યુવરાજ જાડેજા

ઓક્ટોબર ફિલ્મ રિવ્યુઝ

“ઈંગ્લીશ વિન્ગ્લીશ” ! એક એક ક્ષણમાં મનોરંજન ! ઠુંસી ઠુંસી ને ભરેલું મનોરંજન, તોય અર્થસભર, અમુક વાતો સમજતા કદાચ આખી જીંદગી નીકળી જાય તોય ના સમજી શકીએ એવી વાત આ ફિલ્મ લઇ ને આવ્યું છે, અને એવું કૈક થાય એટલે મોટે ભાગે ફિલ્મ આપણને ભાષણ આપતી હોય એવું લાગે, અને ભાષણ સાંભળવું કોને ગમે ? નાના બાળકને ભાષણ આપો તો એ ચિડાઈને ચાલ્યું જાય અને મોટા લોકો નો ઈગો હર્ટ થાય. કે સાલું મને આવું કઈ રીતે કોઈ કહી જાય. બટ ડોન્ટ વરી, આ ફિલ્મમાં આવું કઈ નહી થાય. ફિલ્મ ભાષણ આપતી હોય એવું એક પણ જગ્યાએ નહી લાગે. શું ઈંગ્લીશ આવડવું એટલું જરૂરી છે? આ ફિલ્મની નાયિકા માટે તો છે, કારણકે એને ઈંગ્લીશ નથી આવડતું એટલે જ બધા તેના પર હસે છે, બહારની દુનિયાનો સવાલ નથી, એતો હોય જ કઠોર, પણ માણસ હંમેશા પોતાના પરિવાર પાસે થી પ્રેમ અને આદરની અપેક્ષા રાખતું હોય, અને પરિવાર જ જયારે તમારી કદર ના કરે ત્યારે જરૂર લાગે પોતાની જાતને સાબિત કરવાની. વિદેશમાં એક યુવક નાયિકાના પ્રેમમાં પણ પડે છે ત્યારે પોતાની સતત ઊપેક્ષા કરનાર, પોતાના પર હસનાર, પોતાને અભણ ગવાર સમજનાર, અને પોતાની રસોઈ કળા ના બીઝનેસ ને નાનું અને ક્ષોભ વાળું કામ સમજનાર પતિ સાથે તે બેવફાઈ નથી કરતી, પણ તેને ત્યારે આનંદ જરૂર થાય છે કે કોઈકે તો મારી કદર કરી ! કોઈકે મારા રૂપની નોંધ લીધી ! કોઈકને હું રૂપાળી લાગુ છું ! શ્રીદેવી આઊટ સ્ટેન્ડિંગ ! બેસ્ટ એક્ટ્રેસ નો એવોર્ડ આ વખતે એને નામ ! એની એક્ટિંગ ના વખાણ કરું એટલા ઓછા. બચ્ચન સાથે નો તેનો સીન પણ અદભુત, જોકે ફિલ્મનો દરેક સીન અદભુત! અદભુત !અદભુત !

