Uncategorized

બગીચા નો (જુનીયર) માળી !

બ્લોગ જગત માં એક માત્ર બગીચો ધરાવનાર બ્લોગ ના રચયિતા દર્શીતભાઈ મુજ આંગળે (ઘરના, બ્લોગના નહિ 😉 )પધાર્યા , અને કેટલી બધી ધન્ય ક્ષણો સાથે લાવ્યા.
૧ ) એમને પહેલી વાર જોવાનો અવસર ( મિત્ર પોતે પોતાનો ચહેરો સોશિયલ મીડિયામાં જાહેર નથી કરતા, એટલે સૌ કોઈ બ્લોગર મિત્રો તેમના ચહેરા થી અપરિચિત છે.)
૨ ) અતિશય ક્યુટ અને ચંચલ ટીનટીન સાથે પ્રત્યક્ષ મુલાકાત નો અવસર પ્રાપ્ત થયો .
૩ ) ટીનટીનની સાથે એના મમ્મી અને દર્શીતભાઈ ના વાઈફ બંને પધારેલા , તોય અમારા ઘરે આવનાર મહેમાનો ની સંખ્યા માત્ર ત્રણ જ થતી હતી , પછી ફરીથી ગણતા ખ્યાલ પડ્યો કે ટીનટીનના મમ્મી અને દર્શીતભાઈ ના વાઈફ એ બંને એક જ હતા ! { આ જરા દર્શીતભાઈ ટાઈપ નું હ્યુમર ક્રિએટ કરવા ગયો , અને અંજામ તો તમે જોઈ જ લીધો 🙂 }
સ્વિટ કપલ છે ! ક્યુટ દીકરો છે ! અને બહુ સરળ લોકો છે. દર્શિતભાઈએ વાતચીત દરમ્યાન જણાવ્યું કે એમને ગુસ્સો ક્યારેય નથી આવતો , બીજું એ પણ જાણવા મળ્યું કે એમના થી ફાજલ સમય સરળતા થી પસાર થતો નથી , પ્રવૃત્તિ પ્રિય પ્રાણી (આઈ મીન માણસ ) છે .
દર્શિતભાઈ ની લાઈફના પ્રાઈવસી સેટિંગસ ના લીધે મારા ઘરે ઝીલાયેલી આ સ્વિટ કપલની તસ્વીર તો હું જાહેર નહિ કરી શકું , પણ વ્હાલા ટીનટીન સાથે મારી અને કોમલની તસ્વીર જરૂર રજુ કરી શકું , જે અત્રે કરી રહ્યો છું ( દર્શિતભાઈ નો ફોટો મૂકી શકાય તેમ છે નહિ એટલે એ લાભ અમે લઇ લઈએ છીએ ) ફોટો દર્શિતભાઈ એ જ પાડેલો , એટલે ટીનટીન ની આંખોમાં આપ સૌ દર્શિતભાઈ ને જોઈ શકશો 😉 આભાર 🙂

બગીચામાં નું સુંદર ફૂલ , અમારી જોડે :)

બગીચામાં નું સુંદર ફૂલ , અમારી જોડે 🙂

મારો સુપર્બ બર્થ ડે !

