જો તુમકો હો પસંદ વહી બાત કરેંગે…

ફિલ્મ – સફર

વર્ષ – ૧૯૭૦

ગીત- જો તુમકો હો પસંદ

ગીતકાર- ઇન્દીવર

ગાયક – મુકેશ

સંગીત- કલ્યાણજી આનંદજી

 જેના પ્રેમમાં અઢળક પઝેસીવનેસ પડેલી છે, તેવા લોકો માટેનું આ ગીત છે. બિલકુલ આ જ પ્રકારનું બીજું એક ગીત બોલીવૂડમાં વર્ષhqdefault ૨૦૦૫ માં આવ્યું હતું. ફિલ્મ હતી ‘ઝહેર’ અને ગીત હતું ..” અગર તુમ મિલ જાઓ” . જરા એ ગીતના શબ્દો યાદ કરો… “અગર તુમ મિલ જાઓ.. ઝમાના છોડ દેંગે હમ.. તુમ્હે પાકર ઝમાને ભર સે રિશ્તા તોડ દેંગે હમ” , આ તો મુખડું થયું, હવે પહેલો અંતરો યાદ કરો, “બીના તેરે કોઈ દિલકશ નઝારા હમ ન દેખેંગે.. તુમ્હે ના હો પસંદ ઉસકો દુબારા હમ ન દેખેંગે, તેરી સુરત ન હો જિસમેં વો શીશા તોડ દેંગે હમ” આપણે આજે જે ગીતની વાત કરવાના છીએ એ ગીત અને ‘ઝહેર’ ફિલ્મના આ ગીત માં ઘણું સામ્ય છે, બંને ગીતમાં સામેના પાત્રની પઝેસીવનેસને પોષવાની વાત છે. પઝેસીવનેસની વ્યાખ્યા પણ દરેક વ્યક્તિ જુદી જુદી રીતે કરતુ હોય છે. કોઈ વ્યક્તિ પ્રેમી પર પોતાનું માલિકીપણું દાખવવાને પઝેસીવનેસ કહે છે, તો કોઈને મતે પઝેસીવનેસ એટલે પ્રેમી પક્ષે પોતાના હકો ભોગવવા. તો આ વ્યાખ્યા ને સમર્પિતભાવ હેઠળ પણ આવરી શકાય. પ્રેમ જયારે નવો નવો હોય ત્યારે એમાં સમર્પિત ભાવ ખૂબ હોય.  સામેના પાત્ર માટે થઈને જતું કરવું ખૂબ સહેલું હોય, અને એને વાતે વાતે મનાવવું પણ ગમે. અને આવું હોવાનું એક કારણ ઇન્સીકયોરીટી છે. પછી સંબંધ જુનો થતો જાય તેમ ઇન્સીક્યોરીટી દૂર થવા લાગે… એટલે સમર્પિત ભાવ નો પણ નાશ થવા લાગે. પછી તકલીફ એ પાત્રને પડે જેને સમર્પિત ભાવ ધરાવતો પોતાનો પ્રિયજન માફક આવી ગયો હોય. પોતાને પ્રેક્ટીકાલીટી અને પઝેસીવનેસ નું જ્ઞાન આપતો પ્રિયજન એને ક્યાંથી માફક આવે? કારણ કે એક સમયે એ જ પ્રિયજન એને એવું કહેતો હોય કે…

 “જો તુમકો હો પસંદ વહી બાત કરેંગે

તુમ દિન કો અગર રાત કહો રાત કહેંગે…”

