીને બીજા બૈરાઓ સાથે તેની ચર્ચાઓ કરે .

– પહેલા જે સારા પડોશીઓ હતા એ હવે બીજે રહેવા ચાલ્યા ગયા છે , અને આ જે મેં વાત કરી એ એમના દ્વારા થતા ત્રાસના પુરા ૫૦ % જેટલી પણ નથી , પણ છતાય મેં મુખ્ય મુખ્ય મુદ્દાઓ આવરી લેવાનો પ્રયાસ કર્યો છે. પણ એ બધું હું સહન કરવા તૈયાર છું , નથી સહન થતું માત્ર એ થૂંકવાનું . એ બંને કાકાઓની થુંકદાની વચ્ચે મારું ઘર આવેલું હોય એવું લાગે છે ! મને હદ બહારનું ઈરીટેશન થાય છે , સ્વભાવે એ લોકો ખુબ ઝગડાડૂ એટલે શાંતિથી કહેવા જઈએ તોય ઝગડા કરે તેવા છે ..

– મેં એક વખત ગાંધીગીરી કરેલી . એ કાકા જયારે બહાર થૂંકવા આવે ત્યારે હું જોર થી મારા ડ્રોઈંગરૂમનું બારણું પછાડું , એટલે કારક અભિસંધાન સધાયું , એમને સમજાયું પણ ખરું કે આ એમના એક્શન નું જ રીએક્શન છે . એટલે એ જે બહાર થૂંકતા હતા એ બંધ થયા , પણ બહાર આવીને થુંકવાનું તો ચાલુ જ રાખ્યું. એટલે એ થુંકે પણ પોતાના ઘરના ઝાંપા પાસે આવેલી ગટરમાં ! પ્રોબ્લેમ સોલ્વ થયો પણ અડધો જ ! અને ઓલા જે દિવસમાં પચ્ચીસ વખત કોગળા કરે છે – (મારા ઘરની બહારના રસ્તા પર ) એમને તો વતાવવા જેવા જ નથી . રૂમનું બારણું બંધ રાખું તોય પેલો ચીદરી ચઢે તેવો કોગળા કરવાનો અવાજ તો આવે જ છે !

– આઈ એમ સો મચ હેલ્પલેસ ! ખુશનસીબ હોય છે એ લોકો જેમને સારા પાડોશીઓ હોય છે.