2014

દર્દ દિલો કે કમ હો જાતે …

ફિલ્મ – ધી એક્સપોઝ
વર્ષ – ૨૦૧૪
ગીત – દર્દ દિલો કે ..
ગીતકાર – સમીર અંજાન
ગાયક – મુહમ્મદ ઈરફાન
સંગીત – હિમેશ રેશમિયા

મારા એક મિત્ર . મોટા અને હૃદયથી માન એ વ્યક્તિ માટે એટલે “તમે” જ કહું , જોકે બંને એકબીજાને તમે જ કહીએ . અમને બંને ને હિમેશ ગમે ! એ જે કઈ કરે એ ગમે , સાંભળવો પણ ગમે અને સ્ક્રીન પર જોવો ય ગમે ! “ધી એક્સપોઝ” બાબતે અમારા મત સહેજ અલગ પડ્યા – એમને હિમેશનો આ ફિલ્મમાં સ્લીમ લૂક ગમ્યો અને મને ના ગમ્યો. અલબત્ત એક્સપોઝ ના ટ્રેલર અને સોંગ્સ મને આકર્ષી તો શક્યા જ .
એ તો સૌ જાણે જ છે કે હંમેશા સારા લોકો સાથે જ ખરાબ થતું હોય છે. એ મુજબ આમનું પણ એમની વાઈફ સાથે નું રીલેશનશીપ ડીસ્ટર્બ હતું . પોતાના પુત્રના જન્મના બે – ત્રણ મહિના સુધી એને જોઈ પણ નહોતા શક્યા, અને એમના શ્રીમતી ને પિયર ગયે વરસ – દોઢ વરસ થયેલું , અને આ સમયગાળો વધતો જતો હતો. હું જાણું કે આ વ્યક્તિ એમની પત્ની ને ખૂબ ચાહે છે. જોકે ક્યારેય આ વિષય પર એમની સાથે વાત તો નહોતી થઇ , પણ કેટલીક વાતો વગર કહ્યે કહેવાઈ જતી હોય છે. એમનાથી પણ આ વાત મારા સુધી કન્વે થયેલી, વગર કહ્યે. એન્ડ આઈ વોઝ ડેમ પોઝીટીવ કે બંને વચ્ચે સંધાણ થઇ જ જશે.કારણ કે મારું બહુ દ્રઢપણે એવું માનવું છે કે પતિ પત્નીના ઝગડાઓમાં મુદ્દો ક્યારેય મોટો નથી હોતો. સાવ નાનકડી , નાખી દીધા જેવી ઇઝીલી ઇગ્નોરેબલ વાતને તેઓ મોટું સ્વરૂપ આપી દેતા હોય છે. અને ઝગડાઓ નું બીજું મોટું કારણ છે ગેરસમજ . પ્રેમીઓ હોય કે પરિણીતો હોય – ગેરસમજ હંમેશા ભંગાણ કરાવતી આવી છે. અને ગેરસમજ પણ મોટેભાગે એક જ પ્રકારની હોય છે – પેલો કે પેલી આમ વિચારતો હશે કે વિચારતી હશે ! એ જજમેન્ટલપણું કે ગેરસમજ સંબંધને લઇ ડૂબે છે. પણ આ સંબંધ બાબતે મને તો ખાતરી જ હતી કે જેટલી કડવાશથી છૂટા પડ્યા છે એટલા જ ઉમળકાથી ભેગા પણ થઇ જશે. વેલ , દોઢેક મહિના સુધી મારે એ મિત્ર ને મળવાનું ન થયું . અને અચાનક એક દિવસ એ મળ્યા. અમે થોડી આડીઅવળી વાતો કરી એન્ડ સડન્લી હી ટોલ્ડ – અમારા ડિવોર્સ થઇ ગયા.
એ દિવસ પછી હું એમને ફ્રીક્વન્ટલી મળતો રહ્યો. એ સમયગાળામાં હિમેશ ની “ધી એક્સપોઝ” ના ટ્રેલર શરુ થયા. અને એક દિવસ એમણે કહ્યું કે મને એક્સ્પોઝ્નું એક ગીત ખૂબ પસંદ પડી રહ્યું છે – એના શબ્દોના લીધે – ખાસ કરીને એ ગીતનું મુખડું. મેં પૂછ્યું – શું છે એ ગીતનું મુખડું – એમણે ભાવુક થઈને કહ્યું –