– આજે મારો જન્મદિવસ હોઈ , એ વાત ની જાણ સારું આ પોસ્ટ લખવામાં આવી રહી છે , જેથી અમો આપ સૌ નો પ્રેમ અને આશીર્વાદ પામી શકીએ.
– આજ રોજ જીવનના ૨૬ વર્ષ પૂરા કરવામાં આવેલ છે.
– આજે અમારો બર્થ ડે ખરો પણ રૂખો સુખો … ઓપરેશન બાદ પથરીની જાંચ કરાવતા જાણ થઇ કે એ કેલ્શિયમ જેવા તત્વો થી બનેલી હતી , એથી દૂધ , ઓઈલવાળું , ઘી વાળું , મીઠા મરચા વાળું , તળેલું , ઈંડા , સોફ્ટ ડ્રીન્કસ વિગેરે વિગેરે અનેક વસ્તુઓ પર કાયમી બેન્ડ લાગ્યા હોવાથી આજે કઈ ખાસ ખાવાનો મેળ નથી પડે એમ . એથી અમો આજે સવારે અમારું પ્રિય સાત્વિક ભોજન મગની સુકી દાળ સાથે કઢી અને સાંજે સ્પે. મકાઈ કોરમા . પથરીમાં મકાઈ સારી ! આટલા ristrictions હોવા છતાય હું કૈક ટેસ્ટી ખાઈ શકીશ , થેન્ક્સ ટૂ કોમલ !
– દુખાવા માં હજુ રાહત થયેલ ન હોવાથી આજે ફિલ્મ જોવા જવાનો કાર્યક્રમ કેન્સલ કરવામાં આવેલ છે , જે તમારી અને સીટી ગોલ્ડ – શ્યામલ ની જાણ ખાતર .
– અમો આજે કદાચ ટીવી પર કોઈ ફિલ્મ નિહાળીશું , વધુ માં આજે કદાચ ગુલામ અલી સાહેબ ને તસ્દી આપવામાં આવશે અર્થાત ગુલામ અલી ની ગઝલો ની વિડીયો સીડી કદાચ જોવામાં આવશે. આ વારે ઘડીએ “કદાચ” શબ્દ નો પ્રયોગ એટલા માટે કરવામાં આવે છે કારણ કે આજે શું કરવું અને શું નાં કરવું એ ટોટલી મારી મરજી ની વાત છે , એટલે આજે મારું કશું નક્કી નહિ … બીવેર , કઈ પણ કરી શકું તેમ છું !!
– આજે મમ્મી એ એક સુપર્બ વાત કહી … ! જે દિવસે મારો જન્મ થયો તે દિવસે … તે હોસ્પીટલમાં બીજી ૬ ડીલીવરીઝ થયેલી , અને એ બધી બેબીઓ હતી ! ૯ જુલાઈ ૧૯૮૭ ના દિવસે એ હોસ્પીટલમાં ૭ ડીલીવરી થઇ …. & a handsome little boy was surrounded by 6 beautiful little cute girls…! that was the first day of my life. rocking ને ? એક્ઝામસ માં પણ હંમેશા મારી બાજુમાં છોકરીઓ ના જ નંબર આવ્યા છે , બસમાં પણ મોસ્ટલી એવું જ થાય , હમણાં મેં ટ્રેનમાં મુસાફરી કરેલી ત્યારે પણ એક છોકરી મારી બાજુ માં આવી ને બેસી ગયેલી બોલો ! ઔર મેં હર બાર જૈસે તૈસે કરકે દામન આઈ મીન શર્ટ આઈ મીન વ્હોટ એવર … બચા કે ભાગ આતા હૂં !! હમણાં જ એક પોસ્ટમાં મેં અલ્તાફ રાજાનું નવું ગીત તમારા માથા પર મારેલું , એ ગીત માંથી અલ્તાફ નો એક અંગ્રેજી શેર …. મુજ ની સિચ્યુએશન સાથે રીલેટ કરી ને રજુ કરી રહ્યો છું ….. અરે ઈર્શાદ તો બોલો યાર … આજે મારો બર્થ ડે છે !!!
“always surrounded by woman, wine & money…
you will never find me lonely…
what to do ladies & gentleman.. my image is like that only !!! “

૯ જુલાઈ ૧૯૮૭ ની મારી  પરિસ્થિતિ નું ચિત્રાંકન ... :) બાળાઓ થી ઘેરાયેલો બાળ

૯ જુલાઈ ૧૯૮૭ ની મારી પરિસ્થિતિ નું ચિત્રાંકન … 🙂 બાળાઓ થી ઘેરાયેલો બાળ

આજે મારો બર્થ ડે છે , એટલે આજે મારી સાથે તમેય કરો જલસા…. by listening this great jalsa song

 

ફિલ્મ રિવ્યુઝ ફેબ્રુઆરી ૨૦૧૩

                                                                                                           ઝીલા ગાઝીયાબાદ

Sanjay-Dutt-movie-Zilla-Ghaziabad-Stills

રાજકારણીનો ગુંડો અરશદ વારસી અને ગાઝીયાબદનો માસ્તર વિવેક ઓબેરોય વચ્ચે ની ગેંગવોર એ આ ફિલ્મનો વિષય. લોકોને આડે ધડ મારી ને પાવરનો પૂરે પૂરો ઉપયોગ કરતો અને બુદ્ધિનો બિલકુલ ઉપયોગ ન કરતો ફૌજી (અરશદ ) એ રાજકારણ નો ભોગ બને છે અને એના ઘર પર થયેલા હૂમલા પાછળ વિવેક ઓબેરોય નો હાથ છે એવું માની લે છે , વિવેક તો વિચારે છે કે એની પાસે વાત કરવા જાય અને એની બધી ગેરસમજ દૂર કરે પણ અરશદ વિવેકના મોટાભાઈ (ચંદ્રચુડ સિંગ ) ને વિવેકની સામે જ મારી નાખે છે – ગામના બાળકોને અહિંસાના પાઠ ભણાવતો વિવેક બન્દૂક ઊપાડે છે અને બદલામાં અરશદના ભાઈને ખતમ કરે છે , પછી ક્યાય સુધી બંને વચ્ચે ચાલતી ગેંગવોરમાં ગાઝીયાબાદ ભોગ બન્યા કરે છે , એના નિવારણ રૂપે પોલીસ ઓફીસર સંજય દત્તની પોસ્ટીંગ ગાઝીયાબાદ માં કરવામાં આવે છે , પછી ઘણું બધું પોલીટીક્સ , ગેંગવોર , અને એક્શન ! ફિલ્મમાં ગ્રીપ છે , સંજય દત્ત ને ઘણા સમય પછી આવા મસ્ત રોલમાં જોવો એ એક લહાવો છે , વિવેક પણ કમાલ કરી જાય છે , દમદાર પરફોર્મન્સ આપી ને !ઝીલા ગાઝીયાબાદ- અ ફિલ્મ વિથ ગૂડ એક્શન એન્ડ ગ્રીપ ! અને સંજય દત્ત, વિવેક ઓબેરોય ના ફેન્સ માટે મસ્ટ વોચ !