 આ ગીતના પહેલા અંતરામાં (એટલે કે હવે પછીની ચાર લાઈન્સમાં ) જે વાત છે એને હું દરેક પુરુષના દિલની તમન્ના તરીકેઓળખાવીશ. માત્ર પુરુષ ડોમિનેટીંગ ક્યારેય નથી હોતો. સમગ્ર વિશ્વનો આ સર્વકાલીન નિયમ છે કે બંને પાત્રમાંથી જે વધુ શક્તિશાળી કે સબળું હોય એ જ ડોમિનેટીંગ બનતું હોય છે.મારા મતે સ્ત્રીમાં ડોમિનેટીંગ તત્વ પુરુષ કરતા વધુ હોય છે, જયારે પુરુષના હ્રદય સંવેદનાનું ભૂખ્યું હોય છે. એ ભાંગી પડે ત્યારે તેને સ્ત્રીનો સાથ જોઈએ. સ્ત્રીના ખોળામાં માથું રાખીને તેને પોતાના દુઃખ હળવા કરવા હોય છે. આ રીતે સરળતાથી તે પોતાની જાતને સ્ત્રીના ખોળામાં સમર્પિત કરી દેતો હોય છે. દુનિયાનો ગમે તેટલો મોટો ખેલાડી પણ પોતાની બધી બાજીઓ સ્ત્રી આગળ ખુલ્લી પાડી દેતો હોય છે. આપણે સૌ દુનિયાના દરેક સંબંધમાં વત્તે ઓછે અંશે આશાઓ સેવતા હોઈએ છીએ. પુરુષને સ્ત્રી પ્રત્યે આ એક બહુ મોટી આશા રહેલી હોય છે કે એ તેને ઝખ્મો પર મરહમ લગાડી આપે. અને જે સ્ત્રી આ કામ કરે છે, એને પુરુષ છડે ચોક એ વાતનું ક્રેડીટ આપે જ છે. તમે ઘણા દાદાઓને એવું કહેતા સાંભળ્યા હશે કે તમારી દાદીએ મને ન સંભાળ્યો હોત તો આ બંદો તો ક્યારનોય ખુદાને પ્યારો થઇ ચુક્યો હોત…

“દેતે ન આપ સાથ તો મર જાતે હમ કભી કે

પૂરે હુએ હૈ આપસે અરમાન ઝીંદગી કે

હમ ઝીંદગી કો આપકી સૌગાત કહેંગે

તુમ દિન કો અગર રાત કહો રાત કહેંગે.. “

 0મેં પ્રેમને હંમેશા ચરમસીમાએ જ જોયો – ઓળખ્યો છે. અને મારા માટે પ્રેમની વ્યાખ્યા એ જ છે કે સમર્પિત થઇ જવું અને સમર્પિતભાવ ભોગવવો. અહીં એવું બિલકુલ ન સમજતા કે આ જ સાચો પ્રેમ છે એવું હું કહી રહ્યો છું. ઇન ફેક્ટ હું તો કબૂલું છું કે સંપૂર્ણ સમર્પિતભાવનો આગ્રહ રાખવો એ ખોટી વાત છે. પણ સાચો ખોટો જેવો છું એવો પ્રગટ થવાનો અત્રે મેં પ્રયત્ન કર્યો છે. હું પઝેસીવ પણ ઘણો અને ઉપર વાત કરી તેમ ઝખ્મો પર મરહમની ઝંખનાવાળો પણ ખરો. છતાંયે સામેના પાત્રની લાગણીઓને સમજવાનો આગ્રહી પણ ખરો. જો કોઈ પોતાની લાગણીઓ કહી શકતું ન હોય તો આપણે સામેથી એ વાતનો ઉલ્લેખ કરી દેવાય. હું એવું કરી શકું છું કે કેમ એની ખબર નથી, પણ એટલી ખબર છે કે આ ગીત ખુબ જ મીઠડું છે, અને તરબતર કરી દે તેવું છે. ઇન્જોય એવરી મુમેન્ટ ઓફ લવ… એન્ડ ટ્રાય ટૂ કીપ ઓલ ધી પ્રોમીસીસ યુ ગીવ…

 “ચાહેંગે, નીભાયેંગે , સરાહેંગે આપ હી કો

આંખોં મેં દમ હૈ જબ તક દેખેંગે આપ હી કો

અપની ઝુબાં સે આપકે જઝબાત કહેંગે

તુમ દિન કો અગર રાત કહો રાત કહેંગે… “

 

2 comments

  1. યુવરાજ તમારી પોસ્ટ અને સમીક્ષાઓ મને ધીમે ધીમે બોલીવુડમાં રસ લેતી કરશે એની ખાત્રી છે. મને ખબર નથી કે આપ ક્યાં છો, બેકગ્રાઉંડ શું છે પણ અનેક વિષયોની તલસ્પર્શી સમીક્ષાઓ અને સૂક્ષ્મ આલેખન સલામને પાત્ર છે.

    1. આ તો બહુ મોટું કોમ્પલીમેન્ટ … 🙂 ખુબ જ ધન્યતાની લાગણી અનુભવી રહ્યો છું. મારી પોસ્ટ થી આપને ગીત- સંગીતમાં રસ જાગશે તો મારું એટલું લખેલું સાર્થક થયું ગણાશે. થેંક યુ સો મચ સર 🙂

Leave a comment