કોલેજ

ખુદા હાફીસ/યુવા/૨૦૦૪

ફિલ્મ – યુવા

વર્ષ – ૨૦૦૪

ગીત – ખુદા હાફીસ / અંજાના અંજાની…

ગાયક – કાર્તિક , લકી અલી , સુનીથા સારથી

ગીતકાર – મહેબૂબ

સંગીત – એ.આર.રહેમાન

                      તમને ઓલરેડી કહેલી વાત છે કે પાર્ટી (અર્થાત અમે ) વિવેક જેવા લાગતા (એવું લોકો કહેતા , અને આજકાલ જુના ફોટા કહે છે ) અને આ ફિલ્મ યુવા માં હું વિવેકના કેરેક્ટર થી પણ ખુબ પ્રભાવિત થયેલો – બારમા ધોરણનું રીઝલ્ટ આવ્યું એ જ દાડે યુવા જોવા ગયેલો , એટલે નેચરલ્લી મગજમાં તો કોલેજ કેવી હશે, કઈ હશે ને ફિલ્મોમાં હોય છે એવી હશે કે અલગ હશે જેવા તર્કો વિતર્કો જ ચાલુ હતા – અને તેવી માનસિક સ્થિતિમાં “યુવા”નો વિવેક સામે (પડદે ) આવી ને ઉભો રહ્યો – ત્યાં જ નક્કી થઇ ગયું , કોલેજ ભલે જેવી હોય તેવી પણ કોલેજમાં આપડું કેરેક્ટર તો બોસ આવું જ હોવું જોઈએ. જોકે એ વાત અલગ છે કે હું એવું ઈચ્છતો હોવા છતાં પણ એવો થઇ ના શક્યો.  એવો એટલે બિન્દાસ, સ્ટાઈલીશ , અને ખાસ તો કોન્ફીડન્ટ ! વિવેક નું કેરેક્ટર “યુવા”માં ખુબ કોન્ફીડન્ટ હતું – અને મારા માં એ વાત નો જ અભાવ ! બહુ અંતર્મુખી હતો યાર ! ડેમ ઇન્ટરોવર્ટ !

                      જીવનમાં કોઈ પણ વસ્તુ એમનેમ નથી મળી જતી , દરેકની કિંમત ચૂકવવી પડે છે ! તો પ્રણય કેરી અણમોલ ક્ષણો ની કિંમત કેટલી ? વો તો જનાબ વક્ત હી બતાયેગા , અભી તો આપ સૌદા કર લો – બ્લાઈંડ ખેલો – પછી ખ્યાલ આવશે કે કેટલા મેળવ્યા , અને જિંદગીના કેટલા વર્ષો સુધી એની કિંમત ચુકવવા માટે હપ્તા ભર્યા ! ચીકનપોક્સ નામના રોગમાં દાગ રહી જાય , જે થોડા સમય બાદ જતા રહે , પણ ઈશ્ક એવો રોગ છે જે મટી ગયા પછી પણ – માઈન્ડ વેલ – “મટી ગયા પછી પણ” રહેલા દાગ ક્યારેય જતા નથી. જાય છે તો બસ એ દાગના લીધે સુખ ચેન અને એની પાછળ ચૂકવવી પડતી કિંમત ! આ ગીતના મુખડામાં એક અલગ પ્રકારની પરેશાની ની વાત છે જે હું નેક્સ્ટ પેરેગ્રાફમાં કરી જ રહ્યો છું , પણ મને એ પરેશાની ની લોંગ ટર્મ અસર કહેવામાં વધુ રસ પડ્યો , એટલે જરા એ વાત પહેલા કરી લીધી !

                  પ્રેમમાં આખો આખો દિવસ સાથે રખડવું , એના કહ્યા પ્રમાણે બધું કરવું , બાકી બધું નેવે મૂકી  ને બસ ઈશ્ક ફરમાવવું – ઉફફ … વ્હોટ એ ટ્રબલ ! પરેશાની ! અને એ પરેશાની છે , મુજ પર થયેલ એક મહેરબાની !

 

“હૈ ખુદા હાફીસ … શુક્રિયા , મહેરબાની ..

પલ દો પલ ક્યા મિલે , મિલ ગઈ પરેશાની ,

અંજાના … અંજાની ..

બેગાના … બેગાના … બેગાની …. “

                          આ રસ્તા પર એક વૃક્ષ પણ આવે છે જેના પર ફુલ પણ ખીલે છે – લગભગ દરરોજ ! ના લગભગ નહિ , શ્યોરલી – દરરોજ નવા ફુલ હોય છે એ વૃક્ષ પર ! પહેલા ક્યારેય કેમ ધ્યાન ન ગયું – વેલ , એ વૃક્ષ થી લેફ્ટ ટર્ન લેતા જ તારી કોલેજ આવે છે ને ? ગ્રેટ ! હું એ બાજુ દરરોજ આવતો હોઉં છું , હવે થી તારા છૂટવાના સમયે આવીશ ! ત્યારે મળશું ! સવારે પણ સાથે નીકળશું – અને ક્યાંક મળશું ! જો નહિ મળી શકીએ તોય વાતો તો કરશું જ ! વોટ્સ અપ પર ને ? ના યાર , ફોન કરીને કલ્લાક બે કલ્લાક સુધી આરામથી દિલ હળવું કરી લઈશું , બાકી બપોરે તો વોટ્સ અપ છે જ ! બધા હોય ત્યારે ! જોકે એમાં ય બધાને ખબર પડી જાય છે , મારા ચહેરાના ભાવ પરથી જ લોકો પારખી જાય છે કે દાલ મેં કુછ કાલા હૈ !

                     એજ જુના રસ્તાઓ પર , શરુ થયેલું એક નવું જીવન ! જ્યાં જ્યાં એકલા ફરતા હતા ત્યાં બધે કોઈને સાથે લઈને ચાલતું જીવન ! જોકે જીવન પણ બદલાયું છે એક સંબંધ થકી ! જૂના રસ્તા … નવો સંબંધ ….. નવો સંબંધ …. જુના રસ્તા ….

“ઘૂમતે ફિરતે મિલતે હૈ , મિલતે હૈ ,

મિલકે સાથ વો ચલતે હૈ , ચલતે હૈ ,

દોસ્તાના નયા નયા નયા … રાહે વહી પૂરાની ..

અંજાના … અંજાની …”

 normal_Yuva1

                          આમ રોજ તો મળીએ છીએ , એ મુજબ કાલે પણ મળીશું ને ? કે નહિ ? શું કહ્યું ? હા ? કે ના ? કાઈ જ સંભળાતું નથી – એચ્યુંઅલ્લી અહિયાં અવાજ ખૂબ છે ને ! હા , દુનિયાભરના લોકો આ જગ્યા ને ખુબ શાંત ગણાવે છે , પણ આપડે બંને એ અહી આવીને માહોલ તહેસ નહેસ કરી નાખ્યો ! આ જો ને આપડા બંને ની આંખો ક્યારની કેટલું બધું બોલે છે , અને કેટલું બધું તોફાન મચાવે છે ! કેટલાય ઇશારા , છુપમ છૂપી , પકડમ પકડી ને સામે વાળાની આંખમાં પ્રેમ છલકે ત્યારે તેને ઘૂંટડે ને ઘૂંટડે પી લેવા માટેની પડા પડી ! એટલે આવા માહોલમાં કોઈ પણ ડાહ્યી વાત કરવાની કલ્પના પણ કરવી એ મુર્ખામી હશે . અને આપડે અત્યારે જે મુર્ખામીઓ કરી રહ્યા છીએ એમાં કેટલો બધો આનંદ છે , બીજી કોઈ મુર્ખામી માટે સમય જ ક્યાં છે ! આ જ ! બસ વર્તમાનની આ જ ક્ષણો આપણી છે – જરા થોભ , થોભાય એટલું થોભ , આ ક્ષણોને વધુને વધુ જીવી લઈએ ..

કલ મિલે ના મિલે સોચના હૈ ક્યા ,

શોર મેં અભી કુછ બોલના હૈ ક્યા ,

યે જો પલ હૈ વો અપને હૈ ,

રૂક જા ઝરા ઓ દીવાની …

 

રેઇન ઈઝ ફોલીંગ છમા છમ છમ ..

