સુરતમાં ૨૭મુ જ્ઞાનસત્ર માં હાજરી આપી આવ્યો.
સુરતમાં જગદીશ અંકલ ના ઘરે ગયો ,(થેન્ક્સ ટૂ ડીયર ફ્રેન્ડ પીયુષ , જેના બાઈક પર સવાર થઈને જગદીશ અંકલના ઘરે પહોંચ્યા. પીયુષ અને તેનું બાઈક ના હોત તો જ્ઞાનસત્ર સિવાય સુરતમાં બીજે ક્યાય પણ જવામાં ઘણી તકલીફો થાત.) અને બોસ , જલસો પડી ગયો જગદીશ અંકલ ને ત્યાં ! , મજા આવી એમની લાઈફ સ્ટાઈલ , ઓબ્ઝર્વ કરવાની ! એમના જીવન અને અનુભવો માંથી ઘણું બધું શીખવા જેવું છે. અને એ શીખવું પણ કેવું કે તમને કોઈ પ્રયત્ન ન કરવો પડે , આપો આપ શીખી જવાય. જેમ કે ફૂલની સુવાસ તમારા મનમાં તાજગી આપે જ આપે , તેમ અમુક મનુષ્યોને તમે મળો એટલે એમના જીવનમાં રહેલા ગુણ તમને એટલા બધા આકર્ષે કે એમાંથી અમુક ગુણ – સારી બાબત તમે અપનાવવાનો પ્રયત્ન તો જરૂર કરો. એમના દોહિત્ર ( દીકરીના પુત્ર ) સાથેનું એમનું બોન્ડીંગ , એક મિત્ર જેવું ! લીફ્ટમાં મળતા ટીન-એજર એની સાથે પણ હાય હેલો નો સંબંધ , અને રસ્તા પર રમતા નાના બાળકો ને પણ વ્હાલથી “દોસ્ત” કહીને બોલાવે. અને ચહેરા પર મીઠડું સ્મિત તો ઓલવેઝ હોય જ ! ટૂંકમાં કહું તો જગદીશ અંકલ ઈઝ ફૂલ ઓફ પોઝીટીવીટી ! પછી તો BEST BONDING – IN RELATIONSHIP હોવું એ સ્વાભાવિક જ છે ને ! અને હા , કોઈ શબ્દ પર લીંક મુકતા મને નહોતું ફાવતું , એ મને તેમણે શીખવ્યું, જેનો આજે મે પ્રથમ વખત પ્રયોગ કર્યો છે.
જગદીશ અંકલ જોડેથી થીયેટર નું સરનામું જાણી ને દબંગ ૨ પણ જોઈ આવ્યો , સુરતની સીનેપોલીસ માં. સોમવારે રાત્રે ફરીથી દબંગ ૨ જોયું, ડ્રાઈવ- ઇન માં , લગભગ ૬ – ૭ વર્ષ પછી ડ્રાઈવ- ઇન માં ફિલ્મ જોઈ. ફિલ્મ જોવા જનાર મહાનુભાવો – હું , કોમલ અને મિત્ર કપલ કુંજ અને શિવાની !