-માંદગી દરમ્યાન ડોકટરે બાઈક પર બેસવાની પણ મનાઈ ફરમાવેલી, ૭ ઓગસ્ટ એટલે કે પત્ની ના જન્મદિવસે બાઈક ચલાવવાનો શુભારંભ કર્યો ! હવે ૯૯ % સાજો છું , ૧ % હજી યુરીનલની ઉપરની સાઈડ આવેલી બંને બાજુઓ ની નળીઓ માં વત્તો ઓછો દુખાવો રહ્યા કરે છે , અધધધ કહી શકાય એટલા બેન્ડ લાગ્યા છે – ખોરાક બાબતે , અને એનું પાલન થઇ રહ્યું છે !
– મારું ફેવરીટ પીણું થમ્પ્સ અપ વિષે તો વિચારવાની પણ મનાઈ છે – કાયમ માટે ! એજ રીતે ઈંડા વિષે પણ વિચારવાની મનાઈ ! પાલન થઇ રહ્યું છે અને માંદગી પછી મારું ફેવરીટ પીણું નારીયેલ પાણી બની ગયું છે , જેનું નિયમિત સેવન કરવામાં આવે છે.
– મારા જન્મદિવસની પોસ્ટમાં મેં ઘોષણા કરેલી કે મેં આજનો ફિલ્મ જોવા જવાનો કાર્યક્રમ માંડી વાળ્યો છે , પણ ન રહી શક્યો અને જન્મદિવસે દુખાવાને અને કાયમી દુખાવાને (પત્ની ) સાથે લઇ ને ફિલ્મ જોઈ આવેલો – પોલીસગીરી ! અફકોર્સ , ત્યારે બીજી ઘણી સારી ફિલ્મ્સ પણ ચાલતી હતી સિનેમાઘરોમાં, પણ હું ગમેતેમ તોય સંજુ બાબા નો ફેન …. ખબર હતી કે ફિલ્મ પિટ ક્લાસ જ હશે તોય સંજુબાબા લીડ માં હોય એટલે એ જલસો મારા થી શી રીતે મિસ થાય !!
– પત્નીના જન્મ દિવસે પહેલી વાર બાઈક ચલાવ્યું એ દિવસે “ધી કોન્જ્યુરીંગ ” જોયું – જલસો કરાવી દે તેવું !! એ પહેલા સહ કુટુંબ અમે – હું , મમ્મી અને કોમલ “ભાગ મિલ્ખા ભાગ ” જોઈ આવેલા . અને રીસંટલી એક ગુજરાતી મુવી થીયેટરમાં જોવામાં આવેલ છે , જેનો રીવ્યુ મેં લખ્યો છે મારી પ્રીવીયસ પોસ્ટમાં, ફિલ્મ જોવા જવાના પ્રસંગોમાં ધરખમ ઘટાડો થયેલ છે …. અને એ ઘટાડો દિન પ્રતિદિન વધી રહ્યો હોય એવું લાગી રહ્યું છે.
– વધુમાં તો એક આવનાર ગુજરાતી ફિલ્મ માં હું એક નાનકડા રોલમાં મોટા પડદે ચમકવાનો છું, ફિલ્મ – “રઘુવંશી” થેન્ક્સ ટૂ ડીરેક્ટર અતુલ પટેલ.
– મિત્ર કૃણાલ ને તેના એક કમ્પોઝીશન માટે લીરીક્સ ની જરૂર હતી , જે મેં લખી આપ્યા અને એને ગાવા માટે મેં ફ્રેન્ડ નિગમ અને ફેસબુક ફ્રેન્ડ સુહાની નો એપ્રોચ કર્યો – અને તેઓ એગ્રી થયા. ટૂંક સમયમાં જ અમે એ ગીત ના રેકોર્ડીંગ માટે સ્ટુડીઓ જઈ રહ્યા છીએ , ગણતરીના દિવસો માં ગીત તૈયાર થઇ ને બહાર આવી જશે.
– ટીવી સીરીયલના પ્રોડક્શન માં કામ કરવાનો એક નવો અનુભવ મેળવ્યો. જેમના નાટકમાં મેં કામ કર્યું છે – એ જાણીતા દિગ્દર્શક નિમેશ દેસાઈ ના દિગ્દર્શન માં બની રહેલી સીરીયલો માં પ્રોડક્શન ડીપાર્ટમેન્ટ માં કામ કર્યું , હજી કરતો રહીશ એન્ડ આઈ મસ્ટ સે કે આ અનુભવ થકી હું ફિલ્ડ થી ઘણો માહિતગાર થયો .
