અદનાન સામી

કૈસે કૈસે …

ફિલ્મ – પ્લાન
વર્ષ – ૨૦૦૪
ગીત – કૈસે કૈસે સપને
ગાયક – અદનાન સામી , સુનિધિ ચૌહાણ
ગીતકાર – દેવ કોહલી
સંગીતકાર – આનંદ રાજ આનંદ

આનંદ રાજ આનંદ નું સંગીત મોટે ભાગે એક્શન ફિલ્મોમાં – એવરેજ બજેટ ફિલ્મોમાં સાંભળવા મળે , અને એમાય મોટેભાગે કોઈ ભલી વાત ન હોય. પણ આ ફિલ્મના સંગીતમાં તેમણે જાદુ સર્જ્યો છે . આ ફિલ્મના સંગીતની એકે -એક સમ્પોઝીશન સાંભળવી એક લહાવો છે. “પ્યાર આયા”ગીતને બાદ કરતા ફિલ્મનું સંગીત લોકપ્રિય નહોતું થયું. પણ મેં તો આ ફિલ્મની ઓડિયો કેસેટ મારા વોક્મેનમાં ખૂબ સાંભળેલી. આ ગીત ગમવા પાછળના મારા કારણો માં પહેલું કારણ – આ ગીતની કમ્પોઝીશન , બીજું – ક્લાસિક લીરીક્સ. વડીલોને કદાચ આ ગીત સાંભળીને શકીલ બદાયુનીનો જમાનો યાદ આવી જાય તો નવાઈ નહિ. દિલના દર્દની વાત એકદમ ઠંડા કલેજે કહેવાય છતાં આરપાર નીકળી જાય. જે રીતે વોડકા નો પેગ સ્મૂથલી કિક મારી જાય ! આવો જાદુ સર્જવા માટે હેટ્સ ઓફ દેવ કોહલી ! ગીતનો ત્રીજો પ્લસ પોઈન્ટ એની ગાયિકી. અદનાન સામીનો અવાજ તો નશીલો છે જ , અને સુનિધિ પણ તેની અવાજમાં હરકતો-વેરીએશન્સ માટે પ્રખ્યાત છે. અહી બંનેએ ભેગા મળી ને કમાલ કરી છે.

પ્રેમ થાય , પછી મનમાં પ્રિયજન સાથેના અનેક સપનાઓ જન્મ લે ! અને જીવનભર બસ એક જ ઝંખના રહે – એ સપનાઓ પૂરા કરવાની , પ્રેમિકા સાથે ઝંખેલું જીવન જીવવાની. અને એવું જીવન જીવવા માટે સદીઓ સુધી રાહ જોવી પડે તોય કબૂલ હોય, અને જન્મો સુધી રાહ જોવી પડે તોય કબૂલ હોય !

“કૈસે કૈસે સપને દેખે થે મૈને તેરે પ્યાર કે લિયે ,
ઝીંદગી યે મેરી હૈ , તેરે ઇન્તેઝાર કે લિયે “

snapshot20090114224036xw3
બાર – સાકી – શરાબ નો કન્સેપ્ટ મારો પણ પ્રિય રહ્યો છે, મારી એક નવલકથા “સોદો”ને મેં આ ફિલ્મ આવી એ અરસામાં જ લખવાની શરુ કરેલી. એની વાર્તામાં પણ એક આશિક છે અને એક બાર – ડાન્સર છે. આ નવલકથાની વાર્તાનો પ્લોટ લખાઈ ચુકેલો અને પછી આ ફિલ્મ આવી ,આ ફિલ્મનું સંગીત જે સિચ્યુએશનમાં ફિલ્માવાયેલું એ જોઈ મને મારી નવલકથાના પાત્રો આ સોન્ગ્સ ગાઈ રહ્યા હોય એવું ફિલ થાય. ત્યારે મારી એજ પણ ૧૮ – ૧૯ વર્ષની અને એ વખતે હું મારા જ લખેલા પાત્રો સાથે જીવવા લાગતો. ફિલ્મો અને ગીતોનો શોખ પણ ચરમસીમા પર એ ઉમ્મર માં જ હતો.

એક બાર – ડાન્સર માટે દિલનું દર્દ એ એને કમાણી કરાવી આપતું એક માધ્યમ છે. એણે ઠોકર ખાધી છે એટલે એ બીજા પુરુષોની ઠોકરોના દર્દને સમજી શકે છે. ગંગાને ધાર્મિક સંદર્ભે જોવામાં આવે તો એ ખૂબ પવિત્ર છે અને માત્ર બાહ્ય રીતે જુઓ તો એમાં ફક્ત ગંદકી દેખાય. એ જ રીતે આ બાર – ડાન્સર ને બાહ્ય રીતે જુઓ તો ફક્ત રોજેરોજ ગંદી નજરો માટે સજાવાતું તેનું શરીર દેખાય પણ કોઈ પણ સ્ત્રીની પવિત્રતા જોવી હોય તો તેના હૃદયમાં ડોકિયું કરવું પડે. એનું હૃદય કેટલાયના દિલના દાગ ધોઈ ને મેલું થાય છે . આવા હૃદયવાળી સ્ત્રીના પ્રેમમાં પડેલો આશિક તેનો બંધાણી થઇ જાય છે – એવો બંધાણી કે એ એને જોયા વિના અને એને જોઇને એના રૂપના નશામાં , એના પ્રેમના નશામાં ચકચૂર થયા વિના એક દિવસ પણ ન રહી શકે !