ફિલ્મ – ગુનેહગાર
વર્ષ – ૧૯૯૫
ગીત – રેઇન ઈઝ ફોલીંગ છમા છમ છમ ..
ગાયક – સુદેશ ભોંસલે
ગીતકાર – સુરેન્દ્ર સાથી
સંગીત – શ્યામ સુંદર

નાનપણમાં શાવર નીચે નહાતા નહાતા નાચ્યો છું – અઢળક વખત ! અને એ રેઇન ડાન્સ વખતે કઈ કેટલાય ગીતો ગાઈ નાખયા હશે. વેલ , મોસ્ટલી જે દિવસે મારો મૂડMovie_Gunehgar 3061411111715 સારો હોય એ દિવસે જ હું શાવરમાં નહાતો , ( મુડ ના હોય તો ક્યારેક નહાવાનું માંડી પણ વાળતો ) પછી તો સાબુ માઈકમાં કન્વર્ટ થઇ જતું અને ફોર્સ્ફૂલ્લી પડતા પાણીમાં ફોર્સ્ફૂલ્લી હાથ પગ નાખીને સ્ટેપ્સ કરવામાં આવતા , જાણે ખરેખરમાં કોઈ સ્લોમોશન માં મને શૂટ ન કરી રહ્યું હોય ! રિતિક જુએ તો એ બી ટેન્શનમાં આવી જઈને એવું વિચારે કે મારે હજુ થોડી વધુ ડાન્સની ટ્રેનીંગ લઈને ફિલ્મોમાં આવવાની જરૂર હતી , પણ મારો સ્વભાવ બી પાછો આમ ઉદાર એટલે મેં મારી ડાન્સની કલાને બાથરૂમ સુધી જ મર્યાદિત રાખી ! આપડે કીધું ક્યાં રિતિક ફીતિક ના પેટ પર લાત મારવી ! અહી આ ગીતમાં હીરો પણ વરસાદમાં ડાન્સ કરી ને છોકરીએ આંખ મારી છે એ વાતનો આનંદ વ્યક્ત કરી રહ્યો છે. મને પણ સ્કુલ – કોલેજમાં ક્લાસની કોઈ સુંદર છોકરીએ સ્માઈલ આપી હોય તો હું પણ બીજા દા’ડે કાયદેસર રીતે શાવર નીચે ડાન્સ કરી ને આનંદ વ્યક્ત કરતો . અને મન ભરી ને ડાન્સ કર્યા બાદ હેમ ખેમ બાથરૂમની બહાર નીકળી જતો. ક્યારેય ડાન્સ કરતા કરતા પડી જવાનો રેકોર્ડ મેં નોંધાયો નથી. પણ અહિયાં આ ગીતમાં તો ભાઈ અર્થાત હીરો અર્થાત અતુલ અગ્નિહોત્રી પડી જાય છે ! અને એનું પડી જવું વ્યાજબી પણ છે કારણ કે આફ્ટર ઓલ છોકરીએ તેને આંખ મારી છે. એ જમાનો જ થોડો એડવાન્સ હતો, જયારે અમે સ્કુલ – કોલેજમાં હતા . છોકરીઓ અને છોકરાઓ એકબીજાને આંખ મારે એવા કિસ્સા બનતા , જયારે હવે તો છોકરા છોકરીઓ માત્ર ફેસબુક પર એકબીજાના ફોટા પર લાઈક મારતા દેખાય છે. એમાય સાલ્લુ ખબર ચમની પડે કે આ લાઈન વાળું લાઈક છે કે ભાઈ સમજી ને મારેલું લાઈક ! બોલો , એના કરતા અમારો જમાનો ટનાટન ના કહેવાય ?

“ટન ટના ટન ટનન ટનન ….
રેઇન ઈઝ ફોલીંગ છમા છમ છમ
લડકીને આંખ મારી ગીર ગયે હમ
ટન ટના ટન ટનન ટનન …”

દરેક જમાનામાં ધાબા પર કે બાલ્કની પર થી પ્રેમો થતા આવ્યા છે , થઇ રહ્યા છે અને થતા રહેશે. સીધું ગણિત છે કે માણસ બાલ્કની પર કે ધાબા પર કેમ આવે ? ઘરમાં કંટાળો આવતો હોય એટલે બહાર કોઈ સુંદર નજારો જોવા મળશે એવી આશાએ જ આવે ને ? અને જુવાન છોકરા માટે જુવાન છોકરી અને જુવાન છોકરી માટે જુવાન છોકરા થી વિશેષ સુંદર નજારો બીજો કયો હોય ! મેં તો આવા અનેક કિસ્સાઓ સાંભળ્યા છે , આઈ એમ શ્યોર કે તમે પણ સાંભળ્યા હશે , કદાચ અનુભવ્યા પણ હશે ! કાલિદાસ ના જમાનાના કવિઓ ચાંદ અને સુરજના નીકળવાના ટાઈમ વિષે કવિતાઓ લખતા , કદાચ એ વખતે પાડોશ માં પ્રેમિકા રહેતી હોય એવા સદનસીબ એમને પ્રાપ્ત નહિ થયા હોય , બાકી મેં જેટલી દુનિયા જોઈ છે એમાં મેં તો એવું જ જોયું છે કે લોકો શેરી માં સેટિંગ થતું હોય તો શેરીની બહાર નીકળવાનું પ્રીફર નથી કરતા . અને શેરી માં સેટિંગ કરવું એ પાછુ જેવા તેવા નું કામ નથી , એના માટે ખૂબ ડેરિંગ જોઈએ. અને સ્વભાવે છુપા રુસ્તમ ની પ્રકૃતિ હોય તો જ આવા પ્રકારના સેટિંગ થઇ શકે . કારણ કે કોલેજ ના લફરા આખી કોલેજમાં ફેલાયેલા હોય , જોબ માં પણ એ જ હાલ ! પણ જો એક શેરીમાં પ્રેમી યુગલ હોય તો ભાગ્યે જ એવું જોવા મળે કે કોઈને એ વાતની ખબર પડી હોય . સૌથી વધુ છુપા રુસ્તમ ટાઈપ ના પ્રેમી યુગલ જો કોઈ હોય તો એ આ શેરીઓમાં વસતા યુગલ ! એ ક્યારેય કોઈ ને જાણ ન થવા દે , અને જો કોઈ ને જાણથઇ પણ જાય તો એવા કેસીસ માં સવારે જાણ થઇ હોય અને સાંજે તો ખબર પડે કે બંને પ્રેમીઓ એ ભાગી ને લગ્ન કરી લીધા છે ! એક અલગ જ પ્રકાર ની દીવાનગી હોય છે આવા શેરી રોમેન્સીસ માં …

“છત પે ખડી થી મેરી ગુલબદન ,
મેં થા ગલી મેં મેરે લડ ગયે નયન
દેખ કે દિલ મચલ ગયા , પાવ મેરા ફિસલ ગયા ,
દેખો રે દેખો મેરા દીવાનાપન “

છોકરીઓ ની અદાઓ એટલે તોબા તોબા ! એમાં જાદુગર ના જાદુ કરતા પણ વિશેષ જાદુ હોય છે અને મદારી ના ખેલ કરતા ય વિશેષ ખેલો હોય છે ! અને એની પાછળ ક્રેઝી થવાનું લખાયું હોય છે છોકરાઓના માથે ! મને દસમાં ધોરણમાં દસ વાર ગોખેલો પ્રમેય યાદ નહોતો રહેતો , પણ પેલીએ ખભા પરથી સરકેલો દુપટ્ટો પાછો કેવી રીતે ઓઢ્યો હતો એ સીન ફ્રેમ ટૂ ફ્રેમ યાદ હોય ! કોઈ સ્મિત ! કોઈ હાસ્ય રૂપી ગીત ! હવાઓ માં ગુંજતું ઝુલ્ફો નું એ સંગીત ! એ બધું કેવી રીતે વિસરાય ! ઓલો મનહર ઉધાસ ગાય છે ને …”શાંત ઝરુખે વાટ નીરખતી ….” એમાં પણ સ્ત્રીના સોંદર્ય ના કેટલા બધા વખાણ થાય છે ! આંખ ના કાજળ થી લઇ ને હાથ ની મહેંદી ની પણ વાત થાય છે , અને લખલૂટ વખાણો- વર્ણનો કર્યા બાદ છેલ્લે ફક્ત એક જ લાઈનમાં બધો ભાવ – કે હવે એના વિના “બહુ સુનું સુનું લાગે છે…બહુ વસમું વસમું લાગે છે” બહુ નેચરલ વાત છે ભાઈ કે છોકરીઓ ની અદાઓ પર છોકરાઓના હૃદય એક ધડકન ચુકી જ જાય , જો એવું ન થાય તો સમજવું કે કાં તો છોકરીમાં કે એની અદામાં ખાસ કઈ માલ નથી , અથવા તો એ છોકરો ખરેખરમાં પૂરે પૂરો છોકરો નથી (આઈ મીન રીયલ મર્દ નથી ), અને જો એ રીયલ મર્દ છે તો કાં તો એ કોઈ સાધુ છે ને કાં તો કોઈ તપસ્વી , અને એ પણ એવા પ્રકાર નો તપસ્વી જેનું તપ મેનકા ટાઈપ ની બલાઓ પણ ભંગ ન કરી શકે ! બાકી નોર્મલ માણસ ની તો હાર્ટ બીટ સ્કીપ થઇ જ જાય …. ક્યારેક અટકી પણ જાય (આ ગીતમાં દર્શાવ્યા મુજબ ) !