                                                                                                                   મર્ડર થ્રી

remote_image_7878908501

એક સારી થ્રીલર ફિલ્મ , જો ફિલ્મનો અંત પણ સચોટ હોત તો ખુબ સારી થ્રીલર ફિલ્મ કહેત . બટ સ્ટીલ , સારા સંવાદો , કલાત્મક સિનેમેટોગ્રાફી , સારું દિગ્દર્શન અને એવરેજ પરફોર્મન્સીસ – જરૂર જોવા જેવી ફિલ્મ , ગીતો હૃદયે વસી જાય એવા તો નહિ પણ કર્ણપ્રિય તો ખરા – તેરી ઝુકી નઝર

                                                                                                                                       સ્પેશીયલ ૨૬

                                                                            special-26-poster

નકલી સી.બી.આઈ. ની બ્રીલીયન્ટ લૂંટ એ આ ફિલ્મની વાર્તા નો વિષય , નકલી સી.બી.આઈ. બનતા આ ચોરો એવી ગંભીરતા થી આ કામ કરે કે સામે વાળો તો ઠીક પણ પોતાને પણ સી.બી.આઈ.ના પાત્રમાંથી બહાર આવતા વાર લાગે. અક્ષય કુમાર અને અનુપમ ખેર છવાઈ ગયા છે , જીમી શેરગીલ નો અભિનય હંમેશા સારો હોય છે , આ ફિલ્મમાં પણ સારો અભિનય. મનોજ બાજપેયી પાત્રને પોતાનો રંગ આપે છે. ફિલ્મમાં પ્રોસેસને ઘણી ફૂટેજ મળી છે , જેમ કે ચોર એક જગ્યા એ થી બીજી જગ્યા એ કેવી રીતે છટકી રહ્યા છે , પોલીસ કયા પગલા લઇ રહી છે , વગેરે જેવી બાબતો લંબાવી ને બતાવી છે, માત્ર બેકગ્રાઉંન્ડ મ્યુઝીક સાથે ! આવા બેકગ્રાઉંન્ડ મ્યુઝીક વાળા લાંબા દ્રશ્યો ફિલ્મમાં શરૂઆત થી લઈને અંત સુધી છે , જે બોરિંગ છે – નબળી રજૂઆતના પ્રતિક સમાન છે. આ બાબતો થોડી ટૂંકાણમાં અથવા તો એમાં થોડા રસપ્રદ સંવાદો ઉમેરીને બતાવી હોત તો ફિલ્મ ખુબ સુંદર રીતે નિખરીને બહાર આવી હોત , પણ તોય , જોઈ લેવા જેવી ફિલ્મ . ફિલ્મમાં હ્યુમર સારું છે – સેન્સીબલ છે , અને એક ખુબ સારું રોમેન્ટિક ગીત – ‘મુજ મેં તું , તું હી તું બસા … ! ‘

                                                                                                            દીવાના મેં દીવાના

5502_380081755420437_421574473_n

ગોવિંદા અને પ્રિયંકા ચોપરા નું , ખબર નહિ કઈ સદી નું ,વેલ આ જ સદી નું પણ ખાસ્સા ટાઈમથી ડબ્બામાં પડેલું આ પિક્ચર હવે બહાર આવ્યું છે , (શું કામ આવ્યું , નહોતું આવ્યું એ જ સારું હતું એમ ના કહેવાય , કારણ કે ફિલ્મ જેવી બની હોય એવી , એને રીલીઝ થવાનો પૂરો અધિકાર છે , જો એ રીલીઝ થાય તો જ એની પાછળ રોકાયેલા રૂપિયાનું વળતર મળે. અને આવી મોડે થી રીલીઝ થયેલી ફિલ્મો તો તોય થોડી ઘણી ભાગ્યશાળી કહેવાય કારણ કે ઘણી ફિલ્મો તો ક્યારેય રીલીઝ થઇ જ શકતી નથી ! ) ફિલ્મમાં વપરાતા મોબાઈલને જોઈ ને કહી શકાય કે કમસે કામ ૮ થી ૧૦ વર્ષ પહેલા બનેલી આ ફિલ્મ હશે. ફિલ્મમાં જ્હોની લીવરની થોડી વલ્ગર અને ચીપ કહી શકાય તેવી કોમેડી છે અને ઢંગધડા વગરની વાર્તા છે , તોય મારું તો એવું કે ગોવિંદા હોય એટલે એ ફિલ્મ હું એક વખત તો આખી જોઈ જ નાખું . આ પણ જોઈ નાખી ! બપ્પી લહેરી આવી બી ગ્રેડ ની ફિલ્મોમાં બી ગ્રેડનું સંગીત આપતા આવ્યા છે – આમાં પણ આપ્યું છે. ફિલ્મમાં વારે ઘડીએ ફિલ્મના એક ગીત “એક હસીના … એક દીવાના ….” નો મુખડો વગાડવામાં આવે છે , એના પરથી મારું એવું અનુમાન છે કે ફિલ્મ નું નામ પહેલા ‘એક હસીના એક દીવાના ‘ રાખ્યું હશે , પણ એ ટાઈટલ કદાચ કોઈ એ પહેલે થી રજીસ્ટર કરાવી રાખ્યું હોઈ તે મેળવવામાં નિષ્ફળતા મળી હશે , અને પછી ના છૂટકે ‘દીવાના મેં દીવાના’ નામ રાખ્યું હશે. કદાચ ‘એક હસીના એક દીવાના ‘ નામ રાખવા પાછળ કરેલી સ્ટ્રગલ ને કારણે પણ આટલું મોડું રીલીઝ થયું હોય તેવું બની શકે. ફિલ્મમાં ગોવિંદા ફોટોશોપમાં પ્રિયંકાનો ફોટો કાદર ખાનને બતાવી ને કહે છે કે જુઓ , મેં દોર્યો – એમાં બોલાઈ જવાય કે સાલાઓ એક ચિત્રકારને બોલાવી ને પ્રિયંકા નું ચિત્ર દોરાવવા જેટલું ય બજેટ નહોતું તે આવી વેઠ ઊતારી ? અને કાદર ખાન ફિલ્મની ડબિંગ માટે નહિ આવ્યા હોય તે ફિલ્મમાં કાદર ખાનનો અવાજ કોઈ બીજા એ ડબ કર્યો છે – અને કાદર ખાન એના અવાજ વગર અધૂરો છે માટે એના રોલની પૂરી મજા બગડી જાય છે.

