આ ૭૧ વર્ષીય હિંદુ દરવર્ષે રોઝા રાખે છે,ભાગલા વખતના હુલ્લડો નજરે જોયા છે

ગઈકાલે જ શરૂ કરવામાં આવેલી આ કેટેગરી “અમન કી આશા” માં ભારત- પાકિસ્તાન ઉપરાંત હિંદુ- મુસ્લિમ એકતાની પણ કેટલીક વાતો ઉમેરીશ … ગમશે ને?

કોલકાતાના ૭૧ વર્ષીય સંજય મિત્રા એક પરંપરાગત હિંદુ પરિવારમાંથી આવે છે, પણ રમઝાન મહિનામાં એ બધા નિયમોના પાલન સાથે રોઝા રાખે છે.તેઓ મુસ્લિમ વિસ્તારમાં રહે છે અને ભાગલા સમયના હુલ્લડો તેમને આજે પણ યાદ છે.

તેઓ કહે છે, “મેં ઘણા સાંપ્રદાયિક હુલ્લડો જોયા છે. વર્ષ ૧૯૯૨માં જયારે બાબરી મઝજીદ તૂટી ત્યારે હું દિલ્હીમાં હતો. બધે જ હુલ્લડો હતા. ત્યારબાદ મેં પોતાના વિસ્તારમાં રહેતા મુસ્લિમ ભાઈઓ સાથે એકતા દર્શાવવા માટે આ ઘટનાનો વિરોધ કરવાનો નિર્ણય કર્યો, અને પછી ૧૯૯૩થી જ રમઝાન દરમ્યાન મેં રોઝા રાખવાનો સંકલ્પ લીધો.”

સુર્યોદય પહેલા સહરી કરવાનું મિત્રા ભાગ્યે જ ક્યારેક ભૂલ્યા હશે પણ દિવસ દરમ્યાન તેઓ પોતાના મુસ્લિમ સાથીઓ સાથે ઇફતાર કરી શકતા નથી, કેમકે એમને ડાયાબિટીસ છે. મિત્રા કહે છે, “હું આમ તો ધાર્મિક વ્યક્તિ નથી. માટે જ હું પાંચ વખતની નમાઝ નથી પઢતો અને હું પૂજા પણ નથી કરતો.” પણ એમના ઘરમાં પાછલા ૧૨૫ વર્ષથી દુર્ગા પૂજા થાય છે. તેમના ઘરથી થોડે દૂર, એક ભોજનાલય છે, જે પાછલા ૫૫ વર્ષથી મિત્રાનું પ્રિય સ્થળ છે.

આ ભોજનાલય પ્રત્યે મિત્રાને સોફ્ટ કોર્નર છે. મિત્રાની મુસ્લિમ ભાઈઓ સાથે આત્મીયતા વધી એમાં આ ભોજનાલયનો મોટો ફાળો છે. હિંદુઓ માટે

પોતાના પ્રિય ભોજનાલયમાં મિત્રા

પોતાના પ્રિય ભોજનાલયમાં મિત્રા

ગાય તેમની ધાર્મિક લાગણીઓ સાથે જોડાયેલું પ્રાણી છે. ઘણા તો રસ્તા પરથી પસાર થતી ગાયની બાજુમાંથી પસાર થાય તો પણ તેને પગે લાગે ..જયારે  બીજા ધર્મ ના લોકો માટે ગાય પણ અન્ય પ્રાણીઓ ની જેમ એક પ્રાણી માત્ર હોઈ શકે. એથી બીજા પ્રાણીઓને મારીને એમનું માંસ ખાવું એ એમના માટે સહજ છે , તેમ ગાયને પણ મારીને તેનું માંસ ખાવું તેમના માટે સહજ હોઈ શકે. ( હું મારી અંગત વાત કરું તો મેં તો જીવ હત્યા વિરુદ્ધ ઘણું ઘણું કહ્યું છે … અને મારી આસપાસ રોજ હજારો બકરા અને મરઘા રોજ કપાય છે, એમને હું બચાવી નથી શકતો એનો અફસોસ મૃત્યુ પછી પણ મારી આત્માને રહેશે. ) આ બાબતને લઈને હું આટલો લાગણીશીલ છું છતાંય મારે એ સ્વીકારવું રહ્યું કે હું એવી દુનિયામાં રહું છું જ્યાં પ્રાણીઓને મારીને ખાવા એ સહજ બાબત છે. વેલ, આપણે વાત મિત્રાની કરી રહ્યા હતા, મિત્રા એક ચુસ્ત હિંદુ પરિવારના હોવા છતાં માંસાહારી છે , એટલું જ નહીં , તેઓને ગૌમાંસ ચાખ્યાની લિજ્જત પણ હજુ યાદ છે, અને તે સહજતાથી એ વિષે જણાવતા કહે છે,

 “મને યાદ છે જયારે મેં પહેલીવાર આ ભોજનાલયમાં ગૌમાંસ ખાધું હતું. લગભગ ૫૦ વર્ષ પહેલાની વાત છે. આ ભોજનાલય પહેલા બિલકુલ અલગ હતું, હવે તો આમાં ઘણો ફેરફાર આવી ગયો છે. હવે તમને અહિયાં ગૌમાસ નહિ મળે કેમકે આ લોકો હવે હિંદુ ગ્રાહકોને પણ પોતાની તરફ આકર્ષી રહ્યા છે.”

લાઈક એની અધર મેન , મિત્રા ઈઝ ઓલ્સો મેરીડ … અને એમની પત્નીએ એક દિવસ એમને એક બહુ રસપ્રદ પ્રશ્ન પૂછ્યો અને એ પ્રશ્નના જવાબમાં પણ મિત્રાએ એક આચરણ અપનાવ્યું. આચરણ જાણે એમ છે કે રમઝાન સિવાય મિત્રા માર્ચ-એપ્રિલમાં વ્રત પણ રાખે છે.

એનું કારણ જણાવતા મિત્રા કહે છે ,  “એક વાર મારી પત્નીએ મને પૂછ્યું કે હિંદુ થઈને તમે રોઝા રાખો છો, પણ પોતાના ધર્મનું કોઈ વ્રત કેમ નથી રાખતા? આ વાત મને સ્પર્શી ગઈ, મેં કહ્યું કે હવે હું ચૈત્રના મહિનામાં વ્રત રાખીશ, આ રીતે હું વર્ષમાં બે મહિના વ્રત રાખું છું.”

5 comments

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s