“દર્દ દિલો કે કમ હો જાતે ,
મેં ઔર તુમ ગર હમ હો જાતે ,
કિતને હસીં આલમ હો જાતે …
મેં ઔર તુમ ગર હમ હો જાતે … “

2014-1

જોકે આ ગીતના લીરીક્સમાં બે જગ્યાએ બહુ મોટી ખામીઓ છે. જેમાં થી પહેલી જગ્યા એ હવે પછી આવનારી લાઈન્સ .

“તેરે બીના , ન આયે સુકૂન , ન આયે કરાર મુજે ,

દૂર વો સારે ભરમ હો જાતે ..

મેં ઔર તુમ ગર હમ હો જાતે .. “

મતલબ તારા વગર મને સુકૂન નથી મળતું એ એક ભરમ છે , અને એ દૂર થઇ જાત – જો આપણે મળી જાત . એટલે અત્યારે તો મને લાગી રહ્યું છે કે તારા વિના બંદાને બિલકૂલ ન ફાવે અને સુકૂન ન આવે ! પણ એ ભરમ છે અને એ દૂર થાત જો તું મળી જાત. આટલી સરસ કમ્પોઝીશન , ગાયિકી અને પહેલી બે લાઈન્સ માં મળેલી ફીલની પથારી ફેરવી દે છે સોંગની આ બીજી બે લાઈન્સ. વેલ , સોંગ માં સેન્સ ન શોધવાની હોય – એને તો બસ માણવાનું હોય. અને એમાંથી નીકળતો અર્થ જો માફક ન આવતો હોય તો પોતાને માફક આવે એવો કોઈ તુક્કો (અર્થ ) જોડી ને આગળ વધવાનું હોય.
કે એવો આપડો જોરદાર મેળાપ થાત કે તારાથી દૂર રહેવાની કલ્પના મને ભ્રમ માં પણ ન આવત . અત્યારે આપડે દૂર છીએ એ પણ ક્યાંક એક ભરમ તો નથી ને ? ( નથી કન્વીન્સીંગ લાગતું ને ? આ નિષ્ફળ પ્રયત્નને અહિયાં જ દફનાવીને આગળ વધીએ … )
બીજી ખામી એ કે આવનાર બે અંતરાની છેલ્લી બે લાઈન્સમાં “તે” નું “તી” કરી નાખીને પ્રાસ તોડી નાખ્યો છે. બટ ડોન્ટ વરી , શબ્દો ના અર્થ હવે ક્યાય ડીસ્ટર્બ નહિ કરે ! સિમ્પલ છે , અને વિરહની વેદના તથા મિલનની તડપ બાખૂબી રજુ કરે છે ..
મારા એ મિત્ર નું આ ભંગાણ એ એમની પહેલી નિષ્ફળતા ન હતી . કેટલીક મેજર નિષ્ફળતાઓ સામે ઝઝૂમી રહેલો એ વ્યક્તિ આ સંબંધ થકી શક્તિ મેળવતો. જીવનની હાર ને તરાજુ ની એક બાજુ મૂકી ને બીજી બાજુ એ પોતાના પ્રેમને મુકતો . કેમકે એનો પ્રેમ જ એની સૌથી મોટી જીત હતી. હવે એ તરાજુ ની એક બાજુએ બધી હાર તો એમનેએમ છે – પણ જીવનની એ સૌથી મોટી જીત ગાયબ છે. બલકે એ જીત પણ હારમાં ફેરવાઈ જઈ ને તારાજુમાં મુકેલી હારની એ ઢગલીમાં ગોઠવાઈ ગઈ છે. અને એ હારની ઢગલી જોઇને એને ફક્ત એક જ વિચાર આવતો હશે – કે આ દરેક હાર ને જીત માં ફેરવી દેત . દરેક મુશ્કેલીને મ્હાત કરી દેત , જો મારી શક્તિ , મારો પ્રેમ મારી સાથે હોત , મારી પડખે હોત …

