ફિલ્મ જગત

જૂના કલાકારોની છેલ્લી ઝલક

આજે રાઝ ૩ ની સાથે બીજી ૨ ફિલ્મ રીલીઝ થઈ છે,

૧ – રીવાયત

૨- ચલ પીકચર બનાતે હૈ

‘ચલ પીકચર બનાતે હૈ’ બીજી ફિલ્મોમાંથી ઉઠાંતરી કરીને બનાવાતી ફિલ્મો પર કટાક્ષ કરતી કોમેડી ફિલ્મ છે,સારી કે ખરાબ એ તો જોયા વગર ન કહી શકાય પણ ચોકકસ પણે એક મૌલિક અને રીયાલીસટીક ફિલ્મ

-રીવાયત સ્ત્રી ભ્રણ હતયા પર છે(આ જ વિષય પર ગયા અઠવાડીયે પણ એક ફિલ્મ રીલીઝ થયેલી ‘જલપરી’) અને એમાં જગજીત સિંગ દવારા ગવાયેલુ છેલલુ ગીત છે

-એ.કે.હંગલ પણ લાંબા સમયથી દેખાતા નહોંતા પણ જતા પહેલા મધુબાલા સીરીયલના એક એપીસોડમાં ચમકયા

-શમમી કપૂરનું ય એવું જ થયું, એમને ચમકાવતી ફિલ્મ ‘રોકસટાર’ એમના નિધન પછી રીલીઝ થઈ

-રાજેશ ખનનાની પંખા વાળી એડ પણ તેમના નિધનના થોડા સમય પહેલા જ આવી

-મારા પ્રીય એકટર નીર્મલ પાંડે નું નિધન February 18, 2010ના રોજ થયું અને લાંબા સમય પછી રીલીઝ થનાર તેમની ફિલ્મ આવી March 19, 2010ના રોજ. ફિલ્મનું નામ ‘લાહોર’.

what a co-incidence હમણાં હમણાં જ આપણને છોડી ને જનાર આ બધા કલાકારોને જાણે અગાઉથી જાણ થઈ ગઈ હોય કે હવે જવાનો સમય થઈ ગયો છે તેમ ભલે લાંબા સમયથી દૂર રહયા હોય પણ જતા પહેલા તેમના ચાહકોને એક છેલલી સલામ આપીને ગયા

 

રીવાયતમાં જગજીત સિંગ નું છેલલું ગીત, માણો