વેલેન્ટાઈન ડે પર બનતી મુખ્ય ઘટનાઓ !

ફરી આવી ગયો વેલેન્ટાઈન ડે, આ દિવસે શું શું થાય ? આ દિવસે મુખ્યત્વે નીચે  મુજબની ઘટનાઓ થાય –

ઘટના નંબર ૧ – વાંઢાઓ જલી જલી ને મરે

ક્યુકી સાસ ભી કભી બહુ થી , એમ હું ભલે અત્યારે પરણેલો છું પણ ભાઈઓ હું પણ ક્યારેક વાંઢો હતો ,  એક વાંઢા ને વેલેન્ટાઈન ડે ના દિવસે દુનિયા કેવી દેખાય , તો ભાઈઓ , એને આખી દુનિયા લાલ અને પોતાની જાત સફેદ રંગની દેખાય. સવારથી ” મેરા જીવન કોરા કાગઝ “ જેવા ગીતો યાદ આવે, વળી પાછો કોઈ ચહેરો યાદ આવે , જ્યાં તેને ક્યારેક કશા પ્રકાર ની સંભાવનાઓ દેખાઈ હોય , અને સમય જતા એ છોકરી ને બીજા કોઈની સાથે રસ્તા પર જતા જોઈ હોય , એવો અઘરો ચહેરો આ વેલેન્ટાઈન ડે ના દિવસે ખાસ યાદ આવે , કે કાશ ત્યાં મેળ પડી ગયો હોત , તો આજે સાંજે હું પણ તેની સાથે લો – ગાર્ડન જાત અને એને લાલ રંગનો ફુગ્ગો અપાવત. આવા નિસાસા અને સાથે યાદ આવે વિવિધ પ્રકારના કેટલાક ગીતો – સચ કહે રહા હૈ દીવાના , દિલ ના કિસી સે લગાના ….

તું પ્યાર હૈ કિસી ઔર કા , તુજે ચાહતા કોઈ ઔર હૈ….

આવા ગીતો ગાતો ગાતો ભાઈ ગલ્લે પહોંચે , વળી પાછો મનમાં નિસાસો નાંખે , કાશ એ સાથે હોત તો હું અત્યારે ૧૩૫ ના મસાલા ને બદલે , ગુલાબ નું ફૂલ ખરીદવા નીકળ્યો હોત ….

૧૩૫નો મસાલો અને ગુલાબ નું ફૂલ !

૧૩૫નો મસાલો અને ગુલાબ નું ફૂલ !

પછી એ વાંઢો પોતાના જેવા જ બીજા મિત્રો સાથે ગલ્લે ગોસ્ઠી જમાવે , પછી વાત માં થી વાત નીકળે ને કોઈ બોલે ” પેલો સુરીયો , ક્યાં ગયો , આજે સવારથી દેખાયો જ નથી , એટલે કોઈક જવાબ આપે – “અરે એને તો એક પટાઈ લીધી , અને આજે એને એ ફેરવવા લઇ જવાનો છે ”

એટલે ક્યાંક થી અવાજ આવે ” છોકરીઓ સાવ કેવા કેવા ચંબુ જેવા છોકરાઓને પસંદ કરે છે , એથી આપણી જેવા હેન્ડસમ છોકરાઓ વાંઢા રહી જાય છે .

ટૂંક માં એમના માટે આ આખો  દિવસ, જલન , નિસાસા અને દર્દ ભર્યા ગીતો થી ભરપૂર હોય –

દિલ કે રાસ્તે મેં કૈસી ઠોકર મેને ખાઈ ….તન્હાઈ …..