“ઐયા” મને તો ખુબ ગમી. નાયિકા એક તરફી પ્રેમમાં છે, અને સ્ત્રી જયારે પ્રેમમાં હોય ત્યારે તે કેવું અનુભવતી હોય, તે બાખૂબી દર્શાવવામાં આવ્યું છે. નાયિકા પોતાના જીવન પ્રત્યે જવાબદારી ભર્યું વલણ ધરાવે છે તોય તે થોડા રોમાન્ટિક મિજાજની છે. તેને પોતાની સપનાની દુનિયામાં રહેવું ગમે છે, અને એ જેને પ્રેમ કરે છે તે એના સપનાનો રાજકુમાર છે, એને જોઈ ને તે ઘેલી ઘેલી થઇ જાય છે. એની એક ઝલક મેળવવા તે પાગલો ની જેમ એની પાછળ પાછળ જાય છે. જે શર્ટની નીચે અન્ડરવેર ના પહેરતો હોય અને જે પોતાના શર્ટના ઉપરના બટન ખુલ્લા રાખતો હોય એવો પુરુષ તેને જોઈએ છે. દરેક છોકરો કે છોકરી ટીન એજમાં કે ભર યુવાની માં પોતાના મનમાં પોતાનું એક કાલ્પનિક નગર ઊભું કરે છે, પછી મોટા થઈએ એટલે એ નગર સ્ટેપ બાય સ્ટેપ તૂટતું જાય, પણ જયારે તે સંપૂર્ણ હોય એ અવસ્થામાં તે ખુબ સુંદર લાગતું હોય છે. નાયિકાનું આવું જ સુંદર કાલ્પનિક નગર જો તમારે જોવાની ઈચ્છા હોય તો જરૂર જોજો , રાની મુખર્જી અભિનીત ફિલ્મ “ઐયા”. રાની મુખર્જી ની એક્ટિંગ અને ડાન્સ કાબિલે તારીફ. આ વખતે શ્રીદેવી પછી જો કોઈ બેસ્ટ એક્ટ્રેસ નો એવોર્ડ ડિઝર્વ કરતુ હોય તો એ છે રાની મુખર્જી.
“સ્ટુડન્ટ ઓફ ધ યર” મહા હથોડો. ફિલ્મમાં કશું જ જોવા જેવું નથી, રિશી કપૂર માટે તો ખુબ આદર ભાવ છે એટલે તેમને આ ઉમરે ગે ના રોલમાં જોવા ગમતા નથી. ફિલ્મની કથા અતિશય નબળી અને એથી પણ નબળું કરન જોહરનું ફિલ્માંકન. ફિલ્મમાં ગીતો આવે ત્યારે મને તો એવું મન થયેલું કે પગમાં થી ચપ્પલ કાઢીને થીયેટરની સ્ક્રીન પર ફેંકુ. ઈશ્ક વાલા લવ ! મગજની બધી નસો સામટી ખેંચાઈ જાય કે સાલા બબુચક, ઈશ્ક એટલે જ લવ! કોઈ ખોપડી બાજે આ ગીતની સારી પટ્ટી ઉતારી છે નીચે આપેલા વીડીઓમાં , મસ્ટ વોચ !

“પેરાનોર્મલ એક્ટીવીટી ૪” ગમ્યું , એના આગળના ત્રણ ભાગની જેમ. આ મૂવીની સીરીઝ ના બધા ભાગમેં થીયેટરમાં જઈને જોયા છે. (એટલું ઓછું હોય ત્યાં મેં મારી નવલકથા “સળગતા શ્વાસો” ના પાત્રોને પણ વાર્તામાં એ ફિલ્મ જોવા મોકલ્યા છે ) પેરાનોર્મલ એક્ટીવીટીના બધા ભાગમાં કથા વસ્તુ એવી હોય છે કે આખા ઘરમાં બધે કેમેરા લગાવેલા હોય કારણકે ઘરમાં રહેનારને શંકા હોય છે કે ઘરમાં કોઈ સુપર નેચરલ પાવર એટલે કે ભૂત છે, અને એ કેમેરાની ફૂટેજમાં રેકોર્ડ થયેલા વિડીઓ થકી જ આખી ફિલ્મ દેખાડવામાં આવે, ફિલ્મમાં કોઈ બેકગ્રાઉન્ડ સાઉંડ નહીં, તોય આપણી બેકગ્રાઉન્ડ સાઉંડ વાળી હોરર ફિલ્મો કરતા વધુ ડરામણી. “પેરાનોર્મલ એક્ટીવીટી ૪” આ ફિલ્મ ની આખી સીરીઝમાં ક્રિએટીવીટી ની બાબતમાં અવ્વલ આવે, વ્હોટ એ ક્રિએટિવ ફિલ્મ ! ડોટ્સ વાળી લાઈટ માં ભૂત દેખાડવાનો કોન્સેપ્ટ એક્સેલેન્ટ! પણ ફિલ્મનો અંત આ સિરીઝની આગળની બધી ફિલ્મ્સ ની કમ્પેર માં નબળો.
બીજી કેટલીક મહત્વની ફિલ્મો જેવી કે “ચક્રવ્યૂહ” ના રીવ્યુ નથી આપી શક્યો કારણકે હજી જોવાઈ નથી. હું નવી ફિલ્મો માત્ર અને માત્ર થીયેટરમાં જઈને જ જોવું છું, અને હવે પહેલા કરતા ઓછી ફિલ્મો જોવા જઈ શકું છું, ગુજરાતી ફિલ્મો પણ હવે પહેલા જેટલી નથી જોવાતી, એટલે તમે બચી જાઓ છો, એના રીવ્યુ થી ! તોય ચલો વાત નીકળી છે તો કહી દઉં કે તાબડતોબ “મુરતિયો નમ્બર એક” ની વીસીડી લઇ આઓ, જે માર્કેટમાં હમણાંજ આવી છે. દેવાંગ પટેલ દ્વારા દિગ્દર્શિત અને અભિનીત આ ફિલ્મ અચૂક જોવા જેવી. મનોરંજનથી ભરપુર. મેં તો એઝ યુઝઅલ થીયેટરમાં જોયેલી, તોય ફરીથી સીડી લાવીને જોઈ અને ઘરમાં પણ બધાને દેખાડી.

