વસંત અને રજબ નામના બે શહીદ

અરે આ હિંદુ- મુસ્લિમના તોફાનો રોકવા માટે નેતાઓ એ કઈ કરવું જોઈએ ! અરે… સોરી, નેતાઓનું કામ આ તોફાનો રોકવાનું થોડું છે… એમનું કામ તો…! વેલ, નેતાઓ ની વાત છોડો, પોલીસ શું કરે છે? તો ભાઈ પોલીસે એક ખુબ જ વખાણવા જેવું કામ કર્યું છે. અમદાવાદની પોલીસ સાંપ્રદાયિક રમખાણો રોકવા એક ફિલ્મ બનાવી રહી છે. ફિલ્મના બે મુખ્ય પાત્ર ૧૯૪૬ની રમખાણોમાં મૃત્યુ પામેલા હિંદુ અને મુસલમાન દોસ્ત છે , જેઓ લોકોનો જીવ બચાવતા બચાવતા મૃત્યુ પામ્યા હતા. વર્ષ ૨૦૦૨માં ગુજરાતમાં થયેલ કોમી હુલ્લડો પર બનેલી કેટલીક ફિલ્મોને સરકાર અથવા ભાજપ સાથે જોડાયેલ સંસ્થાઓએ ગુજરાતમાં રીલીઝ નહોંતી થવા દીધી. પણ પોલીસ દ્વારા આ જે કામ હાથ ધરાયું છે, તેને કોઈ નહીં રોકી શકે.

f6d5856e77f8b81bca86a9a8777f6765_L

હવે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ લોકોમાં જાગૃતિ લાવવા અને ભાઈચારાની ભાવના વધારવાના હેતુથી ફિલ્મ બનાવી રહ્યું છે. આ એજ ક્રાઈમ બ્રાંચ છે જેના મુખિયા ડીજી વણજારા , અભય ચુડાસમા અને જીએલ સિંઘલ કેટલાક ખોટા તોફાનોને મુદ્દે જેલ ભેગા થઇ ચુક્યા છે.તેમના પર કેટલાક લોકો પર અત્યાચાર ગુજાર્યા હોવાનો આરોપ છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચ ના ડીપ્ટી કમિશ્નર ઓફ પોલીસ હિમાંશુ શુક્લે જણાવ્યું, “ફિલ્મ અમદાવાદના બે દોસ્ત વસંત રાવ અને રજબ લખાની ની વાર્તા સંભળાવીને લોકોને હળી મળીને રહેવા અને કોમી તોફાનો થી દૂર રહેવા પ્રેરિત કરશે.” તેઓ કહે છે, “અમે શહેરના મોટા દિવસ , રથયાત્રા , ઈદ અને દિવાળી જેવા દિવસો પર આને દેખાડીશું.” સ્વતંત્રતા સેનાની અને સેવા દળના સભ્ય વસંત અને રજબ ૧ જુલાઈ ૧૯૪૬ ની રથયાત્રા વખતે થયેલા તોફાનોમાં લોકોનો જીવ બચાવતા બચાવતા મૃત્યુ પામ્યા હતા. તેમના મૃત્યુ પર ગાંધીજીએ પણ બીજા દિવસે પૂણેમાં નિવેદન આપ્યું હતું. અમદાવાદમાં પાછલા કેટલાક વર્ષોથી ૧ જુલાઈને કોમી એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

આ ફિલ્મ કોમી ભાઈચારાનો સંદેશ આપશે. અમદાવાદ શહેરની વચ્ચે વસંત અને રજબ નામનો એક ચોક પણ બનેલો છે, પણ બીજેપીની કોઈ પણ સરકારે તેની ક્યારેય પણ કોઈ ખબર નથી લીધી. ફિલ્મ સહીત ક્રાઈમ બ્રાન્ચ સાંપ્રદાયિક ભાઈચારા માટે એક વસંત-રજબ ગેલેરીનું પણ નિર્માણ કરી રહી છે. આ ગેલેરી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ઓફીસ – ગાયકવાડ હવેલીમાં બનશે. શુક્લ જણાવે છે, “ફિલ્મ સહીત અમે ૨૦૦ વર્ષ જૂની ગાયકવાડ હવેલીના સંરક્ષણ પર પણ કામ કરી રહ્યા છીએ. આ હવેલીમાં અમે ગુજરાત પોલીસનું મ્યુઝીયમ બનાવીશું અને સાંપ્રદાયિક એકતાનો સંદેશ આપવા માટે એક ગેલેરી પર પણ કામ થશે.”

Advertisements

5 comments

  1. અરે આ હિંદુ- મુસ્લિમના તોફાનો રોકવા માટે નેતાઓ એ કઈ કરવું જોઈએ ! અરે… સોરી, નેતાઓનું કામ આ તોફાનો રોકવાનું થોડું છે… એમનું કામ તો…! >>> I’m Loving It !!!

  2. અત્યારે હિન્દુ મુસ્લિમ જેવા જ તોફાનો અમેરિકાના ફર્ગ્યુસન શહેરમાં બ્લેક-વ્હાઈટ વચ્ચે શરૂ થયા છે. એક વ્હાઈટ પોલિસે બ્લેક ટિનેજરને સૂટ કર્યો હતો એની સામેનો કેસ ગ્રાન્ડજ્યુરીએ કાઢી નાંખતાં પ્રોટેસ્ટ અને તોફાનો શરૂ થયા છે. યુવરાજ ઐક્યની ભાવના જાગૃતિનું સરસ કામ તમારા લેખ દ્વારા કરી રહ્યા છો. ધન્યવાદ

    1. જી હા, વિદેશો માં પણ રંગભેદ ઘણું જોવા મળે છે… અહીં જેટલું જ ખૂંખાર … જાતી અને રંગ ના નામે એકબીજા પ્રત્યે નફરત દાખવવી એ અમાનવીય કહેવાય… મારા આ એક નાનકડા પ્રયાસને બિરદાવવા બદલ ખૂબ ખૂબ આભાર 🙂

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s