ઘટના નંબર ૨  – રોજે રોજ સાથે રખડતા કપલીયા , આજે થોડું વધારે રખડે …

આમ તો આ કપલીયા રોજે રોજ રખડતા હોય , પણ આ દિવસે અચૂક સાથે રખડવા નીકળે , એટલે રોજ રખડવામાં ક્યારેક ક્યારેક ખાડો પડતો હોય , પણ આ દિવસે એ લોકો ને ખાડો પડે તે ના પોસાય. છોકરીના પક્ષે એટલે ના પોસાય કારણ કે એનો લુક્ખો બોયફ્રેન્ડ આ દિવસે એને ગીફ્ટ આપવાનો હોય , રોજ ગાર્ડનમાં જ કામ પતી જતું હોય એના બદલે આજે એ પિક્ચર બતાવવા લઇ જવાનો હોય , અને છેલ્લે બહાર જમાડી ને ઘરે મોકલવાનો હોય . છોકરાના પક્ષે આજ ના દિવસે ખાડો પાડવો એટલે ના પોસાય કારણ કે આ દિવસે એને થોડી વધુ ચુમ્મા ચાટી કરવા મળશે તેવી અપેક્ષા હોય , અને આ દિવસે એ છોકરી ને ઈમોશનલ બ્લેકમેઈલ પણ કરી શકે ” બકા આવું કરવાનું ?, મેં તને ગીફ્ટ આપી , તું મને એક પપ્પી પણ નઈ આપે ? ”

અને આજ ના દિવસે આવા કપલીયાઓ ને બહાર નીકળવું પણ અઘરું પડી જાય , રોજ તો ઘરે કોઈ પણ બહાનું ચાલી જાય , પણ વેલેન્ટાઈન ડે ના દિવસે છોકરો સાંજે કે રાતના સમયે બહાર નીકળે એટલે માં – બાપ ને તરત શંકા જાય અને એ પ્રશ્ન કરે “આજે જ જવું જરૂરી છે ? ”

પછી એમને પણ ઈમોશનલી બ્લેકમેઈલ જ કરવા પડે ” મને તો ખબરેય નહોતી , પણ ભૈબંધે મારી પણ પિક્ચરની ટીકીટ લઇ લીધી , આ પિક્ચર તો મને જોવાની ખુબ ઈચ્છા હતી , અને બધા દોસ્તો પણ આજે જ જાય છે , પણ વાંધો નહિ , તમે ના પાડશો તો નહિ જઉં ”

પછી ભલે ને બિચારા માં – બાપ સવારથી નક્કી કરીને બેઠા હોય કે ભલે ગમ્મે તે થાય પણ આજે તો છોકરાને ઘરની બહાર નથી જ નીકળવા દેવો તોય , આ સાંભળ્યા પછી તેમને કહેવું જ પડે ” સારું , જઈ આવ , પણ પિક્ચર પતે એટલે તરત ઘરે આવી જજે …”

ઘટના નંબર ૩ –  વિવિધ ધંધાઓ ને પ્રોત્સાહન !

ગીફ્ટ આર્ટીકલ અને ફૂલ વાળા લોકો ને માટે દિવાળી કરતા પણ મોટો અવસર આવે ! આ દિવસ આવે એટલે ફૂલની દુકાને મુરજાયેલા ફૂલ અને ગીફટની દુકાને  ફાટી ગયેલા દિલ પણ વેચાઈ જાય , એ પણ હોય એના કરતા વધારે ભાવ માં ! આજ ના દિવસે નો ડિસ્કાઊન્ટ . આખો દિવસ ઓન્લી મની કાઊન્ટ ! એજ રીતે આજના દિવસે  હોટલો વાળા પણ ફાવી જાય , એક તો ડીનર ના ભાવ વધુ લેવાના અને વીજળી નો ખર્ચો પણ બચાવવાનો ! કેન્ડલ લાઈટ ડીનર યુ સી ! અને કપલીયાઓ પાછા ખાય ઓછું અને વાતો વધારે કરે , એટલે ખાવાનું બધું પ્લેટમાં એમ નું એમ પડ્યું રહે ! એટલે એ વધેલું ખાવાનું બીજા કોઈની પ્લેટ માં ! “હેપ્પી વેલેન્ટાઈન ડે સર ! ” કહી ને ! અને આજ ના દિવસે વેઈટરો ને ટીપ પણ વધારે મળે , ઓછી ટીપ આપીએ તો સાથે આવેલી છોકરી શું વિચારે ! એજ રીતે થીયેટરો વાળા પણ ખૂબ કમાય ! આખા થીયેટરમાં ચારે બાજુ કપલીયા જ કપલીયા દેખાય ! અને ગમ્મે તેવું પિક્ચર હોય , એ દિવસે તો બોક્સ ઓફીસ બ્રેક કરી નાખે ! પિક્ચર કેવું છે એના થી શું ફરક પડે છે ,  કપલીયાઓ ને તો અંદર જઈ ને ચુમ્મા ચાટી જ કરવી છે ને !

ત્રણ ઘટનાઓ પછી ત્રણ રોમેન્ટિક વાત કરી ને આ લેખ નું સમાપન !

વાત નંબર એક – મેં , કોમલે અને મમ્મી એ આજના દિવસે સ્ટાર ગોલ્ડ પર પારિવારિક રોમેન્ટિક ફિલ્મ “કુછ કુછ હોતા હૈ “ જોઈ નાખી. એ દરમ્યાન મને જાણવા મળ્યું કે કોમલે નાનપણમાં આ ફિલ્મ જોઈ ને કાજોલ ઊર્ફે અંજલી જેવા વાળ કપાવેલા !

વાત નંબર બે – એક રોમેન્ટિક પોસ્ટ , આવતીકાલે રીલીઝ થનારી ફિલ્મ મર્ડર ૩ ના રોમેન્ટિક ગીત ” તેરી ઝુકી નઝર … ” ગીત પર !

