શાહરુખ ખાન

તેરા રસ્તા મેં છોડું ના … ચેન્નઈ એક્સપ્રેસ

ફિલ્મ – ચેન્નઈ એક્સપ્રેસ વર્ષ – ૨૦૧૩ ગીત – તેરા રસ્તા મેં છોડું ના … ગાયક – અમિતાભ ભટ્ટાચાર્ય , અનુષા માની ગીતકાર – અમિતાભ ભટ્ટાચાર્ય સંગીત – વિશાલ – શેખર

પ્રેમ એટલે આપવું … આ મારી પ્રેમ વિષે ની સૌ પહેલી સમજ હતી. એફ.વાય. માં હતો ત્યારે ક્લાસમાં મેડમે બધા ને ઉદેશી ને પ્રશ્ન કરેલો – વ્હોટ ઈઝ લવ , એકોરડીંગ ટૂ યુ ! કેટલાકે આંગળીઓ ઊંચી કરી , એમાંથી એક આંગળી મારી પણ હતી , આર્ટસ ના વિદ્યાર્થીઓ હોઈ મેડમ ને વિવિધતા થી ભરપૂર જવાબો મળ્યા , એમાં મારો જવાબ હતો – પ્રેમ એટલે આપવું , ટૂ લવ ઈઝ ટૂ ગીવ ! નિસ્વાર્થ ભાવે ફક્ત આપવું ! પછી એ કાર હોય કે કેર હોય ! ક્લાસ ના એસાઈનમેન્ટ ની ફાઈલ હોય કે જસ્ટ એક સ્માઈલ હોય ! મળવાનું ભલે ઓલવેય્ઝ હોય કે વન્સ ઇન એ વ્હાઈલ હોય … બસ આપ્યા જ કરવું , જેટલું આપી શકાય તેટલું , જે આપી શકાય એ ! અને જે નાં આપી શકાય તેમ હોય તે પણ જેમ તેમ વ્યવસ્થા કરીને આપવું ! બસ આપ્યા જ કરવાનું ? તો પછી મેળવવાનું શું ? વેલ , આપવાથી થતી ખુશી જેવી પવિત્ર અને મસ્ત બીજી કોઈ ફીલિંગ નથી. પ્રેમ ના બદલામાં પ્રેમ માંગવો એ પ્રેમ નહિ પણ સોદો છે, પણ પ્રેમ માં પડ્યા હોઈએ ત્યારે પ્રેમ મેળવવાની ઘેલછા પણ ક્યાં ઓછી હોય છે ! એ તો ભરપૂર હોય છે , અને એટલે જ પ્રેમ સંબંધ માં બંધાયા પછી કોઈ પ્રેમી પોતાની પ્રેમિકા પાસે થી તૃપ્ત થવા માંગે છે પ્રેમ ! હક થી ! હું જાણું છું કે તને કબૂલ છે , તો પછી વિલંબ શાને કરે છે ? જલ્દી થી આપ મને એક પપ્પી ! તારા એક ચુંબન માત્ર થી મને મારું સ્વર્ગ મળી જશે. અને પપ્પી ના બદલામાં હું તને આપીશ , એક પ્રોમિસ … તારો સાથ ક્યારેય ન છોડવાનો વાયદો , એન્ડ માઈન્ડ વેલ , આ સોદો નથી , પ્યોર લવ છે ! તારા દિલમાં મારા માટે જે પ્રેમ છે તેનો સાક્ષાત્કાર કરવાની તલબ છે. તારામાં સમાઈ જવાની ઘેલછા છે ! ઇન શોર્ટ , ધીસ ઈઝ ધી ગ્રેટેસ્ટ ગ્રેટનેસ ઓફ માય લાઈફ ! “મહેરબાની નહિ તુમ્હારા પ્યાર માંગા હૈ , તુમ્હે મંઝુર હૈ તભી તો યાર માંગા હૈ ગૈરો કે ડર સે , તેરે શહેર સે , હૈ કસમ રિશ્તા તોડું ના … તેરા રસ્તા મેં છોડું ના ….”

