તેરે દર પર સનમ ચલે આયે..

ફિલ્મ – ફિર તેરી કહાની યાદ આયી

વર્ષ – ૧૯૯૩

ગીત- તેરે દર પર સનમ ચલે આયે..

ગાયક – કુમાર સાનુ, સાધના સરગમ

ગીતકાર – કાતિલ શિફાઈ

સંગીત – અનુ મલિક

 

તું નહીં આવે તો મારે આવવું પડશે, બહુ સમય થઇ ગયો , હવે તો મળવું જ પડશે. સાંજે છુટા પડેલા અને હવે તો રાત પડી ગઈ. તે કહ્યું કે સાંજે તો મળી છું હવે ફરી રાતે ન મળું. મેં કહ્યું કે હું તો રહી જ નહીં શકું એટલે આવી જઈશ, તારી પાસે.. તું જ્યાં હોઈશ ત્યાં…

” તેરે દર પર સનમ ચલે આયે..

તું ના આયા તો હમ ચલે આયે…”

બે પ્રેમી પંખીડાનો આવો જ કોઈ મીઠડો સંવાદ મનમાં આકાર લેવા માંડે છે જયારે આ ગીત નું મુખડું સાંભળું છું. ગીતો માં જોકે વાર્તા નથીl98me8yw0g8a8co00wpd હોતી, પણ મને સંભળાય છે. જેમકે થીયેટર કરનારા લોકો એક બાબત ખૂબ કહેતા હોય કે નાટકની સ્ક્રિપ્ટમાં બીટવીન ધી લાઈન્સ વાંચવું જોઈએ, એટલું જ નહીં એ બીટવીન ધી લાઈન્સ સમજીને એને નાટકમાં કે અભિનયમાં ઈમ્પ્લાન્ટ પણ કરવું જોઈએ. આ ‘ બીટવીન ધી લાઈન્સ’ વાળી વાત જોકે અમુક અંશે જ સાચી છે. અમુક કેસીસમાં ઠીક છે પણ આમાં તો ગાંડરિયો પ્રવાહ ચાલે. જ્યાં કશું બીટવીન ધી લાઈન્સ હોય જ નહીં ત્યાંથી પણ લોકો મન ફાવે તેવા અર્થ કાઢે, અને પછી પોતે ઇન્ટેલેકચ્યુઅલ હોવાનો ઈગો સંતોષે. વેલ, ગીતોમાંથી સંવાદો કે વાર્તાઓ શોધીને મારે કોઈ ઈગો નથી સંતોષવો, કે મારો એવો કોઈ દાવો પણ નથી કે આ લાઈનનો ચોક્કસપણે આ જ અર્થ છે. ખરેખરમાં તો કળા લોક ભોગ્ય હોય એટલે જેને જે અર્થ કાઢીને પોતાની રીતે આનંદ લેવાની છૂટ હોય છે. હું મારો એ હક ભોગવું છું, થોપતો નથી. ચાલો ત્યારે મુખડા પરથી હવે પહેલા અંતરા તરફ જઈએ…

બધી આશાઓ તારી સાથે જ સંકળાયેલી હતી ત્યારે તને ગુમાવ્યા બાદ કોઈ આશા કેવી રીતે સેવી શકું. હા, તને પામવાની આશા જરૂર સેવી શકું , અને એ હતી પણ ખરી. ક્યારેક ઝંખનાઓનું રૂપ ધારણ કરતી આશા તો ક્યારેક જરૂરીયાતોનું. ક્યારેક આ આશા જ જીવનનું ધ્યેય બની જતી. તો ક્યારેક જીવનની વિભાવના. હા, તને પામવા માટે ખૂબ તરસ્યો છું, આ તરસ થી ખૂબ તડપ્યો છું, એટલો તડપ્યો કે તડપતા હોવાનો અહેસાસ જ જતો રહ્યો, એટલો તરસ્યો કે તરસ્યા હોવાની વાત જ ભુલાઈ ગઈ… આશા હજુ છે કે કેમ એ તો વિરહની વેદનામાં ઝૂરતી આંખોને જ ખબર… હું તો ફક્ત એટલું જ જાણું છું કે હવે પગ ડગમગાવા લાગ્યા છે, અને એ ડગમગાતા પગ મને નિત્ય લઇ જાય છે, તારી તરફ….