વાત નંબર ત્રણ – એક ખુબ જ રોમેન્ટિક વેલેન્ટાઈન ડે એડ

ચાલો , પાંચ પાંચ રૂપિયા, દસ દસ રૂપિયા !

બસ ગઈ કાલ સાંજ ની જ વાત છે, હું મેડીકલ સ્ટોર પર ગયેલો, ત્યાં એક ગરીબ છોકરી આવી, વીસેક વર્ષની હશે, સાવ જુના લઘર વઘર કપડા, માથું પણ વિખાયેલું , અને એની ચામડીનો રંગ કાળો. મોઢું બેઢંગુ. ગાલ ફૂલેલા, ખરબચડા અને ચેહરો ઉપર થી અને નીચેથી સાંકડો. યસ, મેં એને બરાબર નોટીસ કરેલી ( તમે પણ મારી જેમ આવી છોકરીઓ નોટીસ કરો, પછી બૈરું નહિ બગડે તમારા પર !) તેના હાથમાં પાંચનો સિક્કો હતો, તેવીએ એ સિક્કો મેડીકલ સ્ટોર વાળાને આપ્યો, મેડીકલ સ્ટોર વાળાએ તેને જોઈ , સિક્કો જોયો અને તરત એ બોલ્યો – ” ફેર એન્ડ લવલી? ” છોકરી એ હા માં માથું હલાવ્યું. એ “ફેર એન્ડ લવલી”નું પાંચ રૂપિયા વાળું પાઊંચ લેવા આવી હતી, પહેલા પણ ઘણી વાર લઇ ગઈ હશે, એટલે જ તો એને શું જોઈએ છે તે કહેવાની જરૂર ના પડી, મેડીકલ સ્ટોર વાળાએ તેને જોઈ, તેના હાથમાં પાંચ રૂપિયાનો સિક્કો જોયો, અને સમજી ગયો કે આ તેની રાબેતા મુજબની વસ્તુ લેવા જ આવી છે. મેડીકલ સ્ટોર વાળો પાઊચ લઇ ને આવ્યો એટલે તે બોલી – “આ નહિ પેલું , પેલા દિવસે પેલા ભાઈ એ આપેલું એ ! ” એ જ દુકાનના બીજા સેલ્સમેને તેને “ફેર એન્ડ લવલી” પ્રોડક્ટ ની કોઈ નવી વેરાયટી આપેલી. એ છોકરી “ફેર એન્ડ લવલી”ની નવી વેરાયટી ખરીદીને ત્યાં થી ચાલતી થઇ .
ચાલો સારું થયું , તેને પોસાય તેવી કિમતમાં – પાંચ રૂપિયામાં તે એક સપનું ખરીદી શકી. મોટા લોકો મોટી કીમત ચૂકવીને મોટા સપના ખરીદતા હોય છે, આણે એના બજેટમાં આવતું હતું તે સપનું ખરીદ્યું. ક્યારેય પુરા ના થઇ શકે તેવા અશક્ય સપના પણ જીવનમાં હોવા જરૂરી છે, એ તૂટે ત્યારની વાત ત્યારે, પણ છે ત્યાં સુધી તો તે જીવવાનો જુસ્સો પૂરો પાડ્યા કરે છે, અને તે તૂટવાની આરે આવે ત્યારે તેને ખમવાની ક્ષમતા પણ માણસે તે સપનું સેવતા સેવતા મેળવી લીધી હોય છે
ને શું માર્કેટીગ છે બાકી આ ફેરનેસ ક્રીમ વાળાઓ નું ! કહેવું પડે! હમણાં એક એડ આવે છે ટી.વી. પર, ગાર્નીયાર નું ક્રીમ , પ્રિયંકા ચોપરા બોલે – “સિર્ફ દસ રૂપયે, બસ ! ” એ “બસ” બોલે છે ત્યારે તેના હાવ ભાવખાસ નોંધવા જેવા છે, એ એક હાવભાવ માં જ જાણે એ કહી દેતી હોય કે મને ખબર છે કે તમારું બજેટ ઓછું છે, પણ જુઓ ! ચિંતા ના કરો ! આ માત્ર તમારા માટે ! તમારા વધારે પૈસા નહિ લઈએ ! “સિર્ફ દસ રૂપયે, બસ ! ”
આ મોંઘવારીના જમાનામાં જયારે દસ રૂપિયા એ પાંચ રૂપિયાનું સ્થાન લઇ રહ્યા છે (હવે તો દસ નો સિક્કો પણ નીકળ્યો છે ) ત્યારે બચ્ચન બાબુ માત્ર પાંચ રૂપિયામાં ગરીબ બાળકો ને મેગીના રવાડે ચડાવવા નીકળ્યા છે!

