ઝીલા ગાઝીયાબાદ
રાજકારણીનો ગુંડો અરશદ વારસી અને ગાઝીયાબદનો માસ્તર વિવેક ઓબેરોય વચ્ચે ની ગેંગવોર એ આ ફિલ્મનો વિષય. લોકોને આડે ધડ મારી ને પાવરનો પૂરે પૂરો ઉપયોગ કરતો અને બુદ્ધિનો બિલકુલ ઉપયોગ ન કરતો ફૌજી (અરશદ ) એ રાજકારણ નો ભોગ બને છે અને એના ઘર પર થયેલા હૂમલા પાછળ વિવેક ઓબેરોય નો હાથ છે એવું માની લે છે , વિવેક તો વિચારે છે કે એની પાસે વાત કરવા જાય અને એની બધી ગેરસમજ દૂર કરે પણ અરશદ વિવેકના મોટાભાઈ (ચંદ્રચુડ સિંગ ) ને વિવેકની સામે જ મારી નાખે છે – ગામના બાળકોને અહિંસાના પાઠ ભણાવતો વિવેક બન્દૂક ઊપાડે છે અને બદલામાં અરશદના ભાઈને ખતમ કરે છે , પછી ક્યાય સુધી બંને વચ્ચે ચાલતી ગેંગવોરમાં ગાઝીયાબાદ ભોગ બન્યા કરે છે , એના નિવારણ રૂપે પોલીસ ઓફીસર સંજય દત્તની પોસ્ટીંગ ગાઝીયાબાદ માં કરવામાં આવે છે , પછી ઘણું બધું પોલીટીક્સ , ગેંગવોર , અને એક્શન ! ફિલ્મમાં ગ્રીપ છે , સંજય દત્ત ને ઘણા સમય પછી આવા મસ્ત રોલમાં જોવો એ એક લહાવો છે , વિવેક પણ કમાલ કરી જાય છે , દમદાર પરફોર્મન્સ આપી ને !ઝીલા ગાઝીયાબાદ- અ ફિલ્મ વિથ ગૂડ એક્શન એન્ડ ગ્રીપ ! અને સંજય દત્ત, વિવેક ઓબેરોય ના ફેન્સ માટે મસ્ટ વોચ !
મર્ડર થ્રી
એક સારી થ્રીલર ફિલ્મ , જો ફિલ્મનો અંત પણ સચોટ હોત તો ખુબ સારી થ્રીલર ફિલ્મ કહેત . બટ સ્ટીલ , સારા સંવાદો , કલાત્મક સિનેમેટોગ્રાફી , સારું દિગ્દર્શન અને એવરેજ પરફોર્મન્સીસ – જરૂર જોવા જેવી ફિલ્મ , ગીતો હૃદયે વસી જાય એવા તો નહિ પણ કર્ણપ્રિય તો ખરા – તેરી ઝુકી નઝર
સ્પેશીયલ ૨૬
નકલી સી.બી.આઈ. ની બ્રીલીયન્ટ લૂંટ એ આ ફિલ્મની વાર્તા નો વિષય , નકલી સી.બી.આઈ. બનતા આ ચોરો એવી ગંભીરતા થી આ કામ કરે કે સામે વાળો તો ઠીક પણ પોતાને પણ સી.બી.આઈ.ના પાત્રમાંથી બહાર આવતા વાર લાગે. અક્ષય કુમાર અને અનુપમ ખેર છવાઈ ગયા છે , જીમી શેરગીલ નો અભિનય હંમેશા સારો હોય છે , આ ફિલ્મમાં પણ સારો અભિનય. મનોજ બાજપેયી પાત્રને પોતાનો રંગ આપે છે. ફિલ્મમાં પ્રોસેસને ઘણી ફૂટેજ મળી છે , જેમ કે ચોર એક જગ્યા એ થી બીજી જગ્યા એ કેવી રીતે છટકી રહ્યા છે , પોલીસ કયા પગલા લઇ રહી છે , વગેરે જેવી બાબતો લંબાવી ને બતાવી છે, માત્ર બેકગ્રાઉંન્ડ મ્યુઝીક સાથે ! આવા બેકગ્રાઉંન્ડ મ્યુઝીક વાળા લાંબા દ્રશ્યો ફિલ્મમાં શરૂઆત થી લઈને અંત સુધી છે , જે બોરિંગ છે – નબળી રજૂઆતના પ્રતિક સમાન છે. આ બાબતો થોડી ટૂંકાણમાં અથવા તો એમાં થોડા રસપ્રદ સંવાદો ઉમેરીને બતાવી હોત તો ફિલ્મ ખુબ સુંદર રીતે નિખરીને બહાર આવી હોત , પણ તોય , જોઈ લેવા જેવી ફિલ્મ . ફિલ્મમાં હ્યુમર સારું છે – સેન્સીબલ છે , અને એક ખુબ સારું રોમેન્ટિક ગીત – ‘મુજ મેં તું , તું હી તું બસા … ! ‘
