થોડા સા પ્યાર હુઆ હૈ !

ફિલ્મ – મૈને દિલ તુજકો દિયા
વર્ષ – ૨૦૦૨
ગીત – થોડા સા પ્યાર હુઆ હૈ
ગાયક – ઉદિત નારાયણ . અલકા યાજ્ઞીક
ગીતકાર – ફૈઝ અનવર , પ્રવિણ ભારદ્વાજ
સંગીત – ડબૂ મલિક

અમુક ગીતો એવા છે કે એ વાગે એટલે છોકરીઓ ઘેલી ઘેલી થઇ જાય ! અને એ ગીતો પણ પાછા એમના જેવા ઘેલા જ હોય ! એવા ગીતો ની યાદી માં પહેલું આવે – “તુમ બિન જીયા જાયે કૈસે… ” આ ગીતની લાઈન ” ક્યા ક્યા ના સોચા થા મેને … ” છોકરીઓ સાલી એવા તે ભાવ થી ગાય કે આપણ ને જઈ ને પૂછી લેવાનું મન થાય – “શું થયું બકા ? સગાઇ તૂટી ગઈ તારી?” જોકે આ ગીતમાં સેન્સલેસ લીરીકસ નથી , પણ છોકરીઓ ના મોઢે આ ગીત સાંભળી સાંભળીને ઊબકો આવી ગયો છે. અને આવી યાદીમાં બીજું આવે આ ગીત – “થોડા સા પ્યાર હુઆ હૈ !” અને હમણાં જ આ યાદીમાં લેટેસ્ટ ઉમેરો થયો છે – “ઈશ્કવાલા લવ ! ” છોકરીઓ મોટા ભાગની બુદ્ધિ વગરની ! (આ તારણ અત્યાર સુધીના મારા સ્કુલ , કોલેજ અને અન્ય જગ્યાએ જોયેલી છોકરીઓના નિરીક્ષણ પર થી લેવામાં આવ્યું છે ) એટલે એમને ગીતો પણ બુદ્ધિ વગરના જ ગમવાના તે સ્વાભાવિક છે ! ગીત સાંભળીને લાગણીઓ ઊભરાય તે સારી વાત છે , પણ સાવ આવા ગીતો પર છોકરીઓની લાગણીઓ ઊભરાતી જોઈને કાં તો મને હસવું આવી જાય , કાં તો મને એ બિચારી છોકરીની બુદ્ધિક્ષમતા પર દયા આવી જાય અને કાં તો પછી માથું ચઢી જાય ! અને એ માથું એવું ચઢે કે એના ચાર- પાંચ દિવસ સુધી પછી કોઈ છોકરી જોવી જ ના ગમે ! મારે તો મારી બૈરીને ય પહેલી મુલાકાતમાં પૂછવું હતું કે “થોડા સા પ્યાર હુઆ હૈ … ” ગીત ગમે છે ? જો હા પાડે તો લગન નૈ કરવાના ! પણ પૂછવાનું રહી ગયું, અને પછી અચાનક , એક દિવસે , એના મોઢે આ ગીત સાંભળ્યું –

“થોડા સા પ્યાર હુઆ હૈ , થોડા હૈ બાકી ,
હમ તો દિલ દે હી ચુકે , બસ તેરી હાં હૈ બાકી ..”

ખેર , જે થવાનું હતું એ થઇ ગયું.આ ગીત તો પાછુ એકતા કપૂરે ય બહુ ચગાવેલું , એની મોડી રાતે આવતી , બહુ ચગેલી સીરીયલ “કહી તો હોગા ” માં રોજ પાંચ વાર આ ગીત વાગે ! આજુ બાજુ વાળા પડોશીઓ આ સીરીયલ મોડી રાતે જુએ એટલે આ “થોડા પ્યાર..” વાળા ગીતનો અને એના ટાઈટલ સોંગનો મોટે મોટેથી આવતો અવાજ રોજ મને ડીસ્ટર્બ કરતો -“કહી ના કહી તો હોગા ….” ! અને એ સીરીયલના કોઈ પણ દર્શકને પૂછો કે આ કઈ સીરીયલ જુઓ છો, એટલે કહે કે “કશીશ” ! સીરીયલમાં હીરોઈનનું નામ કશીશ હતું , એટલે બધા એ સીરીયલ ને પણ “કશીશ” નામ આપી દીધું. ( બિચારા , સીરીયલના થર્ડ ક્લાસ નામથી છૂટકારો મેળવવા કશોક રસ્તો તો કાઢે ને ! )

