(૧ ) હિમ્મતવાલા – એંસી ના દાયકા ની ફિલ્મના આ રિમેકમાં પણ એંસી નો દાયકો જ બતાવ્યો છે. ગીતો ના ફિલ્માંકન થી લઈને કોમેડી પણ એ સમય માં જોવા મળતી
એવી જ . તમને સહેજ પણ એવું નહિ લાગે કે તમે કોઈ નવી ફિલ્મ જોઈ રહ્યા છો. ગીતો કર્ણપ્રિય બન્યા છે , અને કોમેડીમાં માસ્ટર સાજીદ ખાન આ ફિલ્મમાં હસાવવામાં નબળો પડ્યો છે , પોતાની ફિલ્મોમાં પ્રાણીઓ લાવવા તેને ગમે છે , આ ફિલ્મમાં વાઘ આવે છે , અને થીયેટરમાં બેઠેલા બાળકો ખુશ થાય છે , તમારે પણ ખુશ થવાનું – બાળકોને જોઇને ! અને બાળકો જો પોતાના હોય તો એમના ભાગના ટીકીટ ના પૈસા વસૂલ સમજવાના ! ઇન શોર્ટ , અત્યારે જે ટ્રેન્ડ ચાલે છે – પિટ ક્લાસ ફિલ્મો નો ( થીયેટરમાં આગળના ભાગમાં – અપરમાં બેઠેલી – લોવર ક્લાસ ઓડીયન્સ ને પિટ ક્લાસ ઓડીયન્સ કહેવાય – જેમને એક માણસ દસ જણને ઊલાડે , એમાં મજા આવે . થોડા ચીપ લેવલની કોમેડીમાં તેઓ ચીસો પાડી પાડી ને હસે – એને પિટ ક્લાસ કહેવાય ) એવી આ ફિલ્મ છે. સિઘમ ને હિટ બનાવનાર ઓડીયન્સે આ ફિલ્મને નથી વખાણી ! આઈ ડોન્ટ નો વ્હાય . સિઘમ ના લેવલની જ આ ફિલ્મ છે – છતાય આવું કેમ!? જે હોય તે આપડ ને એટલી ખબર છે કે “તાકી…. તાકી …” કરવામાં કઈ વાંધો નથી , કારણ કે ગીત પણ સારું છે અને એક્ટ્રેસ પણ !
હિમ્મતવાલા – તમન્ના “સજના પે દિલ આ ગયા … ” ગાય છે ત્યારે તેના જે એક્સપ્રેશન આવે છે , માય ગોડ ! તમન્ના પે દિલ આ ગયા !
(૨ ) the attacks of 26/11 – પોતાના પબ્લીસીટી સ્ટંટ માટે પ્રખ્યાત રામ ગોપાલ વર્મા એ આ ફિલ્મ ખુબ (ખુબ એટલે ખુબ જ ) ડીસન્ટલી પ્રમોટ કરી ત્યારે મને એ
વ્યક્તિ માટે માન થયું. ફિલ્મના પોસ્ટરો માં પણ વિષયની ગંભીરતા નું ભાન દેખાય છે , અને ફિલ્મ ખુબ જ રીયાલીસ્ટીક બની છે , હુમલાના એ દ્રશ્યો થી લઈને ફિલ્મમાં દર્શાવાયેલી દરેક બાબત વાસ્તવિકતાથી સહેજ પણ વિમુખ નહિ. નાના પાટેકર એની ડાયલોગ ડીલીવરી માટે ફેમસ છે . એની ડાયલોગ બોલવાની સ્ટાઈલ પણ ફેમસ છે. પણ એ સ્ટાઈલ માં એ હમણાં ની ( ભૂત અને તે પછીની ) ફિલ્મોમાં જોવા જ નથી મળ્યો. આ ફિલ્મમાં પણ તેની પાસે એક લાંબો ડાયલોગ છે , સ્ટાઈલ અલગ છે પણ અસર એ જ છે – આરપાર નીકળી જાય એવી ! પરફેક્ટ સિચ્યુએશન પર પરફેક્ટ એકટર દ્વારા બોલાયેલા એ પરફેક્ટ શબ્દો ફિલ્મનું મુખ્ય જમા પાસું છે. લોકો આ ફિલ્મ જોઇને કહેશે કે રામ ગોપાલ વર્મા ઈઝ બેક – હું તો એની દરેક ફિલ્મ આવે છે ત્યારે આ શબ્દો બોલું છું. એ એક જીવતો લેજંડ છે જેની કદર આ દેશના લોકો એના મર્યા પછી જ કરશે.
the attacks of 26/11 – A must watch for everybody on this earth , including terrorists.