“ઈશ્ક અધૂરા , દુનિયા અધૂરી ,
ખ્વાઈશ મેરી , કરદો ના પૂરી ,
દિલ તો યહી ચાહે , તેરા ઔર મેરા
હો જાયે મુકમ્મલ યે અફસાના ,
હર મુશ્કિલ આસાં હો જાતી ,
મેં ઔર તુમ ગર હમ હો જાતે …”

બધું ખત્મ થઇ ગયા પછી પણ સ્વીકારવું અઘરું હોય છે કે ઈટસ ઓવર ! એન્ડ ઇટ્સ નોટ ઓવર યટ ની આશા પર ધડકતું હૃદય ! અરે પણ દ્રશ્ય એકદમ સાફ છે કે દુનિયા સાવ વેરાન છે – દૂર દૂર સુધી કોઈ શક્યતા નથી . હે પાગલ દિલ , તું ફુલ શોધે છે પણ અહી તો તણખલું ય નથી ! પણ સારું છે કે એ ઉજ્જડ દુનિયામાં ફુલ શોધ્યા કરે છે – એથી જ તો એ ધડક્યા કરે છે , જિંદગી માં એના એક દીદાર ની તરસ છે , આસ છે એટલે જ તો એ ટકેલી છે – અરે એટલે જ તો એને ટકાવી રાખી છે . બાકી એના વગર મારે આ જીવનની જરૂર જ ક્યા છે. જેની મંઝીલ જ એના થી ખફા હોય , ત્યારે બીજે ઠેકાણે લઇ જતા એ વેરાન ઉજ્જડ રસ્તાઓની જરૂર જ ક્યાં છે .

“બાકી નહિ કુછ , પર દિલ ન માને ,
દિલ કી બાતે , દિલ હી જાને ,
હમ દોનો કહીં પે , મીલ જાયેંગે ઇક દિન ,
ઇન ઉમ્મીદોં પે હી મેં હૂં ઝીંદા ,
હર મંઝીલ હાંસિલ હો જાતી ,
મેં ઔર તુમ ગર હમ હો જાતે … “

મેં ઢુંઢને કો ઝમાને મેં … – હાર્ટલેસ (with new theme & a new page)

લો ફરી આવી ગયો , એક નવું ગીત લઇ ને ! આપની ચહીતી સીરીઝ “મેરી કહાની ગીતો કી ઝુબાની” માં ! જો આ સીરીઝ તમારી ચહીતી નથી તો માફી ! અને જો ચહીતી છે તો એક ખુશખબર – આ સીરીઝનું એક પેજ મેં આજે બ્લોગમાં ઊમેર્યું છે , જેમાં જુના થી નવા ના ક્રમમાં ગીતો ગોઠવ્યા છે – જેથી આ સીરીઝ ને માણવાનો અનુભવ ખુબ સરળ અને એન્જોયેબલ બની શકે, આ બ્લોગના મથાળા હેઠળ આ નવું પેઈજ પોતાનું સ્થાન શોભાવી રહ્યું છે , તો આજે જ – અત્યારે જ મુલાકાત લો ! પણ પહેલા આ પોસ્ટ … અને હા , બ્લોગની થીમ અને રંગ રૂપ પણ ફરી એક વાર બદલ્યા છે , જે અફકોર્સ તમે જોઈ જ રહ્યા છો … નાઉ કમિંગ ટૂ ધ પોસ્ટ…

ફિલ્મ – હાર્ટલેસ
વર્ષ – ૨૦૧૪
ગીત – મેં ઢુંઢને કો ઝમાને મેં
ગાયક – અરિજિત સિંઘ
ગીતકાર – અરાફત મેહમુદ
સંગીત – ગૌરવ દાગાઓન્કર