દરેક વ્યક્તિ ના મનમાં પ્રેમ ની એક સમજ હોય છે. મેં વાત કરી તેમ તે દિવસે ક્લાસરૂમ માં દરેકે પ્રેમની વ્યાખ્યા અલગ અલગ આપેલી, કેટલાય ની વ્યાખ્યાઓ સમય સાથે બદલાઈ હશે , કેટલાક મારા જેવાય હશે , જેઓ ની ફિલોસોફી માં ખાસ ફરક નહિ પડ્યો હોય. પણ તોય , માણસ જે વિચારે છે , અને અનુભવો તેને જે ભાથું આપે છે અને પછી જે સમજ વિકસે છે તેને જ એ સાચી માને છે , તેના માટે તે સમજ એક બહુ મોટું સત્ય છે અને તેની સમજ સાથે મેળ ન ખાતી હોય તેવી દરેક વાત અસત્ય છે. જેઓ એ શિયાળામાં પ્રેમ કર્યો હોય તેમને એવું લાગે કે પ્રેમ ની અસલી મજા તો શિયાળામાં જ છે. જે ગ્રીષ્મ ઋતુમાં પ્રેમ માં પડ્યા હોય તેમની યાદોમાં , મુલાકાતો માં ગરમ હવાઓ પણ શામેલ હોય , એથી એમને ગરમ હવાઓ સાથે પણ લગાવ થઇ જાય. પોતાના પ્રેમ સાથે જોડાયેલ દરેક ચીજ અતિ સુંદર હોય …! જે જગ્યા સાથે એ યાદો જોડાયેલ હોય એ જગ્યાએ ફરી ફરી પહોંચી ને ખુશી પ્રાપ્ત થાય ! જીવન માં મેળવેલી સૌથી મોટી જીત ની ખુશી ! જેના પર દિલોજાન નીર્છાવર હોય તેને પામવું એ કેટલી મોટી જીત કહેવાય !

“અગર યે હૈ નહિ , તો ફિર જાને પ્યાર ક્યા હૈ મેરી જીત હૈ તું , કિસે પરવાહ હાર ક્યા હૈ , તેરા રસ્તા છોડું ના … છોડું ના મેં તેરા રસ્તા છોડું ના …”

જીવનમાં અનેક રાહો હોય છે અને એ અનેક રાહોની અનેક મંઝીલો હોય છે , એમાંની એક મંઝીલ પ્રેમની પણ છે. દિલોજાનથી ઈશ્ક કરતા વ્યક્તિ માટે પ્રિયજનના ઈશ્કમાંchennai-express તેને જાત સહીત બધું આપવું , એ જીવન ના સૌથી મોટા ઊદેશ્યો માં નો એક ઉદેશ્ય હોય છે. જે રીતે કોઈ બાધા માનવામાં આવે ત્યારે તો મનમાં હોય કે કરી લઈશું , પણ જયારે ખરેખર તે બાધા નિભાવવાની આવે ત્યારે ખ્યાલ આવે કે ધાર્યા કરતા ઘણું અઘરું છે. માતાજીના મંદિર સુધી ચાલીને જવાની બાધા રાખતા તો રાખાઈ જાય, માતાજીને વચન આપતા તો અપાઈ જાય, પણ એ વચન પૂરું કરવું કાઠું પડી જાય , એ જ રીતે પ્રિયજન ને આપેલું કોઈ વચન , સમય જતા અઘરું પૂરવાર થાય , અઘરામાંથી ધીમે ધીમે એ વચન નિભાવવું અશક્ય લાગવા લાગે, એવા અશક્ય વચન પણ નિભાવી જવા એજ સાચા પ્રેમી ની નિશાની છે. જીવનમાં થોડા થોડા સમય માટે તો હર કોઈ સાથ આપે , રાહ તો કોઈ પણ ચીંધી આપે , પણ મંઝીલ સુધી હાથ પકડી ને લઇ જનાર વ્યક્તિ માત્ર એક જ હોય ! એ વ્યક્તિ એટલે સાચો પ્રેમી , સાચો આશિક ….. જે નસીબદાર ને જ પ્રાપ્ત થાય. જેમ માતાજીને આપેલા વચન માટે પગ છોલાઈ જાય ત્યાં સુધી ચાલનારા લોકો હોય છે તેમ ઈશ્ક માં પણ પગમાં છાલા પાડનારાઓ ની કમી નથી. આખરે ઈશ્ક પણ એક ઈબાદત જ છે ને ! ગુલામ અલીએ ગયેલી એક ગઝલ નો શેર છે “જીન કે હોઠો પે હસી પાવ મેં છાલે હોંગે , હા વહી લોગ તેરે ચાહનેવાલે હોંગે” ઈશ્ક હોય કે ઈબાદત , આપેલું વચન પાળવાના પ્રયત્નો તો હર કોઈ કરે છે , કેટલાક ના વચનો ખોટા પૂરવાર થાય છે , કેટલાક થોડા સમય સુધી તે પાળે છે , કેટલાક થોડા વધુ સમય સુધી પાળી બતાવે છે , અને પછી તેમનો દમ નીકળી જાય છે, પણ દમ નીકળી ગયા પછી પણ જે વચન પૂરું કરવા મેદાન પર દટયો રહે, તે છે સાચો પ્રેમી ! સાચો પ્રેમી આપેલું વચન અધૂરું નથી છોડતો , અધૂરું કે છીછરૂ તેને રૂચતું જ નથી, એને મન જાન કરતા જાનેમન ને આપેલા વચનની કિંમત વધુ હોય છે “ઝીંદા હૂં લેકિન વો બાત નહિ હૈ , હાથો મેં તેરા જો હાથ નહિ હૈ ઈશ્ક કા હૈ નામ બડા, મૈને હૈ કિયા કામ બડા, કર કે મગર આધા છોડું ના … તેરે રુખ સે યે ચહેરા મોડુ ના , તેરા રસ્તા મેં છોડું ના ..”

