ના હિંદુ, ના મુસલમાન – માણસને માણસ જ બનવા દો ને યાર !

મોટેભાગે એવું હોય કે બાળકને નાનપણથી જ પોતાના વડીલો તરફથી શીખવવામાં આવતું હોય કે આ ભગવાન છે આમને પગે લગાય , કે અલ્લાહને યાદ કરી નમાજ પઢાય ! બાળકનું કુમળુ મન કોઈ પણ જાતની દલીલ વગર વડીલ જે કહે એ સ્વીકારી લેતું હોય છે. ત્યારે એ ઇચ્છનીય છે કે વડીલો બાળકને એવું તો ન જ શીખવે કે એ કુમળુ મન આગળ જતા કટ્ટર બને. અને જો પોતાના ધર્મની સાથે સાથે બાળક બીજા ધર્મ વિષે પણ જાણે તો એની પોતાની સમજ વિકસશે … હા, એ સમજના વિકાસમાં જરૂર વડીલો તેને માર્ગદર્શન આપી શકે. વડીલ બાળકને પાંખો આપે એ બહુ સુંદર વાત છે, પણ પાંખો આપીને તેનું આકાશ બાંધી દે, એ તો બહુ ખોટું કહેવાય ને ? માણસ હિંદુ કે મુસલમાન નહીં બને તો ચાલશે, પણ એનું માણસ બનવું એ સૌથી વધુ અગત્યનું છે.

પશ્ચિમ બંગાળના બર્ધમાન જીલ્લાની આ વાત છે. અહીના એક ઓરગ્રામ ચતુસપલ્લી મદરેસામાં મૌલવી વિધાર્થીઓને કુરાન અને ઇસ્લામ ધર્મ વિષે શીખવે છે, પણ આશ્ચર્યની વાત તો એ છે કે એ વર્ગના મોટા ભાગના વિદ્યાર્થીઓ હિંદુ છે. આ મદરેસામાં ભણવાવાળા ૧૪૦૦ વિદ્યાર્થીઓમાંથી ૬૦ ટકાથી પણ વધારે વિદ્યાર્થીઓ હિંદુ છે. મદરેસાના પ્રિન્સીપાલ અનવર હુસેન કહે છે, “મદરેસા વિષે જે ધારણા હતી તે બદલાઈ ગઈ છે. અહી આવનાર બધાને એવું લાગે છે કે ધર્મો વચ્ચે કોઈ ભેદ નથી.”

e69d533f72d46fb2e8f549f9cf1172bb_L

આ મદરેસાને રાષ્ટ્રપતિ પુરસ્કાર પણ મળી ચુક્યો છે. ૧૩ વર્ષની સુજાતા હલદર ઇસ્લામીયતનું અધ્યયન કરતા ક્હે છે કે એ પોતાના મદરેસાથી ખૂબ ખુશ છે, શિક્ષકો તેનું ખૂબ ધ્યાન રાખે છે, અને તેમને કોઈપણ પ્રકારનો ભેદભાવ અનુભવાતો નથી.

મુસ્લિમ વિદ્યાર્થીઓ પણ આ મદરેસાથી ખૂશ છે. એક વિદ્યાર્થીની શીન્જીની કહે છે, “બીજા ધર્મોના વિદ્યાર્થીઓ હોવાથી વધુ શીખવા મળે છે. અમે એકબીજા વિષે જાણતા થઈએ છીએ.” પશ્ચિમ બંગાળમાં ૬૦૦થી વધુ મદરેસાને સરકારી માન્યતા પ્રાપ્ત છે. આ આધુનિક પ્રકારના મદરેસામાં છોકરીઓની સંખ્યા વધુ છે. ઘણા મદરેસાઓમાં હિંદુ વિદ્યાર્થીઓની સંખ્યા મુસ્લિમ વિદ્યાર્થીઓથી વધુ છે. ઇસ્લામના અધ્યયન સિવાય આ મદરેસાઓમાં આધુનિક શિક્ષાનું સ્તર ઊંચું છે.

નદીયા જીલ્લાના મુલ્લા યાદ અલી મદરેસાના શિક્ષક તપન ચક્ર્વતીને કહે છે, “અમારું સ્તર ઊંચું છે અને અમારા બાળકો બહાર ઘણો સારો દેખાવ કરે છે” પશ્ચિમીબંગાળમાં મદરેસાઓના પાઠ્યક્રમનું આધુનિકીકરણ ભૂતપૂર્વ કમ્યુનીસ્ટ સરકારોએ કર્યું છે. આ મદરેસાઓમાં આજે ચાર લાખથી વધુ બાળકો શિક્ષણ મેળવી રહ્યા છે જેમાં હજારોની સંખ્યામાં હિંદુ વિદ્યાર્થીઓ છે. આ મદરેસાઓ ઇસ્લામની એક સકારાત્મક છબીનું પ્રતિક છે.

Advertisements

2 comments

  1. ધન્યવાદ યુવરાજ સરસ માહિતિસભર લેખ. પોતાનો ધર્મ સાચવીને અન્ય ધર્મો પ્રત્યે સદ્ભાવના રાખવાની ખુબ સરસ વાત છે. આની એક બાજુ કટ્ટર ધાર્મિક ઝનૂન છે અને બીજી બાજુ ઈશ્વર અલ્લાહ જેવી કોઈ હસ્તી જ નથી એવો રેશનાલિસ્ટ વર્ગ પણ ઉભો થતો જાય છે. અને ત્યાં જ તમારા લેખનું શિર્ષક સચોટ સંદેશ આપે છે.
    ના હિંદુ, ના મુસલમાન – માણસને માણસ જ બનવા દો ને યાર !

    1. ખૂબ ખૂબ આભાર સર… આ એક નવી કેટેગરી શરુ કરી છે – “અમન કી આશા ” એવું નામ આપ્યું છે – અને એમાં હું ભારત અને પાકિસ્તાનને જોડતી કડી સમાન કિસ્સાઓ ઉપરાંત હિંદુ – મુસ્લિમ એકતાના કેટલાક રસપ્રદ કિસ્સા લખી રહ્યો છું. “અમન કી આશા ” સીરીઝનો આ છટ્ઠો લેખ છે. છ એ છ લેખ આ જ મહિનામાં સળંગ છેલ્લા બે અઠવાડિયા દરમ્યાન જ લખ્યા છે. આ કેટેગરીમાં આવી ઘણી ઘણી વાતો ઉમેરાય – એવો પ્રયત્ન રહેશે. આપનું આ લેખ પર નું કોમ્પ્લીમેન્ટ મોટું પીઠબળ બની રહેશે…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s