                                                                           Kahin-to-hoga

હું બી.એડ. કોલેજમાં હતો ત્યારે મારી સાથે એક છોકરી ભણતી હતી , એકદમ સુકલકડી ! થોડી ગામઠી ભાષા, અમારે બી.એડ. માં લેકચર આપવાનો હોય એ દિવસે છોકરીઓને ફરજીયાત સાડી પહેરીને આવવું પડે. અને આવડી આ પણ સાડી પહેરી ને આવે. બસમાં આવી હોય અને પરફ્યુમ નામના પ્રવાહીની શોધ થઇ ચૂકી છે એ બિચારી આ ભોળી છોકરી ને નહિ ખબર હોય એટલે એના પ્રસ્વેદ ની એવી તે ગંધ આવતી હોય … અને એમાય એ મારી બાજુ માં જ આવી ને બેસે ! આવા સમયે થાય કે કાશ મને અત્યારે શરદી થઇ હોત ને મારું નાક બંધ હોત ! પણ છોકરી બિચારી સાવ સીધી અને ભોળી ! એક દિવસ મેડમે કહ્યું કે આજે બધા કંઈક પરફોર્મ કરશે. અને મેડમે આ છોકરી ને ઊભી કરી ને કહ્યું – તું કોઈ ગીત ગા ! ક્યાંય સુધી શરમાયુ , ભાવ ખાયો , હે હે હી હી કરી પછી ચાલુ કર્યું ગાવાનું – “થોડા સા પ્યાર હુઆ હૈ .. ! ” આ ગીત સાંભળીને મેડમ પણ ફોર્મમાં આવી ગયા , અને એ પણ સાથે ગાવા લાગ્યા. સાથે ક્લાસ ની બીજી છોકરીઓ પણ ગાય ! અને મને દાઝ ચઢે , સાલું આ તો શું નેશનલ એન્થમ છે ? !
પછી અંતરો ગાવાનો આવ્યો , એટલે એની લાગણીઓ વધારે ઊભરાઈ , હવે તકલીફ ત્યાં થાય કે અંતરના શબ્દો બરાબર યાદ જ નાં હોય , તોય ગાવાના એવા હોંશ હોય ,કે જે શબ્દ સુઝે તે ગાઈ નાખે , ને મારી બેટી એવા કોન્ફીડન્સ થી ઝીકમ ઝીક કરે ! સાથે કોરસમાં ગાઈ રહેલી છોકરીઓ ને પાછા બીજા શબ્દો સુઝતા હોય એટલે એક ગીત એક સાથે સાત – આંઠ અલગ અલગ લીરીક્સ સાથે ગવાય ! અને આ ગીત ના લીરીક્સ પાછા પરાકાષ્ઠા એ પહોંચેલી મૂર્ખાઈ ભર્યા . અહી અંતરામાં હીરો કહે છે કે મારી દરેક ધડકન તને ઓળખે છે , અને મારો પ્રેમ તું નથી ઓળખતી, એટલે હિરોઈન કહે કે એ બધું તો બરાબર પણ તોય તારી “હા” હજુ બાકી છે ! અરે મૂર્ખાઓના સરદારની માં ! ઓલો દરેક ધડકનનો હિસાબ આપી રહ્યો છે તો એ પ્રેમનો ઈઝહાર જ કહેવાય ! આટલા હૃદયપૂર્વક ઓલો ઈઝહાર કરે છે પછી તારે હજી શેની “હા ” પડાવવાની બાકી છે ?
એમાં પાછુ ઓલી છોકરી એ કેવું ગાયેલું એ ય મારા દુર્ભાગ્યે મને હજી યાદ છે , એને શરમાતા શરમાતા ગાયેલું – મેં તુજે જાન ગયી , પછી “તુજકો” ના બદલે ” ખૂબ ” પહેચાન ગયી, ને પછી એ જ રાબેતા મુજબ ની ફરિયાદ – ફિર ભી તેરી હાં હૈ બાકી …. !