– બસ આ જ …. કેટલીક અસ્ત વ્યસ્ત વાતો અસ્ત વ્યસ્ત રીતે લખી ને અહી જ વિરમું છું .
એઝ આઈ એક્સ્પેકટેડ…. બમ્પર ઓપનીંગ , પહેલા જ દિવસે નાઈટ શોમાં બ્લેકમાં ટીકીટ લઈને ફિલ્મ જોઈ લીધી. દિગ્દર્શક આત્મારામ ઠાકોર ની વિક્રમ ઠાકોર સાથે ની આ પાંચમી ફિલ્મ , વેલ આઈ એમ સપોઝ ટૂ રાઈટ ધી રીવ્યુ ઓફ ધીસ ફિલ્મ પણ ફિલ્મ જોયા પછી મને અહેસાસ થયો કે આ ફિલ્મ નો રીવ્યુ ન લખવાનો હોય, માત્ર અનુભવ લખવાનો હોય. અનુભવ …. ગુજરાતી ફિલ્મના થીયેટર ની બહાર હાઉસ ફૂલ નું પાટિયું જોવાનો …. (એ પણ બાજુના જ થીયેટરમાં “વન્સ અપોન અ ટાઈમ ઇન મુંબઈ દોબારા” અને “ચેન્નઈ એક્સપ્રેસ” ચાલતું હોય ત્યારે ) અનુભવ …. ફિલ્મ માટે પ્રેક્ષકોના ચેહરા પર આતુરતા , રોમાંચ અને ઉત્સવ જેવો આનંદ જોવાનો . અનુભવ….. ફિલ્મમાં વિક્રમ ઠાકોર ના ડાઈલોગ્સ અને ફાઈટસ પર સીટીઓ અને તાળીઓની ગુંજ સાંભળવાનો.
તોય અનુભવની સાથે રીવ્યુ પણ લખીશ…..ફિલ્મની કથાવસ્તુ આ મુજબ છે …. એક પરિવાર છે જેમાં માતા-પિતા અને બે પુત્ર છે , નાનો પુત્ર વિક્રમ ભણવામાં નબળો છે , મોટો હોંશિયાર છે , કેટલાક ચોક્કસ કારણો ના લીધે વિક્રમના પિતા એને ઘરની બહાર કાઢી મુકવાનો નિર્ણય લે છે , પતિ ના નિર્ણય આગળ માતા મજબૂર છે એથી એ વિક્રમને સોગંધ આપે છે કે તું ત્યાં સુધી ઘરમાં પગ નહિ મુકે જ્યાં સુધી તું તારા બાપ ના નામ ને ઊજળું કરવાને કાબેલ ન બની જાય. વિક્રમ પોતાના મામાને ત્યાં ઉછેર પામે છે , બીજી બાજુ મોટો પુત્ર એન્જીનીયર બની જાય છે , એના ભણતર માટે પિતા લાખો રૂપિયા ખર્ચે છે , એ માટે પ્રીન્સીપલની નોકરી પણ છોડવી પડે છે , અને બીજી ઘણી રીતે ઘસાયા કરવું પડે છે , પણ પુત્ર માટે તેઓ એ બધું હસતા હસતા કરે છે , પાછલી ઉમ્મર માં આરામ થી બેસવા માટે લીધેલો હીંચકો ખાલી જ રહે છે , અને એ બાપ ને આરામ મળી શકતો નથી , અને એ માં – બાપ નો ખરો આરામ તો ત્યારે હરામ થાય છે જયારે એમને જાણ થાય છે કે એમનો મોટો પૂત્ર સપૂત નહિ પણ કપૂત છે. વાર્તાના કેન્દ્ર માં એ પિતાની એક જમીન છે , જેના પર એ ગરીબ બાળકો માટે સ્કૂલ બનાવવા માંગે છે પોતાની સ્વર્ગીય માતાની ઈચ્છા મુજબ. કરોડોમાં પણ એ જમીન ને તેઓ વેચવા તૈયાર નથી થતા , પણ પોતાના મોટાપુત્ર પર મુકેલો વિશ્વાસ જ તેમને ભારે પડી જાય છે અને જમીનની માલિકી તેમના હાથમાંથી સરકી જાય છે. માં-બાપના પગના જોડા મંદિરમાં રાખીને પુજતો નાનો દીકરો કઈ રીતે માં – બાપ ને તેમની બધી ખુશીઓ પાછી અપાવે છે , એ જાણવા ફિલ્મ જોવી રહી .
