બસ, હવે કંઈ બોલવું નથી

બસ હવે કંઈ બોલવું નથી…

બોલીને જે કહેવું છે એ કહેવાની ક્ષમતા મારામાં નથી

કદાચ ઉંધુ જ બોલાઈ જતું હશે મારાથી,

હા, એટલે જ તો લોકો હું જે કહું છું એનો ઉંધો અર્થ જ કાઢે છે,

અને એ તો હું એવું માનું છું કે તેમણે ઉંધો અર્થ કાઢ્યો,

ખરેખરમાં એવું પણ હોય કે મારાથી ઉંધી રીતે જ બોલાયું હોય,

મને ક્યાં કંઈ બોલતા આવડે છે,

ચાલતા ય ક્યાં આવડે છે,

અરે ઉભા રહેતા ય નથી આવડતું,

અફકોર્સ બોલતા તો બિલકુલ નથી આવડતું

એટલે બસ, હવે કંઈ બોલવું નથી,

ક્યાંક મારાથી ઉંધા અર્થમાં બોલાઈ જાય અને..

શું થઇ જાય? જે કંઈ પણ થાય તેનો મને સહેજ પણ ડર નથી,

બિલકુલ વળી, હવે થઇ થઈને શું થવાનું છે,

થવામાં કંઈ બાકી રહ્યું છે ખરું ?

જે થયું છે એ બધું મેં ખુલ્લેઆમ કહ્યું પણ છે,

અને એમ ખુલ્લેઆમ બધું કાબુલવાથી પણ ઘણું બધું થયું છે,

જે થયું છે એનો પસ્તાવો નથી અને જે થશે એનો ડર નથી,

એમ તો આજે પણ કહી દેત , પણ આજ પૂરતું તો લીધેલું પ્રણ પાળું –

બસ, હવે કંઈ બોલવું નથી.

Advertisements

12 comments

 1. લાગણીની અભિવ્યક્તિની મનોદશાનું સરસ શબ્દ ચિત્ર. મનની વાતોની જ્યારે શબ્દોમાં રજુઆત થાય ત્યારે અન્યો દ્વારા તદ્દન જુદું જ અર્થઘટન થાય, સીધી વાતો ઊલટી જ થઈ જાય એવું બનતું જ હોય છે.

 2. બોલવું એ સારું કે ન બોલવું એ સારું એ વિષયે ચિંતકોમાં ઘણા વિરોધાભાસ રહ્યા છે…
  “ન બોલવામાં નવ ગુણ” vs “બોલે એના બોર વેચાય”…
  obviously, બંનેના ફાયદા અને ગેરફાયદા છે, બોલવા અને ન બોલવા વચ્ચેનું સંતુલન એ આદર્શ સ્થિતિ છે અને એ આદર્શ છે એટલે અઘરું પણ છે.
  સહેલા બે વિકલ્પો,
  ૧. બોલવું
  અને ૨. ન બોલવું
  માંથી ૨. સરળ અને ઓછુ નુકસાનકારક છે, હું પણ આપની જેમ એ વિકલ્પની જ તરફદારીમાં છું.

  આટલી philosophy મારી દીધા પછી,
  બસ, હવે કંઈ બોલવું નથી.

  1. હા, આ બંને વિરોધાભાસોની મને જાણ છે, અને તમને જાણીને કદાચ આશ્ચર્ય થશે પણ હું એ બંને વિરોધાભાસોની ચરમસીમાએ રહી ચુક્યો છું. પણ અત્યાર સુધીના મારા જીવનમાં હું મોટે ભાગે તો નંબર ૨ – (ન બોલવું ) પર જ રહ્યો છું. દુનિયાના મોટાભાગના લોકોમાં મારી ખૂબ શાંત અને ઓછાબોલાની છાપ છે.
   અને જયારે બોલ્યો છું ત્યારે પણ જંગ તો જીતી જ છે, પણ બોલવામાં ક્યારેક બફાટ પણ થાય ને? અને એમાંય આ ઓછાબોલા ને એવા બફાટના આઘાત વધારે હોય …. 🙂

 3. પ્રિય યુવરાજ
  તારા નિખાલસ હૃદયમાંથી પ્રગટ થએલા શબ્દો બહુ વિચાર કરતા મુકીદ્યે એવા છે .
  તારી નીડરતા , હિંમત , જેવા વાક્યો . બોલનારા ભાગ્યેજ હશે .

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s