ફિલ્મ – દસવીદાનીયા
વર્ષ – ૨૦૦૮
ગીત – મા… મેરી મા…પ્યારી મા….મમ્મા
ગાયક – કૈલાશ ખેર
ગીતકાર – કૈલાશ ખેર
સંગીતકાર – કૈલાશ ખેર , નરેશ કામથ , પરેશ કામથ
“દસવિદાનીયા” એ મારા જીવનમાં મેં જોયેલી શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક , વારંવાર જોયેલી અને મારા હૃદયથી ખુબ જ નજીક આ ફિલ્મ ! આ ફિલ્મ માં અમર(વિનય પાઠક ) ના મમ્મી , અને મારા મમ્મી વચ્ચે ઘણું સામ્ય. અમરના મમ્મી ટી.વી. ના રીમોટ સાથે હંમેશા ગોથા ખાધા કરતા હોય , મારા મમ્મી પણ ! મમ્મીના આ રીમોટ સાથેના સંઘર્ષ પર તો મેં એક શોર્ટ ફિલ્મ પણ બનાવી કાઢી – “ટીવી , રીમોટ એન્ડ મમ્મી “ અને મમ્મીએ એ ફિલ્મમાં બહુ મસ્ત અભિનય કર્યો, એ પણ ૬૬ વર્ષની ઉમરે , આ પહેલા તેમણે અભિનય તો શું , એવી કલ્પના સુદ્ધા નહોતી કરેલી કે હું ક્યારેય અભિનય કરીશ. (આ સિવાય મમ્મી એ મારી બીજી બે શોર્ટ ફિલ્મ્સ માં પણ અભિનય કર્યો છે. )
અમરના મમ્મીની જેમ મારા મમ્મીને પણ અથાણા વિશેષ પ્રિય. અમરના મમ્મીનો કાયમી પોશાક સલવાર કમીઝ , મારા મમ્મીની જેમ ! અમરના મમ્મી તેને બાવા પાસે લઇ જાય છે , તેની જીવલેણ માંદગી ના ઈલાજ માટે, (તોય અમરનું મૃત્યુ થાય જ છે )હું દસમા માં હતો ત્યારે મારા મમ્મી પણ મને બાવા પાસે લઇ ગયેલા , જયારે તેમને લાગેલું કે આ છોકરો ગણિતમાં કદાચ ફેઈલ થશે (તોય હું ગણિતમાં ફેઈલ થઈને જ રહ્યો )
“મા… મેરી મા…પ્યારી મા….મમ્મા
હો …ઓ …મા… મેરી મા…પ્યારી મા….મમ્મા”
હું નાનો હતો ત્યારે મમ્મી એક વાર્તા મને વારંવાર કહેતા , કે એક છોકરાને હાથમાં રેખાઓ જ નહિ , તેણે જાતે ચાકુ લઈને પોતાના હાથમાં રેખાઓ પાડી , અને મહાન હસ્તી બન્યો. પુરુષાર્થ નો મહિમા તેમણે મને આ રીતે સમજાવેલો …
“હાથો કી લકીરે બદલ જાયેગી ,
ગમ કી યે ઝંઝીરે પિઘલ જાયેગી ……”
મારી કોઈ વસ્તુ ખોવાઈ જાય એટલે મારા કરતા વધારે તેની ચિંતા મમ્મી ને હોય , હું થોડીક વાર શોધીને પડતું મુકું અને એ આખો દિવસ શોધ્યા કરે , ભગવાનનો દીવો માને , અને માનતા માને એના એક કલ્લાકમાં તો તેમનો દીવો થઇ જ જાય … એ દીવો માને …અને વસ્તુ તરત મળી જાય … એવું હંમેશા બને ..
“……..હો ખુદા પે ભી અસર , તું દુઆઓં કા હૈ ઘર ,
મેરી મા… મેરી મા…પ્યારી મા….મમ્મા
હો …ઓ ….. મા…મેરી મા…પ્યારી મા….મમ્મા “
અમરને ખબર છે કે એ મરવાનો છે પણ તેને એ વાતની કોઈ ફિકર નથી , કોઈ ચિંતા નથી , કારણ કે તે એની મા પાસે છે , અને તેમની પાસે તેના બધ્ધા દુખ હળવા થઇ જાય છે. એક ટાઈમે જયારે મને ભગવાનમાં બિલકુલ શ્રદ્ધા નહોતી રહી , ત્યારે પણ મને મમ્મી ની પ્રાર્થનાઓ અને દુઆઓ માં તો અતુટ શ્રદ્ધા હતી. હું જ્યારે ખુબ ચિંતામાં હોઉં કે કોઈ બાબતને લઈને ખૂબ દુખી હોઉં ત્યારે મમ્મીના ખોળ માં જઈને સુઈ જાઉં, પછી બધું દુખ , બધી ચિંતા , બધી પરેશાનીઓ ગાયબ થઇ જાય છે
“બિગડી કિસ્મત ભી સંવર જાયેગી ,
ઝીંદગી તરાને ખુશી કે ગાયેગી ,
તેરે હોતે કિસકા ડર , તું દુઆઓં કા હૈ ઘર ,
મેરી મા… મેરી મા…પ્યારી મા….મમ્મા”
ક્યારેક જો મુશ્કેલીઓથી વધારે ડરી ગયો હોઉં, ક્યારેક વધારે પડતી નકારાત્મકતા આવી જાય અને એવું લાગે કે દુનિયામાં કશુય નથી સારું , જીવન અર્થહીન છે કારણકે બધા મનુષ્યો લાગણી વગરના છે, ત્યારે એવો વિચાર પણ આવે કે કાશ હું ફરીથી નાનો થઇ જાઉં , અને મમ્મીના ઉદરમાં ફરી થી ઊછરું, ટૂંટિયું વાળ ને પડ્યો રહું
યુ તો મેં સબસે ન્યારા હૂં , તેરા માં મેં દુલારા હૂં ,
યુ તો મેં સબસે ન્યારા હૂં , પર તેરા માં મેં દુલારા હૂં ,
દુનિયા મેં જીને સે ઝ્યાદા ઊલ્જન હૈ માં , તું હૈ અમર કા જહાં ..
જેમ મા ને તેનું બાળક જેવું હોય તેવું, ખુબ ગમે તેમ બાળકને પણ તેની મા ખુબ વ્હાલી લાગે , ભલે તે તેના પર ખુબ ગુસ્સે થતી હોય તોય તેને મા વિના એક ક્ષણ ના ચાલે !
તું ગુસ્સા કરતી હૈ , બડા અચ્છા લગતા હૈ ,
તું કાન પકડતી હૈ , બડી ઝોર સે લગતા હૈ , મેરી મા …
મેરી મા… મેરી મા…પ્યારી મા….મમ્મા
બાકીની બે શોર્ટ ફિલ્મો ક્યારે દેખાડો છો ? . . . પેલા છોકરાનું નામ ” પાણીની ” હતું . . . મારું પણ ફેવરીટ મુવી અને તેના કરતા પણ ફેવરીટ એવું આ ગીત ” મમ . . માં ” . . . હું તો હજી પણ ક્યારેક મારી મમ્મીના ખોળામાં બેસી જાઉં છું [ મતલબ કે બેઠો હોઉં , તેવો ડોળ કરું છું 😉 . . . ]
All is well , if
Mom is well 🙂
Really very emotional… and lovely! well done my dear! 😉
સરસ……
મમ્મી આખરમાં તો મમ્મી જ છે યાર..
જય સ્વામિનારાયણ…
મારો નવો બ્લોગ…http://myshayribyvikas.wordpress.com/