મુખ્યત્વે ફિલ્મ લવ સ્ટોરી ન હોઈ આ ફિલ્મમાં મમતા સોનીનો રોલ થોડો નાનો છે , પણ જેઠાણી સાથે બાથ ભીડે છે એ દ્રશ્ય બાખૂબી નિભાવી ને પ્રેક્ષકો ની સીટીઓ મેળવી લે છે. પૂજા સોની નો અભિનય કાબિલે તારીફ છે. સુભાષ આનંદ અને પ્રશાંત બારોટ પોતાના પાત્રો સ્ક્રીન પર જીવંત કરે છે – સરસ અભિનય દ્વારા. ફિલ્મમાં એક્શન દ્રશ્યો કથાવસ્તુ મુજબ રીઝનેબલ માત્રા માં છે અને સારા છે સાથે સંપૂર્ણરીતે લાર્જર ધેન લાઈફ છે. બે – ત્રણ ગીત ધારી અસર ઊભી કરી શકતા નથી , પણ બાકી ના ગીતો સારા – અર્થસભર છે. મસ્તીભર્યું ગીત “તું મજનું ને હું લૈલા , હેંડને કરીએ પ્રેમલીલા…” ગુડ છે – એના ક્રેઝી લીરીક્સ ના લીધે . જાણીતું આધ્યાત્મિક ગીત “એકલાંજ આવ્યા માનવા એકલાંજ જવાના…” પણ ફિલ્મની શરૂઆતમાં આવે છે , જે સિચ્યુએશન મુજબ અસરકારક છે – સારું ગવાયું છે. જયારે કોમ્પોઝીશન અને લીરીક્સ એમ બંને રીતે મને સૌથી વધારે ગમેલું ગીત “ડગલે ને પગલે મને… મા ઘણી યાદ આવે તુ” છે. હિલેરીયસ સોંગ ” મોંઘવારી ને મારો બંધુકની ગોળી” પ્રેક્ષકોને મેક્સીમમ મોજ કરાવે છે – સાથે એ ગીતનું ફિલ્માંકન પણ સરસ છે.
વિક્રમ ઠાકોર બોક્સ ઓફીસ પર રોકડી કરાવે છે અને સાથે આત્મારામ ઠાકોર નું વિઝન સામેલ થાય ત્યારે સોનામાં સુગંધ ભળે. ફિલ્મની વાર્તા ની સાથે સાથે દિગ્દર્શન પણ થોડું હટકે છે ! એક દ્રશ્યમાં મમતા સોની અને તેના પિતા પર ગુંડાઓ હુમલો કરે છે , જમીન ખાલી કરાવવા આવેલો ગુંડો મમતા ની બાય ફાડે છે , ત્યાં જ વિક્રમ આવે છે …. વિક્રમના આવ્યા પહેલા શું બન્યું એ દર્શકો એ જોયું છે , પણ પૂરું નહિ , પૂરી ઘટના મમતા વિક્રમ ને કહે છે ત્યાં જ કટ ટૂ મમતા સાથે શું બન્યું એ પૂરી ઘટના , અને ઘટના ના અંતે વિક્રમનું આવવું , બેક ફ્રોમ ફ્લેશબેક ! આ આખું દ્રશ્ય એકદમ સ્મૂથ અને બ્યુટીફૂલ ટ્રીટમેન્ટ પામ્યું છે. આ પ્રકારના દ્રશ્યો ગુજરાતી ફિલ્મો માં જોવા નથી મળતા , જેથી ફિલ્મના આ ટેકનીકલી સુપર્બ દ્રશ્યને હું વધાવી લઉં છું .