“દિલ મેં ઉઠા હૈ દેખો કૈસા તુફાન ,
ઉસકી અદાઓ ને લે લી મેરી જાન ,
આંખો સે લૂટ લિયા , બાતો સે માર દિયા ,
રુકને લગી મેરે દિલ કી ધડકન
અરે યે તો ગયા …
ટન ટના ટન ટનન ટનન …”

સુન બેરી બલમ સચ બોલ

ફિલ્મ – બાંવરે નૈન
વર્ષ – ૧૯૫૦
ગીત – સુન બેરી બલમ સચ બોલ
ગાયક – રાજકુમારી દુબે
ગીતકાર – કેદાર નાથ શર્મા
સંગીત – રોશન

આ ગીત મેં મારા જીવનમાં સાંભળેલા સૌથી મીઠડા ગીતો માનું એક. ગીતનું ફિલ્માંકન ગીતા બાલી અને રાજ કપૂર પર થયું છે , અને મારા માટે એથી રૂડું બીજું શું હોય.Lp-Bawre+Nain મારો સૌથી વધારે પ્રિય અભિનેતા અને મારી સૌથી વધારે પ્રિય અભિનેત્રી એક સાથે ! રાજ કપૂર અને ગીતા બાલી એમ બંને એ અભિનય કર્યો હોય એવી આ એકમાત્ર ફિલ્મ છે. અને પહેલી વાર મેં રાજ કપૂર ને ઝાંખો પડતો જોયો , જસ્ટ બીકોઝ ઓફ ગીતા બાલી ! (જોકે કેદાર શર્માએ ગીતા બાલી ને સ્કોપ પણ વધુ આપ્યો છે એન્ડ અફકોર્સ રાજ કપૂર નો અભિનય પણ લાજવાબ જ હતો ) અને ફિલ્મના દિગ્દર્શક કેદાર શર્મા પણ મનોમન ગીતા બાલીને ચાહતા એટલે એની વિશેષ ફિલ્મોમાં ગીતા બાલી એ અભિનય કર્યો છે , અને અસલ ગીતા બાલી એ કેદાર શર્મા ની ફિલ્મો માં જ જોવા મળે છે – કેદાર શર્મા ની ફિલ્મો માં ગીતા બાલી ને એની પ્રતિભા મુજબ નું ફલક અને સંવાદો મળ્યા છે . અને મારા મતે આ ફિલ્મ ” બાવરે નૈન ” એ ગીતા બાલી અને કેદાર શર્મા ની સૌથી શ્રેષ્ઠ ફિલ્મ છે . અફકોર્સ , ગીતા બાલી ની બીજી પણ ઘણી સારી ફિલ્મો છે પણ ગીતા બાલી નો શ્રેષ્ટતમ અભિનય આ ફિલ્મ માં . રાજ કપૂરે એમની કારકિર્દી ની શરૂઆત , કેદાર શર્માની ફિલ્મોમાં સહાયક દિગ્દર્શક તરીકે કરેલી . કેદાર શર્મા એમની ફિલ્મોના ગીતો પણ લખતા , અને આ ફિલ્મમાં પણ એમણે પોતે જ ગીતો લખ્યા છે . આ ફિલ્મ નું દરેક ગીત અતિશય મધુરું છે …! ફિલ્મ પણ એટલી જ સુંદર – એઝ બ્યુટીફૂલ એઝ ગીતા બાલી !
આ ગીતમાં નાયિકા નાયક ને કહે છે કે આપડે બંને પ્રેમ માં પડ્યા એથી શું શું થશે આપડી સાથે ! એની તને કલ્પના છે ? અને રાજ કપૂર ગીત માં દરેક વાતનો જવાબ પીપુડી વગાડી ને આપે છે ! એ પીપુડી માં પણ ઘણા અર્થ છૂપાયેલા છે , જેમ કે પ્રેમિકા ના રાગ સાથે રાગ મિલાવવો ! અર્થાત હું મૂક છું કારણ કે તારી દરેક વાત સાથે સંમત છું – હું એ બધું જાણું જ છું જે તું કહી રહી છે , પછી હું શું કામ બોલું ! અને જે થવાનું છે અને જે થઇ રહ્યું છે – એ વાત નો મને અફસોસ નહિ પણ ખુશી છે , પછી હું શું કામ એ વાત ની ચિંતા કરું કે ઇબ ક્યા હોગા ?

“સુન બેરી બલમ સચ બોલ રે ઇબ ક્યા હોગા
મેં ખોયી તું ખોને લગા હાં…..
મેરે દિલ મેં યું યું હોને લગા હાં …..
મેં રોને લગી તું રોને લગા રે ઇબ ક્યા હોગા ….”

કોઈના પર મરવું ! ડાઈંગ ફોર સમબડી ! ઈઝ એ કાઈન્ડ ઓફ ફીલિંગ વ્હિચ કેન નોટ બી એક્સપ્રેસ ઇન વર્ડ્સ. અને શબ્દોમાં લાગણી કયાંક તો જેટલી હોય તેટલી વ્યક્ત ન થાય , અને ક્યાંક ક્યારેક એવું પણ થાય કે વ્યક્ત વધુ થઇ જાય અને અસલીયતમાં એટલું વિશેષ ન પણ હોય. મારો કહેવાનો ભાવાર્થ ફક્ત એટલો જ કે લાગણીઓ શબ્દો ની મહોતાજ નથી , કે નથી અભિવ્યક્તિ ની મહોતાજ. કેટલાક લાગણીશીલ લોકો લાગણીઓને શબ્દો માં તો શું , આંખો થી પણ વ્યક્ત ન કરી શકતા હોય , પણ પ્રેમ તો પૂરે પૂરો – અતિશય કરતા હોય ! અને એવું કોઈ વ્યક્તિ કોઈ ગળાડૂબ પ્રેમ માં પડે , કોઈના પર મરવા લાગે ત્યારે ? શું એ પ્રેમમાં નિષ્ફળ જાય ? બિલકુલ નહિ , લાગણીઓ વગર કહ્યે સમજી જવા વાળા લોકોની પણ કમી નથી આ દુનિયામાં , આ જગતમાં એવા કેટલાય કપલ્સ છે જેમના પાર્ટનર પોતાનો પ્રેમ વ્યક્ત નથી કરી શકતા , તેમ છતાં તે અવ્યક્ત પ્રેમ ને સમજી જનારા પ્રેમીઓ હોય છે અને તેમને પોતાના પાર્ટનર થી કોઈ ફરિયાદ નથી હોતી , શબ્દો વગર , વારંવાર પ્રેમ દર્શાવવા કરવામાં આવતા સ્પર્શ વગર નો આ પ્રેમ કેટલો બધો રોમેન્ટિક કહેવાય ! જગત ના મોસ્ટ રોમેન્ટિક લોકો ને પણ ઈર્ષા કરાવી દે તેવો રોમેન્ટિક ! પણ મોટે ભાગે આ જગતમાં જો દિખતા હૈ વો બિકતા હૈ વાળો નિયમ લાગુ પડતો હોય છે એટલે મોસ્ટલી સારી રીતે પ્રેમ પ્રદર્શિત કરી શકતા રોમેન્ટિક લોકો મુખ્યત્વે આકર્ષણનું કેન્દ્ર બને છે , અને એ પણ ખોટું તો નથી જ ! તમને પ્રેમ વ્યક્ત કરતા નથી આવડતું , તો વેલ ધેટ્સ ઓલ રાઈટ , પણ પ્રેમ વ્યક્ત કરવામાં એક અનેરી મજા , એક અનેરો સંતોષ અને એક અનેરો લહાવો છે …. પાર્ટનર સાથે કરવામાં આવતા નખરા , મન હળવું રાખે છે અને શરીર તંદુરસ્ત …

“બૈઠે બૈઠે આહ ભરને લગે … હે …
હમ ઇક દૂજે પે મરને લગે … હે ….
હમ યે ક્યા નખરે કરને લગે રે ઇબ ક્યા હોગા … “

દિવાસ્વપ્ન એ પ્રેમીઓની ફેવરીટ પાસ્ટ ટાઈમ પ્રવૃત્તિ છે. વેલ જોકે એ સપનાઓ .. સપના ઓછા અને ફેન્ટસીસ વધુ હોય છે. જાત જાતની અને ભાત ભાતની કલ્પનાઓ ! એકથી એક ચડિયાતા રોમેન્ટિક વિઝુઅલસ ! આ બાબતમાં પણ જે વધુ રોમેન્ટિક હોય તે ફાઈ જાય કારણ કે ઓબવિયસલી રોમેન્ટિક માણસના વિઝ્યુઅલ્સ પણ વધુ રોમેન્ટિક હોય ! વાત પ્રેમની હોય કે બીજા કશાની … મારા વિઝ્યુઅલ્સ પણ મોટે ભાગે ખુબ રોમેન્ટિક રહ્યા છે. અહિયાં રોમેન્ટિક શબ્દ બ્રોડ સેન્સમાં પ્રયોજ્યો છે. રોમેન્ટીસીઝ્મ કોઈ પણ વસ્તુ ને લઈને હોઈ શકે ! કોઈ પણ બાબત પાછળ ઘેલા થઇ ને ફેન્ટસીસ ડેવલપ કરવી …. જે તે બાબત જેટલી ભવ્ય હોય એથી હજાર ગણી ભવ્ય કલ્પીને એના વિઝ્યુઅલ્સ માં રાચવું એ રોમેન્ટીસીઝ્મ છે. અને હું તો ઘણી બાબતો પ્રત્યે રોમેન્ટિક વલણ ધરાવું છું અફકોર્સ એમાં પ્રેમ પણ સમાવિષ્ઠ છે.
હું ચાંદ તારા સાથે પણ રોમેન્સ કરી ચુક્યો છું , કોલેજના એ દિવસો હતા ને હું ગેલેરીમાં બેસી ને વાંચતો . ઈંગ્લીશ લીટરેચર મારો પ્રિય વિષય અને મેં એ સબ્જેક્ટ સાથે બી.એ. કરેલું એટલે વાંચવામાં ધ્યાન તો પૂરે પૂરું રહેતું , પણ વાંચન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ એકાદ કલ્લાક સર્જન પ્રક્રિયા પાછળ વિતાવવામાં આવતો. ત્યારે હું કવિતાઓ ખુબ લખતો – એમાં ચાંદ તારના ઉલ્લેખ પણ આવતા ! અને સર્જન પ્રક્રીયા સમાપ્ત થાય પછી પણ પથારીમાં પડતા ભેગું સુઈ નહિ જવાનું , વોક્મેનમાં કેસેટ ભરાવી ને સાંભળવાની ! થોડી ઈમ્મેચ્યોર એવી એ એજમાં ગીતના શબ્દો સાલા સ્પર્શી જતા , પછી તો ગીતની સાથે સંકળાયેલી ફેન્ટસીસ નો સિલસિલો શરુ થતો , અને આંખ બંધ થતા જ સ્વપ્નમાં પરિણમતો . અને સવાર પડતા જ રાતે જોયેલા સપનામાં દિવાસ્વપ્ન મસાલો ભરતા – નવી ફેન્ટસીસ ઉમેરતા – નવા વિઝ્યુઅલ્સ … રોજ એક નવી જ મનભાવન દુનિયા …. સાલો શું જમાનો હતો ! જગતભર ની ખુશી પોતાનામાં જ સમાયેલી હતી , જગતને મુબારક તેના કડવા સત્યો અમને તો વ્હાલી હતી અમારી મીઠી ફેન્ટસીસ !

