પાપા કહેતે હૈ

ફિલ્મ – કયામત સે કયામત તક
વર્ષ – ૧૯૮૮ (મારો જન્મ ૮૭ માં)
ગીત – પાપા કહેતે હૈ
ગાયક – ઉદિત નારાયણ
ગીતકાર – મજરૂહ સુલતાનપુરી
સંગીત – આનંદ-મિલિંદ

મારું એવું માનવું છે કે કોઈ ગીતમાં “પાપા” કે “મમ્મી” આવતું હોય તો તે ગીત નાના બાળકોને ખાસ પ્રિય હોય. મને પણ નાનપણમાં જે ગીત ખૂબ પ્રિય હતું તેમાં પાપા આવતું. અરે બરાબર બોલતાય નોહતું આવડતું, ભાખોડિયા ભરતો હતો અને ગીત ગમતું ફિલ્મ “કયામત સે કયામત તક”નુ, “પાપા કહેતે હૈ બડા નામ કરેગા….”! ઘરના બધા સભ્યોનુ એવું કહેવું છે કે હું એ ગીત પાછળ ગાંડો હતો. ટેપ- કેસેટનો જમાનો હતો, અને મને આ ગીત ખુબ ગમતું એટલે પપ્પા મારા માટે કેસેટ લઇ આવ્યા ફિલ્મ “કયામત સે કયામત તક”ની. (આ તેમણે મારા માટે લાવેલી પહેલી કેસેટ હશે) અને એ કેસેટ પછી બની ગઈ મારું ફેવરીટ રમકડું. દિવસમાં દસ થી પંદર વખત પાપા કહેતે હૈ ના સાંભળી લઉં ત્યાં સુધી ચેન ના પડે. હું સાંભળી સાંભળીને ના કંટાળું પણ કેસેટ કંટાળે અને પછી તે બગડે. અને બગડે એટલે પપ્પા બીજી નવી લઇ આવે. ટોટલ ૫ વખત પપ્પા “કયામત સે કયામત તક”ની કેસેટ મારા માટે લાવેલા. મારી મોટી બહેનો પછી બોલે – “પપ્પા તમે યુવરાજ માટે એકની એક કેસેટ વારંવાર લાવો છો, પણ અમારા માટે નવા પિકચરોની કેસેટો નથી લાવતા.” “કયામત સે કયામત તક”ની કેસેટ પાછી બગડી, મારું રડવાનું પાછુ ચાલુ થયું, બહેનો બોલી – “પ્લીઝ નો “કયામત સે કયામત તક” એની મોર!!!” અને પપ્પા કેસેટ લાવ્યા ટુ ઈન વન! એ સાઈડ પર “કયામત સે કયામત તક”ના ગીતો અને બી સાઈડ પર “રામ લખન”!
એક દિવસ મમ્મી ઘરના કામમાં બીઝી હતા અને મેં રડવાનું ચાલુ કર્યું, એટલે મમ્મીએ મને મારી મોટી બહેન ઝરણાને સોંપ્યો, ઝરણાએ મને ડાયનીંગ ટેબલ પર બેસાડ્યો અને મારી બાજુ માં ટેપ મુક્યું અને “પાપા કહેતે હૈ…” ચાલુ કર્યું, ટેપમાં ભૂલથી મારી રેકોર્ડના બટન પર આંગળી દબાઈ ગઈ અને ગીત બંધ થયું એટલે મેં રડવાનું ચાલુ કર્યું, ઝરણા બોલી – “શું થયું? શું થયું?” હું રડતા રડતા બોલ્યો “બંધ થઇ ગયું! ” અને તેનું ધ્યાન ગયું કે રેકોર્ડનું બટન દબાઈ ગયું છે, તેણે રેકોર્ડીંગ સ્ટોપ કર્યું અને ગીત પાછુ વાગવા લાગ્યું. આજે પણ ઘરમાં તે કેસેટ પડી છે, જેમાં પાપા કહેતે હૈ ગીત માં વચ્ચે મારું અને મારી બહેનનું તે રેકોર્ડીંગ આવે છે. પહેલા મારો રડવાનો અવાજ, પછી બેના પૂછે “શું થયું?” અને હું રડતા રડતા બોલું “બંધ થઇ ગયું”!
મારી બહેન ઝરણાને યાદ છે કે “કયામત સે કયામત તક” ફિલ્મ આવેલી ત્યારે મારા કાકા(સ્વ.મહેન્દ્રસિંહ ભગવતસિંહ જાડેજા)એ તે ફિલ્મમાં આમીર ખાનને જોઈ ને કહેલું કે આ છોકરો ખૂબ આગળ આવશે.
આજે પણ ટીવીમાં જયારે “પાપા કહેતે હૈ” ગીત આવે ત્યારે મમ્મી મારું નાનપણ યાદ કરે!
આમીર ખાને તે ફિલ્મમાં બરાબર જ કહેલું કે “મગર યે તો કોઈ ના જાને કે મેરી મંઝીલ હૈ કહાં”, તેના આ શબ્દો મુજબ તે પાત્ર અંતે ઈશ્કમાં ફના થઇ જાય છે! મારું પાત્ર પણ મને લાગે છે કે જરૂર પડે ફના થઇ જાય તેવું છે, પણ ઈશ્કમાં નહીં, ઔર ભી ગમ હે દુનિયામે મુહાબ્બત કે સિવા… 😉