નાનપણ માં વિક્રમને ઘરની બહાર કાઢી મુકવામાં આવે છે ત્યારબાદ એકવખત રાત્રી દરમ્યાન વિક્રમ પોતાના ઘરના ઝાંપે આવે છે ત્યાં જ એને પોતાની માની કસમ યાદ આવે છે – ઘરમાં પ્રવેશ ન કરવાની ! પૂરી સ્ક્રીન પર ઝાંપો અને ઝાંપાની અંદર ભજવય છે (ફલેશબેકમાં યાદ આવતી ) એ કરુણ ઘટના ! સિમ્પલી અમેઝિંગ ! ફિલ્મ નું આ દ્રશ્ય ખુબ જ રચનાત્મક છે. ઓવરઓલ, ફિલ્મ નો હાર્દ એનો સંદેશ એ છે કે માં – બાપ ના આશીર્વાદ તમારે શિરે હશે તો જીવનમાં સુખ અને સફળતા પામશો અને જો માં – બાપ ની હાય લીધી હશે તો તમે પણ ખુબ દુખી થશો. દિગ્દર્શક આત્મારામ ઠાકોરના સુપુત્ર રાહુલભાઈ પણ થીયેટરમાં ફિલ્મ જોવા પધારેલ હતા , એમના મીસીસ અને ચાઈલ્ડ સાથે . એમની સાથે મુલાકાત થઇ પણ ફિલ્મનાં આટલા સરસ ઓપનીંગ બદલ હું એમને અભિનંદન આપવાનું ચુકી ગયો – તો અહી એમને અને ફિલ્મના આખા યુનિટ ને મારા અભિનંદન.
ગયા મહિના ના ફિલ્મ રિવ્યુઝ વખતે અંતમાં મેં અફસોસ વ્યક્ત કરેલો કે “ચક્રવ્યૂહ” અને બીજી કેટલીક ફિલ્મો નથી જોવાઈ, પણ નવેમ્બરની શરૂઆતમાં તે ફિલ્મો જોવાઈ ગયેલી માટે શરૂઆત એ ફિલ્મોના રીવ્યુઝ્થી જ કરીએ.
“ચક્રવ્યૂહ” મારા મત મુજબ પ્રકાશ જહા નું અત્યાર સુધીનું શ્રેષ્ઠ સર્જન છે. યસ, “ગંગાજલ” કરતા પણ ક્યાય સારી. ફિલ્મમાં અભય દેઓલ નકસલવાદીઓ ની ટોળકીમાં જાય છે પોલીસ – અર્જુન રામપાલ ના ખબરી તરીકે , પણ ત્યાં રહેતા રહેતા તેને માલુમ પડે છે કે નક્સલીઓ જે કરી રહ્યા છે તે યોગ્ય છે માટે તે પણ એક નક્સલી બની જાય છે , અને પછી અર્જુન અને અભય વચ્ચે ટક્કર. ખુબ સરસ વાર્તા , જકડી રાખે તેવું ફિલ્માંકન, અને જહાની ફિલ્મ એટલે સંવાદો પણ ચોટદાર રહેવાના. અભય દેઓલ છવાઈ ગયો, મસ્ત એક્ટિંગ ! અર્જુન રામપાલ પાત્ર માં સુટેબલ, ઓમ પૂરી અને મનોજ બાજપાઈ, લાઈક ઓલવેયઝ શ્રેષ્ટમ અભિનય. અને નકસલવાદ પર એક ફિલ્મ ત્રણ- ચાર વર્ષ પહેલા આવેલી ” રેડ એલર્ટ ” ખાસમ ખાસ જોજો. અફલાતુન ફિલ્મ. મેં મારા જીવનમાં જોયેલી શ્રેષ્ઠ ફિલ્મો માં ની એક. એમાં તમે સુનીલ શેટ્ટીનો અભિનય જોશો તો દંગ રહી જશો. અને સમીરા રેડ્ડીનો અભિનય પણ ખુબ સરસ એ ફિલ્મમાં.