દીવાના મેં દીવાના
ગોવિંદા અને પ્રિયંકા ચોપરા નું , ખબર નહિ કઈ સદી નું ,વેલ આ જ સદી નું પણ ખાસ્સા ટાઈમથી ડબ્બામાં પડેલું આ પિક્ચર હવે બહાર આવ્યું છે , (શું કામ આવ્યું , નહોતું આવ્યું એ જ સારું હતું એમ ના કહેવાય , કારણ કે ફિલ્મ જેવી બની હોય એવી , એને રીલીઝ થવાનો પૂરો અધિકાર છે , જો એ રીલીઝ થાય તો જ એની પાછળ રોકાયેલા રૂપિયાનું વળતર મળે. અને આવી મોડે થી રીલીઝ થયેલી ફિલ્મો તો તોય થોડી ઘણી ભાગ્યશાળી કહેવાય કારણ કે ઘણી ફિલ્મો તો ક્યારેય રીલીઝ થઇ જ શકતી નથી ! ) ફિલ્મમાં વપરાતા મોબાઈલને જોઈ ને કહી શકાય કે કમસે કામ ૮ થી ૧૦ વર્ષ પહેલા બનેલી આ ફિલ્મ હશે. ફિલ્મમાં જ્હોની લીવરની થોડી વલ્ગર અને ચીપ કહી શકાય તેવી કોમેડી છે અને ઢંગધડા વગરની વાર્તા છે , તોય મારું તો એવું કે ગોવિંદા હોય એટલે એ ફિલ્મ હું એક વખત તો આખી જોઈ જ નાખું . આ પણ જોઈ નાખી ! બપ્પી લહેરી આવી બી ગ્રેડ ની ફિલ્મોમાં બી ગ્રેડનું સંગીત આપતા આવ્યા છે – આમાં પણ આપ્યું છે. ફિલ્મમાં વારે ઘડીએ ફિલ્મના એક ગીત “એક હસીના … એક દીવાના ….” નો મુખડો વગાડવામાં આવે છે , એના પરથી મારું એવું અનુમાન છે કે ફિલ્મ નું નામ પહેલા ‘એક હસીના એક દીવાના ‘ રાખ્યું હશે , પણ એ ટાઈટલ કદાચ કોઈ એ પહેલે થી રજીસ્ટર કરાવી રાખ્યું હોઈ તે મેળવવામાં નિષ્ફળતા મળી હશે , અને પછી ના છૂટકે ‘દીવાના મેં દીવાના’ નામ રાખ્યું હશે. કદાચ ‘એક હસીના એક દીવાના ‘ નામ રાખવા પાછળ કરેલી સ્ટ્રગલ ને કારણે પણ આટલું મોડું રીલીઝ થયું હોય તેવું બની શકે. ફિલ્મમાં ગોવિંદા ફોટોશોપમાં પ્રિયંકાનો ફોટો કાદર ખાનને બતાવી ને કહે છે કે જુઓ , મેં દોર્યો – એમાં બોલાઈ જવાય કે સાલાઓ એક ચિત્રકારને બોલાવી ને પ્રિયંકા નું ચિત્ર દોરાવવા જેટલું ય બજેટ નહોતું તે આવી વેઠ ઊતારી ? અને કાદર ખાન ફિલ્મની ડબિંગ માટે નહિ આવ્યા હોય તે ફિલ્મમાં કાદર ખાનનો અવાજ કોઈ બીજા એ ડબ કર્યો છે – અને કાદર ખાન એના અવાજ વગર અધૂરો છે માટે એના રોલની પૂરી મજા બગડી જાય છે.