બારમા ધોરણમાં જયારે મને એકપાત્રીય અભિનય માટે પ્રથમ ઇનામ મળ્યું ત્યારે પપ્પા એ મજાકમાં કહેલું – ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન ! પપ્પાની વાત ઘણા અંશે સાચી હતી કારણ કે દેશી ભાષામાં કહીએ તો “ધૂળિયા નિશાળ” કહેવાય તેવી મારી શાળા હતી. જેમાં ભાગ્યે જ કોઈ પ્રતિભાવાન બાળકો જોવા મળતા , અને એવા માહોલમાં ય શાળા ના સંચાલકો વિવિધ પ્રકારની સ્પર્ધાઓ યોજવાના સાહસ કરતા. અને એમાં એમણે સૌથી મોટું સાહસ “સ્વરચિત કાવ્યપઠન” ની સ્પર્ધા યોજીને કરી નાખ્યું . જેમાં ફક્ત એક જ એન્ટ્રી આવી .. અને એ મારી ! ધોરણ બારમાં હતો ત્યારે લખેલું – આખી શાળા સમક્ષ વાંચેલું એ અછાંદસ કાવ્ય મને આજે પણ શબ્દસહ યાદ છે –
રસ્તો ખોવાઈ ગયો છે ,
દિશા ખોવાઈ ગઈ છે ,
ભટકી રહ્યો છે પ્રેમ પંથનો પથિક ,
કોઈ કહે પૂરબ , કોઈ કહે પશ્ચિમ ,
કોઈ કહે ઉત્તર તો કોઈ દક્ષીણ ,
શોધી રહ્યો અદ્રશ્ય મંઝીલ
કેડી એ કેડી એ ડંકો વગાડતો ,
પ્રેમને પોકારતો , પ્રેમને બોલાવતો ,
ના જડે કોઈ રાહ , ના જડે રસ્તો ,
થોડું વિચારતો અને જમાના પર હસતો
પૂછી રહ્યો હર કોઈ ને , ક્યાં છે પ્રેમનો રસ્તો
એક દી’ એક સજ્જન તેને ભટકાયો
કહે અરે પ્રેમ પથિક તું અહી ક્યાં ફસાયો ,
અહી પ્રેમનું નામ છે વાસના , છે પૈસો ભગવાન ,
અને છે એને પામવાની ભૂખ ,
આ નથી પ્રેમનો રસ્તો , પ્રેમ અહી નથી વસતો ..
રડતો , ભટકતો ચાલ્યો ગયો પ્રેમ પથિક …
રસ્તો ખોવાઈ ગયો છે , દિશા ખોવાઈ ગઈ છે ..
ભટકી રહ્યો છે પ્રેમ પંથ નો પથિક ….ભટકી રહ્યો છે પ્રેમ પંથ નો પથિક …

અને વર્ષો પછી આજે ફરી આ કવિતા મને યાદ આવી , એનું કારણ આ ગીત નું મુખડું –

” મેં ઢુંઢને કો ઝમાને મે જબ વફા નિકલા …
પતા ચલા કી ગલત લેકે મે પતા નિકલા … “

અરિજિત સિંઘ થી ઈમ્પ્રેસ ન થવાની બાધા લીધી હોય તો આ ગીત થી દૂર જ રહેજો , કારણ કે જો આ ગીત સાંભળશો તો અરિજિત  તમને એનો ચાહક બનાવી ને જ છોડશે . ગીત નો મૂડ બરાબર પકડી ને એણે શબ્દે શબ્દે ઈમોશન્સ ને વહેતા મુક્યા છે …
ઈમોશન્સ ! આ બધી એની જ તો બબાલ છે યાર ! મહાત્મા ગાંધી નું એક ક્વોટ છે કે “મારી ઈચ્છા વગર મને કોઈ પણ વ્યક્તિ દુઃખી ન કરી શકે “. આ જ ભાવાર્થ સાથે નું એક ક્વોટ આ ફિલ્મ(હાર્ટલેસ) ના પોસ્ટર પર પણ છે – you can hurt a heart only till it loves you. કોઈ પાસે આવી ને દૂર ચાલ્યું જાય , સપનાઓ ખૂબ દેખાડે , એ પણ એક બે દિવસ , મહિનાઓ કે વર્ષોના નહિ પણ જીવનભરના . અને એ જીવનભરના સપના દેખાડનાર વ્યક્તિ જયારે ઘડીના છઠ્ઠા ભાગમાં એ દરેક સપના તોડી ને ચાખ્નાચૂર કરે ત્યારે ? ત્યારે અઝાબ ! અર્થાત દર્દ ! અને એ કેવો અઝાબ … કે જીવવું પણ સિતમ લાગે . અને કેમ ન લાગે , દરેકે દરેક ક્ષણમાં જયારે વેદના નો જ અહેસાસ થતો હોય ત્યારે પોતાના જ શ્વાસો વેરી ન લાગે ? મેં ક્યારેય ઈશ્ક અને ઇબાદતમાં કોઈ ફર્ક જોયો નથી … યાર જેવો હોય તેવો તેને ખુદા માની શકાય , પણ એની યારીમાં , દીલદારીમાં ખુદા જોઈએ છે ? એના દિલમાં ખુદા શોધવો છે ? ધેન યુ મેં ફોલ ! યુ મે ફેઈલ…. યુ મે હેવ અ રોંગ એડ્રેસ …