“અજબ ગજબ લવ” એક સારો ફની પ્લોટ લઈને આવી છે, શરૂઆતમાં સારી જમાવટ છે પણ પાછલ થી થોડી ઢીલી પડી જાય છે. ગીતો સારા. આ ફિલ્મમાં મારું ખુબ ગમતીલું ગીત “તું મેરા આસમાં સા લગે ક્યોં…”
“લવ શવ તે ચીકન ખુરાના” મસ્ત ! સિમ્પલી સુપર્બ ફિલ્મ ! એક એક પાત્ર નીખર્યું છે, માવજત પામ્યું છે, લવ સ્ટોરી ટૂંકી પણ દિલચસ્પ. થોડાક મહિના પહેલા મેં એક ગ્રીક ફિલ્મ જોયેલી “ટચ ઓફ સ્પાઈસ” દિગ્દર્શક – tasos boulmetis. એ ફિલ્મ સંપૂર્ણ રીતે કુકિંગ પર બનેલી. ફિલ્મ નું પહેલું દ્રશ્ય, બાળક સ્તનપાન નથી કરી રહ્યું અને સ્તન પર મીઠું ભભરાવવામાં આવે છે અને બાળક રડવાનું બંધ કરી સ્તનપાન કરવા લાગે છે. આ રીતે અને બીજી અનેક રીતે તે ફિલ્મમાં મીઠાનું મહત્વ દર્શાવાયું. પોસ્ટ કાર્ડમાં મસાલો ભભરાવી પોતાની વાનગીઓની સુગંધની આપ લે. કુકર પહેલી વાર ઘરમાં આવતા વાપરતા ન આવડતું હોવાને કારણે ફાટી જાય છે અને દાદીને હાથમાં પેરાલીસીસ થઇ જાય છે અને મિક્સચર ઘરમાં પહેલી વાર આવે છે ત્યારે એની સાથે પણ એક રમુજી પ્રસંગ બને છે જેનાથી દાદીનું પેરાલીસીસ ઠીક થઇ જાય છે. અને હું જો લખવા બેસું તો માત્ર એ જ ફિલ્મ વિષે લખાય તોય મારું મન નાં ભરાય માટે વધારે નથી લખતો પણ એ ફિલ્મ જોયાના કેટલાક મહિના પછી “લવ શવ…” નું ટ્રેલર જોયું અને થયું વાહ ! ભારતમાં પણ કુકીન્ગને મુખ્ય વિષય બનાવીને ફિલ્મ બની ! ફિલ્મ આખી ચીકન ખુરાનાની રેસીપી શોધવામાં વ્યતીત થાય છે અને છેલ્લે રેસીપી મળે છે , ફિલ્મ પૂરી થાય છે ત્યારે આપણને ટેસ્ટી ફૂડ જમ્યાનો ઓડકાર થાય છે.
“૧૯૨૦ – એવિલ રીટર્ન ” just o.k. ફિલ્મ. છેલ્લે આત્માને મારે છે તે આત્મા ના પોતાના શરીરમાં નાખી અને તેને બાળીને! પણ ભલા માણસ, આત્મા તે કોઈ દિવસ બળતી હશે ? શું મગજની …..%&$#@ !!!!
“મક્ખી” મનોરંજક . વિલન હીરોને મારી નાખે છે અને હીરોનો પુન જનમ થાય છે, માખી સ્વરૂપે અને એ માખી કેવી રીતે બદલો લે છે તે છે ફિલ્મની વાર્તા. ખાસ જોવા જેવી ફિલ્મ. બાળકોને ખુબ ગમે એવી અને મોટાઓ ને બાળસહજ આનંદ અપાવે તેવી.
“જબ તક હૈ જાન ” માં યશ ચોપરાનું ફિલ્માંકન હંમેશની જેમ સુંદર, હું ફિલ્મમાં પૂરે પૂરો ડૂબી ગયેલો, ત્રણ કલ્લાકનું આ પિક્ચર ચાર કલ્લાક પણ ચાલ્યું હોત તોય મને વાંધો ન હતો. ફિલ્મ થ્રીલર નહિ પણ લવ સ્ટોરી હોય અને તે પણ ત્રણ કલ્લાક ની હોય છતાં તે તમને જકડી રાખે, તમારો રસ જળવાઈ રહે તે બહુ મોટી વાત છે, જોકે ફિલ્મ ની વાર્તા મને યશ ચોપરા ના લેવલ કરતા થોડી ઊતરતી લાગી, પણ ચાલે ! એક્શન ફિલ્મો લાર્જર ધેન લાઈફ હોય છે તોય આપડે તેને વધાવી લેતા હોઈએ છીએ તો પછી રોમાન્સમાં પણ થોડું વધારે રોમાન્ટિક કરવા ક્યારેક અ-વાસ્તવિક કથાઓ ચલાવી લેવાય ! અનુષ્કા ની એક્ટિંગ કાબિલે તારીફ , શાહરૂખનું કામ રાબેતા મુજબ અને કેટરીના ને કોઈ એક્ટિંગ શીખવાડો યાર ! શું કરે છે આ છોકરી , દસ દસ વર્ષ થયા બોલીવુડમાં આયે તોય….મગજની ……&%$# !! પણ ડાન્સ માં તેનો જવાબ નથી , આ ફિલ્મમાં પણ અદ્ ભૂત ડાન્સ રજુ કરીને જમાવટ કરી છે.