( ફીમેલ -) “કૌન સા મોડ આયા ઝીંદગી કે સફર મેં ,
બસ ગયા તું હી તું , અબ તો મેરી નઝર મેં ,
(મેઈલ -) દિલ કી હર એક ધડકન , તુજકો પહેચાનતી હૈ ,
મેરી ચાહત હૈ અબ ક્યા, તું નહિ જાનતી હૈ ,
(ફીમેલ -) મેં તુજે જાન ગયી , તુજકો પહેચાન ગઈ ,
ફિર ભી તેરી હાં હૈ બાકી …થોડા સા પ્યાર હુઆ હૈ , થોડા હૈ બાકી “

Thoda_Sa_Pyaar_Hua_Hai_Maine_Dil_Tujhko_Diya

અહી બીજા અંતરામાં ય મૂરખના સરદારોની માંઓને ય શરમાવે એવી વાતો ! અહી હીરો કહે છે કે તું મને ઉમરભર સાથ આપવાનું વચન આપ અને મારા હાથો માં તારો હાથ આપ ! ત્યારે હિરોઈન બુદ્ધીઓના પ્રદર્શન કરતી કહે છે કે એ બધું તો બરાબર કે હાથોમાં હાથ છે ને વ્હાલા તારો આ રળિયામળો સાથ છે , પણ તોય તારી “હા” બાકી છે. અહી ગીતકાર ફૈઝ અનવર અને પ્રવિણ ભારદ્વાજ ને મારે પૂછવું છે કે ઓલો હીરો હાથોમાં હાથ આપે છે , ઉમરભર સાથ આપવાનું વચન માંગે છે તોય એની “હા ” કન્સીડર નથી થતી , તો એકઝેટલી એ કરે શું કે જેનાથી ઓલી ને લાગે કે “હા ” પાડી છે ! આતો સોહેલ ખાન બહુ ધીરજ વાળો કહેવાય , બાકી મારા જેવો હોય તો સિધધી કાનપટ્ટાની જ આલી દે ! આતો નહિતર છોકરાઓ પેદા થઇ જાય , પછી યે ગાયા કરે – બચ્ચો કી લાઈન સહી , ફિરભી તેરી હા હૈ બાકી !

(ફીમેલ – )”આજ યે ક્યા હુઆ હૈ , દિલ નહિ મેરે બસ મેં ,
ઇસ લિયે સોચતી હૂં , તોડ દૂં સારી રસમેં
(મેઈલ – ) ઉમરભરકે લિયે તું આ મેરા સાથ દે દે
તેરા હો જાઉં મેં , હાથો મેં હાથ દે દે
(ફીમેલ -)હાથો મેં હાથ સહી , તું મેરે સાથ સહી ,
ફિર ભી તેરી હાં હૈ બાકી…થોડા સા પ્યાર હુઆ હૈ , થોડા હૈ બાકી “

ફિલ્મ નું ગીત –

એકતા કપૂરની સીરીયલમાં આ ગીત-

11 comments

 1. હવે મારી ઘોડી અને મારો દાવ 😉

  1} છોકરીઓ બુધ્ધી વગરની હોતી જ નથી . . . એ તમને એ અહેસાસ કરાવે છે કે તમે બહુ બુધ્ધીવાળા છો અને એમ ને એમ તમે સાતમાં આસમાનમાં ભટક્યા કરો છો 😆

  2} બસ તેરી હા , હૈ બાકી . . . એ તેણી એટલા માટે કહે છે કે , આ બધા મૌખિક વચનો તો ઠીક પણ એકવાર ” On Paper ” કૈક વાતચીત થઇ જાય તો સારું 😉 { લખાણ હોય તો ભવિષ્યમાં કામ આવે 😀 }

  3} અને સારું થયુંને કે તમે એ ગીતવાળી વાત લગ્ન પહેલા ન પૂછી . . . . નહિતર હજીય રખડતા હોત 😉

  4} અને , મારું પણ આ પ્રિય ગીત છે 🙂 [ તેના સિમ્પલ ઢાળના કારણે ]. . . અને તમારાથી ઉલટું , મેં કેટલાય એવા પુરુષો જોયા હતા કે જેઓ આ ગીત પાછળ રીતસર પાગલ હતા અને મોબાઈલમાં આ ટયુન સેટ કરવા સારું ક્યાંયના ક્યાય આંટો મારી આવતા હતા [ આ , એ દીવસોની વાત છે કે જયારે મોબાઈલ કોમ્યુનીકેશન આટલું ઇઝી નહોતું ]