“બિન તેરે કોઈ આસ ભી ના રહી

ઇતને તરસે કે પ્યાસ ભી ના રહી

લડખડાયે કદમ ચલે આયે …”

જે સમયમાં તારો સાથ રહેતો… તારા વગર ખાલી પડેલો એ સમય મારા પર હસે છે. પોતાના જ દુઃખ ને નિર્દયતાથી હસી કાઢવાની મારી આદત તું ક્યાં નથી જાણતી. અને હવે તો આ સમય પણ મારી એ પ્રકૃતિ જાણી ગયો છે એટલે એ મારી સાથે મારી જેવો જ મજાક કરે છે. સાલ્લો, તારા વગર મારી થયેલી હાલત પર એ હસે છે. અને સાચું કહું? એનું એ હસવાનું મને બહુ ડંખે છે. સમય વિષેની આ વાતો પાછળ કદાચ મારું મન જ જવાબદાર હોય. હું મન થી મજબૂત હોઉં તો આવું કશું ન થાય, પણ હું તો મનથી મજબૂર છું એટલે આવું થશે જ એવું ધારીને એ પરિસ્થિતિ છોડીને હું દોડી આવ્યો. હા,હું તારી પાસે દોડી આવ્યો….

“ઇસ સે પહેલે કે હમ પે હસતી રાત

બનકે નાગિન જો હમકો ડસતી રાત

લેકે અપના ભરમ ચલે આયે….”

hqdefault

આ ગીતના બે વર્ઝન છે. એક કુમાર સાનુના અવાજમાં અને બીજું સાધના સરગમના અવાજમાં. બંને વર્ઝનમાં પહેલો અંતરો “બિન તેરે કોઈ આસ ભી ના રહી..” કોમન છે. પણ બીજો અંતરો અલગ છે. સાધના સરગમના અવાજમાં ગવાયેલો બીજો અંતરો હવે જોઈએ..

તારી પાસે દોડી આવવું ક્યારે સહેલું હતું? મારા એક એક ડગલે હૃદય સો સો ધબકારા લેતું હતું. અને ખાસ તો એ ડર હતો કે પાયલના અવાજનો ઘોંઘાટ કોઈ સાંભળી ના લે. તોય એ જોખમ ઉપાડીને હું દોડી આવી… તારી પાસે… વાહ ! કેવી અદભુત લાઈન્સ!

 

 “દિલ કો ધડકા લગા થા પલ પલ કા..

શોર સુન લે ના કોઈ પાયલ કા

ફિર ભી તેરી કસમ ચલે આયે…”

ગીત ખૂબ જ મીઠડું અને સુરીલું છે. બંને વર્ઝન હાર્ટ થ્રોબ છે. અત્રે એ કબૂલવું રહ્યું કે પૂજા ભટ્ટ મારી પ્રિય છે, એટલે મારા માટે તો આ ગીતનું પિક્ચરાઈઝેશન પણ એક લહાવો છે.

આ ગીત, કુમાર સાનુના અવાજમાં ….

સાધના સરગમના અવાજમાં … ઇકવલ્લી હાર્ટ થ્રોબ …

5 comments

  1. આઈલાલાલાલા !!! મારું ફેવરીટ ગીત ❗ આ એ દશકા’નાં જ ગીતો છે કે જયારે કુમાર શાનું અને ઉદિત નારાયણ’ની બરોબર’ની સ્પર્ધા જામી હતી અને લોકો કુમાર શાનું’ને એક રાગડા તાણવા વાળો સિંગર જ માનવા માંડ્યા હતા !!

    પણ 90’નાં દશકામાં કુમાર શાનું’નાં જેટલા ક્લાસિક સોંગ્સ આવ્યા છે તેટલા કોઈના નહિ આવ્યા હોય . . હજુ પણ તેમના અઢળક લયબદ્ધ ગીતો આજની તારીખે કર્ફ્યું ઉભો કરી શકે છે [ મતલબ કે સો વાત’ની એક વાત : આપણને કુમાર શાનું’નો અવાજ બહુ ગમે અને હાં , પૂજા ભટ્ટ’નો અવાજ પણ 🙂 ]

    1. ચલો ફરી એક વાર તમારા ગમતા ગીતને ન્યાય અપાયો એનો આનંદ છે. ( જોકે ન્યાય અપાયો છે કે કેમ એ પણ વધુ નહીં તો એક બે શબ્દોમાં કહેતા રહેવું જેથી અમને પણ જાણ તો થાય કે બધું ખરેખર બરાબર ચાલે છે કે પછી ઈમ નીમ હેંડે રાખે છે)

Leave a comment