મારી શોર્ટ ફિલ્મ્સ

વાર્તા વાંચી ? હવે ફિલ્મ જુઓ !

૧૨ ઓક્ટોબર ૨૦૧૨ ના રોજ મેં આ બ્લોગ પર એક લઘુકથા મુકેલી.  તમે કદાચ વાંચી હશે – કદાચ ન પણ વાંચી હોય . હમણાં મેં એ વાર્તા પરથી એક શોર્ટ ફિલ્મ બનાવી છે.  સો હિયર આઈ પ્રેઝેન્ટ માય શોર્ટ ફિલ્મ – ઈઝહાર

ફિલ્મ જોયા પછી એનું મૂળ સ્વરૂપ એટલે કે મારી જે વાર્તા પરથી મેં ઈન્સ્પાયર થઈને આ ફિલ્મ બનાવી એ વાર્તા ફરી વાર (અથવા પહેલી વાર ) વાંચવાનું મન થાય તો એ વાર્તા ની આ લિંક – “એની હથેળીનો સ્પર્શ “

to dear ડાહ્યાભાઇ રેકડીવાળા

ગામડા મા રહેતા એક છોકરા ને ચસ્કો છે ગુજરાતી ફિલ્મોના હિરો બનવાનો. તો એણે શું કર્યું કે એક વીડિઓ બનાવ્યો, તેમાં પોતાનું પર્ફોમન્સ આપ્યું અને તે વીડિઓ મોકલી દીધો ગુજરાતી ફિલ્મો ના એક જાણીતા પ્રોડયુસર ને! એ પ્રોડયુસરનું નામ ડાહ્યાભાઈ રેક્ડીવાલા એટલે આ ફિલ્મ નું નામ છે “to dear ડાહ્યાભાઇ રેકડીવાળા”. માત્ર ૫ મિનીટ ની આ ફિલ્મ. ફિલ્મ નો પ્રકાર- કોમેડી. એક જ શોટ મા બનેલું “સ્ટેન્ડઅપ કોમેડી પરફોર્મન્સ”

ટી.વી.,રિમોટ એન્ડ મમ્મી

તો મિત્રો એવું વિચાર્યું છે કે દર રવિવારે કૈક અલગ પોસ્ટ કરવું છે.તો આ મહિના પુરતો એવો વિચાર છે કે દર રવિવારે હું મારી બનાવેલી એક શોર્ટ ફિલ્મ પોસ્ટ કરીશ, અને આ સિલસિલો મેં ગયા રવિવાર થી જ શરુ કરી દીધો છે. યેસ, ગયા રવિવારે મેં આ બ્લોગ પર મારી શોર્ટફિલ્મ “ફ્રિડમ” મુકેલી (પેહલા પોસ્ટ કરેલી દરેક શોર્ટફિલ્મ “મારી શોર્ટ ફિલ્મ્સ ” નામની કેટેગરીમાં જઈ ને જોઈ શકાશે)
તો આજ ની શોર્ટ ફિલ્મ નું નામ છે “ટી.વી.,રિમોટ એન્ડ મમ્મી”
આ ફિલ્મ નો વિચાર જેવો મારા માઈન્ડ માં આવ્યો તેવો તરત મેં મારા મમ્મી ને કીધો ને કીધા પછી તરત મેં મૂવી શૂટ કરી લીધું, અને પછી રાતે જમી ને તરત એડિટ કર્યું, આ ફિલ્મ માં મારા મમ્મી એ અભિનય કર્યો છે, લાઈફ માં ક્યારેય તેમણે એક્ટીગ કરેલી નૈ, તોય દીકરા ની જીદ ને વશ થઇ ને આ રોલ તેમણે કર્યો છે, આવતા વિક માં એક ફિલ્મ આવવાની છે “બરફી”, જેમાં કોઈ સંવાદ નથી, આ ફિલ્મમાં પણ કોઈ સંવાદ નથી, તથા આ ફિલ્મ માં ઈશારા થી પણ કોઈ કામ નથી લેવાયું, માત્ર ક્રિયા દ્વારા વાત સમજી શકાય છે, જો કે એમાં કઈ નવું નથી,સાઈલેન્ટ શોર્ટફિલ્મ્સ ઘણી બનતી હોય છે.
તો ચાલો શરુ કરીએ ફિલ્મ – “ટી.વી.,રિમોટ એન્ડ મમ્મી”

ફ્રિડમ – આઝાદી

સાચા અર્થમાં આઝાદી કોને કહીશું? મારા મત પ્રમાણે માનવી બીજાની આઝાદીની કિંમત સમજશે તયારે જ એ ખરા અર્થમાં આઝાદ થશે. મારા આ વિચારોને મેં આ ફિલમમાં રજૂ કરીને કચકડે કંડાર્યા છે

માત્ર ૪-૩૦ મીનીટની આ ફિલમ જોવા માટે નીચે આપેલી લીંક પર જાઓ