  1. ભાઈ નીરવ , આપડે બંને એક રાશિના , તોય આપડા વિચારોમાં હંમેશા મતભેદ રહ્યા છે , તો વધુ એક વાર ! 😉 અને આ રહ્યો મારો સામો પ્રહાર! –
   ૧ ) કોલેજમાં મુર્ખ છોકરીઓ નો અનુભવ તમને પણ થયો છે જ ( પુરાવો – મારી એક પોસ્ટ પરની તમારી આ કોમેન્ટ – https://yuvrajjadeja.wordpress.com/2012/11/02/oh-my-darling-i-love-you/ )
   ૨ ) એમ તો ઘણાય કારણો આપી શકાય , પણ તમે આપ્યું એ રીતે જ ! રમુજ માં ! બાકી આ લીરીક્સ હાસ્યાસ્પદ , સીલી, સ્ટુપીડઅને સેન્સલેસ જ છે.
   ૩ ) આ વાત તમે સાચી કીધી 🙂 પણ રખડવામાં મને કોઈ વાંધો નથી , ઊલટું એ તો મારી ગમતી પ્રવૃત્તિઓમાં ની એક છે.
   ૪ ) જોયા હશે , મેં પણ જોયા છે , ( આજે તમને પણ જોયા 🙂 ) પણ તોય , મારું નિરીક્ષણ એવું કહે છે કે છોકરીઓ માં આ ગીત વધારે લોકપ્રિય છે .

 2. છોકરીઓની ઉચ્ચ બુધ્ધિશક્તિ અંગે હું કંઇક કહીશ તો અહીયાં જ કોઇ વિલક્ષણ ‘સ્ત્રી પ્રતિભા’ સાથે ઝગડો થઇ જશે !! જો કે તમે જે કહ્યું છે એ પણ વિસ્ફોટક છે જ.. જરા સાચવજો.

  પોસ્ટનું ટાઇટલ જોઇને લાગ્યું કે આ ગીત વિશે પણ રોમેન્ટીક વર્ણન વાંચવા મળશે પણ આ તો સાવ ઉલ્ટું જાણ્યું. ગમ્યું. અને આ ગીત વિશે તો એવું છે ને કે…. ટ્યુન સરસ હતી એટલે ત્યારે મને પણ ગમતુ.

  1. જરા વિસ્ફોટક રીતે લખાઈ ગયું છે , પણ મારો અર્થ અહી જે છોકરીઓની ટીપીકલ બાબતો કહેવામાં આવી છે ( અને જે કહેવામાં નથી આવી ) એના પૂરતો જ સીમિત હતો , તોય ગમ્મે તેટલું જાળવીને લખીયે – વારો પડવાની સંભાવના પૂરે પૂરી ! તમે હમદર્દ બન્યા અને ટેક કેર (જરા સાચવજો ) કહ્યું એ બદલ , થેંક યુ 🙂
   તમારી અપેક્ષા કરતા અલગ એવી આ પોસ્ટ તમને ગમી એનો આનંદ 🙂 તમને પણ આ ગીત ગમેલું તો હું પણ કહી દઉં કે આ ગીતમાં મને પણ કશુક ગમે છે , અને એ છે – સમીરા રેડ્ડી 🙂

 3. પ્રિય યુવરાજ ભાઈ
  કેટલાક ડાહ્યા માણસો પાસેથી સાભ્લીયું છેકે મુવીનો ઉપદેશ ગ્રહણ કરાયજ નહિ .અને બીજી વાત એકે છોક રીયું આપને ધરીએ એટલી બે વકૂફ હોતીયું પણ નથી . હું 18 વરસની ઉમરનો હતો ત્યારથી છોકરીયુનો અનુભવ કરતો આવ્યો છું

  1. વાહ આતા ખુબ સારી અને સમજવા જેવી વાત કહી આપે ! તમારા જેવા વડીલનો સત્સંગ નસીબ થાય એનો આ જ ફાયદો 🙂 આપના અનુભવો થકી અમને ઘણું શીખવા મળે.

   1. હું એક વાત એ પણ શીખ્યો છું કે હસીનોસે સાહબ સલામાત દુરકી અચ્છી ન ઉનસે દોસ્તી અચ્છી ન ઉનસે દુશ્મની અચ્છી .
    છેટેથી સીતારામ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s