(female )-“દર્દ હોતા હૈ , સાઝ હોતા હૈ , યે તમાશા તો હરરોઝ હોતા હૈ ,
રોઝ કોઈ હંસ કે બાત કરતા હૈ , રોઝ કોઈ દિલ કે દાગ ધોતા હૈ ,
(male ) – પ્યાસ મેરી આંખો કી , જાને ક્યોં બુઝતી નહિ ..
રોઝ રોઝ આતા હૂં મેં , તેરે હી દીદાર કે લિયે”

snapshot20090114223702zh9

ગીતકાર દેવ કોહલીને આ બીજા અંતરા માટે ફીમેલ માટેના શબ્દો નહિં સુઝ્યા હોય એટલે માત્ર અડધો અંતરો પેશ કરી દીધો છે, એની સાથે બંધ બેસતી આગળ ની લાઈન લખાઈ નથી , તેમ છતાં આ બે લાઈન જે તેમણે લખી છે તે તેમને કે સંગીતકારને ખૂબ પસંદ પડી હશે એટલે એને હટાવી નથી. બાકી આદર્શ રીતે આ ગીતના બાકીના બે અંતરા મુજબ જ આ અંતરો હોવો જોઈએ. અને લખાયેલી લાઈનને બંધ બેસતી લાઈન ન મળે તો નવેસરથી બધી લાઈન્સ લખવી જોઈએ. પહેલી બે લાઈનમાં ફીમેલ વોઈઝ અને બીજી બે લાઈનમાં મેલ વોઈઝ્માં એનો જવાબ ! એમ સંવાદાત્મક ડ્યુએટ આ અંતરામાં પણ રચાવું જોઈએ , જે નથી થયું.
પ્રેમમાં જોયેલા સપનાઓ ને તૂટવાનો ડર બહુ ભયંકર હોય છે, અને એ ડરથી બચવા એક સહારો જોઈએ , પ્રિયજન તરફથી મળેલી એક પોઝીટીવ ખાતરી , એક વાયદો સંબંધને , આશાઓને ટકાવી રાખે છે. અહી કડવું સત્ય કામ આવતું નથી , હા ,મીઠું જુઠાણું જરૂર ચાલી જાય. પ્રેમીને ખબર હોય કે આ જૂઠ છે તોય એ જૂઠ માંથી સત્યની શક્યતાને શોધવામાં સમય વ્યતીત કરવો તેને મંજુર હશે , પણ કડવું સત્ય તો શી રીતે સહન થાય !

(male) -“રુસવા ન કર ઇતના મેરી મુહબ્બત કો ,
જુઠા હી વાદા કર લે મેરે ઐતબાર કે લિયે “

plan_3

                                    સ્ત્રીને હંમેશા કમીટમેન્ટ જોઈતું હોય , પોતાના સંબંધમાં રહેલી ઇન્સીક્યોરીટી એનાથી ક્યારેય સહન ન થાય. પણ સ્ત્રી એ નથી સમજી શકતી કે પ્રેમ હોવો એ બાબત પોતે જ એક કમીટમેન્ટ છે. આંખોમાં દેખાતા પ્રેમથી મોટું કમીટમેન્ટ સમાજને દેખાડવા માટે કરવામાં આવતા મેરેજને સમજવું એ એક મુર્ખામી છે. અહીં આ ફિલ્મ માં પણ પ્રિયંકા આખી ફિલ્મ દરમ્યાન કમીટમેન્ટ માટે સંજય દત્ત જોડે લડ્યા કરે છે , અને છેલ્લે સંજય દત્ત એમ કહે છે કે ચાલ , મેરેજ કરી લઈએ , ત્યારે જ એને ઝપ વળે છે. અને ત્યાં જ – ધી એન્ડ ! આ ફિલ્મોવાળા લગ્નનું નક્કી થાય કે તરત “ધી એન્ડ” બતાવી ને શું સાબિત કરવા માંગતા હશે ? 😉 🙂

plan_1

(female)- “રોઝ આતે હો , રોઝ જાતે હો , જાનેજાના કિસ લિયે ઇતના સતાતે હો ,
ઊમ્રભર કા કોઈ વાદા કરલો , પ્યાર કિશ્તો મેં ક્યોં નિભાતે હો ,
(male)- મુજે તેરી મહેફિલ મેં દિલ ખીંચ લાતા હૈ ,
જીતા હૂં મર મર કે , દિલ – એ – બેકરાર કે લિયે
ઝીંદગી યે મેરી હૈ , તેરે ઇન્તેઝાર કે લિયે ….”