(૩ ) ચશ્મે બદદુર – નબળી રીમેક ! હે એક જમાના ના મારા પ્રિય દિગ્દર્શક – ડેવિડ ધવન , તને શું થઇ ગયું છે ! તું હવે કેમ પહેલા જેવી હિલેરીયસ-ક્લાસિક કોમેડીઝ નથી
બનાવતો – એવું હોય તો ગોવિંદા ને લે યાર ! અરે હા , એમ પણ કરેલું , નો પ્રોબ્લેમમાં ગોવિંદા હતો , તોય ફિલ્મમાં ડેવિડ ધવનવાળો મેજિક નહોતો – છેલ્લે “પાર્ટનર” માં એ મેજિક જોવા મળેલો. સ્ટીલ , આઈ લવ યુ ફોર યોર ઓલ્ડ ફિલ્મ્સ , એટલે આ ફિલ્મ વિષે હું બીજું કશું નહિ કહું – બીકોઝ આઈ લવ યુ અને એટલે જ મને તારી નિંદા કરવામાં મજા નહિ આવે ! તોય લાગણીઓ પર કાબુ રાખી મારે થોડા શબ્દોમાં તો કશુક કહેવું જ પડશે – ઘસાઈ ગયેલી , ચવાઈ ગયેલી શાયરીઓ , કોમિક ટાઈમિંગ ની સમજ વિના ના અભિનેતાઓ ( અફકોર્સ , રિશી કપૂર નો આમાં સમાવેશ નથી થતો – માત્ર એ જ તો છે જે આ ફિલ્મ ને થોડી ઘણી સહ્ય બનાવે છે ) અનુપમ ખેર પણ વેસ્ટ ગયો છે કારણ કે એની પાસે સારું પાત્ર કે સંવાદો નથી .
ચશ્મે બદદૂર – બની શકે તો રહો આનાથી દૂર ! અને જોવું જ હોય તો જુઓ , જુનું ચશ્મે બદદૂર
(૪ ) રંગરેઝ – દોસ્તી માટે જાન કુરબાન ! એવું માત્ર બોલવાનું જ નહિ પણ કરી બતાવવામાં માનતા લોકો ની વાત એટલે રંગરેઝ. પોતાની પ્રેમિકા સાથે લગ્ન નહિ થઇ શકે
એવી પરિસ્થિતિ ઊભી થતા એક દોસ્ત નદીમાં ઝંપલાવે છે , ફિલ્મનો હીરો અને એના મિત્રો એને બચાવે છે અને નીકળી પડે છે એક મિશન પર , દોસ્તને તેની પ્રેમિકા સાથે ભગાડીને લગ્ન કરાવવાનું મિશન. ઇન્ટરવલ સુધી આ મિશન અને ઇન્ટરવલ પછી એ મિશનની જીવન પર પડેલી અસર ને દર્શાવવામાં આવી છે. ફિલ્મ માં સંદેશો એવો પ્રાપ્ત થાય છે કે મિત્રના કપરામાં કપરા સંજોગોમાં તેનો સાથ આપવો જોઈએ , તેની લડાઈને પોતાની લડાઈ સમજીને લડવું જોઈએ. કોઈ કપરા સંજોગોમાં ભાંગી પડે તો તેને પૂરે પૂરું બળ લગાવીને ઊભો કરવો જોઈએ. આમ એક બીજાને મદદરૂપ થઈને જીવનનું ગાડું હાંકવામાં આવે , તો કોઈ હાંફી ના જાય ! અને એક બીજાની હુંફ નો , એકબીજાના પ્રેમનો મબલખ પાક જીવનભર પ્રાપ્ત થતો રહે. ફિલ્મમાં ગ્રીપ છે , સારૂ- સપ્રમાણ હ્યુમર છે, અને એક નવી ફ્લેવર છે – ભાવે એવી !