“અબ દિન કો સપને આને લગે … હે …
તારો સે આંખ ચૂરાને લગે … હે …
હમ અપને સે શરમાને લગે રે ઇબ ક્યા હોગા …”

આ ગીતનો લહાવો ઓડિયો અને વિયુઅલ્લિ એમ બંને રીતે લેવા જેવો છે , ગીત પણ નાનકડું જ છે , જોવામાં વધારે સમય નહિ લાગે, કરી દ્યો નીચે આપેલ વિડીયો પર ક્લિક ….  અને હા , ત્રણ મીનીટનું આ ગીત પૂરું થતાની સાથે જ શરુ થશે આ ગીતની ગાયિકા રાજકુમારી દુબે નો લાઈવ વિડીયો , આ જ ગીત નો ! ખુબ રેર આ વિડીયો  અમુલ્ય ભેટ સમાન  છે.

i am a bachelor ! કુંવારો છું ભાઈ …. !

ફિલ્મ – હિમાલય પુત્ર

વર્ષ – ૧૯૯૭

ગીત – આઈ એમ એ બેચલર

ગાયક – વિનોદ રાઠોડ

ગીતકાર – દેવ કોહલી

સંગીત – અનુ મલિક

વિનોદ ખન્ના ના પુત્ર અક્ષય ખન્ના ની આ પહેલી ફિલ્મ “હિમાલય પુત્ર “ આવી ત્યારે હૂં ઘણો નાનો હતો , અને ટીવી માં આવતું આ ગીત એ સમયે મને ખૂબ ગમી ગયેલું .img બેચલર એટલે કુંવારો, પણ ત્યારે મારી સમજ પ્રમાણે મેં એવો અર્થ કાઢેલો કે બેચલર એટલે ગ્રેજ્યુએટ . કારણ કે બેચલર ડીગ્રીસ ના ફૂલ ફોર્મસ ની મને ખબર હતી . અને એટલી નાની ઉમ્મર માં એ ફૂલ ફોર્મસ ખબર હતી એનું કારણ એ કે મારા મામા ને ત્યાં (આ ફિલ્મ આવી ત્યારે હું મારા મામાને ત્યાં રોકવા ગયેલો ) એમની ગ્રેજ્યુએશન ની ડીગ્રી મઢાવી ને દીવાલ પર ટીંગાડેલી હતી , એટલે એ સંદર્ભે આ શું છે ને આમ એટલે શું ને તેમ એટલે શું જેવા સવાલો એ વખતે કરી ને આ જ્ઞાન પ્રાપ્ત કરેલું જે મેં “હિમાલય પુત્ર “ સંદર્ભે પ્રયોજી દીધું . મામાના ગામ ગારીયાધારમાં આવેલી અર્જુન ટોકીઝમાં આ ફિલ્મ આવેલી , અને મારી આ ફિલ્મ જોવાની ખુબ ઈચ્છા હતી , અફકોર્સ આ ગીતના કારણે જ !પણ ફિલ્મ રીલીઝ થતા જ બધે થી રિવ્યુઝ એવા આવવા લાગ્યા કે ફિલ્મ સાવ બેકાર છે , એટલે મારા (મામાના છોકરા ) ભાઈશ્રી અભિજિતભાઈ એ ફિલ્મ જોવા જવાનો વિચાર માંડી વાળ્યો , અને હું બિચારો ટાબરિયો એકલો તો જઈ ના શકું – આજ દિન સુધી આ ફિલ્મ જોઈ શકાઈ નથી , જોકે એનું કારણ તો એટલું જ કે સમયની સાથે આ ફિલ્મ જોવાનું એક્સાઈટમેન્ટ પણ જતું રહ્યું .

                             ત્યારે મેં આ ગીતમાં મારી રીસર્ચ થી મેળવેલા જ્ઞાનને પ્રયોજ્યું હોવાથી આ ગીતનો અર્થ હું એવો કરતો કે અક્ષય ખન્ના એ બેચલર અર્થાત ગ્રેજ્યુએટ થઇ ચુક્યો છે. અને છોકરીઓને એપ્રોચ કરવામાં સૌથી પહેલું વાક્ય એ  “આઈ એમ એ બેચલર” બોલે છે , ધેટ મીન્સ કે છોકરીઓમાં ગ્રેજ્યુએટ છોકરાઓ ની વધુ ડીમાંડ રહેતી હશે . ત્યારે જ તો એ છોકરીઓની સામે જઈને આટલા વટ સાથે બોલે છે – આઈ એમ એ બેચલર ! ત્યારે મેં પણ વિચાર્યું કે સાલુ આપડે પણ ગ્રેજ્યુએટ થઈશું પછી છોકરીઓની વચ્ચે જઈને આવા વટ મારીશું –

“આઈ એમ એ બેચલર , અકેલા હૂં બીમાર હૂં

ચાહું ઇક લડકી જો કહે મેં ઉસકા યાર હૂં

આંખે હો જિસકી કાલી , હોંઠો પે જિસકે ગાલી ,

ઐસી લડકી સે મિલને કો મેં બેકરાર હૂં “

                                       થોડો મોટો થયો ત્યારે ખબર પડી કે છોકરીઓ સામે જઈને “આઈ એમ એ બેચલર” ગાવા માટે ગ્રેજ્યુએટ હોવું જરૂરી નથી , પણ ત્યારે એ સમજણ આવી ગઈ હોવા છતાં કઈ ખાસ ખુશી ના થઇ કારણ કે ત્યારે એ પણ સમજણ આવી ગઈ હતી કે ખરેખરમાં આવી રીતે છોકરીઓ સામે જઈને ગીત ના ગવાય , એપ્રોચ ના કરાય , અને જો કરીએ તો માર પડે, છોકરીઓ નો માર તો ખાઈ પણ લઈએ , પણ આ તો પબ્લીકનો માર પડે. છોકરીઓ ના તો માર માં પણ અમે હરખાઈ જતા, એમ વિચારીને કે સાલું એ બહાને એણે મને ટચ તો કર્યું ! સ્કુલ- કોલેજમાં મેં એવા છોકરાઓ પણ જોયા છે કે જે છોકરીને વાતે વાતે માર્યા કરવાની આદત હોય એવી છોકરીઓ આગળ જઈને જ એ છોકરાઓ મસ્તી કર્યા કરે , અને પછી પેલી મારે એટલે એ છોકરાઓ એન્જોય કરે ! એના મારમાં એનો ટચ ફિલ કરે , પછી એનો હાથ પકડીને મચકોડે , સામે મારે ….. ઓહોહોહો ! સ્પર્શના કેટલા બધા મોકા ! અને દરેક મોકા પર ચોક્કા ! મને તો એ બધું બહુ છીછરું લાગતું ! હા , ક્યારેક આવી કોઈ મારકણી છોકરીની અડફેટે આવી ગયો હોઉં , અને મારા કોઈ મજાક થી છંછેડાઈ ને મને એકાદી પડી ગઈ હોય , ત્યારે હું પણ હરખાયો જરૂર છું , એ કબૂલું છું , પણ સામે થી રોજ માર ખાવા જવું , વાતે વાતે પેલીઓ ના હાથ મચકોડ્યા કરવા એ બધું મને છીછરું લાગતું .

