હવા હવાઈ

ફિલ્મ રીવ્યુ – “હવા હવાઈ” અને ગુલઝાર લિખિત “લેકિન”

૧૯૯૦ માં આવેલી ફિલ્મ “લેકિન” અને નવી રીલીઝ થયેલી ફિલ્મ “હવા હવાઈ” વચ્ચે કોઈ કનેક્શન નથી . આ તો લાંબા સમય થી ફિલ્મ રિવ્યુઝ ની પોસ્ટ્સ માં વિરામ આવી ગયો છે . એ વિરામને અલ્પવિરામ માં ફેરવવા હમણાં હમણાં જોયેલી ફિલ્મોમાંની બે ફિલ્મ્સ રીવ્યુ કરી રહ્યો છું .

હવા હવાઈ 

ફિલ્મ “હવા હવાઈ” ના પહેલા દ્રશ્યમાં એક્ટર મકરંદ દેશપાંડેને પરિવાર સાથે બેસીને પ્રાર્થના કરતો બતાવ્યો છે . બીજા જ દ્રશ્યમાં માં(મકરંદHawaa-Hawaai-Movie-Poster-2014-HD-Wallpaper-1024x768 ની વાઈફ ) કચવાતા મન સાથે પુત્ર ને ટી સ્ટોલ પર રખાવવા લઇ જાય છે . ત્યાં જઈ ને માં વર્તી જાય છે કે અહિયાં પોતાના છોકરાને કાળી મજૂરી કરવી પડશે , એટલે એ પોતાના પુત્ર અર્જુનને ત્યાં જોડાવાની ના પાડે છે . પણ છતાંય અર્જુન જોડાય છે કારણ કે તેના પિતા હવે નથી રહ્યા અને એને ખબર છે કે પૈસાની કેટલી તાતી જરૂરિયાત છે. એની જેટલી જ ઉમરના બીજા બાળકો તેના મિત્રો છે જે બધા પણ એક યા બીજી પ્રકારની મજૂરી જ કરે છે. એવા માં રાત્રે એક કોચ કેટલાક બાળકો ને સ્કેટિંગ શીખવાડવા આવે છે , અર્જુન એ બધા ને ચા પાતો હોય છે એવામાં એને પણ સ્કેટિંગ કરવાનું મન થાય છે . ઇન્ટરવલ સુધી ની વાર્તામાં સ્કેટિંગ કરવા માટેના અર્જુનના પ્રયત્નો . અને ઇન્ટરવલ પછી કોચ નું ઝનૂન … અર્જુન ને રાજ્ય કક્ષા એ જીતાડવાનું . અને ફાઈનલ મેચ … એ મેચ નું પરિણામ અને ફિલ્મનો અંત.
અર્જુન ને સ્કેટિંગ શુઝ લેવા છે પણ એ લેવા માટે એની તડપ ક્યાય જોવા નથી મળતી – હા , એના મિત્રો નું એને સ્કેટિંગ શુઝ અપાવવા નું ઝનૂન ચરમ સીમા એ છે. અને બાળમિત્રો પણ મજૂરી કરી કરી ને તૂટી રહ્યા છે એવામાં એમને કેમ અર્જુન માટે શુઝ લેવું આટલું જરૂરી લાગ્યું ? અર્જુને તો ફક્ર્ત એક વખત સ્કેટ કરવાની ઈચ્છા દર્શાવેલી , ધેટ્સ ઈટ ! અગેઇન એ જ પોઈન્ટ આવે છે કે અર્જુન ની એ શુઝ લેવાની તડપ કયાય દેખાડી હોત તો બાલમિત્રોનો આઉટ ઓફ ધ વે જઈને કરવામાં આવેલો સપોર્ટ પણ કન્વીન્સીંગ લાગત. ઈન્ટરવલ પછી અર્જુન નો કોચ અર્જુનને કેવી રીતે તૈયાર કરે છે તે વાત છે , અહિયાં પણ અર્જુન અને કોચ વચ્ચે ની