રંગરેઝ – આ ગીત યાદ અપાવે છે , અને એના શબ્દોને સાચા અર્થમાં સાર્થક કરે છે – “સાથી હાથ બઢાના , એક અકેલા થક જાયેગા , મિલ કર બોજ ઊઠાના …. “
(૫ )સાહેબ બીવી ઔર ગેંગસ્ટર રીટર્નસ – આ એક સિકવલ છે ( મર્ડર ૨ અને જિસ્મ ૨ ની જેમ સીરીઝ નથી ) આ ફિલ્મ વિષે હું શું કહું ? સિર્ફ નામ હી કાફી હૈ ! પહેલા ભાગની જેમ જ બીજો ભાગ – જલસો કરાવી દે તેવો ! સેન્સીબલ દર્શકોની ભૂખને સંતોષતી ફિલ્મ. જેમાં મનોરંજન અને ફિલ્મ મેકિંગ નું સ્તર ઊંચું છે. ડાયલોગ્સ (સાથે સોન્ગ્સ ની લાઈન્સ પણ ) એવા છે કે વાહ નીકળી જ જાય ! ફિલ્મ ખાલી સેટ વડે જ ભવ્ય નથી બનતી , ખરેખર મારા મતે સાચા અર્થમાં આ એક રોયલ ફિલ્મ છે. અને એને માણવા માટે એક રોયલ હૃદય જોઈએ. રેકર્ડ પ્લેયર પર રેકર્ડ ચડાવીને સાંભળવામાં શું લિજ્જત છે એ ફક્ત રોયલ માણસ જ જાણતો હોય , બીજાને મન એ માત્ર એક ભંગાર ની ચીજ હોય !

સાહેબ બીવી ઔર ગેંગસ્ટર રીટર્નસ – વર્ષો પછી પણ જીવંત રહેશે – એવરગ્રીન ક્લાસિક
(૬ ) સારે જહાં સે મહેંગા – “ફસ ગયા રે ઓબામા” જોયેલું ? ના જોયું હોય તો તમે ખુબ અગત્યનું કશું ગુમાવશો ! અને એ જોયું હોય ને “સારે જહાં સે મહેંગા” ના જોયું હોય તો
પણ ગુમાવવાનું તો આવશે જ , કારણ કે “ફસ ગયા રે ઓબામા” ના જ સર્જકોએ બનાવેલી આ ફિલ્મ પણ એટલી જ સુંદર અને અર્થસભર છે. આજની મોંઘવારી પર એક વ્યંગ હાસ્ય. એક પરિવાર નક્કી કરે છે કે લોન લઈને ઘરમાં ત્રણ વર્ષનું કરિયાણ ભરી લઈએ . અને લોન લે છે દુકાન ખોલવાના બહાનાથી , પછી પૂછપરછ થાય છે અને બધધા બરાબરના ભરાય છે , પછી જામે છે ધીંગામસ્તી અને ધમાચકડી – છેલ્લે ફિલ્મમાં મુખ્ય પાત્ર દ્વારા મોંઘવારીમાં સામાન્ય માણસની જે હાલત થાય છે એ વિષય પર માસ્ટર સ્પીચ અને પછી ફિલ્મ નો અંત ! દેશનો ખરો હાલ બતાવતી , અને એના પર વ્યંગ કરતી ફિલ્મ દરેક સમયમાં બનતી રહેવી જોઈએ. દશકામાં તો એકાદી આવી ફિલ્મ આવવી જ જોઈએ.
સારે જહાં સે મહેંગા – આવા પ્રકારની ફિલ્મો એ માત્ર ફિલ્મ નહિ પણ સમાજ સેવા છે .