પ્રેમ એ માત્ર પાગલપન નહિ પણ પાગલપનની ચરમસીમા છે. માણસ લાગણીમાં તણાઈ ને કઈ પણ કરી શકે ! અસહ્ય વેદનાઓ સહી શકે , આખી દુનિયાથી લડી શકે!M_Id_393335_chennai-express પોતાના પ્રેમને પામવા તે કંઈ પણ કરી શકે. લડી લડી ને શરીરના અંગો થાકી જાય , પછી શક્ય છે કે તે સાથ ના આપે , સગા-સંબંધીઓ તો પહેલાથી જ દુશ્મન થઇ ને બેઠા હોય , અને દુનિયામાં સમાજના કહેવાતા રખેવાળો પણ તલવારો ઉગામી શકે , લોહી વહાવવું પડે , પોતાનું પણ અને બીજા નું પણ ! ઓલો ગાલીબ કહે છે ને “યે ઈશ્ક નહિ આસાં, બસ ઇતના સમજ લીજીયે, ઇક આગ કા દરિયા હૈ ઔર ડૂબ કે જાના હૈ” “એવરીથીંગ ઈઝ ફેર , ઇન લવ એન્ડ વોર” એમ કહેવાય છે કારણ કે પ્રેમ પણ એક મોટી જંગ છે – જે પ્રેમના દુશ્મનો સામે લડવી પડે છે. અને એક પ્રેમી માટે એ જંગ જીતવી એટલી જ મહત્વ ની હોય છે જેટલુ બીજા વ્યક્તિઓને પોતાનું જીવન મહત્વનું હોય છે. સામાન્ય વ્યક્તિ એમ સમજીને જીવતો હોય છે કે જો જીવન હશે તો બીજી અનેક વાર લડાશે, અને જો જીવ જશે તો પાછો નહિ આવે , જયારે પ્રેમી એમ સમજી ને લડે છે કે આ જંગ જીતીશ તો જ હું મારા પ્રેમ ને પામી શકીશ અને તો જ મારા થી જીવાશે, એ સિવાય જો જીવન હશે તો એ મૃત્યુ થી પણ ભયંકર હશે. એવા જીવન કરતા તો મોત ભલી…. એના માટે પણ જીવન મહત્વ નું છે કારણ કે એના જીવનમાં એનો પ્રેમ છે , એટલે જ એ પોતાની જાત ને કફનથી બચાવતો રહે છે , જેથી એ સહેરો બાંધી શકે…

“ચાહત હૈ મેરી કસૂર નહિ હૈ દિલ જઝ્બાતી હૈ મજબૂર નહિ હૈ સર યે ભલે ફૂટ ગયા , જિસ્મ મેરા તૂટ ગયા ખુદ સે કિયા વાદા તોડું ના , બાંધુ સહેરા , કફન ઓઢું ના .. તેરા રસ્તા મેં છોડું ના … “

આડવાત : મહિના પહેલા લખેલી આ પોસ્ટ ક્યારેક આળસમાં તો ક્યારેક નેટ ના સ્લો કનેક્શન ના લીધે મૂકવાની રહી જતી હતી , વેલ ત્યારે પોસ્ટ કરી હોત તો પોસ્ટની સાથે સોંગ નો ફક્ત ઓડિયો જ પીરસી શકત , કારણ કે વિડીયો ત્યારે રીલીઝ નહોતો થયો , જે હમણાં જ રીલીઝ થયેલ છે , જેથી આપ એ તાજેતાજ્જા વિડીયોનો લુત્ફ ઊઠાવી શકશો.

બીજી એક આડવાત : શાહરૂખ ને ગયા શુક્રવારે મારા શહેર અમદાવાદમાં રૂબરૂ જોયો , એને જોઈ ને આનંદિત તો થયો , પણ સાથે થોડા દુખી પણ થવું પડ્યું કારણ કે હું શાહરૂખ ને જોઈ રહ્યો હતો ત્યારે જ કોઈ મારું વોલેટ ચોરી ગયું , પોલીસ સ્ટેશન માં કમ્પ્લેઇન નોંધાવવા ગયો તો કેટલાય સમદુખિયાઓ નો ભેટો થયો – શાહરૂખ ને જોતા કેટલાય ના વોલેટ ચોરાયેલા , તો કેટલાક ના મોબાઈલ પણ !

અને આ રહ્યું … તાજ્જે તાજજુ ગરમા ગરમ ગીત ….. તેરા રસ્તા  છોડું ના … [youtube=http://www.youtube.com/watch?v=O5HcUb5O6Fs]