કેમેસ્ટ્રી નું ડીટેલીંગ મીસીંગ છે. એના લીધે અર્જુન ની સ્કેટ શીખવાની પ્રોસેસ ના દ્રશ્યો બોરિંગ બન્યા છે. અંત માં રેસ દરમ્યાન અર્જુન ને જે કરુણતા યાદ આવે છે – એ દ્રશ્ય સારું છે – વાર્તાકીય રીતે . પણ , એની પહેલા ના દ્રશ્યો ઓડીયન્સ ને કનેક્ટ કરવામાં નિષ્ફળ ગયા છે એથી જ છેક છેલ્લા દ્રશ્યમાં ઓડીયન્સ નું કનેક્ટ થવું લગભગ અશક્ય છે. અહી અર્જુન માટે રાજ્ય કક્ષા એ જીતવું કેમ એટલું જરૂરી છે એના કારણોમાં નક્કર જવાબો નથી. જવાબો કદાચ છે – પણ એ નક્કર નથી – પૂરતા નથી . જીતવું જયારે જીવન મરણ જેવું બની જાય ત્યારે જ એ રેસના દ્રશ્યમાં જીવ રેડાય અને ત્યારે જ એ દ્રશ્ય ફિલ્મના છેલ્લા દ્રશ્ય કે સોલ્યુશન તરીકે શોભે. વાર્તામાં – સ્ક્રીન પ્લેમાં જરૂરી વળાંકો ના અભાવ ને કારણે એક રેસ ની જીત કે હારના નિર્ણય પર નભતો અંત ધરાવતી ફિલ્મમાં જે ડ્રામો ઉભો થવો જોઈએ એ નથી થતો.
અર્જુનના મિત્રો નો જે બાળકો એ રોલ કર્યો છે તેઓ અભિનય માં બાજી મારી ગયા છે , મકરંદ દેશપાંડે ફિલ્મના લેન્થ વાઈઝ ખુબ નાના કિરદારમાં પણ ખુબ સરસ કામ કરી ગયો છે. હી સુટ્સ ધી કેરેક્ટર સો વેલ. અને અર્જુનની માં નો રોલ કરનાર અભિનેત્રી પણ પાત્રને જીવંત કરે છે , અને ફિલ્મ માં જ્યાં જ્યાં તે અર્જુન માટે ચિંતિત થાય છે – એ દરેક દ્રશ્યો ખુબ લાગણીસભર બન્યા છે – અફકોર્સ , તેણી ના અભિનય ને કારણે . મુખ્ય પાત્રમાં પાર્થો ગુપ્તે સારું કામ કરે છે , પણ બેટર કાસ્ટિંગ થઇ શક્યું હોત. પાર્થો એ પોતાની ક્ષમતા મુજબ સારો જ અભિનય કર્યો છે , બટ સમવ્હેર એ આ પાત્ર માટે એટલો સ્યુટેબલ નથી. કોચના પાત્રમાં સાકીબ સલીમ લાજવાબ છે , એની સ્ક્રીન પ્રેઝન્સ ખુબ સારી છે.
ઓવરઓલ , આંગણી ના વેઢે ગણી શકાય એવા કેટલાક સુંદર દ્રશ્યો ને બાદ કરતા બાકી ની ફિલ્મ ઓર્ડીનરી છે. પણ જેને હસવું જ છે એને તો બ્રેઈનલેસ સ્ટુપીડ કોમેડી પણ હસાવી શકશે . એ રીતે શક્ય છે કે કોઈ વધારે પડતું લાગણીશીલ થઇ ને કદાચ આ ફિલ્મ સાથે કનેક્ટ થઇ ને રડી પણ પડે ! પણ એ કેસમાં હું એ હૃદય ને સંવેદનશીલ માનીશ – ફિલ્મને નહિ . વર્થ વોચીંગ નહિ પણ વોચેબલ છે – અને જો તમારા ટેસ્ટની છે તો ગો ફોર ઈટ ! બટ નોટ વિથ બીગ એક્સ્પેક્ટેશન્સ .