(૭ ) થ્રી જી – મોબાઈલ ટેકનોલોજી પર આધારિત આ ફિલ્મમાં હોરર અને ટેરર નું કોમ્બીનેશન છે , રોમાંચ થી ભરપૂર આ ફિલ્મ માં સસ્પેન્સ જળવાઈ રહે છે અને એ જાણવાની ઉત્સુકતા પણ ! અને મોટા ભાગની ફિલ્મોમાં થતું હોય છે તેમ પત્તા ખુલ્યા પછી ફિયાસ્કો નથી થતો. હોલીવુડમાં આવા અખતરા ખુબ થાય છે પણ બોલીવુડમાં આવા પ્રકારની ફિલ્મો ખુબ ઓછી માત્રામાં બને છે.
થ્રી જી – એક વધાવી લેવા જેવી અલગ પ્રકારની મનોરંજક ફિલ્મ.

(૮ ) જોલી એલ.એલ.બી. – એક હિટ એન્ડ રન કેસ આ ફિલ્મ માં મુખ્ય ઘટના છે. અરશદ વારસી એક નિષ્ફળ વકીલ હોય છે અને પહેલા માત્ર નામ કમાવવા અને પછી નામ કે જાનની પરવાહ કર્યા વગર સત્ય માટે લડવા નીકળી પડે છે , અને એની સામે હોય છે એક ધુરંધર વકીલ જે પાત્ર બોમન ઈરાની એ ભજવ્યું છે. સૌરભ શુક્લા જજ ના રોલમાં સારું હ્યુમર ઊભું કરે છે , એ હસાવી શકશે માત્ર તો જ જો તમે એ જોતી વખતે એ વાતને ભૂલી જશો કે વાસ્તવિક જીવનમાં કોઈ જજ આવો બિલકુલ નથી હોતો. એક કોર્ટ કેસ ને મુખ્ય ઘટના તરીકે રજુ કરતી આ ફિલ્મ હોઈ , જકડી રાખે તેવી હોવી જોઈએ , અહી પકડ થોડી ઢીલી છે. એક સિમ્પલ , સોબર અને કોમન ફિલ્મ . આવા પ્રકારનું મનોરંજન લોકો આજ કાલ “અદાલત ” જેવી સીરીયલો માં રોજ જોતા હોય છે , ખુબ જોયેલું હોય છે અને માટે જ આવા કોઈ વિષય પર ફિલ્મ બને ત્યારે જો એનું ફલક વિશાળ ન હોય , અને એમાં કશું નવીન ના હોય (અધૂરામાં પૂરું પ્રખ્યાત સ્ટારકાસ્ટ નાં હોય ) ત્યારે લોકો એ ફિલ્મને સ્વીકારતા નથી. ફિલ્મ વધુ પડતી સિમ્પલ , કોમન અને યુઝઅલ્લી જોવાતા મનોરંજન માંની છે,
જોલી એલ.એલ.બી.- દાલ ગલ જાતી અગર થોડા તડકા જ્યાદા હોતા !
(૯ ) આત્મા – એક બીલો- એવરેજ હોરર ફિલ્મ .

(so nothing more to say about this film ) પણ ” આજા નીંદીયા … ” ગીત સારું છે.
(૧૦ ) ડેવિડ – અલગ અલગ સમયના ત્રણ અલગ અલગ ડેવિડની વાત , ખુબ જ રસપ્રદ રીતે કહેવાઈ છે. છેલ્લે ત્રણેવ વાર્તાઓ ને જોડે છે – ફિલ્મનો સંદેશ. જાનદાર દિગ્દર્શન , અભિનય અને સંવાદ ! હા , ફિલ્મના ફિલોસોફી ભરેલા ગીતો મને થોડા ઓછા ગમ્યા .ગીતો પણ સારા હોત તો સોનામાં સુગંધ ભળત. બટ ઓવરઓલ , એ ન્યુ એન્ડ રિફ્રેશિંગ એક્સપીરીયન્સ , ગો ફોર ઇટ.

ડેવિડ – ઇટ્સ એ વન્ડરફૂલ ફિલ્મ !