“જિસકે આને સે મુકમ્મલ હો ગયી થી ઝીંદગી …
દસ્તકે ખુશીયો ને દી થી , મીટ ગઈ થી હર કમી ..
ક્યોં બેવજાહ દી યે સઝા , ક્યોં ખ્વાબ દે કે વો લે ગયા ..
જીયે જો હમ , લગે સિતમ .. અઝાબ ઐસે વો દે ગયા ..
મેં ઢુંઢને કો ઉસકે દિલમેં જો ખુદા નિકલા ….
પતા ચલા કી ગલત લે કે મે પતા નિકલા … “

First Look Poster of the Bollywood Movie Heartless (2014) Adhyayan Suman, Shekhar Suman2

ઇફ યુ આર ઇન લવ , ધેન યુ કેન સી યોર લવ એવરીવ્હેર ! દિવસ અને રાત , સાંજ અને સવાર … બધા સમયે યારના વિચાર …બધે દેખાય પોતાનો યાર ! પરોઢે પક્ષીઓ નો કલરવ પણ એના પગરવ જેવો ભાસે . યાર જો શિયાળે મળ્યો હોય તો પોતાનું જેકેટ એને ઓઢાડ્યા નું યાદ હોય , ઉનાળામાં પોતાના કપાળ નો પરસેવો એના હાથે લૂછાયા નું યાદ હોય , અને ચોમાસામાં સાથે ભીંજાયા નું ! અને પછી એ છોડી ને ચાલ્યો જાય ત્યારે દરેક મોસમ એની યાદ લઇ ને આવે . શિયાળો આવે પણ તમારું જેકેટ ઓઢવા યારની બાંહો ના આવે , ઉનાળામાં પરસેવો થાય અને અશ્રુ સાથે ભળીને વહી જાય , અને ચોમાસામાં તો આખુયે આકાશ તમારી સાથે રડી પડે ! તમે બાંવરા બની ને જીવવાનું કારણ શોધ્યા કરો અને ત્યાં જ અચાનક અહેસાસ થાય કે તમે ખરેખરમાં તો એને જ શોધી રહ્યા છો … એન્ડ ધેન અગેઇન … યુ મે હેવ અ રોંગ એડ્રેસ ..

“ઢુંઢતા થા એક પલ મેં દિલ જિસે યે સૌ દફા
હૈ સુબહા નારાઝ ઉસ બિન , રૂઠી શામેં દિન ખફા ,
વો આયે ના , લે જાયે ના .. ઉસકી યાદે જો હૈ યહાં ..
ના રાસ્તા , ના કુછ પતા , મેં ઉસકો ઢુંઢું અબ કહાં
મેં ઢુંઢને જો કભી જીને કી વજાહ નિકલા …
પતા ચલા કી ગલત લેકે મેં પતા નિકલા …. “

full audio song – ( આખું ગીત – ફક્ત શ્રાવ્ય )

video of the song – ( આમાં ગીતનો બીજો અંતરો નથી )