                                         સુંદર છોકરીઓ માટે અનેક પ્રકારના શબ્દ પ્રયોગો – અલંકારો પ્રયોજવામાં આવે છે , અર્થાત કોઈ સુંદર છોકરીને જોતા જ છોકરાઓના મુખમાંથી વિવિધ પ્રકારના  ઉદગાર સરી પડતા હોય છે, જેમકે માલ ! , ફટકો ! , મઠો ! આ બધા કોમનલી બોલતા ઉદગાર છે. આવા ઉદગારો માં મારો પ્રિય ઉદગાર રહ્યો છે – ફટકો ! મારી કોલેજમાં જે પણ છોકરી મને સુંદર લાગતી એ બધી મારે મન “ફટકો” હતી ! જોકે ફટકો શબ્દ અમે ખુબ સાહજિકતા થી પ્રયોજતા ! કોઈ મિત્ર ની ગર્લફ્રેન્ડ ને “માલ “ બિલકુલ ના કહી શકાય ! આવો હીન શબ્દ ક્યારેય મિત્ર ની ગર્લ ફ્રેન્ડ માટે વપરાય ? ! એને માટે તો માત્ર એટલું જ કહી શકાય કે જો દોસ્ત , તારો ફટકો આવ્યો ! મને ગમતી છોકરી મારો ફટકો ! તને ગમતી છોકરી તારો ફટકો ! અને બધાને સમૂહ માં ગમતી છોકરી એ બધાનો કોમન ફટકો ! અને કોઈ એવી જગ્યા હોય જ્યાં સુંદર છોકરીઓ વધારે જોવા મળતી હોય , ત્યાં કોઈ મીત્ર જઈ આવે પછી એ રીપોર્ટીંગ કરે – “યાર ! મોકા બારમાં તો એક થી એક ફટકા હોય છે !”  “ચલ ને આઈ.એમ.આઈ. જઈએ, ફટકા જોવા !” પછી એવી જગ્યા એ બધા છોકરાઓ પહોંચી જાય એટલે આવા પ્રકારની વાતો થાય – “યાર , કાશ પેલો ફટકો મને મળી જાય… ! “ – “યાર , ગ્રીન વાળી મારી” , ત્યાં બીજો બોલે – “અરે રેડ વાળીને કોઈ ના જોશો એ મારો ફટકો છે ! “ ત્યાં જ એકદો ભડકી ઊઠે “ચલ ચલ , તારા પહેલા રેડવાળી ને મેં જોઈ , એ મારી છે “ રેડ વાળી માટે ઝગડો થાય , એ ઝગડો ચાલતો હોય ત્યાં રેડ વાળી એના કોઈ બોયફ્રેન્ડ ના આગમન પછી એની  બાઈકની પાછળ ગોઠવાઈ જાય , ત્યારે રેડ વાળીને પડતી મુકાય , અને પછી નજર પડે યલ્લો વાળી પર –

“હીર જુલિયટ નહિ અગર તો ચલેગી મુજકો જુલી

પ્યાર કી સુલી પે ચઢ જાઉં બાત બડી મામુલી

પહેલા પહેલા પ્રેમ હૈ મેરા , દિલ કા ખાલી ફ્રેમ હૈ મેરા ,

કાનો મેં જિસકે બાલી , હોગી વો નખરેવાલી ,

યારો લવમેરેજ કરને કો બિલકુલ તૈયાર હૂં  “

                                      બેચલર લાઈફમાં આવતા સપનાઓની તો વાત જ કંઈ ઔર હોય છે ! સુંદર છોકરીઓના સપનાઓના સામ્રાજ્ય ની બાદશાહી માં જીવન વીતતું હોય ! અને સવાર પડે એટલે અડધો કલ્લાક સુધી તો પથારીમાંથી ઊભા જ ના થઈએ , બસ રાતે જોયેલું સપનું મમળાવ્યા કરીએ. અને જે છોકરી નું સપનું જોયું હોય એને કોલેજમાં જઈને જોઈએ , ત્યારે સહજ રીતે મલકાઈ જવાય ! આવા ડ્રીમ્સ પણ સહજતા થી મિત્રો એકબીજા સાથે શેર કરતા ! – “યાર , કાલે તો તારા ભાભી સપનામાં આવેલા ! “  કોણ કહે છે કે છોકરાઓ છોકરીઓને રીસ્પેકટ નથી કરતા ! જયારે પણ એકબીજાની પ્રેયસી વિષે વાત કરે ત્યારે “તારા ભાભી “  ને “મારા ભાભી “ જેવા જ શબ્દો પ્રયોજે ! કેવા શરમાળ અને માન-મર્યાદા-સંસ્કૃતિ નું જતન કરનારા હોય છે છોકરાઓ ! અને છોકરીઓ ?! ક્યારેય એમના મોઢે સાંભળ્યું છે કે “તારા જીજાજી “ ને “મારા જીજાજી “ કહી કહી ને પોતાના બોયફ્રેન્ડસ વિષે વાત કરતી હોય ! એતો જે તે છોકરાની વાત ડાયરેક્ટ એનું નામ લઈ ને જ કરે!

વેલ અફકોર્સ , આ તો એક રમૂજ થઇ , બટ આઈ વુડ લાઈક ટૂ સે કે એ સપનાઓ ની સુંદરી નો હાથ પકડવો , અને કાયમ માટે પકડવો. હાથ મચકોડયા કરવાથી કંઈ નહિ મળે , સાચો પ્રેમ તો પહેલા સ્પર્શમાં જ ઓળખાઈ જશે. હા , પહેલી નજરમાં માત્ર આકર્ષણ જ નહિ , પ્રેમ પણ હોય છે “લવ એટ ફર્સ્ટ સાઈટ !” હું એવું દ્રઢ પણ માનું છું કે પ્રેમ કરવા માટે એકબીજાને ઓળખવાની જરૂર નથી . એકબીજાને સારી રીતે ઓળખીને પણ લોકો ક્યાં સંબંધ ટકાવી શકતા હોય છે ! કોઈને જોતા જ અંજાઈ જવું , એને જીવન સોંપી દેવા તૈયાર થઇ જવું એ પ્રેમ જ છે ! નથી એ વહેમ ! એ જેવી હશે એવી , મારી હશે , ઘરવાળી હશે ! પ્રેમ થાય ત્યારે લાગે એ ભોળી ભાળી , અને ઘરવાળી બને પછી એ થાય ગુસ્સાવાળી ! અરે ભાઈ બધે આ જ છે લવારી ! જે મળે એ મેળવીને ફેરા ફરી લો કારણ કે સરવાળે બધી છોકરીઓ સરખી જ હોય છે સાલી !

“ડ્રીમ્સ દેખતા હૂં ઉસકે દેખા નહિ જિસકા ચહેરા 

તું વો લડકી નહિ હૈ કૈસે હાથ પકડ લૂ તેરા

પહેલા પહેલા પ્રેમ હૈ મેરા , દિલ કા ખાલી ફ્રેમ હૈ મેરા ,

હોગી વો ભોલી ભાલી , થોડી સી ગુસ્સેવાલી ,

ઐસી લડકી સે મિલને કો મેં બેકરાર હૂં “

તુમ હી હો – આશિકી ટૂ

ફિલ્મ – આશિકી ટૂ

વર્ષ – ૨૦૧૩

ગીત – તુમ હી હો

ગીતકાર – મિથુન

ગાયક – અરિજિત સિંગ

સંગીત – મિથુન

                                                                દોસ્તી એ શું છે ? સ્કુલમાં કે કોલેજમાં સહપાઠીઓ સાથે કેટલોક સમય સાથે વિતાવીએ , તેમની સાથે રમવા જઈએ , ફિલ્મ જોવાAashiqui_2_39503 જઈએ ઇનશોર્ટ શેરીંગ સમ ટાઈમ ટુગેધર ઈઝ ફ્રેન્ડશીપ ! કેટલીક પસંદ , નાપસંદ અને કેટલાક વિચારો મળતા હોય એટલે થઇ ગઈ ફ્રેન્ડશીપ ! દોસ્તીમાં પછીનું પગથીયું આવે ગીવ એન્ડ ટેક ! મીન્સ કે તું મારું થોડું કામ કર અને બદલામાં હું તારું થોડું કામ કરું . હિસાબ બરાબર ! કોઈ એક મિત્ર બીજા માટે કામ કર્યે જ જાય અને બીજો એના માટે કશું નાં કરે – એવું ના જોવા મળે , અથવા તો ભાગ્યે જ જોવા મળે. પણ પ્રેમીઓ માં આવું ખુબ જોવા મળે કે કોઈ સંબંધમાં માત્ર એકલો છોકરો કે એકલી છોકરી જ બધા કોમ્પ્રોમાઈઝ કરતુ હોય , અને બીજું વ્યક્તિ પોતાનું ધાર્યું કર્યે રાખતું હોય. છતાય આવા સંબંધો તૂટતા નથી, ટકી જાય છે. કેમ ? કેમ કે આ જ તો ફરક છે દોસ્તી અને આશિકી વચ્ચે ! હિયર આઈ ડોન્ટ મીન કે દોસ્તીમાં પ્રેમ નથી હોતો , હોય છે , જરૂર હોય છે . પણ કપલ – પ્રેમી પંખીડાઓ વચ્ચે એકબીજા માટે ક્યાંક થોડી કે વધુ આશિકી હોય છે , અને એ આશિકી એ પાગલપન છે , એમાં કઈ પણ કરી છૂટવાની તૈયારી છે. દોસ્ત વગર જીવવું અઘરું છે કારણ કે દોસ્ત સાથે સમય પસાર કરવો ગમે છે , વિચારોની આપ – લે કરવી ગમે છે, સાથે એ મિત્ર માટે દિલમાં લાગણી પણ હોય એટલે બીજા મિત્રો ની હાજરી હોય છતાં કોઈ એક ખાસ મિત્રની હાજરી ના હોય તો અધૂરું લાગે.
પણ પ્રેમી વગર જીવવું માત્ર અઘરું જ નહિ , અશક્ય થઇ પડે . કારણ કે એની સાથે માત્ર સમય પસાર નથી કર્યો હોતો , એની સાથે સમયને ભૂલી ને જીવ્યા હોઈએ છીએ. માત્ર સાથે જીવ્યા નથી હોતા પણ એના માટે જીવ્યા હોઈએ છીએ. માત્ર જીવનમાં એનું સ્થાન નથી હોતું પણ એ છે તો જીવન છે, એના માટે જ જીવન છે , એના થકી જ જીવન છે અને એની સાથે જ જીવન છે એવું માની ને ચાલનાર આશિકના જીવનમાં પોતાના પ્રેમ ના અસ્તિત્વ થકી જ એનું પોતાનું અસ્તિત્વ – વજૂદ બનતું હોય છે.