હું નાનો હતો ત્યારે પપ્પા એ આ વાત કરેલી, તેમણે પ્રોપર નામ કીધેલું પણ મને યાદ નથી બટ- સમબડી, વિદેશનો કોઈ પ્રેસિડેન્ટ કે મલ્ટીનેશનલ કંપનીના કોઈ માલિકે કહેલું કે ભારતમાં જે ગામડામાં ખાવાને અનાજ નહિ પહોચતું હોય ત્યાં પણ અમારો લક્સ સાબુ તો પહોંચતો જ હશે ! તો મિત્રો , “સ્વદેશી અપનાઓ અને વિદેશી હટાઓ ” પણ એના માટે જરૂરી નથી કે રામદેવ મહારાજની દુકાને થી જ ખરીદીએ!
અને છેલ્લે બહુ ટાઈમ પછી જલસો કરાવી દે તેવી કોઈ એડ આવી, વોડાફોન ની ! એકેએક છોકરીનું પરફોર્મન્સ આઊટ સ્ટેન્ડિંગ ! લવલી ! i have just fallen in love with this ad.

એક પીએચ.ડી યે ભી…..

આજે મને એક વિચાર આવ્યો (ઢંગધડા વગર નો) કે જો કોઈ પણ વ્યક્તિ ચાહે તે વિષય પર પીએચ.ડી કરી શકે તો? અને તે પણ કોઈ પણ જાત ની ડીગ્રી વગર ! પછી એક કાલ્પનિક પાત્ર દિમાગમાં આવ્યું.એક તરુણ નું ,જે એની ઉમર ની એક છોકરી પર પી.એચડી. કરવા માંગે છે, હવે એવું પીએચ.ડી કરવા માટે ની દરખાસ્ત લઈને તે યુનિવર્સીટી મા જાય છે…..ચાલો હવે જોઈએ, શું થાય છે….
છોકરો ઓફીસ મા ફોર્મ જમા કરાવતી વખતે , ઓફીસ કર્મચારી- ” આ તે વિષય મા શું લખ્યું છે?
છોકરો- “સેનોરીટા”
ઓફીસ કર્મચારી- “આવો કોઈ વિષય અમારી યુનિવર્સીટી મા નથી, કોણ છે તારો ગાઈડ? ”
છોકરો- “આદરણીય આદિત્ય ચોપરા સર”
ઓફીસ કર્મચારી-” અને આ સેનોરીટા કોણ છે?”
છોકરો- “સેનોરિટા એ મારો પ્રેમ છે સર જેને હું મારા સપના મા સેનોરિટા કહી ને બોલવું છું”
ઓફીસ કર્મચારી- ” એના પર પીએચ.ડી ના થાય, સાહીત્ય જગત ની મહાન હસ્તી હોય, એવા કોઈ વ્યક્તિ પર થાય…. ”
છોકરો- “એનું સાહીત્ય મા બહુ મોટું યોગદાન છે!”
ઓફીસ કર્મચારી-“શું યોગદાન છે?”
છોકરો- “એના થી પ્રેરાયી ને મે અઢળક કવિતાઓ લખી છે…..”
ઓફીસ કર્મચારી- “એના પર પીએચ.ડી કરવાની લાયકાત છે તારી પાસે? ”
“એના પર પી.એચ.ડી. કરવા ની લાયકાત ખાલી મારી પાસે જ છે કારણકે હું તેના પ્રેમ મા છું ”
“ઓ. કે. તો તે એના પ્રેમ મા માસ્ટર્સ કર્યું છે?”
“યસ સર ”
“તારા માસ્ટર્સ નું સર્ટીફીકેટ ક્યાં છે ?”
યુવાને કાચાપૂંઠા નું એક કાગળ રજુ કર્યું, કર્મચારી બોલ્યો-
“આ તો આર.એમ.ડી. ગુટકાના ખોખા નો ટુકડો છે!”
“એને પાછળ ફેરવો, એની પાછળ મારું સર્ટીફીકેટ છે ”
“આ શું લખ્યું છે?”
“કીધું તો ખરું કે મારું માસ્ટર્સ નું સર્ટીફીકેટ છે, વાંચો તો ખરા ….”
પાછળ વાદળી કલરની બોલપેનથી લખેલું હતું-
” આ સાહેબ રોજ મારા ગલ્લે આવે છે, સવારે સાત વાગે ૨ સિગરેટ પીવે છે, બપોર ના ૧૨ વાગે ૨ અને સાંજ ના ૪ વાગે ૨, અને ૬:૩૦ વાગે ૨ અને રાત ના ૧૦ વાગે ૨ ,એમ કુલ ૧૦ સીગરેટો તે રોજ મારે ત્યાં આવી ને પીવે છે, છેલ્લા ૩ વર્ષ થી આ તેમનું રોજ નું છે, મારો ગલ્લો ક્યારેક બંધ હોય તોય તો આ જ ટાઈમે આવી ને આટલી જ સીગરેટો પીવે છે, બાજુ ના ગલ્લા માથી. વર્ષ મા એક વખત ઉનાળા મા તે ૧ મહિના સુધી નથી આવતા, પછી પાછા રાબેતા મુજબ ચાલુ થઇ જાય છે
લી. ચંદુલાલ , શંકર પાન પાર્લર નો માલિક.”
“આ ગલ્લા વાળા ના કાગળ થી તું શું સાબિત કરવા માંગે છે? કે તું કેટલો મોટો ફૂંકણીયો છે? ”
“ના સાહેબ આ તો મે સેનોરિટા પર માસ્ટર્સ કર્યું છે તેનું સર્ટીફીકેટ છે. ”
“એ કેવી રીતે?”
“જુઓ સાહેબ હું તમને સમજાવું…. ચંદુલાલ નો ગલ્લો સેનોરિટા ના ઘરની એકઝેટ સામે છે એટલે સિગરેટ પીવાના બહાને હું ત્યાં આવી ને મારી સેનોરિટા ને જોતો હોઉં છું. સવારે સાત વાગે તે કોલેજ જાય ત્યારે તેની ઝલક જોવા આવું ત્યારે ૨ સિગરેટ પીવું, ૧૨ વાગે તે કોલેજ થી પાછી આવે ત્યારે ૨ , ૪ વાગે ટ્યુશન જાય ત્યારે ૨ અને ૬:૩૦ વાગે ટ્યુશન થી પાછી આવે ત્યારે ૨, અને રાત ના ૧૦ વાગે તે પોતાના ઘર ના ગેટ પર તાળું મારવા બહાર આવે ત્યારે ૨….”
“સમજી ગયો, પણ તું તારા માસ્ટર્સ મા ફેલ થયો છે. ”
“એ કેવી રીતે સાહેબ”
“તું દર વર્ષે ઉનાળા મા ૧ મહિનો નથી આવતો, કારણ કે તને તડકો લાગે છે, પ્રેમ ની ઝલક મેળવવા તું થોડી ગરમી અને થોડો પરસેવો પણ નથી ખમી શકતો?”
“એવું નથી સાહેબ, સેનોરિટા ઉનાળા મા ૧ મહિનો તેના મામા ને ત્યાં જાય છે, આ રહ્યુ બીજું સર્ટીફીકેટ રાજકોટનું. ”
“છોકરાએ રાજકોટમા સેનોરિટાના મામાના ઘરની સામે આવેલા ગલ્લાવાળાનો કાગળ રજુ કર્યો, જે “મહેક સિલ્વર” નામની ગુટકાના ખોખાની પાછળ લખેલો હતો.
“ઓહ આઈ એમ ઇમ્પ્રેસ. તો તું પી.એચડી. સેનોરિટાના કયા પાસા પર કરવા માંગે છે?”
“તેની સુંદરતા પર !”
“બેશક તું કરી શકીશ, તે આટલો સમય સુધી તેને ઝાંખી છે…. તો તું જરૂર તેની સુંદરતા થી વાકેફ હોઈશ. તને પીએચ.ડી કરવાની પરવાનગી આપવામા આવે છે.”
“થેન્ક યુ સર થેન્ક યુ વેરી મચ. ”
“યુ આર વેલકમ, આ પીએચ.ડી કરી ને પછી આગળ તું શું કરવા ઈચ્છે છે યંગમેન?”
“સર હું આ પીએચ.ડી થિસીસ બતાવીને સેનોરિટાને ઈમ્પ્રેસ કરીશ, પછી તેને ભગાડીને તેની સાથે લગ્ન કરીશ, કારણ કે તેના બાપા કરોડપતિ છે અને તે છેલ્લે તો પોતાની દીકરી ને અપનાવી જ લેશે, એટલે હું ઘર જમાઈ બનીને આખી જિંદગી જલસા કરીશ”
“ઓહ, તું તો બહુ મહત્વાકાંક્ષી છે યુવાન, પણ જો તે છોકરી જ નૈ માને તો?”
“તો સેનોરિટા ના મામા ની છોકરી પણ હજી કુંવારી જ છે, અને એનો મામો પણ કરોડપતિ છે, દર વર્ષે એક મહિનો ફાળવી ને મે તેના મામા ની છોકરી પર પણ ડીપ્લોમા કોર્સ કરી નાખ્યો છે.”
———————————————