“સન ઓફ સરદાર” વોચેબલ ! અજય દેવગણ ને સંજય દત્ત મારવા માંગે છે, પચ્ચીસ વર્ષ થી. અને મને ખબર હતી કે એન્ડમાં તો નહિ જ મારે, છોડી દેશે કારણ કે અજય ફિલ્મનો હીરો છે અને ફિલ્મ કોમેડી પ્રકારની છે એટલે છેલ્લે કોઈ પણ મરે તે ના પોસાય , પણ પચ્ચીસ વર્ષ થી બદલાની આગમાં સળગતો સંજય દત્ત માત્ર પચ્ચીસ સેકન્ડમાં તેને માફ કરવા રાજી થઇ જાય છે એ પણ કોઈ ખાસ કારણ વગર. અરે એવું પણ બતાવી દીધું હોત કે સંજયે અજયને માર્યો ને અજય આઈ.સી.યુ માં જઈ ને પણ બચ્યો ને પછી તોયે અજયે સમય આવ્યે સંજયની જાન બચાવી, એના કોઈક દુશ્મનો થી. પચ્ચીસ વર્ષ થી બદલાની આગમાં સળગતા માણસ નું હૃદય પરિવર્તન કરાવવા માટે કોઈ મોટું કારણ જોઈએ. પણ અહી તો પિક્ચરની છેલ્લી એક મિનીટ બાકી છે એટલે પતાવવા માટે સંજય માફ કરી દે, ઘરના બીજા લોકો પણ અજયને છોડી દે અને પોતાનો જમાઈ બનાવી લે ને પછી પો પો પો પો… કરી ને નંબરીયા !
હવે વાત ગુજરાતી ફિલ્મો ની ! દિવાળી પર બે ગુજરાતી ફિલ્મો રજુ થઇ. બંને ના દિગ્દર્શક શુભાષ. જે . શાહ. પ્રથમ વાત કરીશું ફિલ્મ “પ્રીત સાયબા ના ભૂલાય” ની. હીરો- હિરોઈન લડે ઝગડે પણ નફરત એ પ્યારની પહેલી નિશાની – મુજબ પ્રેમ થાય છે અને પછી ખબર પડે છે કે બંને ના પરિવાર એક બીજાના દુશ્મન છે, શરૂઆતમાં હીરો પરિવારને પ્રાયોરીટી આપે છે , અને પછી બંને પરિવારોને નજીક લાવવાના પ્રયત્નો થાય છે. હીરો તરીકે ડાયરાનો ગાયક રાકેશ બારોટ . સારું ગાય છે હો ….
પ્રીત સાયબા ના ભૂલાય નું ટ્રેલર
બીજી ફિલ્મ “ઓ ગોરી મેં તો દિલ થી બાંધી છે પ્રીત” . હિરોઈન ના લગ્ન થાય છે. એરેન્જ મેરેજ. આપડી લોકોની વાર્તા તો અહિયાં જ પૂરી થયી જાય છે – પતિ થયો એટલે પતિ ગયો ! 🙂 પણ આતો ફિલ્મ છે એટલે વાર્તા અહીંથી આગળ વધે છે અને પેલીનો પતિ મરી જાય છે એટલે પરિવારના લોકો તેને તેના દિયર સાથે પરણાવવા રાજી કરે છે અને પછી twists & turns, melodrama & all… આ ફિલ્મથી ડાયરાનો ગાયક રોહિત ઠાકોર પહેલી વાર રૂપેરી પડદે. વાહ ભાઈ વાહ ! 🙂 આ બંને ફિલ્મ ટીકીટ બારી ગજવશે , ગજવી રહી છે. દિગ્દર્શક શુભાષ જે. શાહ હંમેશા ગુજરાતી ફિલ્મના દર્શકોની નસ પકડીને ચાલે છે , એમને ખબર છે કે દર્શકોને શું પસંદ પડશે અને તેમને શું જોઈએ છે , બસ એ મુજબ જ એ પીરસે છે. એક સુપર ડુપર હિટ ફિલ્મ નો ફોર્મ્યુલા લઈને જ એ ફિલ્મ બનાવે છે.
હવે બોલીવુડના પ્રેક્ષકોને ઈન્તેજાર છે સલમાનની “દબંગ ૨ “નો , અને ઢોલીવુડના પ્રેક્ષકો વાયટૂ જોઈ રહ્યા છે ફિલ્મ “માં- બાપ ના આશીર્વાદ” ની , જેનો હીરો છે વિક્રમ ઠાકોર !