“હમ તેરે બિન અબ રહે નહિ સકતે ,
તેરે બીના ક્યા વજૂદ મેરા ,
તુજ સે જુદા અગર હો જાયેંગે ,
તો ખુદ સે હી હો જાયેંગે જુદા ,
ક્યોંકી તુમ હી હો , અબ તુમ હી હો ,
ઝીંદગી અબ તુમ હી હો , ચેન ભી , મેરા દર્દ ભી ,
મેરી આશિકી અબ તુમ હી હો .”

પ્રેમીઓ વચ્ચે મનભેદ નથી હોતા , પણ મતભેદ જરૂર હોય છે , અને મતભેદ હોય એટલે ઝગડા પણ થાય , અને ઝગડા થાય તો પણ268b8ec019913d61296a6a9dabe4e7b4_ls બંને પ્રેમી એકબીજાથી થોડા સમય માટે પણ દૂર ના જાય . દૂર જાય તો પણ એકબીજાના જ વિચારો કરે , અને એ વિચારો એમને એકબીજા તરફ જ દોરે , પછી કાં તો ઝગડો આગળ ધપાવવા તેઓ નજીક આવે , અને કાં તો ઝગડાનો અંત કરવા નજીક આવે . પણ નજીક જરૂર આવે ! સાથે રહી ને ઝગડાઓ કરવાનું તેમને પોસાય પણ દૂર જવું ના પોસાય. કારણ કે તેઓ એકબીજાનું જીવન એકબીજા સાથે વહેંચી ને જીવવા ટેવાયેલા હોય . જીવનના અનેક કામ ની વચ્ચે એકબીજાને હુંફ આપવાનું અને એકબીજાની હુંફ મેળવવાનું કામ તેઓ ક્યારેય છોડતા નથી . એટલે જ તો પતિને ઓફિસમાં ટીફીન આપવા માટે પત્ની આવે . પત્નીને ક્યાંક જવું હોય તો પતિ સમય કાઢીને એને મુકવા આવે ! અને તેમને એકબીજાથી અલગ ન થવા દેતું ચુંબકીય તત્વ એમને એવો વિચાર પણ ન લાવવા દે કે ટીફીન બીજા કોઈ થકી મોકલાવી શકાય ,અને પત્ની ને ક્યાય જવું હોય તો એ રીક્ષામાં પણ જઈ શકે. પ્રેમીઓ એકબીજાની રાહ કલ્લાકો સુધી જોતા હોય છે. અને પ્રિયજન માટે કલ્લાકો સુધી રાહ જોવી એતો બહુ નાની સુની વાત છે ,આશિક તો દિવસો , વર્ષો અને સદીઓ સુધી રાહ જોઈ શકે છે , એની આશિકી માટે , જેને એ પોતાની જિંદગી માને છે ..

“તેરા મેરા રિશ્તા હૈ કૈસા ,
ઇક પલ દૂર ગવારા નહિ ,
તેરે લિયે હર રોઝ હૈ જીતે ,
તુજકો દિયા મેરા વક્ત સભી ,
કોઈ લમહા મેરા ના હો તેરે બીના ,
હર સાંસ પે નામ તેરા …”

કોઈના માટે જીવવાની આદત પડે પછી એ છૂટતી નથી. રોજ પોતાના પતિ માટે ચા બનાવીને એની સાથે ચા પીવાની આદતAashiqui-2-Movie-Poster-tbwm ધરાવતી પત્નીને જો ક્યારેક એકલા ચા પીવાની આવે તો એને માટે એ પરિસ્થિતિ ખુબ અઘરી થઇ પડે , પછી એ પોતાના પતિનો સાથ અનુભવવા કોઈ સ્મૃતિચિન્હ પાસે રાખીને ચા પીશે. અને સૌથી નજીક અને સૌથી હાથવગું સ્મૃતિચિન્હ હોય છે એ પતિ એ પહેરાવેલી વીંટી . એ વીંટી પહેરેલા હાથે ચાનો કપ પકડી ને બીજો હાથ પોતાના એ વીંટીવાળા હાથ પર મુકશે . એમ બંને હાથેથી ચાનો કપ પકડવાથી વીંટીનો સ્પર્શ થઇ શકે. વીચારોના વંટોળ, વીંટી પર ફરતી આંગળીઓ અને આંખના ઊભરતા સમુદ્રો – ચાની પહેલી અને છેલ્લી ચૂસકી વચ્ચે ઝડપભેર એક તોફાન આવીને ચાલ્યું જાય.

                                                                    પ્રેમિકાને આપવા માટે બગીચામાંથી રોજ ફૂલ તોડતો એનો આશિક જો એની આશિકી થી છૂટો પડે તો પણ એ રોજ બગીચામાં જશે – ફૂલ તોડશે અને સાંજ સુધી એ ફૂલ ને સાચવી રાખશે. પ્રેમિકા કોઈ દિવસ નથી આવતી – અને ફૂલ રોજ એમ જ કરમાઈ જાય છે . આશાઓ અને લાગણીઓ પણ ફૂલ જેવી જ કોમળ હોય છે ને !

                                                                પ્રેમીનું જીવન પ્રિયજન વગર હોય કે પ્રિયજન સાથે હોય , બંને પરિસ્થિતિમાં એનું જીવન પ્રિયજન માટે જ હોય છે . પોતાની જાતને , પોતાના નસીબને તેણે પ્રિયજનને જ સોંપી દીધું હોય છે . તારા વગર અધુરો છું , તારી સાથે પૂરો છું – વફા કરીશ તો મહેકતો રહીશ , નહિ તો ફૂલ ની જેમ કરમાઈને ખરી પડીશ …

“તેરે લિયે હી જીયા મેં
ખુદ કો જો યું, દે દિયા હૈ ,
તેરી વફા ને મુજકો સંભાલા
સારે ગમોં કો દિલ સે નિકાલા ,
તેરે સાથ મેરા હૈ નસીબ જૂડા,
તુજે પા કે અધૂરા ના રહા …”

                                                                       

 આ ગીતને યુટ્યુબ પર માણવા માટે અહી ક્લિક કરો 

કમીને !

ફિલ્મ – કમીને : ધી સ્કાઉન્ડરલ્સ
વર્ષ – ૨૦૦૯
ગીત – કમીને
ગાયક – વિશાલ ભારદ્વાજ
ગીતકાર – ગુલઝાર
સંગીતકાર – વિશાલ ભારદ્વાજ

સંત કબીર કહે છે કે “બુરા જો દેખન મેં ચલા , બુરા ન મિલયા કોઈ ,જો મેં ખોજા આપ મેં તો મુજસે બુરા ન કોઈ ! ” દરેક માણસ જાણે જ છે કે તે પોતે અંદરથી કેટલો ખરાબ છે . પોતાની સાથે કશું ખરાબ થાય તો હંમેશા માણસ દોષનો ટોપલો બીજાના માથે નાખતો હોય છે , પણ તે ખરાબ થયું એમાં પોતાનો કેટલો વાંક છે એ તે જોતો નથી. માણસ ખરાબ બને છે પોતાના સ્વાર્થ માટે , પણ ખરાબ બનવાથી તે પોતાનું પણ ક્યારેક નુકસાન કરી બેસે છે. અને મારા જેવા માણસો જેમને ખરાબ બનતા ન આવડતું હોય અને શીખાઉ ધોરણે ખરાબ બનવા હાલી નીકળે , પછી બીજા નું તો ખરાબ કરતા કરે , પહેલા તો એ પોતાની જ વાટ લગાડે ! મારા બદઈરાદા હોય ત્યારે હું પાછો એમ તો સજાગ હોઉં કે આ હું ખોટું વિચારી રહ્યો છું અને એટલે આ માટે મારે ભગવાનની હેલ્પ ન લઇ શકાય કારણ કે ભગવાન તો હંમેશા ટ્રુથની સાઈડ હોય છે . પછી હું હિન્દી ફિલ્મો ના અમરીશ પૂરી ના પાત્રો માંથી પ્રેરણા લઉં , જેમાં અમરીશ પૂરી વિલન હોય , હંમેશા ખરાબ કામ જ કરતો હોય છતાં ભગવાનનો મોટો ભક્ત હોય , અને કોઈ મોટું ખરાબ કામ કરતા પહેલા તે ભગવાનની પૂજા કરી ને આશીર્વાદ માંગે ! ઉદાહરણ સ્વરૂપે “કરણ અર્જુન” માં અમરીશ પૂરી મહાકાલી માતા નો ભક્ત હોય છે , અને માત્ર અમરીશ પૂરી જ નહિ , બોલીવુડના બીજા પણ કેટલાક ખ્યાતનામ વિલનો પણ આવું કરતા આવ્યા છે માટે એમના પરથી પણ પ્રેરણા લઇ શકાય , જેમ કે “ક્રાંતિવીર” માં ડેની ને પણ બહુ મોટો ભક્ત બતાવ્યો છે. આ બધા ને જોઈ ને મને પણ થોડી હિંમત આવતી અને હું ભગવાનને પ્રાર્થના કરતો કે હે ભગવાન હું જાણું છું કે હું માંગવા જઈ રહ્યો છું એ ખોટું છે પણ તમે તો જાણો જ છો કે મારે માટે આમ કરવું , કે ફલાણું મેળવવું કેટલું જરૂરી છે માટે હે ભગવાન , પ્લીઝ, બ્લેસ મી ફોર ધેટ!