બલોગિંગનો પહેલો દિવસ

તો બાપુ આજે આપણે(એટલે કે મેં) આ બલોગની શરૂઆત કરી એ બહુ મોટી ઐતીહાસીક ધટના છે મારા જીવનના ઈતીહાસની.

ગુજરાતીમાં ટાઈપ કરતા નથી આવડતુ એ વાતનું દુઃખ દીલ ને ઘણા સમયથી હતું

આજે પણ છે કારણ કે બે લિટી લખતાય બે કલાક થાય છે, પણ એટલા માટે જ તો મેં આ બલોગ શરુ કર્યો છે. આમ એક દિવસની બે લિટી થી …બે પાના નો સફર અહીં  આ બલોગમાં જ માંડવાનો છે. યાહોમ કરીને પડયો છું આશા રાખુ છું કે ફતેહ થશે આગે

 

૧-૯-૨૦૧૨ મારુ આજનું ફેસબુક સટેટસ

૧-૯-૨૦૧૨

આજ થી દુધની કોથળીના ભાવમાં એક રુપીયાનો વધારો. જીવન જરુરીયાતની મુખય વસતૂઓના ભાવમાં વધારો થાય એટલે મને ધ્રાસકો પડે. સામાનય માણસ બીચારો આખી જીંદગી મોંઘવારી સાથે લડયા કરે તોય મયૅા પછી મારા પરીવારનું શું થશે તેની ચીંતામાં શાંતીથી મરી યે ના શકે. ખરેખરમાં, મોંઘવારીને ડાયન કાંય અમથી નથી કીધી.