“ઓહ માય ગોડ” અને બીજી ફિલ્મ્સ – september film reviews

“બરફી” મને તો સહેજ પણ ના ભાવી. ચાર્લી ચેપ્લીન ના મુવીઝ જોઈ ને મોટો થયો છુ ભાઈ, ચાલો કોપી પેસ્ટ દ્રશ્યો માટે ટોટલી માફ. એટલીસ્ટ એજ સીન્સ છે જે થોડા ઘણા સારા છે, બાકી ફિલ્મ બેકાર છે તેની ઓરીજનલ સ્ટોરી ના લીધે. અરે એક મૂંગા બહેરા છોકરા અને અસ્થિર મગજ ની છોકરી ની પ્રેમ કથા જો ધારો તો કેટલી સુંદર રીતે બતાવી શકાય, એના બદલે સાવ બોરિંગ રજૂઆત, અને એમાં એક્સ્ટ્રા મેરીટલ લવ નું જસ્ટિફીકેશન. (“રોકસ્ટાર” માંય એજ ધંધો-એક્સ્ટ્રા મેરીટલ અફેર નું જસ્ટિફીકેશન.)

“હીરોઈન” ફિલ્મ એક વાર જોવા જેવી છે, વાર્તા માં નાવીન્ય ના હોય તો કઈ નહિ, સચ્ચાઈ તો છે જ. કરીનાનું પર્ફોમન્સ તો સારું છે જ સાથે રણબીર શોરી નો એન્ગ્રી લુક પણ માણવા જેવો છે. મને તો ફિલ્મ મનોરંજક પણ લાગી. ફિલ્મ શરૂઆત ની પંદર મિનીટ ને બાદ કર્યા પછી ગ્રીપ પકડે છે પછી અંત સુધી છોડતી નથી. માઈન્ડ સો એ સો ટકા ફિલ્મ માં જ રહે છે, (મારા માટે સારી ફિલ્મ એ છે કે જે શરૂઆત થી અંત સુધી તમને પોતાનામાં ઇન્વોલ રાખે. ચાલુ ફિલ્મે જો તમને બીજા વિચારો પણ માઈન્ડ માં ચાલુ હોય જેમ કે આજે સાંજે ફલાણું કામ પતાવવાનું છે તો સમજવાનું કે ફિલ્મ ઢીલી છે. એનામાં ક્ષમતા નથી તમારા ચિત્ત ને એક જગ્યાએ શાંતિ થી બેસાડી ને મનોરંજન આપવાની, એટલેજ તમારું ચિત્ત જ્યાં ત્યાં ભટકી રહ્યુ છે ) “હિરોઈન” માં ચિત થોડીવાર માટે પણ ક્યાય ભટકી નોતું શક્યું, ઇન ફેક્ટ ફિલ્મ પત્યા પછી પણ ક્યાય સુધી તે ફિલ્મના વિચારો માં પરોવાયેલું હતું, તે પણ એક સારી ફિલ્મ હોવાની સાબિતી છે.