“ક્યા કરે ઝીંદગી ઇસકો હમ જો મિલે ,
ઇસકી જાન ખા ગયે , રાત દિન કે ગીલે ,
રાત દિન ગીલે , મેરી આરઝુ કમીની ,
મેરે ખ્વાબ ભી કમીને ,
ઇક દિલ સે દોસ્તી થી , વો હુઝુર ભી કમીને …”

kaminey-017

આપણે કેટલા હેરાન થઈએ છીએ એ માટે ઝીંદગી પાસે થી આપણી અપેક્ષાઓ પણ બહુ મોટો ભાગ ભજવે છે. ક્લાસની સૌથી સુંદર છોકરી જ હંમેશા ગમે ! અરે બીજી પણ સુંદર છોકરીઓ છે ક્લાસ માં , પણ નહિ ! એ બધી છોકરીઓમાં કોઈ એના જેટલી સુંદર નથી , એના કરતા સૌન્દર્યમાં બીજી બધી ઊતરતી છે , અને થોડું પણ ઊતરતું આપડે શું કરવા ચલાવી લઈએ ! આઈ ડિઝર્વ ધી બેસ્ટ ! પણ એ બેસ્ટ તને ભાવેય નહિ આપે ! ભલે નાં આપતી ! અલા પણ તારીય જીભડી નહિ ખુલે એની આગળ . અરે ભલે ને ના ખુલતી , આપણે મનોમન તેને પ્રેમ કરી ને રાજી રહીશું . અરે પણ બીજી છોકરીઓ તો સામે થી લાઈનો આપે છે તો મનોમન શું કરવા ! ભલે લાઈનો આપ્યા કરતી , એ આપણી આગળ ના શોભે ! શોભે તો ફક્ત ઓલી ! મેરે તો ગીરીધર ગોપાલ , દૂસરા ન કોઈ !
કોલેજમાં એક મેડમ ખૂબ ગમતા , પછી ક્લાસ ની એક છોકરી એ કહ્યું કે એ મેડમ તો મેરીડ છે , મેં કહ્યું વાંધો નહિ , મેરીડ લોકો જોડે અનુભવ વધારે હોય , આપણને એમની જોડે થી ઘણું બધું શીખવા મળે ! પછી તે મને કહે કે એમને એમના પતિ જોડે બહુ બનતું નથી , ને મેં તો ત્યાં સુધી સાંભળ્યું છે કે એમના તલાક થવાના છે , મેં કહ્યું ધેટ્સ ગ્રેટ ! હું તો ભગવાન ને પ્રાર્થના કરીશ કે જલ્દી થી એમના તલાક થઇ જાય , એટલે આપણો રસ્તો ક્લીયર ! એમના તલાક થઇ જાય પછી હું તેમની સાથે મેરેજ કરી લઈશ … 😉

“કભી ઝીંદગી સે માંગા , પિંજરે મેં ચાંદ લા દો,
કભી લાલટેલ દેકે , કહા આસમાં પે ટાંગો ,
જીને કે સબ કરીને , હૈ હમેશા સે કમીને
કમીને …કમીને …. કમીને … કમીને …
મેરી દાસ્તાં કમીની , મેરે રાસ્તે કમીને ,
ઇક દિલ સે દોસ્તી થી , વો હુઝુર ભી કમીને !”

સાલું મારી સાથે એવું હંમેશા થતું – નાનપણથી થતું કે હું કોઈ વ્યક્તિને એકદમ સારો સમજીને એની સાથે ગાઢ મિત્રતા કરું અને પછી થી એનો અસલ ચેહરો સામે આવે ત્યારે મને થાય કે અ ર ર ર … આને તો મેં શું સમજેલો અને શું નીકળ્યો ! હું ધૂળિયા નિશાળમાં ભણ્યો એમ કહું તો ચાલે ! મારી સ્કૂલમાં તોફાની છોકરાઓ અને થોડા લોવર ક્લાસના છોકરાઓ જ વધારે રહેતા . અને મારો સ્વભાવ શાંત , એટલે મને એવા છોકરાઓ સાથે ઓછુ બને ! મારો નાનપણનો સ્કૂલ સમયનો એક કિસ્સો મેં મારી વાઈફને કીધેલો , મેં તો એક વાર કહેતા કહી દીધો , પણ એને એમાં એવી તે રમૂજ દેખાણી કે એ વારંવાર એ કિસ્સો યાદ કરી ને હસે ! આમેય જ્યારે મારું પોપટ થાય , ત્યારે તેને બહુ મજા પડે. ( પોપટ થવું એટલે સુરસુરિયું થવું ) એ કિસ્સામાં એવું હતું કે એક દિવસ ક્લાસના મોનીટરે મારી વોટરબેગ માંથી પાણી માંગ્યું , મને એની સાથે ખાસ બને નહિ , ક્યારેક ઝગડા પણ થાય એટલે મેં તેને ના પાડી , પછી એને મને કહ્યું કે તું મને તારી વોટરબેગ માંથી પાણી પીવા દે એના બદલા માં કાલે હું તારું હોમવર્ક ચેક નહિ કરું , મેડમને ખોટું ખોટું કહી દઈશ કે તું હોમવર્ક લાવ્યો છે , હું લાલચમાં આવી ગયો ને ઘરે જઈ ને ખાલી પતંગો જ ચગાયા કર્યા , અને બીજા દિવસે એ ફરી ગયો ! અને મને મેડમે બેંચ પર ઊભો રાખ્યો – અંગુઠા પકડાવી ને ઉપર ફૂટપટ્ટી મૂકી , સાલું મને તો સમજાતું નહોતું કે મને સજા મળી રહી છે કે સરકસમાં વાંદરાની જગ્યા એ ભરતી થવાની ટ્રેનીંગ ! ખેર , આ તો નાનપણની વાત પણ બીજી રીતે જોવા જઈએ તો મારા માટે એ પ્રકારના અનુભવો ની શરૂઆત પણ ખરી કે માણસો ના બે ચહેરા હોય છે , છતાં હું લોકો પર અપાર લાગણી અને વિશ્વાસ મુકવાની ભૂલ હંમેશા કરતો આવ્યો છું , ભાઈ કરતા પણ જેને વિશેષ માન્યો હોય અને એ જ દોસ્તે પીઠમાં છુરો ભોન્ક્યો હોય એવું પણ બન્યું છે – અને છતાય એવા મિત્ર ને પણ મને કમને માફ કરવાની ભૂલ મેં કરી છે. “માસુમ સા કબૂતર , નાચા તો મોર નિકલા ” આનું તો નામેય મોર ના નામ પરથી હતું તોય એને કબૂતર સમજવાની ભૂલ મારા સિવાય બીજું કોઈ ન કરી શકે –

“જિસકા ભી ચહેરા છીલા , અંદર સે ઔર નિકલા ,
માસુમ સા કબૂતર , નાચા તો મોર નિકલા ,
કભી હમ કમીને નીકલે , કભી દૂસરે કમીને ,
કમીને ..કમીને …કમીને …કમીને …..
મેરી દોસ્તી કમીની , મેરે યાર ભી કમીને ,
ઇક દિલ સે દોસ્તી થી , યે હુઝુર ભી કમીને ..”