લેકિન 

ગુલઝાર લિખિત – દિગ્દર્શિત ફિલ્મ “લેકિન”, સમીર (વિનોદ ખન્ના ) ને સરકાર એક મહેલની પૌરાણિક વસ્તુઓ નો કબ્જો લેવા મોકલે છે , જતા00lekin1990vmrcoversnfoસ copy ટ્રેનમાં તેને એક યુવતી ( રેવા – ડીમ્પલ કપાડિયા ) મળે છે , અને અચાનક ગાયબ થઇ જાય છે . વિનોદ ખન્ના એ ગામમાં પહોંચે છે , જે ગામમાં એ મહેલ છે , ત્યાં નો કલેકટર (અમજદ ખાન ) અને એની પત્ની એ સમીરના ખુબ સારા મિત્ર છે . કલેકટર એને બનતી મદદ કરે છે . મહેલની બહારના ભાગમાં કેટલાક બંજારાઓ એ નિવાસ કર્યો હોય છે , સમીર ના કહેવાથી કલેકટર પોલીસ ને જણાવી એ બંજારાઓ ને ત્યાં થી સ્થળાંતર કરાવે છે . ત્યાં ફરી સમીર ને રેવા દેખાય છે . જે ચુલા પર રોટલો બનાવીને સમીરને ખવડાવે છે તથા મહેલ વિષે ની કેટલીક વાતો કરે છે , ફરી એ ચમત્કારિક રીતે ત્યાં થી ગાયબ થઇ જાય છે . એ જયારે પણ મળે છે ત્યારે સમીર તેને સ્પર્શી શકે છે . પણ રેવા એ ખરેખરમાં એક આત્મા છે એવા તારણ પર તે આવે છે , જે કેટલીક ઘટનાઓ દ્વારા સાબિત પણ થઇ જાય છે . રેવા પોતાની સાથે શું બન્યું છે તેની વાર્તા માંડે છે , અને સમીર ને નજરો નજર બનેલો ભૂતકાળ દેખાડે છે. જેમાં એક ક્રૂર રાજા એ રેવા , તેની બહેન ( હેમા માલિની ) તેમના પિતા અને તેમના સંગીત ગુરૂ (આલોક નાથ ) પર ગુજારેલા જુલમ ની વાત છે. કેટલાક સંઘર્ષ પછી સમીરને એ આખી વાર્તા નો અંજામ પણ ખબર પડે છે , અને છેલ્લે સમીર રેવાને મુક્તિ અપાવે છે .
ફિલ્મ ફિલોસોફીકલી અથવા હાઈલી ડ્રામેટીકલી અંત પામી શકી હોત. પણ અંત થોડો રૂટીન બન્યો છે . પોણા ત્રણ કલાકની આ ફિલ્મની ટ્રીટમેન્ટ – ડીરેક્શન સુંદર છે . થ્રુ આઉટ આ ફિલ્મ તમને જકડી જરૂર રાખશે . અમજદ ખાન નું પાત્ર હળવું છે , એવા અદભુત સંવાદો એને ફાળે નથી આવ્યા છતાં એની હાજરી આનંદિત કરી જાય છે , ક્યારેક એનું કોમિક ટાઈમિંગ હસાવી પણ જાય છે. ૧૯૯૦ ની ફિલ્મ છે એટલે વિનોદ ખન્ના ની ઉમ્મર દેખાય છે , પણ જે પાત્ર તેને મળ્યું છે તેમાં સુટેબલ લાગે છે – એના સોહામણા ચહેરા- પર્સનાલીટી નો ચાર્મ પણ દેખાય છે. એનો સહજ અભિનય પણ કાબિલે દાદ છે . ડીમ્પલ કાપડિયા એ પણ કામ સરસ કર્યું છે , ફિલ્મની વાર્તા એની આસપાસ ગૂંથાઈ છે – અને રેવાના પાત્રને જીવંત કરવામાં તે સફળ રહી છે. આલોક નાથે પણ પોતાના પાત્રને પૂરો ન્યાય આપ્યો છે. રણના દ્રશ્યો સુંદર રીતે ફિલ્માયા છે , અને ફિલ્મમાં દર્શાવેલા મહેલ અને કોઠડી ના દ્રશ્યો અત્યંત વાસ્તવિક લાગે છે. લતાનું પ્રખ્યાત ગીત “યારા સીલી સીલી બિરહા કી રાત … ” આ ફિલ્મનું છે . ફિલ્મના બીજા ગીતો માં ગુલઝાર નો એ લીરીક્લ ચાર્મ મિસિંગ છે . હા , ફિલ્મ માં આવતું એક શાસ્ત્રીય ગીત .. અને શાસ્ત્રીય આલાપ બેમિસાલ છે. ફિલ્મ લતા મંગેશકરે પ્રોડ્યુસ કરી છે. ગુલઝારનું સ્ટોરી ટેલીંગ – સ્ક્રીન પ્લે જ આ ફિલ્મનો સૌથી મોટો લહાવો છે. એ લહાવો લુંટવા માટે આ ફિલ્મ જોવા જેવી ખરી !

તો આ રીતે આ બ્લોગની આ ૧૦૦ મી પોસ્ટ હું અહી જ સમાપ્ત કરું છું . નમસ્કાર 🙂