અને સપ્ટેમ્બર મહિનાની સૌથી સારી ફિલ્મ “આઈ એમ ટવેન્ટી ફોર”.એક્ટીગમાં રણબીર શોરી અને રજત કપૂર ની જુગલ બંધી અને ડાઈરેક્ટર માં સૌરભ શુક્લા. (આ બધાની ટીમમાં વિનય પાઠક પણ અચૂક હોય, પણ આ ફિલ્મ માં નથી ) આ દરેક કલાકાર સાચો છે, મહેનતી છે, અને માત્ર અર્થસભર ફિલ્મો બનાવવા માં માને છે, એટલેજ મનેતો આલોકોની કોઈ પણ ફિલ્મ આવે ત્યારે એને જોવાનું એટલું જ એક્સાઈટમેન્ટ હોય છે જેટલું સામાન્ય જનતાને “બોડીગાર્ડ” કે “એક થા ટાઈગર” જોવાનું હોય છે. વેલ, “આઈ એમ ટવેન્ટી ફોર”ની વાર્તા ખૂબજ સુંદર છે, જે સૌરભ શુક્લની ફિલ્મોની ખાસિયત છે.

અને “ઓહ માય ગોડ” પણ ગમ્યું. એક્ચુઅલ્લી મેં “કાનજી વિરુધ્ધ કાનજી” નાટક જોયેલું હતું. જે સચિન ખેડેકરે (“સિંઘમ” નો ગોટિયા) ભજવેલું. એ નાટક આ વાર્તાની પહેલી અને શ્રેષ્ઠ આવૃત્તિ. તે પછી આ જ નાટક માં કાનજી નો રોલ ટીકુ તલસાણીયા એ ભજવી ને ઘણા શોઝ કર્યા. પછી આ નાટકની હિન્દી આવૃત્તિ આવી “કિશન વર્સીસ કન્હૈયા” જે પરેશ રાવલે ભજવ્યું. અને એજ નાટક આજે એક સુંદર ફિલ્મ બનીને સામે આવ્યુ છે “ઓહ માય ગોડ”. નાટકમાં જે અંત દર્શાવ્યો છે તેના કરતા ફિલ્મનો અંત અલગ છે. ફિલ્મનો અંત કહીને તમારી ફિલ્મ જોવાની મજા નહિ બગાડું. માત્ર એટલું કહી દઉં છુ કે નાટકનો અંત દુખદ (બટ રીયાલીસ્તિક) છે અને આપણી હિન્દી ફિલ્મોની ઓડીયન્સ એવા અંત સહેલાઇ થી સ્વીકારતી નથી એ વિચારી ને જ કદાચ આ લોકોએ ફિલ્મમાં અંત બદલ્યો છે. આ ફિલ્મનો અંત પોઝીટીવ છે. ફિલ્મની વાર્તા બહુજ સરસ છે. હું નાનો હતો(૧૧મા ૧૨મા માં હોઈશ) ત્યારે મમ્મી ને વારંવાર કહેતો કે મારે શંકર ભગવાન પર કેસ કરવો છે, ભલે કોર્ટ તેમને શોધી ના શકે તો પણ ખુનીતો જાહેર કરવાજ પડશે. એમણે એક નાના બાળક નું માથું કાપવાનું ઘોર પાપ કર્યું છે.(હાથીને માર્યો તે અલગ) આવું જો કોઈ પૃથ્વી પર કરે તો તો તેને ફાંસી જ થાય અને આતો તેને બદલે લોકો તેમને પૂજે છે. ધીસ ઈઝ નોટ ડન મમ્મી મારે શંકર ભગવાન પર કેસ કરવો છે.
અહી “ઓહ માય ગોડ”માં કાનજી ભગવાન પર કેસ કરી ને મારું નાનપણનું એ સપનું સાકાર કરે છે. 🙂