મેરી ભીગી ભીગી સી …

ફિલ્મ – અનામિકા
વર્ષ – ૧૯૭૩
ગીત – મેરી ભીગી ભીગી સી …
ગાયક – કિશોર કુમાર
સંગીત – આર.ડી.બર્મન
ગીતકાર – મજરૂહ સુલતાનપુરી

મેજિક ! જાદુ ! એ કિશોર કુમારના અવાજમાં છે, અને એ જાદુ પણ કેવો ! “મેરી ભીગી ભીગીસી પલકો પે રહે ગયે ….” ગીત પહેલી વખત સાંભળ્યું ત્યારે હું ૧૧મા-૧૨મા માં હતો, અને ત્યારે કોઈ અનામિકાએ મારું દિલ નોતું તોડ્યું. મારું દિલ ત્યારે ટેબલની નીચે થયેલા જાળા ની જેમ કોઈ ના ધ્યાનમાં જ નોતું આવતું, એટલે જાળું જે રીતે ધ્યાનમાં ના આવવાને કારણે તૂટવાથી બચી જતું હોય તે જ રીતે મારું દિલ પણ કોઈના ધ્યાનમાં જ નોતું આવતું એટલે એ પણ બચી જતું (તમે દ્રાક્ષ ખાટી છે વાળી કહેવત સાંભળી હોય તો “બચી જતું” ને બદલે “રહી જતું ” વાંચવું )
તોય એ ગીત સાંભળું એટલે જાણ ખરેખર મેં કોઈને ખુબ પ્રેમ કરેલો હોય અને તેને મારું દિલ તોડ્યું હોય અને હું એ દિલ તૂટ્યાનું દર્દ અનુભવતો હોઉં એવું ફિલ કરું ! મને એવું ફિલ થાય કે જાને મારી પાંપણ ભીની છે, ટૂંક માં કહું તો મને એવું જ લાગે કે આ ગીત હું જ ગાઈ રહ્યો છું.
શું એ ગીતનો રાગ … શું એનું સંગીત …. શું એના ચોટદાર શબ્દો …. ને શું એ ગીતને ગાઈ રહેલો અવાજ !
“મેરી ભીગી ભીગી સી પલકો પે રહે ગયે જૈસે મેરે સપને બિખર કે …
જલે મન તેરા ભી કિસી કે મિલન કો અનામિકા તું ભી તરસે ”
આ ગીતનો રાગ ખુબ જ મીઠડો છે ! તમે કહેશો કે યાર શું પત્તર ખાંડો છો , આ તો દર્દ ભર્યું ગીત છે ને તમને મીઠું લાગે છે ! પણ હું સાચું કહું છું , દર્દભર્યું ગીત ભલે રહ્યું તોય તેના રાગમાં , તેના સંગીતમાં એક અનેરી મીઠાસ છે જેનાથી ગીત સાંભળતી વખતે કાનોને ખુબ જ સારું લાગે ! જાને કાનોમાં મધ રેડાતું હોય તેવું લાગે ! (કાનૂની ચેતવણી – અહી કાનમાં મધ રેડવાનો અર્થ ગીત સાંભળવાથી તે ગીત મનને મીઠું લાગે છે એવો છે માટે કાનમાં મધ રેડવાના પ્રયોગો ઘરે કરવા નહિ. બહાર જઈ ને કરવા હોય તો કરજો પણ મારું નામ ક્યાય આવવું ના જોઈએ) આટલુ સુરીલું ગીત હોવા છતાં તે ગાવામાં એકદમ સરળ છે , મારા જેવો કોઈ બેસુરો પણ આ ગીતને ગાતો હોય તોય આ ગીત સાંભળવામાં સુરીલું જ લાગે. મને ક્યારેક ક્યારેક એવા ભ્રમ થઇ જતા કે હું કોઈ મહાન ગાયક છું, મારા એ બધા ભ્રમ આવા સુરીલા ગીતોને આભારી છે. આ ગીત ગાઈ ગાઈ ને પણ હું મારી જાતને કોઈ મહાન ગાયક સમજવા લાગેલો. એ અરસામાં હું મજાકમાં એક વાત પપ્પાને વારંવાર કહેતો કે પપ્પા મારે એક આલ્બમ બહાર પાડવું છે! એટલે પપ્પા કહેતા કે એના માટે પૈસા ક્યાંથી આવશે ? હું કહેતો કે પૈસા માટે તમે આ ઘર તમે ગીરવે મૂકી દો!
કોલેજ માં આવ્યો ત્યારે “ઇન્ડિયન આઈડલ” ની પહેલી સીઝન આવેલી,જેમાં અભિજિત સાવંત જીતેલો.અભિજિત સાવંત મારી કોલેજ માં ફાઈનલ પહેલા પરફોર્મ કરવા આવેલો, અને એને મેં ખુબ તાળીઓ થી વધાવેલો. આઈ.એમ.પી. એટલે કે હું , મમ્મી અને પપ્પા એ શો જોતા. સ્પર્ધક ની સાથે સાથે હું ય પાછો ગાતો હોઉં એટલે મમ્મી બોલે – “આ ગીતો કેવા તને આખા ને આખા યાદ રહી જાય છે ! ખાલી ભણવાનું જ યાદ નથી રહેતું !”ત્યારે તેના ઓડીશન ફોન થી પણ અપાતા. એક મીનીટના છ રૂપિયા ! હું પોકેટ મની માંથી પપ્પા એ અપાવેલો નવો ફોન રીચાર્જ કરાવતો. એમાંથી મેં ફોન કર્યો , ઓડીશન આપવા, લગભગ મને યાદ છે ત્યાં સુધી મેં કલ હો ના હો નું ટાઈટલ સોંગ ગાયેલું. અને કઈક સાહીઠ સિત્તેર રૂપિયા કપાઈ ગયેલા. અને એ વખતે પાંચસોના રિચાર્જમાં કઈક સવાસો કે એવું બેલેન્સ મળતું ! પછી ફોનમાંથી અવાજ આવેલો કે તમારું ઓડીશન લેવાઈ ગયું છે, જો અમારા જજીસને તમારો અવાજ પસંદ આવશે તો તમને અમે બોલાવીશું.
અંતરો ૧
પ્રેમ ક્યાં જોઈ વિચારી ને થાય છે, હ્રદયને કોઈ સારું લાગે છે તો ત્યારે હ્રદય એ જાણવાની તસ્દી નથી લેતું કે સામે વાળું વ્યક્તિ કેવું છે ! એ તો બસ પ્રેમ કરી બેસે છે ! વિશ્વાસ કરી બેસે છે , પછી એ પ્રેમિકા પર હોય કે મિત્ર પર હોય કે કોઈ સગા સંબંધી પર હોય, અને જયારે એ વિશ્વાસ તૂટે ત્યારે કોઈ ના પણ હૃદયમાં થી સહજતાથી સૌ પહેલી એક જ ફરિયાદ નીકળે કે મેં તને સર્વસ્વ માન્યું અને તે મારી સાથે આવું કર્યું ? મારી સાથે ?
“તુજે બિન જાને , બિન પહેચાને , મૈને રીદય સે લગાયા ,
પર મેરે પ્યાર કે બદલે મેં તુને મુજકો યે દિન દિખલાયા,
જૈસે બિરહા કી ઋત મૈને કાટી તડપ કે આહે ભર ભર કે
જલે મન તેરા ભી કિસીકે મિલન કો , અનામિકા તું ભી તરસે ..
મેરી ભીગી ભીગી સી ……”
અંતરો ૨
રાજેન્દ્ર કપૂર વળી “તલાશ” ફિલ્મની શરૂઆતમાં એક બહુ મસ્ત સંવાદ આવે છે,(ગીત “મેરી દુનિયા હૈ માં તેરે આંચલ મેં ” આ ફિલ્મ નું. માં માટે હિન્દી ફિલ્મો માં જેટલા ગીતો બન્યા છે તે દરેકમાં આ સૌથી શ્રેષ્ઠ ગીત,જે એસ.ડી.બર્મને ગાયેલું છે. ) જેમાં રાજેન્દ્ર કપૂર તેની માં ને કહે છે કે તમે મને જીવન માટે કોઈ અમૂલ્ય શીખ આપો અને તેની માં તેને પ્રમાણિક રહેવાની શીખ આપે છે અને રાજેન્દ્ર કપૂર જીવનભર પ્રમાણિક રહીને જીવનની દરેક મોટી મુશ્કેલીઓ અને પરીક્ષાઓ માંથી કેવી રીતે સરળતાથી પસાર થઇ જાય છે એ ફિલ્મની વાર્તા છે.
મારા મમ્મી ઘણી વાર કહેતા કે સ્ત્રી એ ચાહે તો પુરુષને ખોટે માર્ગે પણ લઇ જઇ શકે અને ચાહે તો તારી પણ શકે. એ એવું પણ કહેતા કે સ્ત્રી અને પુરુષનો સંગાથ ઘી અને રૂ જેવો હોય છે, માટે આગ તો લાગે જ ! આગ એ અર્થમાં કે એ બંને એકબીજા થી આકર્ષણ અનુભવ્યા વગર ન રહી શકે અને એક બીજાને પોતાનું તન – મન નીરછાવર કરી દે !
માટે આગથી બચવું કે આગમાં હોમાવું એ આપણ હાથમાં હોય છે, જો બચવું હોય તો દૂર જ રહેવું સારું, પાસે આવ્યા પછી આગની લપટથી તમે ના બચી શકો , કોઈ નથી બચી શક્યું , અને એ આગ બે પ્રકારની હોય , એક તો જેને આપણ પ્રકાશ કહીએ છીએ તે, જે દીપ બનીને જીવનને રોશન કરે અને બીજી આગ એવી હોય જે જીવનને તબાહ કરી મુકે. આ ગીતના બીજા અંતરામાં બીજા પ્રકારની આગ વિશે કહેવામાં આવ્યું છે
“આગ સે નાતા , નારી સે રિશ્તા , કાહે મન સમજ ના પાયા ,
મુજે ક્યા હુઆ થા ઇક બેવફા પે , હાયે મુજે ક્યોં પ્યાર આયા,
તેરી બેવફાઈ પે , હસે જગ સારા, ગલી ગલી ગુઝરે જિધર સે,
જલે મન તેરા ભી કિસી કે મિલન કો, અનામિકા તું ભી તરસે …
મેરી ભીગી ભીગી સી … ! ”