12 comments

    1. મારા કેસમાં તો આ બાય મિસ્ટેક થઇ ગયેલું, એ પણ હું બહુ નાનો હતો એટલે. બાકી રેકોર્ડીંગ માટેતો અલગ કેસેટો લાવવામાં આવતી. જેમાં અમે બધા ગીતો ગાઈ ગાઈને રેકોર્ડ કરતા. મેં “ડર” પિકચરનો ડાયલોગ “કિરન તુમ મેરી હો…” બોલીને રેકોર્ડ કરેલોએબી બગીચામાં થી ફૂલ તોડીને શાહરૂખની જેમ ફૂલ હાથમાં પકડીને એક એક પાંખડી તોડતા તોડતા બોલતો જાવ – ” તુમ મેરી હો , તુમ મેરી નહી હો…..” 😉

      1. પાંચમા ધોરણમાં આવ્યો ત્યારે QSQTની કેસેટ લાવવામાં આવેલી. બીજી કંઇક તેજાબ, મેને પ્યાર કિયા હતી. કેસેટો-રેકોર્ડિંગની પરંપરા છેક ગ્રેજ્યુએશન સુધી પિંક ફ્લોઇડ પર પહોંચી. પછી, તો કોમ્પ્યુટર-આઇપોડ જીંદાબાદ. લાગે છે કે મારે પણ કેસેટ્સ ઉપર એક પોસ્ટ લખવા જેવી ખરી..

  1. કેસેટ્સ….
    અત્યારે બહુ જ મોટું કલેક્શન “એન્ટીક પીસ” ની જેમ કબાટમાં પડ્યું છે, કારણ કે ટેપ એક પણ ચાલુ હાલતમાં નથી. 😦
    હું જયારે કે.જી. માં હોઈશ ત્યારે મારી સાથે પણ લગભગ આવો જ કિસ્સો બન્યો હતો… “મુકેશ કે દર્દ ભરે નગમે” ટાઈટલ વાળી કેસેટમાં મારા અને મારા મમ્મીનું કન્વરઝેશન રેકર્ડ થયેલું છે(અજાણતામાં જ)…. જેમાં “મમ્મી કેસેટ ઉંધી થઇ ગઈ છે…..કેસેટ નહિ તું જ ઉન્ધો થઇ ગયો છે” જેવી ઘણી બધી હાસ્યાસ્પદ વાતો/યાદો રેકર્ડ થઇ છે….. 😀

    મજા આવી પોસ્ટ વાંચવાની…. હવે ફરી એ સાંભળવા માટે ક્યાંકથી ટેપનું સેટિંગ કરવું પડશે 😛

    1. kartikbhai, i am happy that this post inspired you to write on audio cessetts & yes thanks for the like virajbhai, મારે પણ એવું જ છે, જેટલા ટેપ છે તે બધા બગડેલા, બે વાર તો નવું ટેપ લઇ આવ્યો , એ પણ ફીલીપ્સ નું, તોય એ પણ બગડી ગયું. ટેપ તો જોકે પહેલા પણ બગડતા , પણ ત્યારે આપણે તેને વહેલાસર રીપેર કરાવતા, અને હવે ટેપ બગડવાથી આપણા સંગીત શ્રવણ માં કોઈ વિક્ષેપ નથી આવતો, એટલે તેને રીપેર કરાવવાની તસ્દી હવે આપણે લેતા નથી

  2. તમારી પાસેની ઑડીઓ કૅસેટનાં ગીતોને કૅસેટ પ્લેયરમાં વગાડી એક કેબલ વડે કંપ્યુટરમાં ડાઉનલોડ કરી શકાય અને પછી સી.ડી. કે ડી.વી.ડી. બનાવી શકાય. એમ.પી.૩ પ્લેયરમાં કે સ્માર્ટ ફોનમાં મુકી શકાય અને એ રીતે એને લાંબા સમય સુધી તમારાં અગત્યનાં ગીતો સુરક્ષીત રાખી શકાય તથા સરળતાથી સાંભળી શકાય.
    તમારી પોસ્ટ ગમી. આભાર.

    1. હૃદયપૂર્વક સ્વાગત છે સાહેબ આપનું આ બ્લોગ પર ! આપનું સજેશન ગમ્યું , ખરેખર એમ કરીએ તો ગીતો સાંભળી શકાય , સરળતાથી. તમને પોસ્ટ ગમી એ વાતનો આનંદ છે, થેન્ક યુ 🙂

    1. ચગાવી નાંખી તે સારું કર્યું ,આ તો કેટલાકને જૂની મેમોરીઝ રીકોલ કરવાનો શોખ હોય એમને બધું સાચવવું ગમે (હું તો આજની તારીખમાં પણ રેકર્ડ પ્લેયરમાં ગીતો સાંભળું છું ) બાકી તો હવે એમ.પી.થ્રી. ના જમાના માં જે ગીત જોઈએ તે ઇંટરનેટ પરથી સાવ સરળતા થી અને મફતમાં મળી જતું હોય છે.

  3. recalling the memories.. 🙂 મારો દિકરો ય હમણાંથી તારે ઝમીં પરનું ‘મેરી મા” ગીત બહુ સાંભળે છે. ફક્ત માધ્યમ બદલાયુ છે. કેસેટ પ્લેયરના બદલે મોબાઈલ ફોન પણ… યાદો હંમેશા રહેશે.

Leave a reply to yuvrajjadeja જવાબ રદ કરો